(૬૦) રોઝીમાં બરકત માટે અને જાઈઝ મુરાદો પરિપૂર્ણ થાય માટે આ દુઆ પઢો
(સુરા નં ૨ બકરહ આયત નં. ૧૮૬)
وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا۟ لِى وَلْيُؤْمِنُوا۟ بِى لَعَلَّهُمْ يَرْشُدُونَ
વ ઈઝા સઅલકએ એબાદી અન્ની ફઇન્ની કરીબુન, ઓજીબો દઅવતદદાએ એઝા દઆને ફલ્યસતજીબુલી વલયુઅમેનુબી લઅલ્લહુમ યરશોદુન
અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો (કહે કે) બેશક હું (તેની) પાસે જ છું, જ્યારે મારી (પાસે) દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરૂં છું, માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ હિદાયત પામે.
(સુરા નં ૨ બકરહ આયત નં. ૧૮૬)
ઉપરોક્ત આયતમાં આપણને હિદાયત કરવામાં આવી છે કે કોઈપણ હાજત માટે અલ્લાહ તરફ હાથ ઉઠાવવો જોઈએ. આપણે જે કંઈ માગીએ છીએ. અલ્લાહ આપણી અવાજ સાંભળે છે. જવાબ આપે છે.
દરેક મુસલમાન ઉપર આ દુઆનું પઢવું લાઝીમ છે. રોઝીમાં બરકત અને દરેક જાઈઝ મુરાદ પૂરી કરવા માટે આ દુઆ બાવુઝુ સાતસો વખત પઢો. જો આટલો સમય કાઢવો ભારે પડે તો દરેક વાજીબ અને સુન્નત નમાઝ પછી સિત્તેર વખત પઢો. જો હાલત અને સમય જોતાં આ પણ ભારે પડે તો સાત વખત પણ પઢી શકાય છે.
દરેક બેબસ અને મુસીબતઝદહની અવાજ અલ્લાહ સાંભળે છે અને જવાબ આપે છે. અલ્લાહ પોતાના બંદાઓને તેમના મા-બાપથી પણ વધુ ચાહે છે. મા-બાપની મહબ્બત બચ્ચાઓ માટે પેદા કરનાર પણ તે જ અલ્લાહ છે. મા-બાપ કરતાં પણ કંઈ ગણો વધારે અલ્લાહ પોતાના બંદાઓ પ્રત્યે મહેરબાન છે. અલ્લાહની બંદાઓ પ્રત્યેની મહબ્બતનું કોઈ પ્રમાણ જ નથી. આ દુઆ દરેક દુઆથી પ્રથમ પઢવી જોઈએ. કારણ કે આ દુઆના ઝરીયાથી બંદો પોતાના ખુદાની બીલકુલ નજીક પહોંચી જાય છે. તેથી આ નજદીકી બંદાને પોતાની બીજી ઈચ્છાઓ અને હાજતો માગવામાં મદદગાર બને છે.