ઝિયારતે ઈમામ મોહમ્મદ તકી (અ.સ.)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا جَعْفَرٍ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અસ્સલામો અલયક યા અબા જઅફર મુહમ્મદબ્ન અલિય્ય.

સલામ થાય આપ પર અય અબુ જઅફર મોહમ્મદ (તકી) ઈબ્ને અલી

۟اِلْبَرَّ التَّقِيَّ الْاِمَامَ الْوَفِيَّ

ઇલ્બરર રત્તક્વિયયલ ઇમામલ વફિય્ય.

જે નેક અને મુત્તકી અને બાવફા ઈમામ છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ الزَّكِيُّ

અસ્સલામો અલયક અય્યુહર રઝીયુઝ ઝક્વિય.

સલામ થાય આપ પર અય પાકો પાકીઝા પસંદીદા

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ اَلسَّلَامُ عَلَيْكَ يَا نَجِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા વલિય્યલ્લાહ, અસ્સલામો અલયક યા નજિય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય ખુદાના વલી, સલામ થાય આપ પર અય અલ્લાહથી મુનાજાત કરનાર

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَفِيْرَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સફીરલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના સફીર

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَنَاۤءَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સનાઅલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની નિશાની

اَلسَّلَامُ عَلَيْكَ يَا كَلِمَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા કલિમતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના કલેમા,

اَلسَّلَامُ عَلَيْكَ يَا رَحْمَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા રહમતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની રહેમત

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا النُّوْرُ السَّاطِعُ

અસ્સલામો અલયક અય્યુહન્નૂરુસ સાતિઅ.

સલામ થાય આપ પર અય રોશન નૂર

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْبَدْرُ الطَّالِعُ

અસ્સલામો અલયક અય્યુહલ્બદરૂત તાલિઅ.

સલામ થાય આપ પર અય ચમકતા ચાંદ

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّيِّبُ مِنَ الطَّيِّبِيْنَ

અસ્સલામો અલયક અય્યુહત તય્યબુ મિનત તય્યબીન.

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે પાક છે અને પાકીઝા ખાનદાનથી છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّاهِرُ مِنَ الْمُطَهَّرِيْنَ

અસ્સલામો અલયક અય્યુહત તાહિરુ મિનલ મુતહ્હરીન.

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે તાહિર છે અને તાહેરીનની નસ્લથી છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاٰيَةُ الْعُظْمٰى

અસ્સલામો અલયક અય્યુહલ આયતુલ ઉઝમા.

સલામ થાય આપ પર અય ખુદાની બુઝુર્ગ નિશાની

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْحُجَّةُ الْكُبْرٰى

અસ્સલામ અલયક અય્યુહલ હુજ્જતુલ કુબ્રા.

સલામ થાય આપ પર અય ખુદાની મોટી દલીલ

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُطَهَّرُ مِنَ الزَّلَّاتِ

અસ્સલામો અલયક અય્યુહલ મુતહ્હરુ મિનઝઝલ્લાત.

સલામ થાય આપ પર અય તે (ઈમામ) જે દરેક લગઝિશથી પાક છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُنَزَّهُ عَنِ الْمُعْضِلَاتِ

અસ્સલામો અલયક અય્યુહલ મુનઝઝહુ અનિલ મુઅઝિલાત.

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે દરેક દુસ્વારીથી દૂર છે

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلِيُّ عَنْ نَقْصِ الْاَوْصَافِ

અસ્સલામો અલયક અય્યુહલ અલિય્યુ અન નક્સિલ અવસાફ.

સલામ થાય આપ પર અય તે (ઈમામ) કે જેની સિફાતમાં કોઈ એબ નથી

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ عِنْدَ الْاَشْرَافِ

અસ્સલામો અલયક અય્યુહર રઝીયુ ઇન્દલ અશરાફ.

સલામ થાય આપ પર અય તે (ઈમામ) જે ઈઝઝતદાર લોકોમાં પસંદીદા છે

اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمُوْدَ الدِّيْنِ

અસ્સલામો અલયક યા અમૂદદ દીન.

સલામ થાય આપ પર અય દીનના સુતૂન

اَشْهَدُ اَنَّكَ وَلِيُّ اللّٰهِ وَ حُجَّتُهُ فِيۤ َاَرْضِهِ

અશહદુ અન્નકા વલિય્યુલ્લાહ વ હુજ્જતુહુ ફી અરઝિહિ.

હું ગવાહી આપું છું કે આપ ખુદાના વલી અને જમીનમાં તેની હુજ્જત છો

وَ اَنَّكَ جَنْبُ اللّٰهِ وَ خِيَرَةُ اللّٰهِ

વ અન્નકા જનબુલ્લાહ વ ખયરતુલ્લાહ.

અને તે કે આપ જમ્બુલ્લાહ છો અને અલ્લાહના ચૂંટેલા છો અને

وَ مُسْتَوْدَعُ عِلْمِ اللّٰهِ وَ عِلْمِ الْاَنْبِيَاۤءِ

વ મુસ્તવદઉ ઇલ્મિલ્લાહ વ ઇલ્મિલ અંબિયાઅ.

ખુદા અને અંબિયાના ઈલ્મના અમાનતદાર છો

وَ رُكْنُ الْاِيْمَانِ وَ تَرْجُمَانُ الْقُرْاٰنِ

વ રુક્નુલ ઇમાન વ તર્જુમાનુલ કુરઆન.

ઈમાનના સુતૂન છો અને કુરઆનનો મતલબ બતાવનાર છો

وَ اَشْهَدُ اَنَّ مَنِ اتَّبَعَكَ عَلَى الْحَقِّ وَ الْهُدٰى

વ અશહદુ અન્ન મનિ અત્તબઅક અલલ હક્કિ વલ હુદા.

હું ગવાહી આપું છું કે બેશક જેણે આપની પેરવી કરી તે સાચા અને સીધા રસ્તા પર છે

وَ اَنَّ مَنْ اَنْكَرَكَ وَ نَصَبَ لَكَ الْعَدَاوَةَ عَلَى الضَّلَالَةِ وَ الرَّدٰى

વ અન્ન મન અન્કરક વ નસબ લકલ અદાવત અલઝ ઝલાલતિ વર રદા.

અને જેને આપનો ઈન્કાર કર્યો અને આપથી દુશ્મની કરી તે ગુમરાહી અને હલાકતના રસ્તા ઉપર છે

اَبْرَاُ اِلَى اللّٰهِ وَ اِلَيْكَ مِنْهُمْ فِي الدُّنْيَا وَ الْاٰخِرَةِ

અબ્રાઉ ઇલલ્લાહ વ ઇલયક મિનહુમ ફીદ દુન્યા વલ આખિરત.

હું દૂરી ચાહુ છું કે અલ્લાહની અને આપની બારગાહમાં આ દુનિયા અને આખેરતમાં તે ગુમરાહ લોકોથી

وَ السَّلَامُ عَلَيْكَ مَا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ

વસ સલામુ અલયક મા બકીતુ વ બકિયલ લયલ વન નહાર.

સલામ થાય આપ પર ત્યાં સુધી કે હું જીવતો છું અને રાત દિવસ બાકી છે.