بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلسَّلَامُ عَلٰى وَلِيِّ اللّٰهِ وَ حَبِيْبِهِ
અસ્સલામો અલા વલીયયિલ્લાહે વ હબીબેહી
અલ્લાહના વલી અને તેના હબીબ પર સલામ
اَلسَّلَامُ عَلٰى خَلِيْلِ اللّٰهِ وَ نَجِيْبِهِ
અસ્સલામો અલા ખલીલિલ્લાહે વ નજીબેહી
અલ્લાહના ખલીલ અને તેના મુન્તખબ કરાએલા ઉપર સલામ
اَلسَّلَامُ عَلٰى صَفِيِّ اللّٰهِ وَ ابْنِ صَفِيِّهِ
અસ્સલામો અલા સફીયયિલ્લાહે વબ્ને સફીય્યેહી
અલ્લાહના સફી અને તે સફીના ફરઝંદ ઉપર સલામ
اَلسَّلَامُ عَلَى الْحُسَيْنِ الْمَظْلُوْمِ الشَّهِيْدِ
અસ્સલામો અલલ હુસયનિલ મઝલૂમિશ શહીદ
મઝલુમ શહીદ હુસૈન (અ.સ.) ઉપર સલામ
اَلسَّلَامُ عَلٰى اَسِيْرِ الْكُرُبَاتِ وَ قَتِيْلِ الْعَبَرَاتِ
અસ્સલામો અલા અસીરિલ કોરોબાતે વ કતીલિલ અબરાતે
મસાએબમાં ગિરફતાર અને એ મકતુલ ઉપર સલામ જેઓ ઉપર રોવાવાળા રોઈ ન શકયા
اَللّٰهُمَّ اِنِّيۤ اَشْهَدُ اَنَّهُ وَلِيُّكَ وَ ابْنُ وَلِيِّكَ
અલ્લાહુમ્મ ઈન્ની અશહદો અન્નહૂ વલીય્યોક વબનો વલીય્યેક
અય અલ્લાહ હું ગવાહી આપું છું કે આપ (ઈમામ હુસૈન અ.સ.) તારા વલી છે અને તારા વલીના ફરઝંદ છે
وَ صَفِيُّكَ وَ ابْنُ صَفِيِّكَ
વ સફીય્યોક વબ્નો સફીય્યેક
તારા પસંદીદા છે અને તારા પસંદીદાના ફરઝંદ છે
الْفَاۤئِزُ بِكَرَامَتِكَ اَكْرَمْتَهُ بِالشَّهَادَةِ
ફાઈઝો બે કરામતેક અકરમતહૂ બિશ શહાદતે
તારી બક્ષીસ ઉપર ફાએઝ છે અને તે તેમને શહાદતનો દરજ્જો અતા ફરમાવ્યો
وَ حَبَوْتَهُ بِالسَّعَادَةِ وَ اجْتَبَيْتَهُ بِطِيْبِ الْوِلَادَةِ
વ હબવતહૂ બિસ સઆદતે વજતબયતહૂ બે તીબિલ વિલાદતે
તે તેમને સઆદત આપી અને પાકીઝા વિલાદતના કારણે મુન્તખબ કર્યા
وَ جَعَلْتَهُ سَيِّدًا مِنَ السَّادَةِ
વ જઅલતહૂ સય્યેદન મિનસ સાદતે
તે તેમને સરદારોમાં એક સરદાર બનાવ્યા
وَ قَاۤئِدًا مِنَ الْقَادَةِ
વ કાઈદન મિનલ કાદતે
અને રહેબરોમાં એક રહેબર બનાવ્યા
وَ ذَاۤئِدًا مِنَ الذَّادَةِ
વ ઝાઈદન મિનઝ ઝાદતે
(તારા દીનની) દીફા કરનાર બનાવ્યા
وَ اَعْطَيْتَهُ مَوَارِيْثَ الْاَنْبِيَاۤءِ
વ અઅતયતહૂ મવારીસલ અમબેયાએ
તે તેમને અંબીયાનો વારસો અતા કર્યો
وَ جَعَلْتَهُ حُجَّةً عَلٰى خَلْقِكَ مِنَ الْاَوْصِيَاۤءِ
વ જઅલતહૂ હુજ્જતન અલા ખલકેક મિનલ અવસેયો
અને તે તેમને વસીઓમાંથી તારી મમ્બ્લકાત ઉપર હુજ્જત બનાવ્યા
فَاَعْذَرَ فِيْ الدُّعَاۤءِ وَ مَنَحَ النُّصْحَ
ફ અઅઝર ફિદ દુઆએ વ મનહન નુસહ
પછી તેમણે વિના વિલંબે દોઆ કરી અને નસીહતો કરી
وَ بَذَلَ مُهْجَتَهُ فِيْكَ
વ બઝલ મુહતજહૂ ફીક
અને તારી રાહમાં પોતાની જાન આપી દીધી
لِيَسْتَنْقِذَ عِبَادَكَ مِنَ الْجَهَالَةِ وَ حَيْرَةِ الضَّلَالَةِ
લે યસતનકેઝ ઈબાદક મિનલ જહાલતે વ હયરતિઝ ઝલાલતે
જેથી તારા બંદાઓને જેહાલત અને ગુમરાહીની ગુંચવણથી બચાવે
وَ قَدْ تَوَازَرَ عَلَيْهِ مَنْ غَرَّتْهُ الدُّنْيَا
વ કદ તવાઝર અલયહે મન ગરરતહુદ દુનયા
તેમ છતાં જે લોકો આ દુનિયાના ધોકામાં આવી ગયા હતા
وَ بَاعَ حَظَّهُ بِالْاَرْذَلِ الْاَدْنٰى
વ બાઅ હઝહૂ બિલ અરઝલિલ અદના
જે લોકોએ પોતાના ભાગને હકીર અને ઝલીલ દુનિયાના બદલામાં વેંચી દીધો
وَ شَرٰى اٰخِرَتَهُ بِالثَّمَنِ الْاَوْكَسِ
વ શરા આખેરતહૂ બિસ સમનિલ અવકસે
અને પોતાની આખેરતને સસ્તા ભાવે વેંચી દીધી
وَ تَغَطْرَسَ وَ تَرَدَّى فِيْ هَوَاهُ
વ તગતરસ વ તરદ્દા ફી હવાહૂ
અને તેની તમન્ના અને લાલચમાં મુક્તેલા થઈ ઘમંડ કરવા લાગ્યા
وَ اَسْخَطَكَ وَ اَسْخَطَ نَبِيَّكَ
વ અસખતક વ અસખત નબીય્યક
પોતાની તરફ તારો અને તારા નબીનો ગઝબ લાવ્યા
وَ اَطَاعَ مِنْ عِبَادِكَ اَهْلَ الشِّقَاقِ وَ النِّفَاقِ
વ અતાઅ મિન ઈબાદેક અહલશ શેકાકે વન નિફાકે
અને તારા બંદાઓમાંથી બદબખ્તો અને મુનાફીકોનું અનુસરણ કર્યું
وَ حَمَلَةَ الْاَوْزَارِ الْمُسْتَوْجِبِيْنَ النَّارَ [لِلنَّارِ]
વ હમલતલ અવઝારિલ મુસતવજેબીનન નાર
અને એવા ગુનેહગારોનું જેઓ જહન્નમના હક્કદાર છે
فَجَاهَدَهُمْ فِيْكَ صَابِرًا مُحْتَسِبًا
ફ જાહદહુમ ફીક સાબેરન મુહતસેબન
પસ આપ (અ.સ.)એ તે લોકોથી તારા રાહમાં સબ્ર અને સહનશીલતાથી જેહાદ કર્યો
حَتّٰى سُفِكَ فِيْ طَاعَتِكَ دَمُهُ
હત્તા સોફેક ફી તાઅતેક દમોહૂ
ત્યાં સુધી કે તારા ઈતાઅતમાં તેઓનું ખૂન વહાવી દીધું
وَ اسْتُبِيْحَ حَرِيْمُهُ
વસતોબીહ હરીમોહૂ
અને તેમની હુરમતને પામાલ કરી
اَللّٰهُمَّ فَالْعَنْهُمْ لَعْنًا وَبِيْلًا
અલ્લાહુમ્મ ફલઅનહુમ લઅનન વબીલન
અય અલ્લાહ! તું તેઓ ઉપર ખુબજ લઅનત કર
وَ عَذِّبْهُمْ عَذَابًا اَلِيْمًا
વ અઝઝિબહુમ અઝાબન અલીમન
અને તેઓ ઉપર ખુબ સખ્ત અઝાબ નાઝીલ કર
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યબ્ન રસૂલિલ્લાહે
અય રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદ તમારા ઉપર સલામ
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدِ الْاَوْصِيَاۤءِ
અસ્સલામો અલયક યબ્ન સય્યેદિલ અવસેયાએ
અય અવસીયાના સરદારના ફરઝંદ તમારા ઉપર સલામ
اَشْهَدُ اَنَّكَ اَمِيْنُ اللّٰهِ وَ ابْنُ اَمِيْنِهِ
અશહદો અન્નક અમીનુલ્લાહે વબનો અમીનેહી
હું ગવાહી આપું છું કે તમે અલ્લાહના અમાનતદાર છો અને તેના અમાનતદારના ફરઝંદ છો
عِشْتَ سَعِيْدًا وَ مَضَيْتَ حَمِيْدًا
ઈશ્શત સઈદન વ મઝયત હમીદન
તમે ખુશી સાથે ઝીંદગી વિતાવી અને વખાણપાત્ર રીતે ચાલ્યા ગયા
وَ مُتَّ فَقِيْدًا مَظْلُوْمًا شَهِيْدًا
વ મુત્ત ફકીદન મઝલૂમન શહીદન
અને બેકસ, મઝલુમ અને શહીદ થઈને રહેલત પામ્યા
وَ اَشْهَدُ اَنَّ اللّٰهَ مُنْجِزٌ مَا وَعَدَكَ
વ અશહદો અન્નલ્લાહ મુનજેઝુન વઅદક
હું ગવાહી આપું છું કે અલ્લાહે જે કાંઈ તમારાથી વાયદો કર્યો છે તેને પુરો કરીને રહેશે
وَ مُهْلِكٌ مَنْ خَذَلَكَ
વ મુહલેકુન મન ખઝલક
જેણે આપને માયુસ કર્યા તેને હલાક કરશે
وَ مُعَذِّبٌ مَنْ قَتَلَكَ
વ મોઅઝઝેબુન મન કતલક
જેણે આપને કત્લ કર્યા તેને અઝાબમાં મુખ્તેલા કરશે
وَ اَشْهَدُ اَنَّكَ وَفَيْتَ بِعَهْدِ اللّٰهِ
વ અશહદો અન્નક વફયત બે અહદિલ્લાહે
હું ગવાહી આપું છું કે આપે અલ્લાહને કરેલા વાયદાને પુરો કર્યો
وَ جَاهَدْتَ فِيْ سَبِيْلِهِ حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ
વ જાહદત ફી સબીલેહી હત્તા અતાકલ યકીનો
અને તેની રાહમાં જેહાદ કર્યો ત્યાં સુધી કે શહીદ થઈ ગયા
فَلَعَنَ اللّٰهُ مَنْ قَتَلَكَ وَ لَعَنَ اللّٰهُ مَنْ ظَلَمَكَ
ફ લઅનલ્લાહો મન કતલક વ લઅનલ્લાહે મન ઝલમક
પસ અલ્લાહની લઅનત થાય જેણે આપને કત્લ કર્યા અને અલ્લાહની લઅનત થાય જેણે આપના ઉપર ઝુલ્મ કર્યો
وَ لَعَنَ اللّٰهُ اُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ،
વ લઅનલ્લાહો ઉમ્મતન સમેઅત બે ઝાલેક ફ રઝેયત બેહ
અલ્લાહની લઅનત થાય જેણે આ બધા ઝુલ્મો સાંભળ્યા અને તેના ઉપર રાઝી અને ખુશીને જાહેર કરી
اَللّٰهُمَّ اِنِّيۤ اُشْهِدُكَ اَنِّي وَلِيٌّ لِمَنْ وَالَاهُ وَ عَدُوٌّ لِمَنْ عَادَاهُ
અલ્લાહુમ્મ ઈન્ની ઉશહેદોક અન્ની વલીય્યુન લે મન વાલાહૂ વ અદુવ્વુન લે મન આદાહૂ
અય અલ્લાહ! હું ગવાહી આપું છું કે હું એ શખ્સનો દોસ્ત છું જે આપ (અ.સ.)નો દોસ્તા છે અને એ શખ્સનો દુશ્મન છું જે આપ (અ.સ.)નો દુશ્મન છે
بِاَبِيۤ اَنْتَ وَ اُمِّيْ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
બે અબી અનત વ ઉમ્મી યબન રસૂલિલ્લાહે
અય રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ મારા માં-બાપ આપના ઉપર કુરબાન થાય
اَشْهَدُ اَنَّكَ كُنْتَ نُوْرًا فِي الْاَصْلَابِ الشَّامِخَةِ وَ الْاَرْحَامِ الْمُطَهَّرَةِ [الطَّاهِرَةِ]
અશહદો અન્નક કુનત નૂરનન ફિલ અસલાબિશ્સામેખતે વલ અરહામિલ મુતહહરતે
બેશક હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ સુલ્બોમાં તેમજ પાકીઝા ગર્ભોમાં નુર હતાં
لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِاَنْجَاسِهَا
લમ તોનજજિસકલ જાહેલિય્યતો બે અનજાસેહા
જાહેલિય્યતે પોતાની નજાસતો વડે આપને દુષિત નથી કર્યા
وَ لَمْ تُلْبِسْكَ الْمُدْلَهِمَّاتُ مِنْ ثِيَابِهَا
વ લમ તુલબિસકલ મુદલહિમ્માતો મિન સિયાબેહા
અને જાહેલિય્યતે પોતાનો કાળો પહેરવેશ આપને નથી પહેરાવ્યો
وَ اَشْهَدُ اَنَّكَ مِنْ دَعَاۤئِمِ الدِّيْنِ وَ اَرْكَانِ الْمُسْلِمِيْنَ
વ અશહદો અન્નક મિન દઆઈમિદ દીને વ અરકાનિલ મુસલેમીન
અને હું ગવાહી આપું છું કે બેશક તમે દીનના સ્તંભ છો અને મોઅમીનોના પાયા છો
وَ مَعْقِلِ الْمُؤْمِنِيْنَ
વ મઅકેલિલ મુઅમેનીન
અને મોઅમીનોના આશ્રયસ્થાન છો
وَ اَشْهَدُ اَنَّكَ الْاِمَامُ الْبَرُّ التَّقِيُّ الرَّضِيُّ الزَّكِيُّ الْهَادِي الْمَهْدِيُّ
વ અશહદો અન્નકલ ઈમામુલ બર્રરૂત તકીય્યુર રઝીય્યુઝ ઝકીય્યુલ હાદિલ મહદીય્યો
અને હું ગવાહી આપું છું કે બેશક તમે ઈમામ, નેક, તકવા ધરાવનારા, અલ્લાહની ખુશી પામેલા, પાકો પાકીઝા, હિદાયત આપનારા અને માર્ગદર્શન પામેલા છો
وَ اَشْهَدُ اَنَّ الْاَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ التَّقْوٰى
વ અશહદો અન્નલ અઈમ્મત મિન વુલદેક કલેમતુત તકવા
અને હું ગવાહી આપું છું કે બેશક તમારા વંશમાંથી ઈમામો તકવાના કલામ છે
وَ اَعْلَامُ الْهُدٰى وَ الْعُرْوَةُ الْوُثْقٰى
વ અઅલામુલ હોદા વલ ઉરવતુલ વુસકા
અને હિદાયતના સ્તંભ અને મજબુત રસ્સી
وَ الْحُجَّةُ عَلٰى اَهْلِ الدُّنْيَا
વલ હુજ્જતો અલા અહલિદ દુનયા
અને દુનિયાના લોકો ઉપર હજ્જત છે
وَ اَشْهَدُ اَنِّي بِكُمْ مُؤْمِنٌ وَ بِاِيَابِكُمْ
વ અશહદો અન્ની બેકુમ મુઅમેનુન વ બે ઈયાબેકુમ મૂકેનુન
હું ગવાહી આપું છું કે આપ તમામ ઉપર ઈમાન ધરાવવાવાળો છું અને આપની રજઅત (પાછા ફરવા)નું યકીન રાખું છું
مُوْقِنٌ بِشَرَاۤئِعِ دِيْنِيْ وَ خَوَاتِيْمِ عَمَلِيْ
બે શરાયેએ દીની વ ખવાતીમે અમલી
મારી દીનની શરીઅત અને મારા અમલના અંત માટે
وَ قَلْبِيْ لِقَلْبِكُمْ سِلْمٌ وَ اَمْرِيْ لِاَمْرِكُمْ مُتَّبِعٌ
વ કલબી લે કલબેકુમ સિલમુન વ અમરી લે અમરેકુમ મુત્તબેઉન
અને મારૂં દિલ તમારા દિલને સમર્પિત થનારૂં, અને મારા કાર્યો આપના કાર્યોનું અનુકરણ કરનારા છે
وَ نُصْرَتِيْ لَكُمْ مُعَدَّةٌ
વ નુસરતી લકુમ મોઅદદતુન
મારી મદદ તમારા માટે તૈયાર છે
حَتّٰى يَأْذَنَ اللّٰهُ لَكُمْ
હત્તા યઅઝનલ્લાહો લકુમ
ત્યાં સુધી કે અલ્લાહ પરવાનગી આપે
فَمَعَكُمْ مَعَكُمْ
ફ મઅકુમ મઅકુમ
હું તમારી સાથે છે અને ફકત તમારીજ સાથે છું
لَا مَعَ عَدُوِّكُمْ
લા મઅ અદુવ્વેકુમ
આપના દુશ્મનો સાથે કયારેય નથી
صَلَوَاتُ اللّٰهِ عَلَيْكُمْ وَ عَلٰىۤ اَرْوَاحِكُمْ وَ اَجْسَادِكُمْ [اَجْسَامِكُمْ]
સલવાતુલ્લાહે અલયકુમ વ અલા અરવાહેકુમ વ અજસાદેકુમ
અલ્લાહની રહમત નાઝીલ થાય તમારા ઉપર, તમારી રૂહો ઉપર
وَ شَاهِدِكُمْ وَ غَاۤئِبِكُمْ
વ શાહેદેકુમ વ ગાઈબેકુમ
અને તમારા શરીરો ઉપરતમારામાંથી હાજર અને ગાએબ ઉપર
وَ ظَاهِرِكُمْ وَ بَاطِنِكُمْ
વ ઝાહેરેકુમ વ બાતેનેકુમ
તમારામાંથી જાહેર અને છુપા ઉપર
اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ۔
આમીન રબ્બલ આલમીન
અય દુનિયાઓના પાલનહાર! અમારી દુઆ કબૂલ ફરમાવ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,