اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا السَّیِّدُ النَّبِیْلُ
અસ્સલામો અલયક અય્યોહસ સય્યેદુન નબીલ.
સલામ થાય આપ પર અય માનવંત સરદાર,
اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا الْغُصْنُ الْمُثْمِرُ مِنْ شَجَرَۃِ اِبْرَاهِیْمَ الْخَلِیْلِ
અસ્સલામો અલયક અય્યાહુ ગુસનુલ મુસમ્મેરો મીન શજરતે ઈબ્રાહીમ ખલીલ
સલામ થાય આપ પર અય અલ્લાહના દોસ્ત ઈબ્રાહીમ વૃક્ષની ફળદાયી શાખા,
اَلسَّلَامُ عَلَیْكَ یَا جَدَّ خَیْرِ الْوَرٰی
અસ્સલામો અલયક યા જદદ ખયરિલ વરા.
સલામ થાય આપ પર અય શ્રેષ્ઠ સર્જન હઝરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.ના માનનીય પરદાદા,
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْاَنْبِیَآئِ الْاَصْفِیَآئِ
અસ્સલામો અલયક યબનલ અમબેયાઈલ અસફેયાઅ.
સલામ થાય આપ પર અય ચુંટાએલા અંબિયાના ફરઝંદ,
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْاَوْصِیَآئِ الْاَوْلِیَآئِ
અસ્સલામો અલયક યબનલ અવસેયાઅ અવલેયાઇલ.
સલામ થાય આપ પર અય વલીઓ અને વસીઓના પુત્ર,
اَلسَّلَامُ عَلَیْكَ یَا سَیِّدَ الْحَرَمِ
અસ્સલામો અલયક યા સય્યેદલ હરમ.
સલામ થાય આપ પર અય હરમ (કા’બા)ના સરદાર.
اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ مَقَامِ اِبْرَاهِیْمَ
અસ્સલામો અલયક યા વારેસ મકામે ઈબરાહીમ.
સલામ થાય આપ પર અય મકામે ઈબ્રાહીમના વારસદાર,
اَلسَّلَامُ عَلَیْكَ یَا صَاحِبَ بَیْتِ اﷲِ الْعَظِیْمِ
અસ્સલામો અલયક યા સાહેબ બયતિલ્લાહિલ અઝીમ.
સલામ થાય આપ પર અયમહાન બયતુલ્લાહના (કા'બા)ના માલિક.
اَلسَّلَامُ عَلَیْكَ وَ عَلٰی آبَائِكَ وَ اَبْنَآئِكَ الطَّاهِرِیْنَ
અસ્સલામો અલયક વ અલા આબાએક વ અબનાએક તાહેરીન
સલામ થાય આપના દાદા પરદાદાઓ પર અને આપની ઔલાદ પર.
وَ رَحْمَۃُ اﷲِ وَ بَرَكَاتُهٗ
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.