જનાબે સલમાન ફારસીની ઝિયારત

 

 

 

જનાબે સલમાન ફારસીની ઝિયારત

 

 

 

કબ્ર મુબારક સામે ઉભા રહી પઢેઃ

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

اَلسَّلَامُ عَلٰى رَسُولِ اللّٰهِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ خَاتَمِ النَّبِيِّيْنَ

અસ્સલામો અલા રસૂલિલ્લાહે મોહમ્મદિબને અબદિલ્લાહે ખાતમિન નબીય્યીન.

સલામ થાય અલ્લાહના રસૂલ, ખાતેમુન્નબી હઝરત મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ સ.અ.વ.વ. પર,

 

اَلسَّلَامُ عَلٰىۤ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ سَيِّدِ الْوَصِيِّيْنَ

અસ્સલામો અલા અમીરિલ મુઅમેનીન સય્યેદિલ વસીય્યીન.

સલામ થાય અમીરૂલ મોઅમેનીન વસીઓના સરદાર પર.,

 

اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الْمَعْصُوْمِيْنَ الرَّاشِدِيْنَ

અસ્સલામો અલા અઇમ્મતિલ મઅસૂમીનર રાશેદીન.

સલામ થાય માઅસૂમ અને હિદાયત આપનારા ઇમામો પર.,

 

اَلسَّلَامُ عَلَى الْمَلَاۤئِكَةِ الْمُقَرَّبِيْنَ

અસ્સલામો અલલ મલાઇકતિલ મોકરરબીન.

સલામ થાય અલ્લાહના મુકર્રબ ફરિશ્તાઓ પર.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَاحِبَ رَسُوْلِ اللّٰهِ الْاَمِيْنِ

અસ્સલામો અલયક યા સાહેબે રસૂલિલ્લાહિલ અમીન.

સલામ થાય આ૫ ૫ર અય રસૂલે ખુદા સ.અ.વ.વ.ના સહાબી.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલયક યા વલીય્ય અમીરિલ મુઅમેનીન.

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના દોસ્ત. ,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مُوْدَعَ اَسْرَارِ السَّادَةِ الْمَيَامِيْنِ

અસ્સલામો અલયક યા મૂદન અસરારિસ સાદતિલ મયામીન.

સલામ થાય આપ પર અય બરકક્તવાળા સરદારોના ભેદોને સાચવનાર.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللّٰهِ مِنَ الْبَرَرَةِ الْمَاضِيْنَ

અસ્સલામો અલયક યા બકીય્યતલ્લાહે મેનલ બરરતિલ માઝીન.

સલામ થાય આપ પર અય અલ્લાહના નેક બંદાઓ જે ગુજરી ચૂક્યા છે તેમાંના બાકી રહેનારાઓ.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયક યા અબા અબદિલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય અબા અબ્દિલ્લાહ અને અલ્લાહની રહેમત તથા બરકત તમારા પર ઉતરે.

 

اَشْهَدُ اَنَّكَ اَطَعْتَ اللّٰهَ كَمَاۤ اَمَرَكَ وَ اتَّبَعْتَ الرَّسُوْلَ كَمَا نَدَبَكَ

અશહદો અન્નક અતઆતલ્લાહ કમા અમરક વત તબઅતર રસૂલક મા નદબક

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહના હુકમ મુજબ તેની તાબેદારી કરી અને આપે અલ્લાહના રસૂલની તાબેદારી કરી જેવી રીતે તેઓએ આપનાથી ચાહ્યું

 

وَتَوَلَّيْتَ خَلِيفَتَهُ كَمَا الْزَمَكَ وَدَعَوْتَ إِِلَىٰ ٱلإِهْتِمَامِ بِذُرِّيَّتِهِ كَمَا وَقَفَكَ

વ તવલ્લયત ખલીફતહૂ કમા અલઝમકવ દઅવત ઇલલ એહતેમામે બે ઝુરરિય્યતેહી કમા વકફક

અને તેના ખલીફાને એવી રીતે દોસ્ત રાખ્યા જેવી રીતે તેણે ફરજીયાત કર્યું અને આપને મળેલ દોરવણી મુજબ તેની આલ વિશે વ્યવસ્થા કરવા લોકોને દાવત આપી

 

وَعَلِمْتَ ٱلْحَقَّ يَقيناً وَٱعْتَمَدْتَهُ كَمَا امَرَكَ

વ અલિમંતલ હકક યકીનન વઅતમદતહૂ કમા અમરક.

અને આપે હકને ખાત્રીથી જાણ્યો અને આપને જે હુકમ આપવામાં આવ્યો હતો એ મુજબ આપે વિશ્વાસ કર્યો

 

[وَ] اَشْهَدُ اَنَّكَ بَابُ وَصِيِّ الْمُصْطَفٰى

વ અશહદો અન્નક બાબો વસીયયિલ મુસતફા,

અને હું ગવાહી આપું છું કે આપ હઝરત મુસ્તફા સ.અ.વ.વ.ના વસી સુધી પહોંચવાનો દરવાજે છે,

 

وَطَريقُ حُجَّةِ ٱللَّهِ ٱلْمُرْتَضَىٰ وَامِينُ ٱللَّهِ فِي مَا ٱسْتُوْدِعْتَ مِنْ عُلُومِ ٱلاصْفِيَاءِ

વ તરીકે હુજજતિલ્લાહિલ મુરતઝા, વ અમીનુલ્લાહે ફી મતદેઅત મિન ઉલૂમિલ અસફેયાઅ.

અને અલ્લાહની હુજ્જત જનાબે મુર્તઝા અ.સ.ના તરીકા પર ચાલો છો અને આપને જે કંઈ સોંપવામાં આવ્યું તેમાં આપ અલ્લાહના અમીન ભરોસાપાત્ર છો. ખાસ કરીને અલ્લાહના બરગુઝીદા લોકો વિશેની જાણ (ખબર).

 

اَشْهَدُ اَنَّكَ مِنْ اَهْلِ بَيْتِ النَّبِيِّ النُّجَبَاۤءِ الْمُخْتَارِيْنَ لِنُصْرَةِ الْوَصِيِّ

અશહદો અન્નક મિન અહલે બયતિન નબીયયિન નોજબાઈલ મુખતારીન લે નુસરતિલ વસીય્ય.

હું ગવાહી આપું છું કે આપ ખરેખર નબીની એહલેબૈતમાંથી છ, જેઓ વસીની મદદ માટે નિર્માણ થયેલા છે.

 

اَشْهَدُ اَنَّكَ صَاحِبُ الْعَاشِرَةِ وَ الْبَرَاهِيْنِ وَ الدَّلَاۤئِلِ الْقَاهِرَةِ

અશહદો અન્નક સાહેબુલ આશેરતે ,વલ બરાહીને ,વલ દલાએલિલ કાહેરતે,

હું ગવાહી આપું છું કે આપ ઈમાનના દસ દરજ્જા પર પહોંચ્યા અને આપ મજબૂત દલીલો અને નિશાનીઓના માલિક છો.

 

"

وَ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ
وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ
وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ

"

વ અકમતસ સલાત ,વ આતયતઝ ઝકાત ,વ અમરત બિલ મઅરૂફે, વ નહયત અનિલ મુનકરે ,

આપે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી, નેકીઓની હિદાયત કરી અને બૂરાઈથી લોકોને રોક્યા.

 

وَ اَدَّيْتَ الْاَمَانَةَ وَ نَصَحْتَ لِلّٰهِ وَ لِرَسُوْلِهِ وَ صَبَرْتَ عَلَى الْاَذٰى فِيْ جَنْبِهِ

વ અદદયતલ અમાનત ,વ નસહત લિલ્લાહે વ લે રસૂલેહી ,વ સબરત એલલ અઝા ફી જમબેહી

અમાનતો સોંપી દીધી, અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.વ. સાથે નિખાલસ રહ્યા અને તેમના રાજીપા માટે સંકટોમાં ધીરજ ધરી,

 

حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ

હત્તા અતાકલ યકીન.

ત્યાં સુધી કે આપ મોતને ભેટયા.

 

لَعَنَ اللّٰهُ مَنْ جَحَدَكَ حَقَّكَ وَ حَطَّ مِنْ قَدْرِكَ

લઅનલ્લાહો મન જહેદક હકકેક વ હત્તત મિન કદરેક.

અલ્લાહ લાનત કરે તેના પર જેણે આપના હકનો ઈન્કાર કર્યો અને આપની કદર ન કરી.

 

لَعَنَ اللّٰهُ مَنْ اٰذَاكَ فِي مَوَالِيْكَ

લઅનલ્લાહો મન આઝાક ફી મવાલીક.

અલ્લાહ લાનત કરે તેઓ પર જેણે આપને દુ:ખ આપ્યું આપના આકાઓના સંબંધમાં.

 

لَعَنَ اللّٰهُ مَنْ اَعْنَتَكَ فِيۤ اَهْلِ بَيْتِكَ [نَبِيِّكَ‏]

લઅનલ્લાહો મન અઅનતક ફી અહલે બયતે નબીય્યક.

અલ્લાહ લાનત કરે તેના પર જેણે એહલેબૈતના સંબંધમાં આપને રંજ પહોંચાડ્યો.

 

لَعَنَ اللّٰهُ مَنْ لَامَكَ فِيْ سَادَاتِكَ

લઅનલ્લાહો મન લામક ફી સાદાતેક.

લાનત કરે અલ્લાહ એ શખ્સ પર જેણે આપના સરદારોના લીધે આપને મેણા માર્યા.

 

لَعَنَ اللّٰهُ عَدُوَّ اٰلِ مُحَمَّدٍ

લઅનલ્લાહો અદુવ્વ આલે મોહમ્મદિન

અલ્લાહ લાનત કરે આલે મોહમ્મદ સ.અ.વ.ના દુશ્મનો પર.

 

مِنَ الْجِنِّ وَ الْاِنْسِ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ وَ ضَاعَفَ عَلَيْهِمُ الْعَذَابَ الْاَلِيمَ،

મેનલ જિન્ને વલ ઇનસે મેનલ અવ્વલીન વલ આખરીન વ ઝાઅફ અલયહેમુલ અઝાબલ અલીમ.

ચાહે તે જિન્નાતમાંથી હોય કે ઈન્સાનોમાંથી,પહેલાઓ (પૂર્વજ)માંથી હોય કે પાછળવાળા (અનૂજે)માંથી હોય. અને તેના પર ઘણો સખ્ત અઝાબમાં વધારો કરે.

 

صَلَّى اللّٰهُ عَلَيْكَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْكَ يَا صَاحِبَ رَسُوْلِ اللّٰهِ

સલ્લલ્લાહો અલયક યા અબા અબદિલ્લાહે સલ્લલ્લાહો અલયક યા સાહેબ રસૂલ્લિાહે

અલ્લાહ દુરૂદ મોકલે આપ પર.અય અબા અબ્દુિલ્લાહ, સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.

 

صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ وَ عَلَيْكَ يَا مَوْلَىۤ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અલયક યા મવલાય અમીરિલ મુઅમેનીન

અને તેમની પવિત્ર એહલેબૈતના સાથી અને આપ પર પણ અય મૌલા અમીરૂલ મોઅમેનીન.

 

وَ صَلَّى اللّٰهُ عَلٰى رُوْحِكَ الطَّيِّبَةِ وَ جَسَدِكَ الطَّاهِرِ وَ اَلْحَقَنَا بِمَنِّهِ وَ رَأْفَتِهِ

વ સલ્લાલ્લાહો અલા રૂહેકત તૈય્યબતે વ જસદેકત તાહેરે વ અલહેકના બે મન્નેહી વ રઅફતેહી

સલામ થાય આપના પાક આત્મા પર અને પવિત્ર દેહ પર અને અમને મૃત્યુ પછી અલ્લાહ પોતાના એહસાન

 

اِذَا تَوَفَّانَا بِكَ وَ بِمَحَلِّ السَّادَةِ الْمَيَامِيْنِ

એઝા તવફફાના બેક વ બે મહલલિસ સાદતિલ મયામીને

અને કરમથી આપની સાથે મેળાવે સાદાતના ઊંચા સ્થાન અને મોભા સાથે

 

وَ جَمَعَنَا مَعَهُمْ بِجِوَارِهِمْ فِيْ جَنَّاتِ النَّعِيْمِ

વ જમએના મઅહુમ બે જવારેહિમ ફી જન્નાતિન નઈમે

અને જન્નતમાં આપની સાથે તેમની છત્ર છાયામાં એકઠા કર.

 

صَلَّى اللّٰهُ عَلَيْكَ‏ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ

સલ્લલ્લાહો અલયક યા અબા અબદિલ્લાહે

સલામ થાય આપ પર અય અબા અબ્દિલ્લાહ

 

وَ صَلَّى اللّٰهُ عَلٰى اِخْوَانِكَ الشِّيْعَةِ الْبَرَرَةِ مِنَ السَّلَفِ الْمَيَامِيْنِ

વ સલ્લલ્લાહો અલા ઇખવાનેકશ શીઅતિલ બરરતે મેનસ સલફિલ મયામીને

અને સલામ થાય આપના ભાઈઓ પર જેઓ આપના અમીન શિયા હતા.નેક કાર્યો કરનારા હતા,

 

وَ اَدْخَلَ الرُّوْحَ وَ الرِّضْوَانَ عَلَى الْخَلَفِ مِنَ الْمُؤْمِنِيْنَ

વ અદખલર રવહ વર રિઝવાન અલલ ખલફે મેનલ મુઅમેનીન

પહેલાંના બા બરકત લોકોમાંથી હતા અને અલ્લાહ રાહત અને ખુશીમાં એ મોમેનોને રાખે જેઓ તે પછી આવનારા છે

 

وَ اَلْحَقَنَا وَ اِيَّاهُمْ بِمَنْ تَوَلَّاهُ مِنَ الْعِتْرَةِ الطَّاهِرِيْنَ

વ અલહેકના વ ઇય્યાહુમ બે મન તવલ્લાહો મેનલ ઈતરતિત તાહેરીન

અને અલ્લાહ અમને અને તેમને એ લોકોમાં ભેળવી દે જેઓને આપ દોસ્ત રાખો છે એટલે કે હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ. અને તેની પાક આલ અ.સ. તે સૌ હઝરત પર

 

وَ عَلَيْكَ وَ عَلَيْهِمُ السَّلَامُ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔

વ અલયક વ અલયહેમુસ સલામો વ રહમતુલ્લાહે વ બરકાતોહૂ

અને આપ પર સલામ થાય અને અલ્લાહની રહેમત તથા બરકતો નાઝિલ થાય.

 

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,