(૪૧) તમામ અંબિયાની દુઆ
મોમીનોના દુશ્મનો, ખુદા રસૂલના દુશ્મનો તમારા વિરૂદ્ધ જે પ્રપંચ કરે છે, તમને હેરાન-પરેશાન કરવા જે જાળ બીછાવે છે તેનાથી બચવા અને દુશ્મનોને ઝલીલ કરવા આ દુઆ પઢ્યા કરો.
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૪૭)
رَبَّنَا ٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِىٓ أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ
રબ્બનગ ફિરલના ઝોનુબના વઈસરાફના ફી અમરના વસબ્બીત અકદામના વન્સુરના અલલ કવમીલ કાફેરીન.
કે અય અમારા પરવરદિગાર! અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસ્રાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૪૭)
કુર્આનેપાકમાં વર્ણન છે કે અલ્લાહના બધા જ નબીઓ અલ્લાહની રાહમાં કોશીશ કરતાં કરતાં દુશ્મનોના મુકાબલામાં કામ્યાબી મેળવવા માટે આ દુઆ પઢતા હતા.
આપણે તો સામાન્ય માણસો છીએ. આપણી દરરોજની જિંદગીમાં કદી કદી એવાં કામો કરી નાખતા હોઈશું જે અલ્લાહતઆલાના અહકામાતના વિરૂદ્ધ હશે. આવી પરિસ્થિતિમાં તરત જ આપણી ભૂલોનો ઇકરાર કરી માફી માંગવી જોઈએ. આ દુઆ ખૂબ જ બેહતરીન દુઆ છે.
અત્યારની પરિસ્થિતિમાં જ્યારે મોમીનોને ચારે તરફથી પરેશાનીઓ છે. દુશ્મનો અનેક પ્રકારની જાળ બીછાવી રહ્યા છે. ત્યારે આ દુઆનો વિર્દ બેહતર અમલ ગણાશે.