(૪૬) મોઅમીનોથી હસદ ન કરો. મોઅમેનીન માટે આ દુઆ માંગો.
(સુરા નં ૫૯ હશ્ર આયત નં. ૧૦)
رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
રબ્બનગ ફિરલના વલે ઇખ્વાનેનલ્લઝીન સબકૂના બિલ ઇમાને વલા તજઅલ ફી કોલુબેના ગિલ્લલ લીલ્લઝીનસ્ આમનૂ રબ્બના ઇન્નક રઉફુર્રહીમ.
અય અમારા પરવરદિગાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ જેઓ ઇમાનમાં અમારા કરતા આગળ વધી ગયા અને અમારા દિલોમાં મોમીનો માટે કીનો ન રાખજે બેશક તું દયાળુ અને મહેરબાન છો
(સુરા નં ૫૯ હશ્ર આયત નં. ૧૦)
અલ્લાહતઆલા ફરમાવે છે કે મોમીન બંદાઓ પોતાના દીની ભાઇઓ સાથે જેઓ ઇમાન લાવી ચૂક્યા છે. ઇર્ષા ન કરે. બલ્કે બધા જ મોમીનો માટે ગિફરતની દુઆ માંગે. જેથી તેમના દરમ્યાન મોહબ્બત અને ભાઇચારો કાયમ રહે.