بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
سَلَامُ اللهِ الْعَلِي الْعَظِيمِ
સલામુલ્લાહિલ અલિય્યિલ અઝીમ.
સલામ થાય ખુદાએ બુઝુર્ગો બરતરના
وَسَلَامُ مَلَئِكَتِهِ الْمُقَرَّبِينَ
વ સલામુ મલઈકતિહિલ મુકર્રબીન.
અને સલામ થાય તેના મુકર્રબ ફરિશ્તાઓ
وَانْبِيَائِهِ الْمُرْسَلِينَ وَامَّتِهِ الْمُنْتَجَبِينَ
વ અનબિયાઇહિલ મુર્સલીના વ ઉમ્મતિહિલ મુન્તજબીન.
અને તેના નબીઓ અને તેના બરગુઝીદા ઈમામોના
وعبادة الصلحين وَجَمِيعِ الشُّهَدَاءِ وَالصَّدِّيقِينِ
વ ઇબાદતિસ્સાલિહીના વ જમીઅશ્શુહદાઈ વસ્સદ્દીકીન.
અને તેના પરહેઝગાર બંદાઓ અને તમામ શહીદો અને સિદ્દીકોના
والزَّاكِيَاتُ الطيبات في مَا تَغْتَدِى وَتَرُوحُ عَلَيْكَ
વલ્લઝાકિયાતુત તય્યબાત ફીમા તગતદી વ તરૂહુ અલયકા.
આપ પર પાક અને પાકીઝા, સવાર અને સાંજ સલામ થાય.
يَا مُسْلِمَ ابْنَ عَقِيلِ ابْنَ أَبِي طَالِبٍ
યા મુસ્લિમબ્ન અકીલબ્ન અબી તાલિબ.
અય મુસ્લિમ ઈબ્ને અકીલ ઈબ્ને અબુ તાલીબ!
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدِ الصَّالِحُ
અસ્સલામુ અલયક અય્યુહલ અબ્દિસ સાલિહ.
સલામ થાય આપ પર અય નેક બંદા
الْمُطِيْعُ لِلهِ وَلِرَسُولِهِ وَلِأَمِيرِ الْمُؤْمِنِينَ وَالْحَسَنِ وَالْحُسَيْنِ صَلَوتُ اللَّهِ عَلَيْهِمْ أَجْمَعِيْنَ
અલ્મુતીઉ લિલ્લાહિ વ લિરસુલિહી વ લિઅમીરિલ મુઅમિનીના વલ હસનિ વલ હુસયનિ સલવાતુલ્લાહિ અલયહિમ અજમઈન.
અલ્લાહની અને તેના રસૂલ અને અમીરૂલ મોઅમેનીન અને હસનો હુસૈનની ઈતાઅત કરનાર. તે સર્વો પર અલ્લાહની સલવાત થાય.
أَشْهَدُ أَنَّكَ لَمْ تَهِنْ وَلَمْ تَنْكُلْ
અશહદુ અન્નકા લમ તહિન વ લમ તન્કુલ.
હું ગવાહી આપું છું કે આપે (નુસરતે હકમાં) ન તો સુસ્તી કરી, ન પાછા ફર્યા
وَإِنَّكَ قَد مَضَيْتَ عَلَى بَصِيرَةٍ مِنْ أَمْرِكَ مُقْتَدِيًا
વ ઇન્નકા કદ મદ્દયત અલા બસીરતિન મિન અમ્રિકા મુકતદિયાન.
અને બેશક આપ દુનિયાથી ઈન્તુહાઈ દાનાઈની સાથે રૂખ્સત થયા. આપના અમલમાં આપ નેકોકારોની પેરવી કરનાર હતા
بِالصَّلِحِينَ وَمُتَّبعًا لِلنَّبِيِّينَ
બિસ્સાલિહીના વ મુત્તબિઅન લિન્નબિય્યીન.
નબીઓ અને પયગંબરોની મુતાબેઅત કરનાર હતા
فَجَمَعَ اللهُ بَيْنَنَا وَبَيْنَكَ وَبَيْنَ رَسُولِهِ وَاَوْلِيَاء فِي مَنَازِلِ الْمُخْبِتِينَ
ફજમઅલ્લાહુ બયનન વ બયનકા વ બયના રસૂલિહી વ અવલિયાઈ ફી મનાઝિલિલ મુખ્બિતીન.
અલ્લાહ અમને અને તમને, અલ્લાહના રસૂલ અને અવલિયાઓ સાથે નમ્રતા કરનારાઓના દરજ્જામાં ભેગા કરે
فَإِنَّهُ اَرْحَمُ الرَّاحِمِينَ
ફઇન્નહુ અરહમુર રાહિમીન.
બેશક તે ખૂબજ મહેરબાન છે.