بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
السَّلَامُ عَلَيْكَ يَا إِمَامَ الْهُدَى
અસ્સલામો અલયક યા ઈમામલ હુદ
સલામ થાય આપ પર અય ઈમામે હિદાયત
السَّلَامُ عَلَيْكَ يَا بَدَرَ الدُّجى
અસ્સલામો અલયક યા બદરદ્દુજા.
સલામ થાય આપ પર અય તારીકીના ચાંદ
السَّلَامُ عَلَيْكَ يَا كَهْفَ التُّقَى
અસ્સલામો અલયક યા કહફત્તુક.
સલામ થાય આપ પર અય તકવાની પનાહગાહ
السَّلَامُ عَلَيْكَ يَا قَائِدَ أَهْلِ التَّقْوَى
અસ્સલામો અલયક યા કાઇદ અહલિત્તક્વા.
સલામ થાય આપ પર અય મુત્તકીઓના રહેબર
السَّلَامُ عَلَيْكَ يَا بَاقِرَ عِلْمِ النَّبِييْنَ
અસ્સલામો અલયક યા બાકિર ઇલ્મિન્નબિય્યીન.
સલામ થાય આપ પર અય અંબિયાના ઈલ્મને જાહેર કરનાર
السّلامُ عَلَيْكَ يَا زَيْنَ السَّمَوَاتِ وَالْأَرْضِينَ
અસ્સલામો અલયકા યા ઝયનસ્સમાવાતિ વલ અરઝીન.
સલામ થાય આપ પર અય આસ્માનો અને ઝમીનોની ઝિનત
اللّهُمَّ كَمَا جَعَلْتَهُ عَلَمَّا لِعِبَادِكَ وَمُسْتَوْدَعَا لِحِلْمِكَ
અલ્લાહુમ્મા કમા જઅલ્તહુ ઇલમલ લિ ઇબાદિક વ મુસ્તવદઅલ લિ હિલ્મિક.
ખુદાવંદા! જેવી રીતે તેઓને તારા બંદાઓના રહેનુમા, હિલ્મના અમાનતદાર
ومترجما لِوَحْيِكَ فَصَلِّ عَلَيْهِ أَفْضَلَ مَا صَلَّيْتَ
વ મુતર્જમલ લિ વહયિકા ફસલ્લિ અલયહી અફઝલ મા સલ્લયત.
અને વહીના તરજુમાન બનાવ્યા. તો તેઓ ઉપર સલવાત મોકલ
على أَحَدٍ مِنْ ذُرِّيَّةِ أَنْبِيَائِكَ وَأَصْفِيَائِكَ وَرُسُلِكَ وَأُمَنَائِكَ يَارَبِّ الْعَلَمِينَ
અલા અહદિન મિન ઝુર્રિયતિ અનબિયાઇકા વ અસ્ફિયાઇકા વ રુસુલિકા વ ઉમનાઇકા યા રબ્બિલ આલમીન.
એવી બહેતરીન સલવાત કે જે તે તારા પયગંબરોની ઝુર્રિયત અને તારા ઈન્તેખાબ કરેલ બંદાઓ અને રસૂલો અને તારા અમાનતદારોમાંથી કોઈપણ ઉપર ન મોકલી. અય આલમીનના પરવરદિગાર.