બુધવારની સાતમાં, આઠમાં, નવમાં અને દસમાં ઈમામો (અ.મુ.સ.)ની ઝિયારત

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَوْلِيَاۤءَ اللّٰهِ

અસ્સલામો અલયકુમ યા અવલીયા અલ્લાહ

અય અલ્લાહના વલીયો તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا حُجَجَ اللّٰهِ

અસ્સલમો અલયકુમ યા હુજજલ્લાહ

અય અલ્લાહની હજ્જતો તમારા ઉપર સલામ થાય

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا نُوْرَ اللّٰهِ فِي ظُلُمَاتِ الْاَرْضِ

અસ્સલામો અલયકુમ યા નુરલ્લાહે ફી ઝોલોમાતીલ અરઝ

અય ધરતીના અંધકારમાં અલ્લાહના નૂરોતમારા ઉપર સલામ થાય

وَ عَلٰى اٰلِ بَيْتِكُمْ اَلطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ اَلسَّلَامُ عَلَيْكُمْ صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ

વ અલા આલિ બયતિકુમિલ તય્યબીનત તાહિરીન અસ્સલામુ અલયકુમ સલવાતુલ્લાહિ અલયકુમ.

તમારા ઉપર સલામ થાય, અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારા ઉપર અને તમારા પાકો-પાકીઝા એહલેબૈત ઉપર

بِاَبِيْ اَنْتُمْ وَ اُمِّيْ لَقَدْ عَبَدْتُمُ اللهَ مُخْلِصِيْنَ

બિ અબી અન્તુમ વ ઉમ્મી લકદ અબદતુમુલ્લાહ મુખ્લિસીન.

તમારા ઉપર મારા માં-બાપ ફિદા થાય બેશક તમો એ ઈબ્લાસની સાથે અલ્લાહની ઈબાદત કરી

وَ جَاهَدْتُمْ فِي اللّٰهِ حَقَّ جِهَادِهِ حَتّٰى اَتَاكُمُ الْيَقِيْنُ

વ જાહદતુમ ફીલ્લાહ હક્ક જિહાદિહિ હત્તા અતાકુમુલ યકીન.

અલ્લાહની રાહમાં જેહાદ કરવાનો હક અદા કર્યો એટલે સુધી તમો શહાદત પામ્યા

فَلَعَنَ اللهُ اَعْدَاۤءَكُمْ مِنَ الْجِنِّ وَ الْاِنْسِ اَجْمَعِيْنَ

ફલઅનલ્લાહુ અઅદાઇકુમ મિનલ જિન્નિ વલ ઇન્સ અજમઈન.

તમારા તમામ દુશ્મનો ચાહે જિન્નતમાંથી હોય કે ઈન્સાનોમાંથી તેઓ ઉપર અલ્લાહની લાનત થાય

وَ اَنَا اَبْرَاُ اِلَى اللّٰهِ وَ اِلَيْكُمْ مِنْهُمْ

વ અના અબ્રાઉ ઇલલ્લાહ વ ઇલયકુમ મિનહુમ.

હું તમારી પાસે અલ્લાહ પાસે તેઓથી દૂરી ચાહુ છુ

يَا مَوْلَايَ يَا اَبَا اِبْرَاهِيْمَ مُوْسَى بْنَ جَعْفَرٍ

યા મવલાય યા અબા ઇબ્રાહીમ મૂસાબ્ન જઅફર.

અય મારા મૌલા અય ઈબ્રાહીમના વાલિદ મૂસા ઈબ્ને જાફર (અ.સ.)

يَا مَوْلَايَ يَا اَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُوْسٰى

યા મવલાય યા અબલ હસન અલિય્યબ્ન મૂસા.

અય મારા મૌલા હસનના વાલિદ અલી ઈબ્ને મૂસા (અ.સ.)

يَا مَوْلَايَ يَا اَبَا جَعْفَرٍ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

યા મવલાય યા અબા જઅફર મુહમ્મદબ્ન અલિય્ય.

અય મારા મૌલા જાફરના વાલિદમોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.)

يَا مَوْلَايَ يَا اَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُحَمَّدٍ

યા મવલાય યા અબલ હસન અલિય્યબ્ન મુહમ્મદ.

અય મારા મૌલા હસનના વાલિદ અલી ઈબ્ને મોહમ્મદ (અ.સ.)

اَنَا مَوْلًى لَكُمْ مُؤْمِنٌ بِسِرِّكُمْ وَ جَهْرِكُمْ

અના મવલલ લકુમ મુઅમિનુ બિસિર્રિકુમ વ જહરીકુમ.

હું તમારો ગુલામ છુ, તમારી છુપી અને જાહેર બાબતો પર ઈમાન રાખુ છુ

مُتَضَيِّفٌ بِكُمْ فِي يَوْمِكُمْ هٰذَا

મુતદયયિફુ બિકુમ ફી યવમિકુમ હાઝા.

આજના દિવસે હું તમારી સાથે તમારા મહેમાન તરીકે રહું છું

وَ هُوَ يَوْمُ الْاَرْبِعَاۤءِ وَ مُسْتَجِيرٌ بِكُمْ

વ હુવ યવમિલ અર્બિઆ વ મુસ્તજીરુ બિકુમ.

જે બુધવારનો દિવસ છે અને હું તમારો મહેમાન છું

فَاَضِيْفُوْنِيْ وَ اَجِيْرُوْنِيْ

ફઅદીફૂની વ અજીરૂની.

તેથી મને મહેમાન અને પાડોશી તરીકે કબુલ કરો

بِاٰلِ بَيْتِكُمُ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔

બિ આલિ બયતિકુમુત તય્યબીનત તાહિરીન.

તમને તમારા પાક પાકીઝા એહલેબૈતનો વાસ્તો.