ઝિયારતે ઈમામ મોહમ્મદ તકી (અ.સ.)

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا جَعْفَرٍ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

 

સલામ થાય આપ પર અય અબુ જઅફર મોહમ્મદ (તકી) ઈબ્ને અલી

۟اِلْبَرَّ التَّقِيَّ الْاِمَامَ الْوَفِيَّ

 

જે નેક અને મુત્તકી અને બાવફા ઈમામ છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ الزَّكِيُّ

 

સલામ થાય આપ પર અય પાકો પાકીઝા પસંદીદા

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ اَلسَّلَامُ عَلَيْكَ يَا نَجِيَّ اللّٰهِ

 

સલામ થાય આપ પર અય ખુદાના વલી, સલામ થાય આપ પર અય અલ્લાહથી મુનાજાત કરનાર

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَفِيْرَ اللّٰهِ

 

સલામ થાય આપ પર અય અલ્લાહના સફીર

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَنَاۤءَ اللّٰهِ

 

સલામ થાય આપ પર અય અલ્લાહની નિશાની

اَلسَّلَامُ عَلَيْكَ يَا كَلِمَةَ اللّٰهِ

 

સલામ થાય આપ પર અય અલ્લાહના કલેમા,

اَلسَّلَامُ عَلَيْكَ يَا رَحْمَةَ اللّٰهِ

 

સલામ થાય આપ પર અય અલ્લાહની રહેમત

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا النُّوْرُ السَّاطِعُ

 

સલામ થાય આપ પર અય રોશન નૂર

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْبَدْرُ الطَّالِعُ

 

સલામ થાય આપ પર અય ચમકતા ચાંદ

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّيِّبُ مِنَ الطَّيِّبِيْنَ

 

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે પાક છે અને પાકીઝા ખાનદાનથી છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّاهِرُ مِنَ الْمُطَهَّرِيْنَ

 

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે તાહિર છે અને તાહેરીનની નસ્લથી છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاٰيَةُ الْعُظْمٰى

 

સલામ થાય આપ પર અય ખુદાની બુઝુર્ગ નિશાની

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْحُجَّةُ الْكُبْرٰى

 

સલામ થાય આપ પર અય ખુદાની મોટી દલીલ

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُطَهَّرُ مِنَ الزَّلَّاتِ

 

સલામ થાય આપ પર અય તે (ઈમામ) જે દરેક લગઝિશથી પાક છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُنَزَّهُ عَنِ الْمُعْضِلَاتِ

 

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે દરેક દુસ્વારીથી દૂર છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلِيُّ عَنْ نَقْصِ الْاَوْصَافِ

 

સલામ થાય આપ પર અય તે (ઈમામ) કે જેની સિફાતમાં કોઈ એબ નથી

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ عِنْدَ الْاَشْرَافِ

 

સલામ થાય આપ પર અય તે (ઈમામ) જે ઈઝઝતદાર લોકોમાં પસંદીદા છે

اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمُوْدَ الدِّيْنِ

 

સલામ થાય આપ પર અય દીનના સુતૂન

اَشْهَدُ اَنَّكَ وَلِيُّ اللّٰهِ وَ حُجَّتُهُ فِيۤ َاَرْضِهِ

 

હું ગવાહી આપું છું કે આપ ખુદાના વલી અને જમીનમાં તેની હુજ્જત છો

وَ اَنَّكَ جَنْبُ اللّٰهِ وَ خِيَرَةُ اللّٰهِ

 

અને તે કે આપ જમ્બુલ્લાહ છો અને અલ્લાહના ચૂંટેલા છો અને

وَ مُسْتَوْدَعُ عِلْمِ اللّٰهِ وَ عِلْمِ الْاَنْبِيَاۤءِ

 

ખુદા અને અંબિયાના ઈલ્મના અમાનતદાર છો

وَ رُكْنُ الْاِيْمَانِ وَ تَرْجُمَانُ الْقُرْاٰنِ

 

ઈમાનના સુતૂન છો અને કુરઆનનો મતલબ બતાવનાર છો

وَ اَشْهَدُ اَنَّ مَنِ اتَّبَعَكَ عَلَى الْحَقِّ وَ الْهُدٰى

 

હું ગવાહી આપું છું કે બેશક જેણે આપની પેરવી કરી તે સાચા અને સીધા રસ્તા પર છે

وَ اَنَّ مَنْ اَنْكَرَكَ وَ نَصَبَ لَكَ الْعَدَاوَةَ عَلَى الضَّلَالَةِ وَ الرَّدٰى

 

અને જેને આપનો ઈન્કાર કર્યો અને આપથી દુશ્મની કરી તે ગુમરાહી અને હલાકતના રસ્તા ઉપર છે

اَبْرَاُ اِلَى اللّٰهِ وَ اِلَيْكَ مِنْهُمْ فِي الدُّنْيَا وَ الْاٰخِرَةِ

 

હું દૂરી ચાહુ છું કે અલ્લાહની અને આપની બારગાહમાં આ દુનિયા અને આખેરતમાં તે ગુમરાહ લોકોથી

وَ السَّلَامُ عَلَيْكَ مَا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ

 

સલામ થાય આપ પર ત્યાં સુધી કે હું જીવતો છું અને રાત દિવસ બાકી છે.