بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ
અસ્સલામુ અલયક યા વલિય્યલ્લાહ
અય અલ્લાહના વલી તમારા ઉપર સલામ થાય
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ وَ خَالِصَتَهُ
અસ્સલામુ અલયક યા હુજ્જતલ્લાહિ વ ખાલિસતહુ
અય અલ્લાહની નિર્મળ હજ્જત તમારા ઉપર સલામ થાય
اَلسَّلَامُ عَلَيْكَ يَا اِمَامَ الْمُؤْمِنِيْنَ وَ وَارِثَ الْمُرْسَلِيْنَ وَ حُجَّةَ رَبِّ الْعَالَمِيْنَ
અસ્સલામુ અલયક યા ઇમામલ મુઅમિનીના વ વારિસલ મુર્સલીના વ હુજ્જત રબ્બિલ આલમીન
અય મોમીનોના ઈમામ, રસુલોના વારસદાર, જહાનોના પરવરદિગારની હજ્જત તમારા ઉપર સલામ થાય
صَلَّى اللهُ عَلَيْكَ وَ عَلٰى اٰلِ بَيْتِكَ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ
સલ્લલ્લાહુ અલયક વ અલા આલે બયતિક તાહેરીન
તમારા ઉપર અને તમારી પાકો પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.) ઉપર સલામ થાય
يَا مَوْلَايَ يَا اَبَا مُحَمَّدٍ الْحَسَنَ بْنَ عَلِيٍّ
યા મવલાય યા અબા મુહમ્મદિનલ હસનબ્ન અલિય્યિન
અય મારા મૌલા અય મોહમ્મદના વાલિદ અય હસન ઈબ્ને અલી (અ.સ.)
اَنَا مَوْلًى لَكَ وَ لِاٰلِ بَيْتِكَ
અના મવલન લક વ લિઆલે બયતિક
હું તમારો અને તમારા એહલેબૈતનો ગુલામ છું
وَ هٰذَا يَوْمُكَ وَ هُوَ يَوْمُ الْخَمِيْسِ
વ હાઝા યવમુક વ હુવ યવમુલ ખમીસ
આજે તમારો દિવસ છે અને આ દિવસ ગુરૂવારનો દિવસ છે
وَ اَنَا ضَيْفُكَ فِيْهِ وَ مُسْتَجِيْرٌ بِكَ
વ અના ઝયફુક ફીહિ વ મુસ્તજીરુન બિક
આજે હું તમારો મહેમાન છું અને તમારી પનાહમાં છું
فِيْهِ فَاَحْسِنْ ضِيَافَتِيْ وَ اِجَارَتِيْ بِحَقِّ اٰلِ بَيْتِكَ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔
ફીહિ ફ અહ્સિન ઝિયાફતી વ ઇજારતી બિહક્કિ આલે બયતિક તયીબીન તાહેરીન
તમને તમારા પાકો-પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.) નો વાસ્તો આપુ છુ, મારી સારી મહેમાન નવાઝી કરો અને મને પનાહ આપો.