اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ
અય અલ્લાહના વલી તમારા ઉપર સલામ થાય
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ وَ خَالِصَتَهُ
અય અલ્લાહની નિર્મળ હજ્જત તમારા ઉપર સલામ થાય
اَلسَّلَامُ عَلَيْكَ يَا اِمَامَ الْمُؤْمِنِيْنَ وَ وَارِثَ الْمُرْسَلِيْنَ وَ حُجَّةَ رَبِّ الْعَالَمِيْنَ
અય મોમીનોના ઈમામ, રસુલોના વારસદાર, જહાનોના પરવરદિગારની હજ્જત તમારા ઉપર સલામ થાય
صَلَّى اللهُ عَلَيْكَ وَ عَلٰى اٰلِ بَيْتِكَ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ
તમારા ઉપર અને તમારી પાકો પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.) ઉપર સલામ થાય
يَا مَوْلَايَ يَا اَبَا مُحَمَّدٍ الْحَسَنَ بْنَ عَلِيٍّ
અય મારા મૌલા અય મોહમ્મદના વાલિદ અય હસન ઈબ્ને અલી (અ.સ.)
اَنَا مَوْلًى لَكَ وَ لِاٰلِ بَيْتِكَ
હું તમારો અને તમારા એહલેબૈતનો ગુલામ છું
وَ هٰذَا يَوْمُكَ وَ هُوَ يَوْمُ الْخَمِيْسِ
આજે તમારો દિવસ છે અને આ દિવસ ગુરૂવારનો દિવસ છે
وَ اَنَا ضَيْفُكَ فِيْهِ وَ مُسْتَجِيْرٌ بِكَ
આજે હું તમારો મહેમાન છું અને તમારી પનાહમાં છું
فِيْهِ فَاَحْسِنْ ضِيَافَتِيْ وَ اِجَارَتِيْ بِحَقِّ اٰلِ بَيْتِكَ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔
તમને તમારા પાકો-પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.) નો વાસ્તો આપુ છુ, મારી સારી મહેમાન નવાઝી કરો અને મને પનાહ આપો.