ઝિયારતે જનાબે ઉમ્મે કુલસુમ (સ.અ.)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ رَسُوْلِ اللهِ

અસ્સલામો અલયકિ યા બિન્ત રસૂલિલ્લાહ.

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ نَبِیِّ اللهِ

અસ્સલામો અલયકિ યા બિન્ત નબિય્યિલ્લાહ.

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના નબીની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ مُحَمَّدٍ الْمُصْطَفٰی

અસ્સલામો અલયકિ યા બિન્ત મુહમ્મદિલ મુસ્તફા.

સલામ થાય તમારા ઉપર અય મોહમ્મદે મુસ્તફાની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ وَ لِیِّ اللهِ

અસ્સલામો અલયકિ યા બિન્ત વલિય્યલ્લાહ.

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ عَلِیٍّ الْمُرْتَضٰی سَیِّدِ الْاَوْصِیَائِ وَ الصِّدِّیْقِیْنَ

અસ્સલામો અલયકિ યા બિન્ત અલિય્યલ મુરતઝા સય્યિદિલ અવસિયાઅ વસ્સિદ્દીકીન.

સલામ થાય તમારા ઉપર અય વસીઓ અને સિદ્દીકોના સરદાર અલીએ મુર્તુઝાની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ فَاطِمَۃَ الزَّهْرَائِ سَیِّدَۃِ نِسَآئِ الْعَالَمِیْنَ

અસ્સલામો અલયકિ યા બિન્ત ફાતિમતિઝ ઝહરાઇ સય્યિદત નિસાઇલ આલમીન.

સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُخْتَ الْحَسَنِ وَ الْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ اَجْمَعِیْنَ

અસ્સલામો અલયકિ યા ઉખ્તલ હસન વલ હુસયન સય્યિદય શબાબિ અહલિલ જન્નતિ અજમઈન.

સલામ થાય તમારા ઉપર અય તમામ જન્નતના જવાનોના સરદાર ઈમામે હસન (અ.સ.) અને ઈમામે હુસૈન (અ.સ.)ની બહેન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا السَّیِّدَۃُ الزَّكِیَّۃُ

અસ્સલામો અલયકિ અય્યુહસ સય્યિદતુઝ ઝકિય્ય.

સલામ થાય તમારા ઉપર અય પાકીઝા સૈયદાણી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الدَّاعِیَۃُ الْخَفِیَّۃُ

અસ્સલામો અલયકિ અય્યુહદ દાઇયતુલ ખફિય્ય.

સલામ થાય તમારા ઉપર અય છુપી રીતે (અલ્લાહ તરફ) દાવત આપનારી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا التَّقِیَّۃُ النَّقِیَّۃُ

અસ્સલામો અલયકિ અય્યુહત તક્વિય્યતુન નક્વિય્ય.

સલામ થાય તમારા ઉપર અય પાકો-પાકીઝા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الرَّاضِیَۃُ الْمَرْضِیَّۃُ

અસ્સલામો અલયકિ અય્યુહર રાઝિયતુલ મરઝિય્ય.

સલામ થાય તમારા ઉપર કે જેનાથી અલ્લાહ રાઝી છે અને જે અલ્લાહથી રાઝી છે

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَظْلُوْمَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહલ મઝલુમ.

સલામ થાય તમારા ઉપર અય મઝલૂમા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَهْمُوْمَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહલ મહમુમ.

સલામ થાય તમારા ઉપર અય રંજીદા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَغْمُوْمَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહલ મગ્મૂમ.

સલામ થાય તમારા ઉપર અય ગમગીન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الصَّابِرَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહસ્સાબિર.

સલામ થાય તમારા ઉપર અય સબ્ર કરનારી ખાતૂન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَكْرُوْبَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહલ મક્રૂબ.

સલામ થાય તમારા ઉપર અય ભારે દુઃખદર્દ ઉપાડનારી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَاْسُوْرَۃُ

અસ્સલામો અલયકિ અય્યુહલ માસૂર.

સલામ થાય તમારા ઉપર અય બલાઓથી ઘેરાયેલ

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الصَّاحِبَۃُ الْمُصِیْبَۃِ الْعُظْمٰی

અસ્સલામો અલયકિ અય્યુહ સાહિબતલ મુસીબતિલ ઉઝમા.

સલામ થાય તમારા ઉપર અય મોટી મુસીબતો ઉપાડનાર

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ كُلْثُوْمَ بِنْتَ فَاطِمَۃَ الزَّهْرَائِ

અસ્સલામો અલયકિ યા ઉમ્મ કુલ્સૂમ બિન્ત ફાતિમતિઝ ઝહરાઇ.

સલામ થાય તમારા ઉપર અય જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના દીકરી ઉમ્મે કુલસુમ

اَلسَّلَامُ عَلَیْكُمْ یَا اَهْلَ بَیْتِ النُّبُوَّۃِ جَمِیْعًا وَّ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ۔

અસ્સલામો અલયકુમ યા અહલબયતિન નુબુવ્વત જમીઅન વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.

અય નબીના એહલેબૈત તમારા બધા ઉપર અલ્લાહની રહેમત અને બરકત નાઝિલ થાય.