بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ
અલહમ્દો લિલ્લાહે રબિબલ આલમીન
સઘળા વખાણ એ અલ્લાહના માટે છે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.
وَ صَلَّی اﷲُ عَلٰی سَیِّدِنَا مُحَمَّدٍ نَبِیِّهٖ وَ اٰلِهٖ وَ سَلَّمَ تَسْلِیْمًا
વ સલ્લલ્લાહો અલા સય્યેદેના મોહમ્મદીન નબીય્યેહી વ આલેહી વ સલ્લમ તસ્લીમા
અને રહેમત નાઝિલ થાય તેના નબી અને અમારા સરદાર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર, એવી રહમત અને સલામ થાય કે જે સલામ થવાનો હક છે.
اَللّٰھُمَّ لَكَ الْحَمْدُ عَلٰی مَا جَرٰی بِهٖ قَضَاۤئُكَ فِیۤ اَوْلِیَاۤئِكَ
અલ્લાહુમ્મ લકલ હમ્દો અલા મા જરા બેહી કઝાઓક ફી અવલેયાએક
બારે ઇલાહા ! જે હુકમો તે તારા અન્લીયા માટે નક્કી કર્યા છે તેના માટે તું વખાણ કરવાને લાયક છો.
الَّذِیْنَ اسْتَخْلَصْتَھُمْ لِنَفْسِكَ وَ دِیْنِكَ
લઝીનસ તખલસ્તહુમ લે નફસેક વ દીનેક
એ વલીઓ જેમને તે તારા માટે અને તારા દીન માટે ચુંટી કાઢયા.
اِذِ اخْتَرْتَ لَھُمْ جَزِیْلَ مَا عِنْدَكَ مِنَ النَّعِیْمِ الْمُقِیْمِ الَّذِیْ لَا زَوَالَ لَهٗ وَ لَا اضْمِحْلَالَ
એઝીખતરત લહુમ જઝીલ મા ઇન્દક મેનન નઈમિલ મોકીમી લઝી લા ઝવાલ લહુ વલ અઝબેહુલ
તેથી તે તેમને તારી એવી અનંત નેઅમતો આપવાનું નક્કી કર્યુ કે જેમાં કદી ઘટાડો (થતો નથી) કે ઉણપ થતી નથી.
بَعْدَ اَنْ شَرَطْتَ عَلَیْھِمُ الزُّھْدَ فِیْ دَرَجَاتِ ھٰذِهِ الدُّنْیَا الدَّنِیَّۃِ وَ زُخْرُفِھَا وَ زِبْرِجِھَا
બઅદ અન શરતત અલય્હેમુઝ ઝોહદ ફી દરજાતે હાઝેહિદ દુનયા દનીય્યતે વ ઝૂખરોફેહા વ ઝિબ્રેજેહા
આ ત્યારે બન્યું જયારે તે તેમની પાસેથી આ પસ્ત દુનિયાના દરેક હોદ્દાઓ અને તેના ખોટા મોહ અને આકર્ષણ ન રાખવાના બારામાં વાયદો લીધો.
فَشَرَطُوْا لَكَ ذٰلِكَ وَ عَلِمْتَ مِنْھُمُ الْوَفَاۤءَبِهٖ
ફશરતુ લક ઝાલેક વ અલિમત મિન્હોમૂલ વફાએ બેહી
પછી તેઓએ તારી ખાતર એ વાયદો કર્યો અને તું એ વાતને સારી રીતે જાણતો હતો કે તેઓ આ વાયદાને નિભાવશે.
فَقَبِلْتَھُمْ وَ قَرَّبْتَھُمْ وَ قَدَّمْتَ لَھُمُ الذِّكْرَ الْعَلِیَّ وَ الثَّنَاۤءَالْجَلِیَّ
ફકબિલતહુમ વ કરરબતહુમ વ કદદમત લહોમુઝ ઝિકરલ અલીય્યન વસસનાઅલ જલ્લેય
પછી તે તેઓને સ્વિકાર્યા અને તે તેઓને તારી નજદીકીનું સ્થાન આપ્યું અને તે તેમના માટે ઉચ્ચતર યાદ અને સ્પષ્ટ વખાણ રજુ કર્યા.
وَ اَھْبَطْتَ عَلَیْھِمْ مَلٰۤئِكَتِكَ وَ كَرَّمْتَھُمْ بِوَحْیِكَ
વ અહબતત અલયિહમ મલાએકતક વ કરરમતહુમ બેવહયેક
અને તેમના ઉપર તારા મલાએકાઓને નાઝિલ કર્યા અને તેમને તારી વહી વડે માનવંત બનાવ્યા,
وَ رَفَدْتَھُمْ بِعِلْمِكَ
વ રફદદતહુમ બે ઈલમેક
અને તે તારા ઈલ્મ વડે તેમને નવાજ્યા
وَ جَعَلْتَھُمُ الذَّرِیْعَۃَ اِلَیْكَ وَالْوَسِیْلَۃَ اِلٰی رِضْوَانِكَ
વ જઅલતહોમુઝ ઝરીઅત એલયક વલ વસીલત એલા રિઝવાનેક
અને તેઓને તારી તરફ આવવાનો તેમજ તારી ખુશનુદીનો વસીલો બનાવ્યા.
فَبَعْضٌ اَسْكَنْتَهٗ جَنَّتَكَ اِلٰیۤ اَنْ اَخْرَجْتَهٗ مِنْھَا
ફ બઅઝૂન અસ્કનતહુ જન્નતક એલા અન અખ્રજતહુ મિનહા
પછી તેમાંથી અમુકને (હઝરત આદમ અ.સ.ને) જન્નતના બગીચાઓમાં સ્થાન આપ્યું અને પછી તે તેમને તેની (જન્નતની) બહાર મોકલ્યા.
وَ بَعْضٌ حَمَلْتَهٗ فِیْ فُلْكِكَ وَ نَجَّیْتَهٗ وَ مَنْ اٰمَنَ مَعَهٗ مِنَ الْھَلَكَۃِ بِرَحْمَتِكَ
વ બઅઝૂન હમલતહુ ફી ફૂલકેક વ નજજયતહુ વ મન આમન મઅહુ મેનલ હલકતે બેરહમતેક
અને તેઓમાંથી અમુકને (હઝરત નુહ અ.સ.ને) તે હોડીમાં સવાર કર્યા અને તારી રહેમત થકી તે તેમને અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને વિનાશથી બચાવી લીધા.
وَ بَعْضٌ اِتَّخَذْتَهٗ لِنَفْسِكَ خَلِیْلًا وَ سَئَلَكَ لِسَانَ صِدْقٍ فِی الْاٰخِرِیْنَ فَاَجَبْتَهٗ عَلِیًّا وَ جَعَلْتَ ذٰلِكَ
વ બઅઝૂત નિતખઝતહુ લેનફસેક ખલીલન વ સઅલક લેસાન સિદકિન ફિલ આખેરીન ફ અજબતહુ વ જઅલત ઝાલેક
અને તેઓમાંથી અમુકને (હઝરત ઈબ્રાહીમ અ.સ.ને) તે તારા ખલીલ (મિત્ર) તરીકે ચુંટી કાઢયા અને તેમણે તને વિનંતી કરી કે તેમને આખર ઝમાનામાં સાચી ઝબાન આપવામાં આવે તો તે તેમની ઈચ્છાને પૂર્ણ કરી અને તેમને ઉચ્ચ દરજ્જા ઉપર નિયુક્ત કર્યા.
وَ بَعْضٌ كَلَّمْتَهٗ مِنْ شَجَرَۃٍ تَكْلِیْمًا وَ جَعَلْتَ لَهٗ مِنْ اَخِیْهِ رِدْءًا وَّ وَزِیْرًا
વ બઅઝૂન કલ્લમતહુ મિન શજરતિન તકલીમા વ જઅલત લહુ મિન અખીહે રિદઅન વ વઝીરન
અને તેઓમાંથી અમુક (હઝરત મુસા અ.સ.)ની સાથે ઝાડની મારફતે વાત કરી અને તેમના ભાઈ (હઝરત હારૂન અ.સ.)ને તેમના સાથી અને વઝીર બનાવ્યા.
وَ بَعْضٌ اَوْلَدْتَهٗ مِنْ غَیْرِ اَبٍ وَ اٰتَیْتَهٗ الْبَیِّنَاتِ وَ اَیَّدْتَهٗ بِرُوْحِ الْقُدُسِ
વ બઅઝૂન અવલદતહુ મિન ગયરે અબ વ આતયતહુલ બય્યેનાતે વ અય્યદતહુ બે રૂહિલ કોદોસે
અને તેઓમાંથી અમુકને (હઝરત ઇસા અ.સ.ને) પિતા વિના પૈદા કર્યા, અને તેમને સ્પષ્ટ નિશાનીઓ આપી અને રૂહુલ કુદ્દુસ થકી તેમની મદદ કરી.
وَ كُلٌّ شَرَعْتَ لَهٗ شَرِیْعَۃً وَ نَھَجْتَ لَهٗ مِنْھَاجًا
વ કુલ્લુન શરઅત લહુ શરીઅતન વ નહજત લહુ મિન્હાજન
અને તેઓ દરેકને માટે તે એક શરીઅત બનાવી અને તે દરેકને માટે રસ્તાઓ નિયુક્ત કર્યા.
وَ تَخَیَّرْتَ لَهٗ اَوْصِیَاۤءَ مُسْتَحْفِظًا بَعْدَ مُسْتَحْفِظٍ مِنْ مُدَّۃِ اِلٰی مُدَّۃٍ اِقَامَۃً لِدِیْنِكَ
વ તખય્યરત લહુ અવસેયાઅ મુસ્તહફેઝન બઅદ મુસ્તહફેઝીન મિન મુદદતિન એલા મુદદતિન એકામતન લે દીનેક
અને તે તેમના માટે વસીઓને ચુંટી કાઢયા, એક મુદ્દતથી બીજી મુદ્દત સુધી એક પછી એક તારા દીનનું રક્ષણ કરનાર અને દીનને કાયમ કરનાર,
وَ حُجَّۃً عَلٰی عِبَادِكَ وَ لِئَلَّا یَزُوْلَ الْحَقُّ عَنْ مَقَرِّهٖ و َیَغْلِبَ الْبَاطِلُ عَلٰیۤ اَھْلِهٖ
વ હુજજતન અલા એબાદેક વ લેઅલ્લ યઝૂલલ હક્કો અન મકરરેહિ વ યગલેબલ બાતેલો અલા અહલેહી
જેથી તારા બંદાઓ ઉપર હુજ્જત તમામ થાય અને એ માટે કે હક પોતાના કેન્દ્રથી હટી ન જાય અને બાતિલ હકવાળા ઉપર ગાલિબ ન થઈ જાય.
وَ لَا یَقُوْلَ اَحَدٌ لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا مُّنْذِرًا وَ اَقَمْتَ لَنَا عَلَمًا ھَادِیًا فَنَتَّبِعَ اٰیَاتِكَ مِنْ قَبْلِ اَنْ نَذِلَّ وَ نَخْزٰیۤ
વલા યકુલ અહદુન લવ લા અરસલત એલયના રસુલન મુન્ઝેરન વ અકમ્ત લના અલમન હાદેયન ફ નતબેઅ આયાતેક મીન ક્બ્લે અન નઝીલ્લ વ નખઝા
અને કોઈ પણ એમ ન કહી શકે કે અમારા માટે કોઇ ડરાવનાર રસૂલને શા માટે ન મોકલ્યા? અને અમારા માટે હિદાયતની નિશાનીની સ્થાપના શા માટે ન કરી? કે જેથી અમે તિરસ્કૃત અને હડધૂત થતા પહેલા તારી નિશાનીઓ (પયગમ્બરો અને ઈમામો)નું અનુસરણ કરતે.
اِلٰیۤ اَنِ انْتَھَیْتَ بِالْاَمْرِ اِلٰی حَبِیْبِكَ وَ نَجِیْبِكَ مُحَمَّدٍ صَلَّی اﷲُ عَلَیْهِ وَ اٰلِهٖ
એલા અનિન તહયત બિલ અમ્રે એલા હબીબેક વ નજીબેક મોહમ્મદીન સલ્લલાહો અલયહે વ આલેહ
ત્યાં સુધી કે તે તારા મહેબુબ અને તારા ઉમદા હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેમની અને તેમની આલ ઉપર અલ્લાહ રહેમત નાઝિલ કરે, તેમના દ્વારા રિસાલતના ક્રમને સંપૂર્ણ કર્યો.
فَكَانَ كَمَا انْتَجَبْتَهٗ سَیِّدَ مَنْ خَلَقْتَهٗ وَ صَفْوَۃَ مَنِ اصْطَفَیْتَهٗ وَ اَفْضَلَ مَنِ اجْتَبَیْتَهٗ وَ اَكْرَمَ مَنِ اعْتَمَدْتَهٗ
ફકાન કમા નતજબતહુ સય્યેદ મન ખલકતહુ વ સફવત મનિસ તફયતહુ વ અફઝલ મનિજતબય્તહુ વ અકરમ મનેઅ તમદતહુ
તેઓ એવા જ હતા કે જેવા તે તેમને પસંદ કર્યા હતા, તમામ મલ્લુકના સરદાર અને તારા પસંદ કરાએલા બંદાઓમાં સૌથી શ્રેષ્ઠ અને તારા પસંદ કરેલા બંદાઓમાં સૌથી ઉત્તમ અને તારા ભરોસા પાત્ર લોકોમાં સૌથી વધારે માનનીય હતા.
قَدَّمْتَهٗ عَلٰیۤ اَنْبِیَاۤئِكَ وَ بَعَثْتَهٗ اِلٰی الثَّقَلَیْنِ مِنْ عِبَادِكَ وَ اَوْطَاْتَهٗ مَشَارِقَكَ وَ مَغَارِبَكَ وَ سَخَّرْتَ لَهُ الْبُرَاقَ اِلٰی سَمَاۤئِكَ وَ عَرَجْتَ بِهٖ
કદદમતહુ અલા અમ્બેયાએક વ બઅસ્તહુ એલસ સકલય્ને મિન એબાદેક વ અવતાતહુ મશારેકક વ મગારેબક વ સખરત લહુલ બોરાક વ અરજત બે રૂહેહી એલા સમાએક
તે તેમને તારા તમામ નબીઓ ઉપર પ્રાથમિક્તા આપી અને તેમને તારા તમામ બંદાઓ તરફ મોકલ્યા અને તારા પૂર્વ અને પશ્ચિમને તેમના કબ્જામાં સોંપ્યા અને તેમને બુરાકની સવારી ઉપર સવાર કર્યા અને તેમને તારા આસમાનની બુલંદીઓ સુધી લઇ ગયો.
وَ اَوْدَعْتَهٗ عِلْمَ مَا كَانَ وَ مَا یَكُوْنُ اِلَی انْقِضَاۤءِ خَلْقِكَ
વ અવદઅતહુ ઈલમ મા કાન વ મા યકુનો એલન કેઝાએ ખલકેક
અને તે તેમને જે કાંઈ પણ બની ચુકયું છે અને તારી ખિલ્કતના અંત સુધી જે કાંઇ પણ બનવાનું છે તેનું ઇલ્મ અતા કર્યું.
ثُمَّ نَصَرْتَهٗ بِالرُّعْبِ وَ حَفَفْتَهٗ بِجَبْرَئِیْلَ وَ مِیْكَائِیْلَ وَالْمُسَوِّمِیْنَ مِنْ مَلٰۤئِكَتِكَ
સુમ્મ નસરતહુ બિર રોઅબે વ હફફતહુ બે જબરઈલ વ મિકાઈલ વલ મોસવ્વેમીન મિન મલાએકતેક
ત્યાર પછી તે તેઓને તારા રોઅબ અને જલાલ થકી મદદ કરી, અને તે તેઓની આજુબાજુ જીબ્રઇલ, મીકાઈલ અને ખાસ ફરીશ્તાઓને નીમ્યા.
وَ وَعَدْتَهٗ اَنْ تُظْھِرَ دِیْنَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ وَ لَوْكَرِهَ الْمُشْرِكُوْنَ
વ વઅદતહુ અન તુઝહેર દીનહુ અલદ દીને કુલ્લેહિ વ લવ કરેહલ મુશરેકુન
અને તે તેમને વાયદો કર્યો કે તું તેમના દીનને બધા મઝહબો ઉપર ગાલિબ બનાવીશ પછી ભલેને મુશરીકોને તે અણગમતું જ કેમ ન લાગે.
وَ ذٰلِكَ بَعْدَ اَنْ بَوَّئْتَهٗ مُبْوَّءَصِدْقٍ مِنْ اَھْلِهٖ
વ ઝાલેક બઅદ અન બઉતહુ મુબવ્વઅ સિદકિન મિન અહલેહી
અને આ એની બાદ કર્યું કે તે તેમના એહલેબૈતમાંથી તેમના વસીને નિયુક્ત કર્યા.
وَ جَعَلْتَ لَهٗ وَ لَھُمْ اَوَّلَ بَیْتٍ وُّضِعَ لِلنَّاسِ لَلَّذِیْ بِبَكَّۃَ مُبَارَكًا وَ ھُدًی لِّلْعَالَمِیْنَ
વ જઅલત લહુ વ લહુમ અવ્વલ બયિતન વોઝેઅ લિન્નાસે લલલઝી બેબકકત મોબારકન વ હોદલ લિલઆલમીન
અને તે તેમના અને તેમની એહલેબૈત (અ.સ.)ના માટે પ્રથમ ઘર (કા’બા) નિયુક્ત કર્યું કે જેને લોકોને માટે બનાવવામાં આવ્યું છે. તે મક્કામાં છે કે જે દુનિયાઓ માટે હિદાયત અને બરકતનું સ્થાન છે.
فِیْهِ اٰیَاتٌ بَیِّنَاتٌ مَقَامُ اِبْرَاھِیْمَ وَ مَنْ دَخَلَهٗ كَانَ اٰمِنًا
ફીહે આયાતુન બય્યેનાતુન મકામો ઈબ્રાહીમ વ મન દખલહુ કાન આમેનન
તેમાં નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓ છે, મકામે ઇબ્રાહીમ, કે જે કોઇ તેમાં દાખલ થઈ ગયો તે સુરક્ષિત છે.
وَ قُلْتَ اِنَّمَا یُرِیْدُ اﷲُ لِیُذْھِبَ عَنْكُمُ الرِّجْسَ اَھْلَ الْبَیْتِ وَ یُطَھِّرَكُمْ تَطْھِیْرًا
વ કુલત ઈન્નમા યોરીદુલ્લાહો લે યુઝહેબ અન કોમુર રિજસ અહલલ બય્તે વ યોતહહેરકુમ તતહીરા
અને તે ફરમાવ્યું કે : “બેશક અય એહલેબૈત (અ.સ.) ! ખુદા એ સિવાય કંઈજ નથી ચાહતો કે તમારાથી દરેક નજાસતોને દૂર રાખે અને એવી રીતે પાક રાખે જેવો પાક રાખવાનો હક છે.”
ثُمَّ جَعَلْتَ اَجْرَ مُحَمَّدٍ صَلَوَاتُكَ عَلَیْهِ وَ اٰلِهٖ مَوَدَّتَھُمْ فِیْ كِتَابِكَ فَقُلْتَ
સુમ્મ જઅલત અજર મોહમ્મદ સલવાતોક અલય્હે વ આલેહી મવદદતહુમ ફી કેતાબેક ફકુલત
પછી તારી કિતાબ (કુરઆને મજીદ)માં તેઓની (એહલેબૈત અ.સ.ની) મોહબ્બતને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની રિસાલતના કાર્યોનો બદલો ઠરાવ્યો. પછી તે કહ્યુંઃ
قُلْ لَاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ اَجْرًا اِلَّا الْمَوَدَّۃَ فِی الْقُرْبٰی
કુલ લા અસઅલોક અલય્હે અજરા ઈલ્લલ મવદદત ફિલ કુરબા
“અય રસૂલ! આપ કહી દો કે હું (રિસાલતના કાર્યોના) બદલામાં મારા એહલેબૈત (અ.સ.)ની મોહબ્બત સિવાય બીજો કોઈ બદલો નથી ચાહતો.”
وَ قُلْتَ مَا سَئَلْتُكُمْ مِنْ اَجْرٍ فَھُوَ لَكُمْ
વ કુલત મા સઅલતોકુમ મિન અજરીન ફહોવ લકુમ
અને પછી તે ફરમાવ્યું કે (આપ કહી દો કે) “મેં જે કાંઈ બદલો તમારી પાસેથી માગ્યો છે તે તમારા જ માટે છે.”
وَ قُلْتَ مَاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ اِلَّا مَنْ شَاۤءَاَنْ یَّتَّخِذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا
વ કુલત મા અસઅલોકુમ અલય્હે મિન અજરીન ઇલ્લા મન શાઅઅન યતતખીઝ એલા રબ્બેહી સબીલન
અને તે કહ્યું (આપ કહી દો): “હું તમારી પાસેથી બીજો કોઇ જ બદલો નથી ચાહતો સિવાય કે જે કોઈ ચાહે તે તેના રબ તરફના રસ્તાને અપનાવી લે.”
فَكَانُوْا ھُمُ السَّبِیْلَ اِلَیْكَ وَ الْمَسْلَكَ اِلٰی رِضْوَانِكَ
ફકાનુ હોમુસ સબીલ એલય્ક વલ મસલક એલા રિઝવાનેક
આથી તેઓ (એહલેબૈત અ.સ.) તારા સુધી પહોંચવાનો રસ્તો છે અને તારી ખુશનુદી હાસિલ કરવાનો માર્ગ છે.
فَلَمَّا انْقَضَتْ اَیَّامُهٗ
ફલમ્મન કઝત અય્યામોહુ
અને જ્યારે તેમનો (રસૂલ સ.અ.વ.ની નબુવ્વતનો) સમયગાળો પૂરો થયો.
اَقَامَ وَلِیَّهٗ عَلِیَّ بْنَ اَبِیْ طَالِبٍ صَلَوٰتُكَ عَلَیْھِمَا وَ اٰلِھِمَا ھَادِیًا اِذْ كَانَ ھُوَ الْمُنْذِرُ وَ لِكُلِّ قَوْمٍ ھَادٍ
અકામ વલીય્યહુ અલીય્યબન અબી તાલેબિન સલવાતોક અલય્હેમા વ આલેહેમા હાદેયન ઈઝ કાન હોવલ મુનઝેર વલેકુલ્લે કવિમન હાદીન
તેમણે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને હિદાયત માટે પોતાના વલી નિયુક્ત કર્યા. તારી રહેમત નાઝિલ થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર કે તેઓ ડરાવનારા અને દરેક ઉમ્મતના માટે હાદી હતા.
فَقَالَ وَالْمَلَاُ اَمَامَهٗ
ફકાલ વલમલઆ અમામહુ
પછી તેમણે (રસૂલ સ.અ.વ.એ) એક જાહેર મજમામાં એલાન કર્યું
مَنْ كُنْتُ مَوْلَاهُ فَعَلِیٌّ مَوْلَاهُ
મન કુન્તો મવલાહો ફઅલીય્યુન મવલાહો
“જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) પણ મૌલા છે.”
اَللّٰھُمَّ وَالِ مَنْ وَالَاهُ وَ عَادِ مَنْ عَادَاهُ وَانْصُرْ مَنْ نَصَرَهٗ وَاخْذُلْ مَنْ خَذَلَهٗ
અલ્લાહુમ્મ વાલે મન વાલાહો વ આદે મન આદાહો વનસુર મન નસરહુ વખઝૂલ મન ખઝલહુ
“અય અલ્લાહ તું તેને દોસ્ત રાખ કે જે અલી (અ.સ.)ને દોસ્ત રાખે અને તેની સાથે દુશ્મની રાખ જે અલી (અ.સ.)ને દુશ્મન રાખે અને તેની મદદ કર જે અલી (અ.સ.)ની મદદ કરે અને જે તેમને ત્યજી દે તેને તું ત્યજી દે."
وَ قَالَ مَنْ كُنْتُ اَنَا نَبِیَّهٗ فَعَلِیٌّ اَمِیْرُهٗ
વ કાલ મન કુન્તો અના નબીય્યહુ ફઅલીય્યુન અમીરોહુ
પછી ફરમાવ્યું કે : “જેનો હું નબી છું, અલી (અ.સ.) તેના અમીર છે.”
وَ قَالَ اَنَا وَ عَلِیٌّ مِنْ شَجَرَۃٍ وَاحِدَۃٍ وَ سَاۤئِرُ النَّاسِ مِنْ شَجَرٍ شَتّٰی
વકાલ અના વ અલીય્યુન મિન શજરતિન વાહેદતિન વ સાએરૂન નાસે મિન શજરીન શતતા
અને ફરમાવ્યું : “હું અને અલી (અ.સ.) બંને એક જ ઝાડમાંથી છીએ અને બીજા બધા લોકો જુદા ઝાડમાંથી છે."
وَ اَحَلَّهٗ مَحَلَّ ھَارُوْنَ مِنْ مُوْسٰی فَقَالَ لَهٗ
વ અહલ્લહુ મહલ્લ હારુન મિન મુસા ફકાલ લહુ
અને તેઓની નિસ્બત પોતાની સાથે એવી રીતે આપી જેવી રીતે હારૂન (અ.સ.)ની નિસ્બત હઝરત મુસા (અ.સ.) સાથે હતી. પછી તેમણે (હઝરત રસૂલેખુદા સ.અ.વ.એ) તેમને (હઝરત અલી અ.સ.ને) ફરમાવ્યું:
اَنْتَ مِنِّیْ بِمَنْزِلَۃِ ھَارُوْنَ مِنْ مُوْسٰی اِلَّاۤ اَنَّهٗ لَا نَبِیَّ بَعْدِیْ
અનત મિન્ની બે મનઝેલતે હારૂન મિન મુસા ઇલ્લા અનહુ લા નબીય્ય બઅદી
“તમારો દરજ્જો મારી નજદીક એવો છે જેવો હઝરત હારૂન (અ.સ.)નો હઝરત મુસા (અ.સ.)ની નજદીક હતો. સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી.”
وَ زَوَّجَهٗ ابْنَتَهٗ سَیِّدَۃَ نِسَاۤءِ الْعَالَمِیْنَ
વ ઝવ્વજહુ બનતહુ સય્યેદતે નેસાઈલ આલમીન
અને તેમણે તેમની (હઝરત અલી અ.સ.ની) શાદી પોતાની દુખ્તર જે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે તેમની સાથે કરી.
وَ اَحَلَّ لَهٗ مِنْ مَسْجِدِهٖ مَا حَلَّ لَهٗ
વ અહલ્લ લહુ મિન મસજેદેહિ મા હલ્લ લહુ
અને તેમના માટે મસ્જીદમાં તે બધુ હલાલ ઠરાવ્યું જે પોતાના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ના) માટે હલાલ હતું.
وَ سَدَّ الْاَبْوَابَ اِلَّا بَابَهٗ
વ સદદલ અબવાબ ઈલ્લા બાબહુ
અને તેમના (ઘરના) દરવાજા સિવાય બીજા બધાના (ઘરના) દરવાજાઓ બંધ કરાવી દીધા. (જે મસ્જીદમાં ખુલતા હતા)
ثُمَّ اَوْدَعَهٗ عِلْمَهٗ وَ حِكْمَتَهٗ فَقَالَ
સુમ્મ અવદઅહુ ઈલ્મહુ વ હિકમતહુ ફકાલ
પછી આપ (સ.અ.વ.)એ પોતાનું ઈલ્મ અને હિકમત તેમને અતા કર્યું અને પછી ફરમાવ્યું
اَنَا مَدِیْنَۃُ الْعِلْمِ وَ عَلِیٌّ بَابُھَا فَمَنْ اَرَادَ الْمَدِیْنَۃَ وَ الْحِكْمَۃَ فَلْیَاْتِھَا مِنْ بَابِھَا
અના મદીનતુલ ઈલ્મે વ અલીય્યુન બાબોહા ફમન અરાદલ મદીનતે વલ હિકમત ફલ યાતીહા મિન બાબહા
“હું ઇલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેનો દરવાજો છે. તો પછી જે કોઈ આ શહેર (ઇલ્મ) અને હિકમતનો ઇરાદો કરે તો તેણે આ દરવાજામાંથી દાખલ થવું જોઇએ.”
ثُمَّ قَالَ اَنْتَ اَخِیْ وَ وَصِیِّیْ وَ وَارِثِیْ
સુમ્મ કાલ અનત અખી વ વસીય્યી વ વારેસી
પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “તમે મારા ભાઈ, મારા વસી અને મારા વારસદાર છો.”
لَحْمُكَ مِنْ لَحْمِیْ وَ دَمُكَ مِنْ دَمِیْ
લહમોક મિન લહમી વ દમોક મિન દમી
“તમારૂં ગોશ્ત મારૂં ગોશ્ત છે.” “અને તમારૂં લોહી મારૂં લોહી છે,”
وَ سِلْمُكَ سِلْمِیْ وَ حَرْبُكَ حَرْبِیْ
વ સિલ્મોક સિલ્મી વ હરબોક હરબી
“અને તમારી સુલેહ એ મારી સુલેહ છે,” “અને તમારી જંગ એ મારી જંગ છે.”
وَ الْاِیْمَانُ مُخَالِطٌ لَحْمَكَ وَ دَمَكَ كَمَا خَالَطَ لَحْمِیْ وَدَمِیْ
વલઈમાનો મોખાલેતુન લહમક વ દમક કમા ખાલત લહમી વ દમી
“અને ઇમાન તમારા ગોશ્ત અને લોહીમાં એવી રીતે ભળી ગયું છે જેવી રીતે મારા ગોશ્ત અને લોહીમાં ભળેલું છે.”
وَ اَنْتَ غَدًا عَلَی الْحَوْضِ خَلِیْفَتِیْ
વ અનત ગદન અલલ હવઝે ખલીફતી
“અને કાલે હૌઝે કૌસર ઉપર તમે મારા ખલીફા હશો,”
وَ اَنْتَ تَقْضِیْ دَیْنِیْ وَ تُنْجِزُ عِدَاتِیْ
વ અનત તકઝી દયની વ તુનજેઝો એદાતી
“અને તમે મારા કર્ઝને અદા કરશો અને મારા વાયદાઓને પૂરા કરશો.”
وَ شِیْعَتُكَ عَلٰی مَنَابِرَ مِنْ نُوْرٍ مُبْیَضَّۃً وُجُوْھُھُمْ حَوْلِیْ فِی الْجَنَّۃِ وَ ھُمْ جِیْرَانِیْ
વ શીઅતોક અલા મનાબેર મિન નુર મુબ્યઝઝતન વોજુહોહુમ હવલી ફિલ જન્ન્તે વ હુમ જીરાની
“અને તમારા શિયાઓ નૂરના મીમ્બર ઉપર (બેઠા) હશે. તેઓ પ્રકાશિત ચહેરા સાથે જન્નતમાં મારી આજુબાજુ હશે અને મારા પાડોશી હશે.”
وَ لَوْلَاۤ اَنْتَ یَا عَلِیُّ لَمْ یُعْرَفِ الْمُؤْمِنُوْنَ بَعْدِیْ
વ લવ લા અનત યા અલીય્યો લમ યુઅરફિલ મોઅમેનુન બઅદી
અને (પછી કહ્યું) ““અય અલી અગર તમે ન હોતે તો મારા બાદ મોઅમીનોની ઓળખ ન થઈ શકતે.”
وَ كَانَ بَعْدَهٗ ھُدًی مِنَ الضَّلَالِ وَ نُوْرًا مِّنَ الْعَمٰی
વ કાન બઅદહુ હોદન મેનઝ ઝલાલે વ નુરન મેનલ અલા
અને તેમના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ની) પછી તેઓ (હઝરત અલી અ.સ.), ગુમરાહીમાં હિદાયત અને અંધકારમાં નુર છે.
وَ حَبْلَ ﷲِ الْمَتِیْنَ وَ صِرَاطَهُ الْمُسْتَقِیْمَ
વ હબ્બલ લાહિલ મતીન વ સેરાતહુલ મુસ્તકીમ
અને અલ્લાહની મજબૂત રસ્સી અને તેનો સીધો રસ્તો છે.
لَا یُسْبَقُ بِقَرَابَۃٍ فِیْ رَحِمٍ
લા યુસબકો બેકરાબતિન ફી રહેમિન
ન તો કોઈ તેમના કરતાં (પયગમ્બર સ.અ.વ. સાથે) સંબંધમાં વધારે નજદીક છે,
وَ لَا بِسَابِقَۃٍ فِیْ دِیْنٍ
વલા બેસાબેકતિન ફી દીનિન
અને ન તો કોઇ દીનમાં તેમના કરતાં આગળ છે.
وَ لَا یُلْحَقُ فِیْ مَنْقَبَۃٍ مِنْ مَنَاقِبِهٖ
વ લા યુલ્હકો ફી મનકેબતિન મિન મનાકેબેહ
અને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ગુણમાં, તેમના (અલી અ.સ.ના) ગુણોથી ચઢીયાતું બની શકતું નથી.
یَحْذُوْ حَذْوَ الرَّسُوْلِ
યહઝૂ હઝવર રસુલે
તેઓ (અલી અ.સ.) રસૂલ (સ.અ.વ.)ના રસ્તાને અનુસર્યા.
صَلَّی اﷲُ عَلَیْھِمَا وَ اٰلِھِمَا
સલ્લલ્લાહો અલયહેમા વ આલેહેમા
અલ્લાહની રહેમત થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર.
وَ یُقَاتِلُ عَلَی التَّاْوِیْلِ
વ યોકાતેલો અલત તાવીલે
અને તેમણે (કુરઆનની) તાવીલનાં આધારે જંગ કરી.
وَ لَا تَاخُذُهٗ فِی اﷲِ لَوْمَتُ لَاۤئِمٍ
વલા તાખોઝોહુ ફિલ્લાહે લવમતો લાએમી
અને અલ્લાહની રાહમાં તેમણે કોઈ ઠપકો આપનારના મેણા-ટોણા કે ધમકીની પરવા ન કરી.
قَدْ وَتَرَ فِیْهِ صَنَادِیْدَ الْعَرَبِ وَ قَتَلَ اَبْطَالَھُمْ وَ نَاوَشَ ذُؤْبَانَھُمْ
કદ વ તરફીહે સનાદીદલ અરબે વ કતલ અબતાલહુમ વ નાવશ ઝૂબાનહુમ
તેમણે અરબોના મોટા મોટા બહાદૂરોનું ખૂન વહાવ્યું અને તેમના લડવૈયાઓને કત્લ કર્યા અને તેમના વરૂઓ (હીંસક લોકો)ની ઉપર હુમલો કર્યો.
فَاَوْدَعَ قُلُوْبَھُمْ اَحْقَادًا بَدْرِیَّۃً وَّ خَیْبَرِیَّۃً وَّ حُنَیْنِیَّۃً وَ غَیْرَ ھُنَّ
ફઅવદઅ કોલુબહુમ અહકાદન બદરીય્યતન વ ખયબરીય્યતન વ હોનય્નીય્યત વ ગયર હુન્ન
ત્યાં સુધી કે તેમણે બદ્ર, ખૈબર, હુનૈન અને બીજી જંગો કરી જેના કારણે તેમના દીલો નફરત અને દુશ્મનીથી ભરાઇ ગયા.
فَاَضَبَّتْ عَلٰی عَدَاوَتِهٖ وَ اَكَبَّتْ عَلٰی مُنَابَذَتِهٖ
ફ અઝબ્બત અલા અદાવતેહી વ અકબ્બત અલા મોનાબઝતેહી
અને (તેઓ) તેમની દુશ્મનીમાં તેમની વિરૂધ્ધ ઉભા થયા અને (તેઓએ) તેમના વિરૂધ્ધ હુમલાઓ કર્યા.
حَتّٰی قَتَلَ النَّاكِثِیْنَ وَ الْقَاسِطِیْنَ وَ الْمَارِقِیْنَ
હતતા કતલન નાકેસીન વલ કાસેતીન વલ મારેકીન
ત્યાં સુધી કે બયઅત તોડવાવાળાઓ અને ઇસ્લામની વિરૂધ્ધ લડવાવાળા દુશ્મનો અને દીનથી નીકળી જવાવાળાઓને કત્લ કરી દીધા.
وَ لَمَّا قَضٰی نَحْبَهٗ وَ قَتَلَهٗ اَشْقَی الْاٰخِرِیْنَ یَتْبَعُ اَشْقَی الْاَوَّلِیْنَ
વ લમ્મા કઝા નહબહુ વ કતલહુ અશકલ આખેરીન યતબઓ અશકલ અવ્વલીન
અને જયારે તેમની ઝીંદગીની મુદ્દત પૂરી થઇ તો આખરી દૌરના બદતરીન વ્યક્તિએ આપને કત્લ કર્યા. તેણે જુના દૌરના બતરીન વ્યક્તિનું અનુસરણ કર્યું., check spelling
لَمْ یُمْتَثَلْ اَمْرُ رَسُوْلِ اﷲِ صَلَّی اﷲُ عَلَیْهِ وَ اٰلِهٖ فِی الْھَادِیْنَ بَعْدَ الْھَادِیْنَ
લમ યુમ્તસલ અમ્રો રસુલિલ્લાહે સલ્લલાહો અલય્હે વ આલેહી ફિલ હાદીન બઅદલ હાદીન
અને (હઝરત અલી અ.સ. અને ઇમામો અ.સ.કે) જેઓ એકની પછી એક હાદી હતા, તેમના વિશે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના ફરમાનનું પાલન કરવામાં ન આવ્યું.
وَ الْاُمَّۃُ مُصِرَّۃٌ عَلٰی مَقْتِهٖ مُجْتَمِعَۃٌ عَلٰی قَطِیْعَۃِ رَحِمِهٖ وَاِقْصَاءِ وُلْدِهٖ
વલ ઉમ્મતો મોસિરરતુન અલા મકતેહી મુજતમેઅતુન અલા કતીઅતે રહીમીહી વ ઈકસાએ વુલદેહી
અને ઉમ્મતે તેમની વિરૂધ્ધ દુશ્મનીનો સિલસિલો ચાલુ રાખ્યો અને તેઓ તેમના (પયગમ્બર સ.અ.વ.) સાથે ક રહેમ માટે અને તેમની ઓલાદને (ખીલાફતનાં હોદ્દા પરથી) દૂર કરી દેવા માટે ભેગા થયા,
اِلَّا الْقَلِیْلَ مِمَّنْ وَفٰی لِرِعَایَۃِ الْحَقِّ فِیْھِمْ
ઈલ્લલ કલીલ મિમ્મન વફા લેરેઆયતિલ હકકે ફીહિમ
સિવાય કે બહુજ થોડા લોકો કે જેઓએ એહલેબૈત (અ.સ.)ની સાથે વફાદારી કરી અને તેમના હકને અદા કરવાવાળા હતા.
فَقُتِلَ مَنْ قُتِلَ وَ سُبِیَ مَنْ سُبِیَ
ફકુતીલ મન કુતતીલ વ સુબય મન સુબી
પછી તેમાંથી અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને કૈદ કરવામાં આવ્યા,
وَ اُقْصِیَ مَنْ اُقْصِیَ
વ ઉકસીય મન ઉકસીય
અને અમુકને દેશનિકાલ કરવામાં આવ્યા.
وَ جَرَی الْقَضَاۤءُ لَھُمْ بِمَا یُرْجٰی لَهٗ حُسْنُ الْمَثُوْبَۃِ
વજરલ કઝાઓ લહુમ બેમા યુરજા લહુ હુસનુલ મસુબતે
અને આ હુકમ તેમના ઉપર જારી કરવામાં આવ્યો એટલા માટે કે તેના થકી તેમને ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય.
اِذْ كَانَتِ الْاَرْضُ لِلّٰهِ یُوْرِثُھَا مَنْ یَشَاۤءُ مِنْ عِبَادِهٖ وَ الْعَاقِبَۃُ لِلْمُتَّقِیْنَ
ઈઝ કાનતિલ અરઝો લિલ્લાહે યુરેસોહા મન યશાઓ મિન એબાદેહિ વલઆકેબતો લિલ મુતતકીન
જયારે કે આ ધરતી તો અલ્લાહની છે (તો) તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને પોતાનો વારસદાર બનાવે છે અને સારી આકેબત (અંત) તો મુત્તકીઓ (પરહેઝગારો) માટેજ છે.
وَ سُبْحَانَ رَبِّنَاۤ اِنْ كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُوْلًا وَ لَنْ یُّخْلِفَ اﷲُ وَعْدَهٗ وَ ھُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ
વ સુબહાન રબ્બેના ઇન કાન વઅદો રબ્બેના લ મફઉલન વ લય યુખલેફલ્લાહો વઅદહુ વ હોવલ અઝીઝૂલ હકીમો
અને પાક છે અમારો પાલનહાર. અને અમારા પાલનહારનો વાયદો જરૂર પૂરો થઇને રહેશે; અને અલ્લાહ કદીપણ પોતાના વચનથી ફરી જતો નથી. અને તે શક્તિશાળી અને હીકમતવાળો છે.
فَعَلَی الْاَطَاۤئِبِ مِنْ اَھْلِ بَیْتِ مُحَمَّدٍ وَ عَلِیٍّ صَلَّی اﷲُ عَلَیْھِمَا وَ اٰلِھِمَا
ફઅલલ અતાએબે મિન અહલે બય્તે મોહમ્મદીન વ અલીય્યી સલ્લલ્લાહો અલય્હેમા વ આલેહેમા
તેથી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) તે બંને ઉપર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય, તે બંને ઉપર અને તેમના એહલેબૈત (અ.સ.) ઉપર જે કાંઇ મુસીબતો પડી.
فَلْیَبْكِ الْبَاكُوْنَ وَ اِیَّاھُمْ فَلْیَنْدُبِ النَّادِبُوْنَ
ફલયબિકલ બાકુન વ ઈય્યાહુમ ફલયનદોબિન નાદેબુન
તેથી રડવાવાળાઓને જોઈએ કે તેમના ઉપર રડે. વિલાપ કરવાવાળાઓને જોઈએ કે ફક્ત તેમના પર જ વિલાપ કરે.
وَ لِمِثْلِھِمْ فَلْتَذْرِفِ الدُّمُوْعُ
વલી મિસ્લેહિમ ફલ તઝરેફીદ દોમુઓ
અને તેમના જેવા લોકો માટે આંસુઓ વહેવા જોઈએ.
وَ الْیَصْرُخِ الصَّارِخُوْنَ وَ یَضِجَّ الضَّآجُّوْنَ وَ یَعِجَّ الْعَآجُّوْنَ
વલયસરોહુ સારેખૂન વ યઝીજ જઝઝાજુન વ યએજજલ આજુન
અને મોટા અવાજે રડવાવાળાઓને જોઈએ કે મોટા અવાજે રડે અને ચીખ પોકારીને રડવાવાળાને જોઈએ કે ચીખ પોકારીને રડે.
اَیْنَ الْحَسَنُ اَیْنَ الْحُسَیْنُ اَیْنَ اَبْنَاۤءُ الْحُسَیْنِ
અયનલ હસનો અયનલ હુસયન અયન અબનાઉલ હુસયને
કયાં છે હસન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)ના ફરઝંદો?
صَالِحٌ بَعْدَ صَالِحٍ وَ صَادِقٌ بَعْدَ صَادِقٍ
સાલેહુન બઅદ સાલેહી વ સાદેકુન બઅદ સાદેક
જેઓ સાલેહની પછી સાલેહ અને સાચાઓની પછી સાચાઓ હતા.
اَیْنَ السَّبِیْلُ بَعْدَ السَّبِیْلِ
અયનસ સબીલો બઅદસ સબીલે
કયાં છે એક પછી એક (હિદાયતના) રસ્તાઓ?
اَیْنَ الْخِیَرَۃُ بَعْدَ الْخِیَرَۃِ
અયનલ ખેયરતો બઅદલ ખેયરતે
કયાં છે એક પછી એક સર્વશ્રેષ્ઠ?
اَیْنَ الشُّمُوْسُ الطَّالِعَۃُ
અયનશ શોમુસુત તાલેઅતો
કયાં છે ઉગતા સૂર્યો?
اَیْنَ الْاَقْمَارُ الْمُنِیْرَۃُ
અયનલ અકમારુલ મોનીરતો
કયાં છે ઝળહળતા ચાંદ?
اَیْنَ الْاَنْجُمُ الزَّاھِرَۃُ
અયનલ અનજોમુઝ ઝાહેરહ
કયાં છે ઝગમગતા સિતારાઓ?
اَیْنَ اَعْلَامُ الدِّیْنِ وَ قَوَاعِدُ الْعِلْمِ
અયન અઅલામુ દિને વ કવાએદુલ ઈલ્મે
કયાં છે દીનની નિશાનીઓ અને ઇલ્મની બુનીયાદો ?
اَیْنَ بَقِیَّۃُ اﷲِ الَّتِیْ لَا تَخْلُوْ مِنَ الْعِتْرَۃِ الْھَادِیَۃِ
અયન બકીયતુલલા અલતી લા તખલુ મેનલ ઈતરતિલ હાદેયતે
કયાં છે એ બકીયતુલ્લાહ ? જે હાદીઓના વંશમાંથી છે, જેમના વગર કોઈપણ જમીન કયારેય ખાલી નથી રહેતી.
اَیْنَ الْمُعَدُّ لِقَطْعِ دَابِرِ الظَّلَمَۃِ
અયનલ મોઅદદો લે કતએ દાબેરિઝ ઝલમતે
કયાં છે એ કે જે ઝુલ્મને કચડી નાખવા માટે તૈયાર છે?
اَیْنَ الْمُنْتَظَرُ لِاِقَامَۃِ الْاَمْتِ وَ الْعِوَجِ
અયનલ મુનતઝેરો લે એકામતિલ અમતે વલએવઝ
કયાં છે એ કે જેઓની કપટી અને દગાખોરોને સીધા દોર કરી દેવા માટે રાહ જોવામાં આવી રહી છે.
اَیْنَ الْمُرْتَجٰی لِاِزَالَۃِ الْجَوْرِ وَ الْعُدْوَانِ
અયનલ મુરતજા લે એઝાલતિલ જવરે વલ ઉદવાને
કયાં છે એ કે જેમનાથી ઝુલ્મ અને અન્યાયને જડમૂળમાંથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે?
اَیْنَ الْمُدَّخَرُ لِتَجْدِیْدِ الْفَرَاۤئِضِ وَالسُّنَنِ
અયનલ મુદદખરો લે તજદીદીલ ફરાએઝે વસ સોનને
કયાં છે એ કે જેમને વાજીબાત અને સુન્નતોને પુન:જીવીત કરવા માટે સાચવી રાખવામાં આવ્યા છે?
اَیْنَ الْمُتَخَیَّرُ لِاِعَادَۃِ الْمِلَّۃِ وَ الشَّرِیْعَۃِ
અયનલ મોતખય્યરો લે એઆદતિલ મિલ્લતે વશશરીઅતે
કયાં છે એ જેમને મઝહબ અને શરીઅતના નવજીવન માટે પસંદ કરવામાં આવ્યા છે?
اَیْنَ الْمُؤَمَّلُ لِاِحْیَاۤءِ الْكِتَابِ وَ حُدُوْدِهٖ
અયનલ મોઉમ્મલો લેએહયાઈલ કેતાબે વ હોદુદેહિ
કયાં છે એ કે કુરઆન અને તેની હદોને સજીવન કરવા માટે જેમની રાહ જોવાઇ રહી છે?
اَیْنَ مُحْیِیْ مَعَالِمِ الدِّیْنِ وَ اَھْلِهٖ
અયન મોહયી મઆલેમિદ દિને વ અહલેહ
કયાં છે ઓલૂમે દીન (દીનના ઇલ્મો) અને દીનદારોને જીવંત કરનાર?
اَیْنَ قَاصِمُ شَوْكَۃِ الْمُعْتَدِیْنَ
અયન કાસેમો શવકતિલ મોઅતદીન
કયાં છે અત્યાચારીના પ્રભાવને તોડી નાખનાર?
اَیْنَ ھَادِمُ اَبْنِیَۃِ الشِّرْكِ وَ النِّفَاقِ
અયન હાદેમો અબનેયતિશ શિરકે વન નિફાકે
કયાં છે શિર્ક અને નિફાકના પાયાને જડમૂળમાંથી ઉખાડી નાખનાર?
اَیْنَ مُبِیْدُ اَھْلِ الْفُسُوْقِ وَ الْعِصْیَانِ وَ الطُّغْیَانِ
અયન મોબીદો અહલિલ ફોસુકે વલ અસ્યાને વતતુગયાને
કયાં છે ફાસિકો, ગુનેહગારો અને બળવાખોરોને નષ્ટ કરનાર?
اَیْنَ حَاصِدُ فُرُوْعِ الْغَیِّ وَ الشِّقَاقِ
અયન હાસેદો ફોરૂઈલ ગય્યે વશ શેકાકે
કયાં છે ગુમરાહી અને વિરોધીની તમામ શાખાઓને ઉખાડી ફેંકનાર?
اَیْنَ طَامِسُ اٰثَارِ الزَّیْغِ وَ الْاَھْوَاۤءِ
અયન તામેસો આસારીઝ ઝયએ વલઅહવાએ
કયાં છે ગુમરાહી અને વાસનાઓનું નામો નિશાન મીટાવી દેનાર?
اَیْنَ قَاطِعُ حَبَاۤئِلِ الْكِذْبِ وَ الْاِفْتِرَاۤءِ
અયન કાતેઓ હબાએલિલ કિઝબે વલઇફતેરાએ
કયાં છે જૂઠ અને તોહમતની ગાંઠના ટુકડે ટુકડા કરી આપનાર?
اَیْنَ مُبِیْدُ الْعُتَاۃِ وَ الْمَرَدَۃِ
અયન મોબીદુલ ઓતાતે વલ મરદતે
કયાં છે અધમ અને નાફરમાનોનો નાશ કરનાર?
اَیْنَ مُسْتَاْصِلُ اَھْلِ الْعِنَادِ وَ التَّضْلِیْلِ وَالْاِلْحَادِ
અયન મુસતાસીલો અહલિલ એનાદે વતતઝલીલે વલ ઈલહાદે
કયાં છે દુરાગ્રહીઓ, ગુમરાહો અને દીનથી ફરી જનારાઓને જડમૂળમાંથી ઉખાડી ફેંકનાર?
اَیْنَ مَعِزُّ الْاَوْلِیَاۤءِ وَ مُذِلُّ الْاَعْدَاۤءِ
અયન મોઈઝલ્લુલ અવલેયાએ વ મોઝીલ્લુલ અઅદાએ
કયાં છે દોસ્તોને ઈઝઝત આપનાર અને દુશ્મનોને ઝલીલ કરનાર?
اَیْنَ جَامِعُ الْكَلِمَۃِ عَلَی التَّقْوٰی
અયન જામેઉલ કલેમતે અલત તકવા
કયાં છે લોકોને તકવાની બુનિયાદ ઉપર એકઠાં કરનાર?
اَیْنَ بَابُ اﷲِ الَّذِیْ مِنْهُ یُؤْتٰی
અયન બાબુલ્લાહિ અલઝી મિન્હો યુઅતા
કયાં છે એ બાબુલ્લાહ (અલ્લાહનો દરવાજો) કે જેમાંથી દાખલ થવાય છે?
اَیْنَ وَجْهُ اﷲِ الَّذِیۤ اِلَیْهِ یَتَوَجَّهُ الْاَوْلِیَاۤءُ
અયન વજહુલ્લાહિલ લઝી એલય્હે યતવજજહુલ
કયાં છે એ વજહુલ્લાહ (અલ્લાહનો ચહેરો) કે જેમની તરફ દોસ્તો પોતાને રજુ કરે છે?
اَیْنَ السَّبَبُ الْمُتَّصِلُ بَیْنَ الْاَرْضِ وَ السَّمَاۤءِ
અયનસ સબબુલ મુતતસેલો બયનલ અરઝે વસસમાએ
કયાં છે ઝમીન અને આસમાનની વચ્ચે સંપર્કનું માધ્યમ?
اَیْنَ صَاحِبُ یَوْمِ الْفَتْحِ وَ نَاشِرُ رَایَۃِ الْھُدٰی
અયન સાહેબો યવિમલ ફતહે વ નાશેરો રાયતિલ હોદા
કયાં છે ફત્હના દિવસના માલિક અને હિદાયતનો પરચમ ફરકાવનાર?
اَیْنَ مُؤَلِّفُ شَمْلِ الصَّلَاحِ وَ الرِّضَاۤ
અયન મોઅલ્લેફો શમિલસ સલાહે વરરેઝા
કયાં છે નેકીઓ અને પસંદ કરવાને લાયક ચીજોને ભેગી કરનાર?
اَیْنَ الطَّالِبُ بِذُحُوْلِ الْاَنْبِیَاۤءِ وَ اَبْنَاۤءِ الْاَنْبِیَاۤءِ
અયનત તાલેબો બે ઝોહુલિલ અમ્બેયાએ વ અબનાઈલ અમ્બેયાએ
કયાં છે નબીઓ અને તેમની ઓલાદના ખૂનનો બદલો લેનાર?
اَیْنَ الطَّالِبُ بِدَمِ الْمَقْتُوْلِ بِكَرْبَلَاۤءَ
અયનત તાલેબો બેદમિલ મકતુલે બે કરબલાએ
કયાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર ?
اَیْنَ الْمَنْصُوْرُ عَلٰی مَنِ اعْتَدٰی عَلَیْهِ وَافْتَرٰیۤ
અયનલ મનસુરો અલા મનિઅતદા અલય્હે વફતરા
કયાં છે એ લોકો ઉપર કામ્યાબ થનાર કે જેઓએ તેમના પર ઝુલ્મ કર્યા અને તોહમત લગાડી?
اَیْنَ الْمُضْطَرُّ الَّذِیْ یُجَابُ اِذَا دَعَاۤ
અયનલ મુઝતરરૂલ લઝી યોજાબો એઝા દઆ
કયાં છે એ બેકરાર કે જયારે તે દુઆ કરે તો તેમની દુઆ કબૂલ થાય છે?
اَیْنَ صَدْرُ الْخَلَاۤئِقِ ذُوالْبِرِّ وَ التَّقْوٰیۤ
અયન સદરૂલ ખલાએકે ઝૂલ બિરરે વતતકવા
કયાં છે નેક લોકો અને પરહેઝગારોના સરદાર?
اَیْنَ ابْنُ النَّبِیِّ الْمُصْطَفٰی
અયનબ્નુન નબીય્યીલ મુસ્તફા
કયાં છે પસંદ કરાયેલા નબી (હઝરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.)ના ફરઝંદ ?
وَابْنُ عَلِیِّ نِ الْمُرْتَضٰی
વબ્નો અલીય્યેનિલ મુરતઝા
અને અલી એ મુર્તુઝા (અ.સ.)ના ફરઝંદ
وَ ابْنُ خَدِیْجَۃَ الْغَرَّاۤءِ
વબ્નો ખદીજતલ ગરરાએ
અને માનનીય ખદીજા (સ.અ.)ના ફરઝંદ
وَابْنُ فَاطِمَۃَ الْكُبْرٰی
વબ્નો ફાતેમલ કુબ્રા
અને ફાતેમતલ કુબરા (સ.અ.)ના ફરઝંદ
بِاَبِیۤ اَنْتَ وَ اُمِّیْ وَ نَفْسِیْ لَكَ الْوِقَاۤءُ وَ الْحِمٰی
બે અબી અનત વ ઉમ્મી વ નફસી લકલ વેકાઓ વલહેમા
મારા માંબાપ અને મારી જાન આપની સલામતી અને રક્ષણ માટે કુરબાન થાય.
یَابْنَ السَّادَۃِ الْمُقَرَّبِیْنَ
યબનસ સાદતિલ મોકરરબીન
અય અલ્લાહતઆલાના ખૂબજ નજીક એવા સરદારોના ફરઝંદ!
یَابْنَ النُّجَبَاۤءِ الْاَكْرِمِیْنَ
યબનન નોજબાઈલ અકરમીન
અય ઈઝઝતો ઇકરામ ધરાવનારા ફરઝંદ!
یَابْنَ الْھُدَاۃِ الْمَھْدِیِّیْنَ
યબનલ હોદાતીલ મહદીય્યીન
અને હિદાયત પામેલા ઇલાહી હાદીઓના ફરઝંદ !
یَابْنَ الْخِیَرَۃِ الْمُھَذَّبِیْنَ
યબનલ ખેયરતિલ મોહઝઝબીન
અય ચુંટાએલા અને પાક રખાએલાઓના ફરઝંદ!
یَابْنَ الْغَطَارِفَۃِ الْاَنْجَبِیْنَ
યબનલ ગતારેફતિલ અનજબીન
અય સૌથી વધુ શરીફ બુઝુર્ગોના ફરઝંદ !
یَابْنَ الْاَطَاۤئِبِ الْمُطَھَّرِیْنَ
યબનલ અતાએબિલ મોતહહરીન
અય પાકીઝા અને તય્યબ હઝરાતના ફરઝંદ !
یَابْنَ الْخَضَارِمَۃِ الْمُنْتَجَبِیْنَ
યબનલ ખઝારેમતિલ મુનતજબીન
અય પસંદ કરાએલા સખીઓના ફરઝંદ !
یَابْنَ الْقَمَاقِمَۃِ الْاَكْرَمِیْنَ
યબનલ કમાકેમતિલ અકરમીન
અય ઉદાર અને સન્માનિતના ફરઝંદ!
یَابْنَ الْبُدُوْرِ الْمُنِیْرَۃٍ
યબનલ બોદુરીલ મોનીરતે
અય ચમકતા ચંદ્રોના ફરઝંદ !
یَابْنَ السُّرُجِ الْمُضِیۤئَۃِ
યબનસ સોરુજીલ મોઝીઅતે
અય રોશન ચિરાગના ફરઝંદ!
یَابْنَ الشُّھُبِ الثَّاقِبَۃِ
યબનશ શોહોબિસ સાકેબતે
અય ઝળહળતા ચિરાગોના ફરઝંદ !
یَابْنَ الْاَنْجُمِ الزَّاھِرَۃِ
યબનલ અન્જોમિઝ ઝાહેરતે
અય ઝગમગતા સિતારાઓના ફરઝંદ!
یَابْنَ السُّبُلِ الْوَاضِحَۃِ
યબનસ સોબોલિલ વાઝેહતે
અય સ્પષ્ટ રસ્તાઓના ફરઝંદ !
یَابْنَ الْاَعْلَامِ الْلَاۤئِحَۃِ
યબનલ અઅલામિલ લાએહતે
અય સ્પષ્ટ નિશાનીઓના ફરઝંદ!
یَابْنَ الْعُلُوْمِ الْكَامِلَۃِ
યબનલ ઓલુમિલ કામેલતે
અય સંપૂર્ણ (ઇલાહી) ઇલ્મના ફરઝંદ!
یَابْنَ السُّنَنِ الْمَشْھُوْرَۃِ
યબનસ સોનનિલ મશહુરતે
અય મહૂર સુન્નતોના ફરઝંદ!
یَابْنَ الْمَعَالِمِ الْمَاْثُوْرَۃِ
યબનલ મઆલેમિલ મઅસુરતે
અય વર્ણવાયેલ નિશાનીઓના ફરઝંદ!
یَابْنَ الْمُعْجِزَاتِ الْمَوْجُوْدَۃِ
યબ્નલ મોઅજેઝાતિલ મવજુદત
અય મૌજૂદ મોઅજીઝાઓના ફરઝંદ !
یَابْنَ الدَّلَاۤئِلِ الْمَشْھُوْدَۃِ
યબ્નદ દલાએલિલ મશહુદતે
અય રોશન દલીલોના ફરઝંદ !
یَابْنَ الصِّرَاطِ الْمُسْتَقِیْمِ
યબ્નસ સેરાતિલ મુસ્તકીમે
અય સીરાતે મુસ્તકીમ (સીધા રસ્તા)ના ફરઝંદ!
یَابْنَ النَّبَاۤءِ الْعَظِیْمِ
યબનન નબઈલ અઝીમે
અય મહાન ખબરોના ફરઝંદ !
یَابْنَ مَنْ ھُوَ فِیۤ اُمِّ الْكِتَابِ لَدَی اﷲِ عَلِیٌّ حَكِیْمٌ
યબ્ન મન હોવ ફી ઉમ્મીલ કેતાબે લદલ્લાહે અલીય્યુન હકીમુ
અય તેના ફરઝંદ ! જે ઉમ્મુલ કિતાબમાં ખુદાની નજીક ઘણા જ ઊંચા અને હિકમતવાળા છે!
یَابْنَ الْاٰیَاتِ وَ البَیِّنَاتِ
યબ્નલ આયાતે વલ બય્યેનાતે
અય નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓના ફરઝંદ !
یَابْنَ الدَّلَاۤئِلِ الظَّاھِرَاتِ
યબ્નદ દલાએલિઝ ઝાહેરતે
અય જાહેર દલીલોના ફરઝંદ!
یَابْنَ الْبَرَاھِیْنِ الْوَاضِحَاتِ الْبَاھِرَاتِ
યબ્નલ બરાહીનિલ વાઝેહાતિલ બાહેરાતે
અય ખુલ્લી સાબિતી અને સ્પષ્ટ પુરાવાના ફરઝંદ !
یَابْنَ الْحُجَجِ الْبَالِغَاتِ
યબ્નલ હોજજીલ બાલેગતે
અય સંપૂર્ણ હુજ્જતોના ફરઝંદ !
یَابْنَ النِّعَمِ السَّابِغَاتِ
યબ્નન નેઅમિસ સાબેગતે
અય ખુદાની વિપુલ નેઅમતોના ફરઝંદ !
یَابْنَ طٰهٰ وَ الْمُحْكَمَاتِ
યબ્ન તાહા વલ મોહકમાતે
અય તાહા અને મજબૂત નિશાનીઓના ફરઝંદ !
یَابْنَ یٰسٓ وَ الذَّارِیَاتِ
યબ્ન યાસીન વઝઝારેયાતે
અય યા’સીન અને ઝારેયાતના ફરઝંદ !
یَابْنَ الطُّوْرِ وَ الْعَادِیَاتِ
યબ્નત તુરે વલઆદેયતે
અય તૂર અને આદેયતના ફરઝંદ !
یَابْنَ مَنْ دَنٰی فَتَدَلّٰی فَكَانَ قَابَ قَوْسَیْنِ اَوْ اَدْنٰی دُنُوًّا وَ اقْتِرَابًا مِنَ الْعَلِیِّ الْاَعْلٰی
યબ્ન મન દના ફ તદલ્લા ફ કાન કાબ કવસય્ને અવ અદના દોનુવ્વન વકતેરાબન મેનલ અલીય્યિલ અઅલા
અય તેમના ફરઝંદ કે જે (શબે મેઅરાજ) અલ્લાહની નઝદીકીમાં એટલા વધતા ગયા કે બે કમાન અથવા તેનાથી પણ ઓછું અંતર રહી ગયું અને તેઓ અલીચ્યુલ અઅલા (અલ્લાહ)થી નજદીક તર થતા ગયા.
لَیْتَ شِعْرِیۤ
લય્ત શેઅરી
અય કાશ કે હું જાણી શકતે કે
اَیْنَ اسْتَقَرَّتْ بِكَ النَّوٰی
અય્નસ તકરરત બેકન નવા
આપનું રહેઠાણ કેટલું દૂર છે?
بَلْ اَیُّ اَرْضٍ تُقِلُّكَ اَوْ ثَرٰیۤ
બલ અય્યો અરઝીન તોકિલ્લોક અવ સરા
અથવા તે કઈ જમીન છે કે જે આપના અસ્તિત્વથી સરફરાઝ છે?
اَبِرَضْوٰیۤ اَوْ غَیْرِھَاۤ اَمْ ذِیْ طُوٰی
આબીરઝવા અવ ગયરેહા અમઝી તોવા
શું તે ‘રઝવા’નો પહાડ છે કે પછી ‘વાદીએ ઝીતોવા' અથવા તો બીજી કોઈ જમીન?
عَزِیْزٌ عَلَیَّ اَنْ اَرَی الْخَلْقَ وَ لَا تُرَی
અઝીઝૂન અલય્ય અન અરલ ખલક વલા તોરા
મારા માટે એ કેટલું અસહ્ય છે કે હું દરેક વસ્તુને તો જોઇ શકું છું પણ આપના દીદારથી મહેરૂમ રહું છું.
وَ لَاۤ اَسْمَعُ لَكَ حَسِیْسًا وَ لَا نَجْوٰی
વલા અસમાઓ લક હસીસન વલા નજવા
અને તમને હું ન તો મોટા અવાજમાં કે ન તો એકાંતમાં સાંભળી શકું છું.
عَزِیْزٌ عَلَیَّ اَنْ تُحِیْطَ بِكَ دُوْنَیِ الْبَلْوٰی وَلَا یَنَالُكَ مِنِّیْ ضَجِیْجٌ وَلَا شَكْوٰی
અઝીઝૂન અલય્ય અન તોહીત બેક દુનેયલ બલવા વ લા યનાલોક મિન્ની ઝજીજુન વલા શકવા
મારા માટે તે કેટલું અસહ્ય છે કે બલાઓ મારા બદલે આપને ઘેરી લે છે અને મારૂં આક્રંદ અને ફરીયાદ તમારા સુધી નથી પહોંચતી.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ مُغَیَّبٍ لَمْ یَخْلُ مِنَّا
બેનફસી અન્ત મિન મોગય્યબિન લમ યખલો મિન્ના
મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ ગાયબ છો પણ અમારી વચ્ચેથી કદી બહાર નથી ગયા.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ نَازِحٍ مَا نَزَحَ عَنَّا
બેનફસી અનત મિન નાઝેહીન મા નઝહ અન્ના
મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ દૂર છો પણ અમારાથી કદી દુર નથી થતા.
بِنَفْسِیۤ اَنْتَ اُمْنِیَّۃُ شَاۤئِقٍ یَتَمَنّٰی مِنْ مُؤْمِنٍ وَ مُؤْمِنَۃٍ ذَكَرٰی فَحَنَّا
બેનફસી અન્ત ઉમ્નીય્યતો શાએકીન યતમન મિન મોઅમેનીન વ મોઅમેનતિન ઝકરા ફહન્ના
મારી જાન આપના પર કુરબાન, આપ દરેક ચાહનારાઓની આરઝુ છો. દરેક મોઅમીન અને મોઅમેનાત આપની તમન્ના રાખે છે અને આપને યાદ કરે છે અને આપના માટે લાગણી વ્યક્ત કરે છે.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ عَقِیْدِ عِزٍّ لَا یُسَامٰی
બેનફસી અન્ત મિન અકીદી ઈઝઝીન લા યોસામા
મારી જાન આપના ઉપર નિસાર, આપ ઇઝઝતના મોહાફીઝ છો જેની બરાબરી નથી થઈ શકતી.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ اَثِیْلِ مَجْدٍ لَا یُجَارٰی
બેનફસી અન્ત મીન અસીલે મજદીન લા યોજારો
મારી જાન આપના ઉપર ફીદા થાય, આપ ઍવી ખરી ભવ્યતાવાળા છો જેની સરખામણી થઈ શકતી નથી.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ تِلَادِ نِعَمٍ لَا تُضَاھٰی
બેનફસી અન્ત મિન તેલાદે નેઅમિન લા તોઝાહ
મારી જાન આપના ઉપર કુરબાન, આપ એવી કદીમ નેઅમતમાંથી છો જેની કોઇ મીસાલ નથી.
بِنَفْسِیۤ اَنْتَ مِنْ نَصِیْفِ شَرَفٍ لَا یُسَاوٰی
બેનફસી અન્ત મિન નસીફી શરફીન લા યોસાવા
મારી જાન આપના ઉપર નિસાર, આપ એવા શરફ અને બુઝુર્ગીવાળા છો જેમની બરોબરી અશકય છે.
اِلٰی مَتٰی اَحَارُ فِیْكَ یَا مَوْلَايَ
એલા મતા અહારો ફીક યા મવ્લાય
અય મૌલા, કયાં સુધી હું આપના માટે વ્યાકુળ રહું?
وَ اِلٰی مَتٰی وَ اَیَّ خِطَابٍ اَصِفُ فِیْكَ وَ اَیَّ نَجْوٰی
વએલા મતા વ અય્ય ખતાબિન અસેફો ફીક વ અય્ય નજવા
અને કયાં સુધી અને આપના બારામાં કઇ સિફતો વડે હું આપને સંબોધન કરૂં અને કેવી રીતે હું (આપની સાથે) દીલના ભેદની વાતો કરૂં.
عَزِیْزٌ عَلَیَّ اَنْ اُجَابَ دُوْنَكَ وَ اُنَاغٰی
અઝીઝૂન એલય્ય અન ઓજાબ દુનક વ ઓનગા
મારા માટે એ વાત અસહ્ય છે કે આપના સિવાય બીજાઓ મને જવાબ આપે.
عَزِیْزٌ عَلَیَّ اَنْ اَبْكِیَكَ وَ یَخْذُلَكَ الْوَرٰی
અઝીઝૂન એલય્ય અન અબકેયક વ યખ્ઝો લકલ વરા
મારા માટે એ ખૂબજ દુઃખદાયક વાત છે કે હું આપના માટે રડું જયારે કે માનવજાત આપને ત્યજી દે.
عَزِیْزٌ عَلَیَّ اَنْ یَجْرِیَ عَلَیْكَ دُوْنَھُمْ مَاجَرٰی
અઝીઝૂન એલય્ય અન યજરેય અલયક દુનહુમ મા જરા
મારા માટે એ ખૂબજ કષ્ટદાયક છે કે બધી મુસીબતો આપના ઉપરજ પડે છે.
ھَلْ مِنْ مُعِیْنٍ فَاُطِیْلَ مَعَهُ الْعَوِیْلَ وَ الْبُكَاۤءَ
હલ મિન મોઈનીન ફઓતીલ મઅહુલ અવીલ વલબોકાઅ
છે કોઇ મદદગાર કે જેની સાથે હું મારા રૂદન અને વિલાપને લંબાવી શકું?
ھَلْ مِنْ جَزُوْعٍ فَاُسَاعِدَ جَزَعَهٗ اِذَا خَلَا
હલ મિન જઝૂઇ ફઓસાઈદ જઝઅહુ એઝા ખલા
છે કોઇ (આપને યાદ કરીને) રડવાવાળો? કે જયારે તે એકલો રડે તો હું તેની સાથે જોડાઇ જાઉ.
ھَلْ قَذِیَتْ عَیْنٌ فَسَاعَدَتْھَا عَیْنِیْ عَلَی الْقَذٰی
હલ કઝેયત અય્નુન ફસાઅદતહા અય્ની અલલ કઝા
છે કોઇ એવી આંખ કે જે (આપના વિયોગમાં) બેચૈન થઈ ગઈ હોય જેથી મારી આંખ તેની હમદર્દ બને?
ھَلْ اِلَیْكَ یَابْنَ اَحْمَدَ سَبِیْلٌ فَتُلْقٰی
હલ એલયક યબ્ન અહમદ સબીલુન ફતુલકા
અય ઇબ્ને એહમદ (અ.સ.) ! શું કોઈ રસ્તો છે કે આપની સાથે મુલાકાત થાય?
ھَلْ یَتَّصِلُ یَوْمُنَا مِنْكَ بِعِدَۃِ فَنَحْظٰی
હલ યતસેલો યવમોના મિન્ક બેઈદત ફનઝહા
શું અમારો આ (જુદાઈનો) દિવસ (આપને મળવાની) ખુશખબરીના દિવસ સાથે જોડાઇ જશે? કે અમને આપના દિદાર નસીબ થાય?
مَتٰی نَرِدُ مَنَاھِلَكَ الرَّوِیَّۃَ فَنَرْوٰی
મતા નરીદો મનાહેલકર રવીય્યત ફનરવા
કયારે અમે આપના એ સૈરાબ કરનારા ઝરણા ઉપર હાજર થશે ? જેના થકી અમો (તમારા દિદારની) અમારી તરસને બુજાવી શકીશું?
مَتٰی نَنْتَقِعُ مِنْ عَذْبِ مَاۤئِكَ فَقَدْ طَالَ الصَّدٰی
મતા નનતફીઓ મિન અઝબે માએક ફ્ક્દ તાલસ સદા
કયારે અમે આપના ઝરણાંના મધુર પાણીથી ફાયદો મેળવીશું? પ્યાસ તો બહુજ લંબાણી છે.
مَتٰی نُغَادِیْكَ وَ نُرَاوِحُكَ فَنُقِرُّ عَیْنًا
મતા નોગાદેયક વ નોરાવેહોક ફ નોકિરરો અયના
કયારે અમો આપની સાથે સવાર અને સાંજ વિતાવીશું અને આપના દિદારથી અમારી આંખોને સુકૂન (ઠંડક) પહોંચશે?
مَتٰی تَرَانَا وَ نَرَاكَ وَ قَدْ نَشَرْتَ لِوَاۤءَالنَّصْرِ تُرٰی
મતા તરાના વનરાક વકદ નશરત લેવાઅન નસરી તોરા
કયારે આપ અમને જોશો અને અમે આપને જોઈશું ? અને આપ વિજયનો પરચમ (અલમ) લહેરાવતા નજરે પડશો?
اَتَرَانَا نَحُفُّ بِكَ وَ اَنْتَ تَاُمُّ الْمَلَاَ وَ قَدْ مَلَاْتَ الْاَرْضَ عَدْلًا وَ اَذَقْتَ اَعْدَاۤئَكَ ھَوَانًا وَ عِقَابًا
અતરાના નહુકુ બેક વ અન્ત ઉમ્મુલ મલઅ વકદ મલઅતલ અરઝ અદલન વ અઝકત અઅદાઅક હવાનન વ એકાબન
આપ અમને આપની ફરતે ભેગા થયેલા જોશો અને આપ બધા લોકોની ઇમામત કરી રહ્યા હશો. જયારે આપે જમીનને અદ્લો-ઇન્સાફથી ભરી દીધી હશે અને આપના દુશ્મનોને ઝિલ્લત અને અઝાબનો સ્વાદ ચખાડી દીધો હશે.
وَ اَبَرْتَ الْعُتَاۃَ وَ جَحَدَۃِ الْحَقِّ وَ قَطَعْتَ دَابِرَ الْمُتَكَبِّرِیْنَ وَ اجْتَثَثْتَ اُصُوْلَ الظَّالِمِیْنَ
વ અબરતલ ઓતાત વ જહદતલ હકકે વ કતઅત દાબેરલ મોતકબ્બબેરીન વજતસસ્ત ઓસુલઝ ઝાલેમીન
અને આપે બળવાખોરો અને હકનો ઈન્કાર કરનારાઓનો નાશ કરી દીધો હશે અને ઘમંડીઓના સિલસિલાને કાપી નાખ્યો હશે અને ઝાલીમોના મૂળીયા ઉખાડી ફેંકયા હશે.
وَ نَحْنُ نَقُوْلُ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ
વહનો નકુલ અલહ્મ્દો લિલ્લાહે રબિબલ આલમીન
અને પછી અમે કહી રહ્યા હશુંઃ “સઘળા વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહના માટે છે”
اَللّٰھُمَّ اَنْتَ كَشَّافُ الْكُرَبِ وَ الْبَلْوٰی
અલ્લાહુમ્મ અન્ત કશાફૂલ કોરબે વલ બલવા
અય અલ્લાહ તુંજ દુઃખો અને બલાઓને દૂર કરનારો છો.
وَ اِلَیْكَ اَسْتَعْدِیْ فَعِنْدَكَ الْعَدْوٰی
વ એલય્ક અસ્તઅદી ફઇન્દકલ અદુવા
અને તારી બારગાહમાં હું ફરિયાદ કરૂં છું અને તારી પાસેજ આશ્રય સ્થાન છે;
وَ اَنْتَ رَبُّ الْاٰخِرَۃِ وَ الدُّنْیَا
વ અન્ત રબ્બુલ આખેરતે વદ દુન્યા
અને તુજ દુનિયા અને આખેરતનો પાલનહાર છો.
فَاَغِثْ یَا غِیَاثَ الْمُسْتَغِیْثِیْنَ عُبَیْدَكَ الْمُبْتَلٰی
ફ અગીસ યા ગેયાસલ મુસ્તગીસીન ઓબય્દકલ મુબ્તલા
પછી ફરીયાદને પહોંચ, અય ફરીયાદીઓની ફરીયાદને સાંભળનાર, મુસીબતમાં ફસાએલા તારા બંદાઓની ફરીયાદને દૂર કર.
وَ اَرِهٖ سَیِّدَهٗ یَا شَدِیْدَ الْقُوٰی
વ અરેહિ સય્યેદહુ યા શદીદલ કોવા
અય બહુજ શક્તિશાળી ! તું તારા આ બંદાને તેના સરદાર અને આકાનો દિદાર કરાવ.
وَاَزِلْ عَنْهُ بِهِ الْاَسٰی وَ الْجَوٰی
વ અઝિલ અનહો બેહીલ અસા વલજવા
અને તેમના (ઈમામ અ.સ.ના) થકી તેના (આ બંદાના) દુ:ખ અને દર્દને દૂર કરી દે.
وَ بَرِّدْ غَلِیْلَهٗ یَا مَنْ عَلَی الْعَرْشِ اسْتَوٰی وَ مَنْ اِلَیْهِ الرُّجْعٰی وَالْمُنْتَھٰی
વ બરરીદ અલયીહુ યા મન અલલ અરશિસ તવા વ મન એલયિહર રૂજઆ વલ મુનતહા
અને તેના દિલની આગને ઠંડી કરી દે, અય અર્શ ઉપર હુકુમત ધરાવવાવાળા અને જેની તરફ પાછું ફરવાનું છે અને તેની તરફ જ અંત છે.
اَللّٰھُمَّ وَ نَحْنُ عَبِیْدُكَ التَّاۤئِقُوْنَ اِلٰی وَلِیِّكَ الْمُذَكِّرِ بِكَ وَ بِنَبِیِّكَ
અલ્લાહુમ્મ વ નહનો અબીદોકત તાએફૂન એલા વલીય્યેક અલમોઝકકરે બેક વબેનબીએક
અય અલ્લાહ તમે તારા નાચીઝ (તુચ્છ) બંદાઓ છીએ, તારા એ વલીના દિદારના તલબગાર છીએ, કે જે તારી અને તારા નબીની યાદ અપાવે છે.
خَلَقْتَهٗ لَنَا عِصْمَۃً وَّ مَلَاذًا وَ اَقَمْتَهٗ لَنَا قِوَامًا وَ مَعَاذًا
ખલકતહુ લના ઈસમતન વ મલાઝા વ અકમ્તહુ લના કેવામન વ મઆઝન
તે એમને અમારા માટે (અમારા દીનના) રક્ષક અને નિગેહદાર બનાવ્યા અને અમારા માટે સહારો અને પનાહનો ઝરીયો બનાવ્યા.
وَ جَعَلْتَهٗ لِلْمُؤْمِنِیْنَ مِنَّاۤ اِمَامًا
વ જઅલતહુ લિલ મોઅમેનીન મિન્ના એમામા
અને તે એમને અમો જે મોઅમીનો છે તેના માટે ઈમામ બનાવ્યા.
فَبَلِّغْهُ مِنَّا تَحِیَّۃً وَّ سَلَامًا
ફબલિલગહો મિન્ના તહીય્યતન વ સલામન
તો પછી તું એમની ખીદમતમાં અમારી શુભેચ્છા (તહીય્યત) અને સલામ પહોંચાડી દે.
وَ زِدْنًا بِذٰلِكَ یَا رَبِّ اِكْرَامًا
વ ઝિદના બે ઝાલેક યા રબ્બે ઈકરામા
અને આ (સલામ)ના કારણે અમારી ઈઝઝતમાં અને ઈકરામમાં વધારો કર. અય અમારા પરવરદિગાર!
وَاجْعَلْ مُسْتَقَرَّهٗ لَنَا مُسْتَقَرًّا وَ مُقَامًا
વજઅલ મુસ્તકરરહુ લના મુસ્તકરરવ વ મોકામા
અને એમના રહેઠાણને અમારૂં રહેઠાણ અને રહેવાની જગ્યા બનાવી દે.
وَ اَتْمِمْ نِعْمَتَكَ بِتَقْدِیْمِكَ اِیَّاهُ اَمَامَنَا حَتّٰی تُوْرِدَنَا جِنَانَكَ وَ مُرَافَقَۃَ الشُّھَدَاۤءِ مِنْ خُلَصَاۤئِكَ
વ અતિમ્મ નેઅમતેક બે તકદીમેક ઈય્યાહો અમામના હતા તુરેદના જનાનક વ મોરાફકતશ શોહદાએ મિન ખોલસાએક
અને તેમની ઈમામતના થકી અમારા ઉપર તારી નેઅમતોને સંપૂર્ણ કરી દે. ત્યાં સુધી કે તું અમને તારી જન્નતમાં દાખલ કરી દે અને અમને તારા મુખ્વીસ બંદાઓમાંથી જે શહીદો છે તેમનો સાથ અતા કર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદ
અય અલ્લાહ, મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર સલવાત નાઝિલ કર.
وَصَلِّ عَلٰی مَحَمَّدٍ جَدِّهٖ وَ رَسُوْلِكَ السَّیِّدِ الْاَكْبَرِ
વ સલ્લે અલા મોહમ્મદીન જદદેહી વ રસુલેકસ સય્યેદિલ અકબરે
અને દુરૂદ નાઝિલ કર એમના જણ્ અને તારા રસૂલ મોહમ્મદ (સ.અ.વ.) ઉપર કે જે મોટા સૈયદ (સરદાર) છે.
وَعَلٰیۤ اَبِیْهِ السَّیِّدِ الْاَصْغَرِ
વ અલા અબીહિસ સય્યેદિલ અસગરે
અને એમના પિતા (અલી અ.સ.) ઉપર કે જે નાના સૈયદ (સરદાર) છે.
وَ جَدَّتِهِ الصِّدِّیْقَۃِ الْكُبْرٰی فَاطِمِۃَ بِنْتِ مُحَمَّدٍ
વ જદદતેહિસ સીદદીકતિલ કુબરા ફાતેમત બિનતે મોહમ્મદીન
અને એમના દાદી, જનાબે ફાતેમા (સ.અ.) કે જે મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર સીદદીકતુલ કુબરા છે.
وَ عَلٰی مَنِ اصْطَفَیْتَ مِنْ اٰبَاۤئِهِ الْبَرَرَۃِ
વ અલા મનિસ તફય્ત મિન આબાએહિલ બરરતે
અને એમના નેક બાપ દાદાઓ જેમને તે ચુંટી કાઢયા છે એમના ઉપર સલવાત નાઝિલ કર.
وَ عَلَیْهِ اَفْضَلَ وَ اَكْمَلَ وَ اَتَمَّ وَ اَدْوَمَ وَ اَكْثَرَ وَ اَوْفَرَ مَا صَلَّیْتَ عَلٰیۤ اَحَدٍ مِّنْ اَصْفِیَاۤئِكَ وَ خِیَرَتِكَ مِنْ خَلْقِكَ
વ અલય્હે અફઝલ વ અકમલ વ અતમ્મ વ અદવમ વ અકસર વ અવ્ફ્રર મા સલ્લયત અલા અહદીન મિન અસફેયાએક વ ખેયરતેક મિન ખલકેક
અને ખુદ એમની (ઈમામ અ.સ.ની) ઉપર ઉત્તમ, બધી રીતે સંપૂર્ણ અને તમામ, અને હંમેશા બાકી રહેવાવાળી, ખૂબજ અને ભરપૂર રહેમતો નાઝિલ કર કે જે કંઇ તે તારી મમ્બુકમાંથી તારા પસંદ કરેલા ખાસ અને શ્રેષ્ઠ બંદાઓ ઉપર નાઝિલ કરી છે.
وَ صَلِّ عَلَیْهِ صَلٰوۃً لَا غَایَۃَ لِعَدَدِھَا وَلَا نِھَایَۃَ لِمَدَدِھَا وَ لَا نَفَادَ لِاَمَدِھَا
વ સલ્લે અલય્હે સલાતન લા ગાયત લે અદદેહા વ લા નેહાયત લેમદદેહા વ લા નફાદ લેઅમદેહા
અને એમના ઉપર એવી સલવાત મોકલ કે જે ગણી ન શકાય અને જેની વિશાળતાનો અંત ન હોય અને જેની મુદ્દત કદી ખતમ ન થાય.
اَللّٰھُمَّ وَ اَقِمْ بِهِ الْحَقَّ
અલ્લાહુમ્મ વ અકિમ બેહિલ હકક
અય અલ્લાહ ! એમના થકી હકને સ્થાપિત કરી દે.
وَ اَدْحِضْ بِهِ الْبَاطِلَ
વ અદહીઝ બેહી બાતીલ
અને એમના થકી બાતિલનો નાશ કરી દે.
وَ اَدِلْ بِهٖ اَوْلِیَاۤئَكَ
વ અદિલ બેહી અવલેયાઅક
અને એમના થકી તારા દોસ્તોને બલંદી અતા ફરમાવ.
وَ اَذْلِلْ بِهٖ اَعْدَاۤئَكَ
વ અઝલિલ બેહી અઅદાઅક
અને એમના થકી તારા દુશ્મનોને ઝલીલ (અપમાનિત) કર.
اِلٰی مُرَافَقَتِ سَلَفِهٖ
એલા મોરાફકતે સલફેહી
અને અય અલ્લાહ અમારા અને એમના દરમ્યાન એવા સંબંધ કાયમ કર જે અમને તેમના બુઝુર્ગોના સંગાથનું બહુમાન (ઈઝઝત) અતા કરે.
وَاجْعَلْنَا مِمَّنْ یَاْخُذُ بِحُجْزَتِھِمْ وَ یَمْكُثُ فِیْ ظِلِّھِمْ
વજઅલના મિમ્મન યાખુઝૂ બેહુજઝતેહિમ વ યમકોસો ફી ઝિલ્લેહિમ
અને અમારો તે લોકોમાં શુમાર કર જે તેમના દામનથી જોડાયેલા છે અને જે તેમના છાયામાં પનાહ લે છે.
وَ اَعِنَّا عَلٰی تَاْدِیَۃِ حُقُوْقِهٖۤ اِلَیْهِ وَالْاِجْتِھَادِ فِیْ طَاعَتِهٖ وَاجْتِنَابِ مَعْصِیَتِهٖ
વ અઈન્ના અલા તાદીયતી હોકુકેહી એલય્હે વલ ઈજતેહાદે ફી તાઅતેહી વજતેનાબે મઅસેયતેહી
અને અમને એમના હક અદા કરવામાં, એમની ઇતાઅતની કોશિશ કરવામાં અને એમની નાફરમાનીથી બચવામાં અમારી મદદ કર.
وَامْنُنْ عَلَیْنَا بِرِضَاهُ وَ ھَبْ لَنَا رَاْفَتَهٗ وَ رَحْمَتَهٗ وَ دُعَاۤئَهٗ وَ خَیْرَهٗ
વમનુન અલયના બેરીઝાહુ વહબલના રાફતહુ વરહમતહુ વદુઆઅહુ વખયરત
અને અમારા ઉપર એ એહસાન કર કે એમની ખુશનુદી હાસિલ થઈ જાય અને અમને એમની મહેરબાની, રહેમત, એમની દુઆ અને એમની નેકીઓ અતા કર.
مَا نَنَالُ بِهٖ سَعَۃً مِّنْ رَحْمَتِكَ وَ فَوْزًا عِنْدَكَ
માનનાલુ બેહી સઅત મિન રહમતીક વ ફવઝન ઈન્દક
જેથી કરીને તેમના દ્વારા તારી રહેમતની વિશાળતા મેળવીએ અને તારી નજીક સફળતા મેળવીએ.
وَاجْعَلْ صَلٰوتَنَا بِهٖ مَقْبُوْلَۃً
વજઅલ સલાતના બેહી મકબુલતન
અને એમના વાસ્તાથી અમારી નમાઝોને કબૂલ કર,
وَ ذُنُوْبَنَا بِهٖ مَغْفُوْرَۃً
વ ઝોનુબના બેહી મગફૂરતન
અને એમના વાસ્તાથી અમારા ગુનાહોના માફ કર.
وَ دُعَاۤئَنَا بِہٖ مُسْتَجَابًا
વ દોઆઅના બેહી મુસ્તજાબન
અને એમના વાસ્તાથી અમારી દોઆઓને કબૂલ કર.
وَاجْعَلْ اَرْزَاقَنَا بِهٖ مَبْسُوْطَۃً
વજઅલ અરઝાકના બેહી મબસુતતન
અને એમના વાસ્તાથી અમારી રોઝીમાં વિશાળતા અતા કર,
وَ ھُمُوْمَنَا بِهٖ مَكْفِیَّۃً
વ હોમુમના બેહી મકફીય્યતન
અને એમના વાસ્તાથી અમારા ગમો (દુઃખો)ને દૂર કર.
وَ حَوَاۤئِجَنَا بِهٖ مَقْضِیَّۃً
વ હવાએજના બેહી મકઝીય્યતન
અને એમના વાસ્તાથી અમારી હાજતોને પૂરી કર.
وَ اَقْبِلْ اِلَیْنَا بِوَجْھِكَ الْكَرِیْمِ
વ અકબિલ એલયના બે વજહેકલ કરીમે
અને તારો કરીમ ચેહરો અમારી તરફ ફેરવી દે.
وَاقْبَلْ تَقَرُّبَنَا اِلَیْكَ
વકબલ તકરરોબના એલયક
અને તારી તરફ અમારી નજદીકીને કબૂલ કરી લે.
وَانْظُرْ اِلَیْنَا نَظْرَۃً رَحِیْمَۃً نَسْتَكْمِلُ بِھَا الْكَرَامَۃِ عِنْدَكَ
વન્ઝુર એલય્ના નઝરતન રહીમતન નસ્તકમીલો બેહલ કરામત ઇન્દ્ક
અને અમારા તરફ રહેમતની નજર ફરમાવ, જેના થકી તારી નજદીક અમારી ઇઝઝત (માન) સંપૂર્ણ થાય.
ثُمَّ لَا تَصْرِفْھَا عَنَّا بِجُوْدِكَ
સુમ્મ લા તસિરફહા અન્ના બેજુદેક
પછી કદી પણ તારી ઉદારતા (કરમથી) અમને વંચિત ન રાખજે.
وَاسْقِنَا مِنْ حَوْضِ جَدِّهٖ صَلَّی اﷲُ عَلَیْهِ وَ اۤلِهٖ بِكَاْسِهٖ وَ بِیَدِهٖ
વસકેના મિન હવ્ઝે જદીહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી બેકાસેહી વબેયદેહી
અને એમના (ઇમામ અ.સ.ના) જદ્ (નબી સ.અ.વ.)ના હૌઝથી અમારી તરસને બુજાવી દે તેમના જ પ્યાલા વડે અને તેમના જ મુબારક હાથે.
رَیًّا رَوِیًّا ھَنِیْۤئًا سَاۤئِغًا لَا ظَمَأَ بَعْدَهٗ
રય્યન રવીય્યન હનીઅન મા સાએગન લા ઝમઅ બઅદહુ
એક મીઠું, ઠંડુ, ચોખ્ખુ, મનપસંદ પીણું (પીવડાવ) કે જેના પછી કયારેય પણ પ્યાસનો અહેસાસ ન થાય.
یَاۤ اَرْحَمَ الرَّاحِمِیْنَ۔
યા અરહમર રાહેમીન
અય રહેમ કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન