بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ رَسُوْلِ اللهِ
અસ્સલામો અલયક યા બિન્ત રસુલીલ્લાહ
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ نَبِيِّ اللَّهِ
અસ્સલામો અલયક યા બિન્ત નબીયીલ્લાહે
સલામ થાય આપ પર અય અલ્લાહના નબીની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ حَبِيْبِ اللهِ
અસ્સલામો અલયક યા બિન્ત હબીબલ્લાહ
સલામ થાય આપ પર અય અલ્લાહના દોસ્તની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ خَلِيْلِ اللهِ
અસ્સલામો અલયક યા બિન્ત ખલીલલ્લાહ
સલામ થાય આપ પર અય અલ્લાહના ખલીલની દુખ્તર
السَّلَامُ عَلَيْكَ يَا بِنْتَ صَغِي الله
અસ્સલામો અલયક યા બિન્ત સખીયલ્લાહ
સલામ થાય આપ પર અય બરગુઝીદએ ખુદાની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ أَمِينِ اللهِ
અસ્સલામો અલયક યા બિન્ત ઉમ્મયનીલ્લાહ
સલામ થાય આપ પર અય અલ્લાહના અમાનતદારની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ خَيْرِ خَلْقِ اللَّهِ
અસ્સલામો અલયક યા બિન્ત ખયરે ખલકેલ્લાહે
સલામ થાય આપ પર અય અલ્લાહની સૌથી બેહતરીન મમ્બ્લકની દુખ્તર
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ أَفَضَلِ أَنْبِيَاءِ اللَّهِ وَرُسُلِهِ وَمَلَائِكَتِهِ
અસ્સલમો અલયક યા બિન્ત અફઝલે અનબીયાએલ્લાહે વ રસુલેહી વ મલાએકતેહી
સલામ થાય આપ પર અય તે બુઝુર્ગની દુખ્તર જે અલ્લાહના નબીઓ, રસૂલો અને ફરિશ્તાઓથી અફઝલ છે.
السّلامُ عَلَيْكِ يَا بِنْتَ خَيْرِ الْبَرِيَّةِ
અસ્સલમો અલયક યા બિન્ત ખયરેલ બરિયત
સલામ થાય આપ પર અય બહેતરીન મલ્લૂકની દુખ્તર.
السَّلَامُ عَلَيْكِ يَا سَيِّدَةَ نِسَاءِ الْعَالَمِينَ
અસ્સલમો અલયક યા સયેદત નિસાઈલ આલમીન
સલામ થાય આપ પર તમામ આલમની ઔરતોની સરદાર.
السَّلَامُ عَلَيْكِ يَا وَالِدَةِ الْحُجَجِ عَلَى النَّاسِ أَجْمَعِينَ
અસ્સલમો અલયક યા વલીદતીલ હુજ્જી અલન્નાસે અજમઈન
સલામ થાય આપ પર અય તમામ લોકો પર હજ્જતની વાલેદા.
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَظْلُومَةُ المَمْنُوعَةُ حَقَّهَا
અસ્સલામો અલયક અય્યતોહલ મઝલુમતુલ મ્મનુદ અસુહકહ
સલામ થાય આપ પર અય મઝલૂમા કે જેને હકથી મહેરૂમ કરવામાં આવ્યા.
اللّهُمَّ صَلِّ عَلَى آمَتِكَ وَابْنَتِ نَبِيَّكَ وَزَوْجَةِ وَحِي نَبِيَّك
અલ્લાહુમ્મ સલ્લે અલા અમતીક વ બનતી નબીયક વઝવજતે વહીય નબીયક
અલ્લાહ તઆલા! રહેમત મોકલ તારી કનીઝ અને તારા નબીની દુખ્તર અને તારા નબીના વસીની જવઝા પર.
صَلوةٌ تُزْلِفُهَا فَوْقَ زُلْفَى عِبَادِكَ الْمُكْرِمِينَ مِنْ أَهْلِ السَّمَوتِ وَالْأَرْضِينَ
સલવાતુઝ લેફુહ ફવક ઝુલફ ઇબાદીકલ મુકરીમીન મીન અહલી સમાવાતી વલ અરઝીયન
એવી રહેમત જે મરતબો બુલંદ કરી દે. જેનાથી વધારે બુલંદ મરતબો તારા ઈઝઝત આપેલા બંદાઓમાં આસમાનો અને ઝમીનોમાંથી કોઈપણનો ન હોય.