اَلسَّلَامُ عَلَى الْحَقِّ الْجَدِيْدِ
સલામ થાય જે (દરરોજ) નવો હક રાખે છે
وَ الْعَالِمِ الَّذِيْ عِلْمُهُ لَا يَبِيْدُ
જેનું ઈલ્મ તમામ થનાર નથી
اَلسَّلَامُ عَلٰى مُحْيِيْ الْمُؤْمِنِيْنَ وَ مُبِيْرِ الْكَافِرِيْنَ
સલામ થાય મોમીનોને જિંદગી આપનારઅને કાફિરોને હલાક કરનાર પર
اَلسَّلَامُ عَلٰى مَهْدِيِّ الْاُمَمِ وَ جَامِعِ الْكَلِمِ
સલામ થાય ઉમ્મતના મહેદી અને ઉમ્મતમાં એકતા લાવનાર પર
اَلسَّلَامُ عَلٰى خَلَفِ السَّلَفِ وَ صَاحِبِ الشَّرَفِ
સલામ થાય પહેલાના (નેક લોકોના) વારસદાર અને સાહેબે શરફ પર
اَلسَّلَامُ عَلٰى حُجَّةِ الْمَعْبُوْدٍ وَ كَلِمَةِ الْمَحْمُودِ
સલામ થાય માઅબૂદની હજ્જત અને વખણાયેલ મલ્લૂક પર
اَلسَّلَامُ عَلٰى مُعِزِّ الْاَوْلِيَاۤءِ وَ مُذِلِّ الْاَعْدَاۤءِ
સલામ થાય દોસ્તોને ઈજ્જત આપનાર અને દુશ્મનોને ઝલીલ કરનાર પર
اَلسَّلَامُ عَلٰى وَارِثِ الْاَنْبِيَاۤءِ وَ خَاتِمِ الْاَوْصِيَاۤءِ
સલામ થાય અંબિયાઓના વારિસ અને વસીયોની સંખ્યાને પૂર્ણ કરનાર ઉપર
اَلسَّلَامُ عَلَى الْقَاۤئِمِ الْمُنْتَظَرِ وَ الْعَدْلِ الْمُشْتَهَرِ
સલામ થાય કાએમ ઉપર જેને ઈન્તેઝાર કરવામાં આવે છે અને જેનો ઈન્સાફ મસ્તૂર છે
اَلسَّلَامُ عَلَى السَّيْفِ الشَّاهِرِ وَ الْقَمَرِ الزَّاهِرِ وَ النُّوْرِ الْبَاهِرِ
સલામ થાય એ ખુલ્લી તલવાર અને ચમકતા ચાંદ ઉપર જેનુ નૂર ઝળહળી રહ્યું છે
اَلسَّلَامُ عَلٰى شَمْسِ الظَّلَامِ وَ بَدْرِ التَّمَامِ
સલામ થાય અંધકારમાંના સૂરજ અને પૂર્ણિમાના ચાંદ ઉપર
اَلسَّلَامُ عَلٰى رَبِيْعِ الْاَنَامِ وَ نَضْرَةِ الْاَيَّامِ
સલામ થાય ઈન્સાનીય્યતની બહાર અને જિંદગીની ખુશી ઉપર
اَلسَّلَامُ عَلٰى صَاحِبِ الصَّمْصَامِ وَ فَلَّاقِ الْهَامِ
સલામ થાય સાહેબે ઝુલફિકાર અને (દુશ્મનોના) માથાઓ ભાંગનાર પર
اَلسَّلَامُ عَلَى الدِّيْنِ الْمَأْثُوْرِ وَ الْكِتَابِ الْمَسْطُوْرِ
સલામ થાય દીને માઅસૂફ (પયગંબર તરફથી મળેલ દીનની હિફાઝત કરનાર) અને કિતાબે મસ્તૂર (નિર્માણ થયેલ) ઉપર
اَلسَّلَامُ عَلٰى بَقِيَّةِ اللّٰهِ فِيْ بِلَادِهِ وَ حُجَّتِهِ عَلٰى عِبَادِهِ
સલામ થાય અલ્લાહના શહેરોમાં તેની બાકી રહેલ નિશાની ઉપર જે તેના બંદા ઉપર હજ્જત છે
اَلْمُنْتَهٰيۤ اِلَيْهِ مَوَارِيْثُ الْاَنْبِيَاۤءِ وَ لَدَيْهِ مَوْجُوْدٌ اٰثَارُ الْاَصْفِيَاۤءِ
પસંદીદા બંદાઓના આસાર તેની પાસે છે અને અંબિયાનો વારસો તેની પાસે છે
اَلسَّلَامُ عَلَى الْمُؤْتَمَنِ عَلَى السِّرِّ وَ الْوَلِيِّ لِلْاَمْرِ
સલામ થાય જે રાઝોના અમાનતદાર અને અલ્લાહના વલી છે
اَلسَّلَامُ عَلَى الْمَهْدِيِّ الَّذِيْ وَعَدَ اللّٰهُ عَزَّ وَ جَلَّ بِهِ الْاُمَمَ
સલામ થાય તે મહેદી (અ.સ.) પર જેનો વાયદો અલ્લાહ (સુ.વ.ત.) ઉમ્મતોથી કર્યો હતો
اَنْ يَجْمَعَ بِهِ الْكَلِمَ وَ يَلُمَّ بِهِ الشَّعَثَ
જેના થકી મતબેદો દૂર થઈ એકતા થશે
وَ يَمْلَاَ بِهِ الْاَرْضَ قِسْطًا وَ عَدْلًا
તેમના થકી જમીન અદ્લો ઈન્સાફથી ભરાઈ જશે
وَ يُمَكِّنَ لَهُ وَ يُنْجِزَ بِهِ وَعْدَ الْمُؤْمِنِيْنَ
તેમને સત્તા આપવામાં આવશે તેમના થકી મોમીનોને કરેલ વાયદો પૂરો થશે
اَشْهَدُ يَا مَوْلَايَ اَنَّكَ وَ الْاَئِمَّةَ مِنْ اٰبَاۤئِكَ اَئِمَّتِيْ
અય મારા મૌલા હું ગવાહી આપું છું બેશક તમે અને તમારા પવિત્ર પૂર્વજોમાંથી જે ઈમામો છે
وَ مَوَالِيَّ فِي الْحَيَاةِ الدُّنْيَا وَ يَوْمَ يَقُوْمُ الْاَشْهَادُ
તે મારા ઈમામો છે દુનિયામાં અને કયામતના દિવસે પણ મારા સરપરસ્ત છે
اَسْاَلُكَ يَا مَوْلَايَ اَنْ تَسْاَلَ اللّٰهَ تَبَارَكَ وَ تَعَالٰى
અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં ગુઝારીશ કરો
فِيْ صَلَاحِ شَأْنِيْ وَ قَضَاۤءِ حَوَاۤئِجِيْ
મારા કામોની સુધારણા થવા, મારી હાજતો પૂરી થવા
وَ غُفْرَانِ ذُنُوْبِيْ وَ الْاَخْذِ بِيَدِيْ فِيْ دِيْنِيْ وَ دُنْيَايَ وَ اٰخِرَتِيْ
મારા ગુનાહો માફ થવા, મારા દીન-દુનિયા અને આખેરતના કામોમા મદદગાર થવા
لِيْ وَ لِاِخْوَانِيْ وَ اَخَوَاتِيَ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ كَآفَّةً
આ બધી ચીઝો મને અને મારા તમામ મોમીનભાઈઓ અને મોમેનાત બહેનો મળે
اِنَّهُ غَفُوْرٌ رَحِيْمٌ۔
બેશક તું ખુબજ માફ કરનાર રહીમ છો.