મંગળવારની ચોથા, પાંચમા અને છઠ્ઠા ઈમામો (અ.મુ.સ.)ની ઝિયારત

[00:16.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا خُزَّانَ عِلْمِ اللّٰهِ

 

અય અલ્લાહના ઈલ્મના ખજાનેદારો

[00:21.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا تَرَاجِمَةَ وَحْيِ اللّٰهِ

 

તમારા ઉપર સલામ થાય, અય અલ્લાહની વહીની તરજૂમાની કરનારાઓ

[00:29.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَئِمَّةَ الْهُدٰى

 

તમારા ઉપર સલામ થાય, અય હિદાયત આપનાર ઈમામો તમારા ઉપર સલામ થાય

[00:41.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَعْلَامَ التُّقٰى

 

અય તકવાના પરચમદારો તમારા ઉપર સલામ થાય

[00:47.00]

اَلسَّلَامُ عَلَيْكُمْ يَا اَوْلَادَ رَسُوْلِ اللّٰهِ

 

અય રસૂલ (સ.અ.વ.)ના ફરઝંદો તમારા ઉપર સલામ થાય

[00:59.00]

اَنَا عَارِفٌ بِحَقِّكُمْ مُسْتَبْصِرٌ بِشَأْنِكُمْ مُعَادٍ لِاَعْدَاۤئِكُمْ مُوَالٍ لِاَوْلِيَاۤئِكُمْ

 

હું તમારી માઅરેફત રાખુ છુ, તમારા મરતબાને ઓળખું છુ, તમારા દુશ્મનોનો દુશ્મન છું, તમારાથી મોહબ્બત રાખુ છુ

[01:15.00]

بِاَبِيْ اَنْتُمْ وَ اُمِّيْ صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ

 

મારા માં-બાપ તમારા ઉપર કુરબાન થાય

[01:21.00]

اَللّٰهُمَّ اِنِّي اَتَوَالٰى اٰخِرَهُمْ كَمَا تَوَالَيْتُ اَوَّلَهُمْ

 

અય અલ્લાહ હું તેમના આખીરથી એવીજ મોહબ્બત કરૂ છુ જેવી અવ્વલથી છુ

[01:32.00]

وَ اَبْرَاُ مِنْ كُلِّ وَلِيْجَةٍ دُوْنَهُمْ

 

તેમના સિવાય દરેક ગિરોહથી દૂરી ચાહુ છું

[01:35.00]

وَ اَكْفُرُ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ اللَّاتِ وَ الْعُزّٰى

 

અને હું જીક્ત અને તાબૂત, લાત અને ઉઝઝા દરેકનો ઈન્કાર કરૂ છુ

[01:46.00]

صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ يَا مَوَالِيَّ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

 

અલ્લાહની રહેમત નાઝિલ થાય તમારા ઉપર અય મારા સરદારો, બરકત અને રહેમત નાઝિલ થાય તમારા ઉપર

[01:59.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ الْعَابِدِيْنَ وَ سُلَالَةَ الْوَصِيِّيْنَ

 

અય વસીઓના વારસ અને આબિદોના સરદાર, તમારા ઉપર સલામ થાય

[02:09.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَاقِرَ عِلْمِ النَّبِيِّيْنَ

 

અય નબીઓના ઈલ્મને ફેલાવનાર, તમારા ઉપર સલામ થાય

[02:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَادِقًا مُصَدَّقًا فِي الْقَوْلِ وَ الْفِعْلِ

 

અય પોતાની વાણી-વર્તનમાં સચ્ચાઈ સાબિત કરનાર, તમારા ઉપર સલામ થાય

[02:26.00]

يَا مَوَالِيَّ هٰذَا يَوْمُكُمْ وَ هُوَ يَوْمُ الثُّلَاثَاۤءِ وَ اَنَا فِيْهِ ضَيْفٌ لَكُمْ وَ مُسْتَجِيْرٌ بِكُمْ

 

અય મૌલા આજે મંગળવારનો દિવસ છે, તમારો દિવસ છે આજે હું તમારો મહેમાન છું, તમારી પનાહમાં આવેલો છું

[02:44.00]

فَاَضِيْفُوْنِيْ وَ اَجِيْرُوْنِيْ بِمَنْزِلَةِ اللّٰهِ عِنْدَكُمْ وَ اٰلِ بَيْتِكُمْ اَلطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔

 

મારી મહેમાનનવાઝી કરો, મને પનાહ આપો, તમને અને તમારા પાકો-પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહનો વાસ્તો.