بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
السَّلَامُ عَلَيْكَ يَابَقِيَّةَ الْمُؤْمِنِينَ وَ ابْنَ أَوَّلِ الْمُسْلِمِينَ
અસ્સલામો અલયક યા બકિય્યતલ મુઅમિનીના વબ્ન અવ્વલિલ મુસ્લિમીના
સલામ થાય આપ પર અય મોઅમીનોના બચાવનાર અને સૌથી પહેલા ઈસ્લામ જાહીર કરવાવાળાના ફરઝંદ
وَكَيْفَ لَا تَكُونُ كَذَلِكَ وَأَنْتَ سَبِيْلُ الْهُدَى
વ કયફ લા તકૂનુ કઝાલિક વ અન્ત સબીલુલ હુદા
એવું કેમ ન થાય કે જ્યારે તમે હિદાયતના રસ્તા છો.
وَحَلِيْفُ التَّقَى وَأَصْحَابُ الْكِسَاءِ
વ હલીફુત તક્વા વ અસહાબુલ કિસાઆ
તકવાના સાથી અને અસ્ફાબે તત્ઝીરમાંથી છો.
عدتك يَدُ الرَّحْمَةِ وَرُبَّيْتَ فِي حَجْرِ الْإِسْلَامِ
અદ્દતક યદુર રહમતિ વ રુબ્બયત ફી હજ્રિલ ઇસ્લામ
આપને રહેમતના હાથે ગિઝા આપી અને ઈસ્લામની ગોદમાં આપની તરબીયત થઈ
وَرُضَعْتَ مِنْ ثَدْيِ الْإِيمَانِ
વ રુઝઅત મિન સદયિલ ઇમાન
અને ઈમાનના સિનાથી દૂધ પીધું
فَطِبْتَ حَيْا وَ طِبْتَ مَيْتاً غَيْرَ
ફ તિબત હય્યા વ તિબત મયતન ગયર
આપની જિંદગી પાકીઝા પસાર થઈ અને આપની મોત પાકીઝા થઈ.
أَنَّ الْأَنْفُسَ غَيْرُ طَيْبَةٍ بِفِرَاقِكَ
અન્નલ અન્ફુસ ગયર તય્યબતિન બિ ફિરાકિક
પરંતુ આપની જુદાઈથી લોકો ખુશ નથી
وَلا شَاكَة فِي حَيَاتِكَ يَرْحَمُكَ اللهُ
વ લા શાક્કત ફી હયાતિક યરહમુકલ્લાહ
અને આપની હંમેશાની જિંદગીમાં કોઈ શક નથી. આપ પર અલ્લાહની રહેમત થાય.