ઝિયારતે ઈમામ અલી રેઝા (અ.સ.)

[00:06.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:12.00]

لسّلامُ عَلَيْكَ أَيُّهَا الصِّدِيقُ الشَّهِيدُ

 

સલામ થાય આપ પર અય તે ઈમામ જે બહુજ સાચા અને શહીદ છે

[00:20.00]

السّلامُ عَلَيْكَ أَيُّهَا الْوَصِيُّ الْبَارُ التَّقِيُّ

 

સલામ થાય આપ પર અય તે ઈમામ જે રસૂલના વસી છે, નેક અને મુત્તકી છે

[00:31.00]

اَشْهَدُ أَنَّكَ قَد اقمتَ الصَّلوةَ وَاتَّيْتَ الزَّكوة

 

હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ અદા કરી અને ઝકાત આપી

[00:39.00]

وَاَمَرْتَ بِالْمَعْرُوْفِ وَنَهَيْتَ عَنِ الْمُنْكَرِ

 

અને આપે સારી વાતોનો હુકમ આપ્યો અને ખરાબ વાતોની મનાઈ કરી

[00:46.00]

وَعَبَدتَ اللهَ حَتَّى أَتَاكَ الْيَقِينُ

 

અને અલ્લાહની ઈબાદત કરતા રહ્યા ત્યાં સુધી કે આપની શહાદત થઈ

[00:54.00]

السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْحَسَن وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُه

 

સલામ થાય આપ પર અય અબુલ હસન અને ખુદાની રહેમત અને બરકત નાઝિલ થાય

[01:05.00]

اللَّهُمَّ صَلِّ عَلَى عَلِيَّ ابْنِ مُوسَى الرِضًا الْمُرْتَضَى عَبْدِكَ

 

ખુદાયા! સલવાત મોકલ અલી ઈબ્ને મૂસીયે રેઝા ઉપર જે તારા પસંદીદા અને રાઝી રહેનાર બંદા છે

[01:20.00]

وَوَلِي دِينِكَ الْقَائِمِ بِعَدلِك

 

તારા દીનના સરપરસ્ત અને તારા ઈન્સાફની સાથે કાઈમ છે

[01:27.00]

والداعي إلى دِينِكَ وَدِيْنِ أَبَائِهِ الصَّادِقِينِ

 

લોકોને તાર અને પોતાના બાપદાદાના દીન તરફ બોલાવનાર છે

[01:35.00]

صَلوةٌ لَا يَقْوَى عَلَى إِحْصَائِهَا غَيْرُكَ

 

તારા સિવાય કોઈ ગણતરી ન કરી શકે એટલી સલવાત મોકલન

[01:43.00]

اللّهُمَّ صَلِّ عَلَى عَلَى ابْنِ مُوسَى الرَّضَا الْمُرْتَضَى الْإِمَامِ التَّقِقِ النَّقِي

 

ખુદાવંદા! સલવાત મોકલ અલી ઈબ્ન મુર્રેઝા પર જે તારા પસંદીદા બંદા છે. જે મુત્તકી અને પાકો પાકીઝા ઈમામ છે

[02:02.00]

وَحُجَتِكَ عَلَى مَنْ فَوْقَ الْأَرْضِ وَمَنْ تَحْتَ الثَّرَى الصِّدِيرِ الشَّهِيدِ

 

અને હજ્જત છે તેઓ દરેક ઉપર કે જેઓ જમીન પર છે અને તેઓ ઉપર કે જે જમીનની નીચે છે સિદ્દીક અને શહીદ છે

[02:21.00]

صَلَواةٌ كَثِيرَةً نَامِيَةً زَاكِيَةً مُتَوَاصِلَةٌ مُتَوَاتِرَةٌ مَتَوَافِرَةٌ

 

એવી સલવાત કે ખૂબજ હોય, વધનારી હોય, પાક હોય, બરાબર, લગાતાર હોય અને ખૂબજ વધારે હોય

[02:37.00]

كَأَفَضَلِ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِنْ أَوْلِيَائِكَ

 

બેહતર હોય તે સલવાતથી કે જે તે તારા દોસ્તો પર મોકલી હોય.

[02:48.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

 

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

 

 

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,