(૩૯) અલ્લાહની નારાઝગી દૂર કરવા માટે આ દુઆ માંગો

 

 

 

(૩૯) અલ્લાહની નારાઝગી દૂર કરવા માટે આ દુઆ માંગો
(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૫)

أَنتَ وَلِيُّنَا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا ۖ وَأَنتَ خَيْرُ ٱلْغَـٰفِرِينَ

અન્ત વલીય્યુના ફગફિરલના વઅરહમના વ અન્ત ખયરુલ ગાફેરીન

 

(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૫)

 

 

 

તું જ અમારો વાલી છો માટે તું અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, અને તું બેહતરીન માફ કરનાર છો.
આપણે અલ્લાહ પાસે માફી માગીએ, તેની રહમત માગીએ, તે અલ્લાહને ખૂબ જ પસંદ છે. આ પ્રમાણે ચાલતાં, ફરતાં, અલ્લાહની રહમત માંગવી એ તમામ સાલેહીનનો તરીકો છે. અલ્લાહથી હંમેશા સારું ગુમાન રાખો. તે સારું જ કરશે.
જેથી આવી દુઆઓ માગ્યા કરો, અલ્લાહની રહમત જારી રહેશે.
આ દુઆ હઝરત મુસા (અલ.) એ માગી હતી. આપ પોતાના સાથીઓને જ્યારે ખુદાનો દીદાર કરવા લઈ ગયા હતા.