ઝિયારતે જનાબે ઉમ્મે કુલસુમ (સ.અ.)

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ رَسُوْلِ اللهِ

 

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ نَبِیِّ اللهِ

 

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના નબીની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ مُحَمَّدٍ الْمُصْطَفٰی

 

સલામ થાય તમારા ઉપર અય મોહમ્મદે મુસ્તફાની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ وَ لِیِّ اللهِ

 

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ عَلِیٍّ الْمُرْتَضٰی سَیِّدِ الْاَوْصِیَائِ وَ الصِّدِّیْقِیْنَ

 

સલામ થાય તમારા ઉપર અય વસીઓ અને સિદ્દીકોના સરદાર અલીએ મુર્તુઝાની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ فَاطِمَۃَ الزَّهْرَائِ سَیِّدَۃِ نِسَآئِ الْعَالَمِیْنَ

 

સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ની દીકરી

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُخْتَ الْحَسَنِ وَ الْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ اَجْمَعِیْنَ

 

સલામ થાય તમારા ઉપર અય તમામ જન્નતના જવાનોના સરદાર ઈમામે હસન (અ.સ.) અને ઈમામે હુસૈન (અ.સ.)ની બહેન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا السَّیِّدَۃُ الزَّكِیَّۃُ

 

સલામ થાય તમારા ઉપર અય પાકીઝા સૈયદાણી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الدَّاعِیَۃُ الْخَفِیَّۃُ

 

સલામ થાય તમારા ઉપર અય છુપી રીતે (અલ્લાહ તરફ) દાવત આપનારી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا التَّقِیَّۃُ النَّقِیَّۃُ

 

સલામ થાય તમારા ઉપર અય પાકો-પાકીઝા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الرَّاضِیَۃُ الْمَرْضِیَّۃُ

 

સલામ થાય તમારા ઉપર કે જેનાથી અલ્લાહ રાઝી છે અને જે અલ્લાહથી રાઝી છે

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَظْلُوْمَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય મઝલૂમા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَهْمُوْمَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય રંજીદા

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَغْمُوْمَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય ગમગીન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الصَّابِرَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય સબ્ર કરનારી ખાતૂન

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَكْرُوْبَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય ભારે દુઃખદર્દ ઉપાડનારી

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَاْسُوْرَۃُ

 

સલામ થાય તમારા ઉપર અય બલાઓથી ઘેરાયેલ

اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الصَّاحِبَۃُ الْمُصِیْبَۃِ الْعُظْمٰی

 

સલામ થાય તમારા ઉપર અય મોટી મુસીબતો ઉપાડનાર

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ كُلْثُوْمَ بِنْتَ فَاطِمَۃَ الزَّهْرَائِ

 

સલામ થાય તમારા ઉપર અય જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના દીકરી ઉમ્મે કુલસુમ

اَلسَّلَامُ عَلَیْكُمْ یَا اَهْلَ بَیْتِ النُّبُوَّۃِ جَمِیْعًا وَّ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ۔

 

અય નબીના એહલેબૈત તમારા બધા ઉપર અલ્લાહની રહેમત અને બરકત નાઝિલ થાય.