اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْمُؤْمِنِیْنَ
સલામ થાય તમારા ઉપર અય ઉમ્મુલ મોઅમેનીન
اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ سَیِّدِ الْمُرْسَلِیْنَ
સલામ થાય તમારા ઉપર અય મુરસલીનના સરદારની જીવન સાથી
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ فَاطِمَۃَ الزَّهْرَآئِ سَیِّدَۃِ نِسَآئِ الْعَالَمِیْنَ
સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના વાલિદા
اَلسَّلَامُ عَلَیْكِ یَا اَوَّلَ الْمُؤْمِنَاتِ
સલામ થાય તમારા ઉપર અય પહેલી મોઅમેના
اَلسَّلَامُ عَلَیْكِ یَا مَنْ اَنْفَقَتْ مَالَهَا فِیْ نُصْرَۃِ سَیِّدِ الْاَنْبِیَآئِ
સલામ થાય તમારા ઉપર અય જેણે નબીઓના સરદારની મદદ માટે માલ ખર્ચ કર્યો
وَ نَصَرَتْهُ مَا اسْتَطَاعَتْ وَ دَافَعَتْ عَنْهُ الْاَعْدَائَ
પોતાની શકિત મુજબ મદદ કરી અને દુશ્મનોથી તેમનો બચાવ કર્યો
اَلسَّلَامُ عَلَیْكِ یَا مَنْ سَلَّمَ عَلَیْهَا جَبْرَئِیْلُ وَ بَلَّغَهَا السَّلَامُ مِنَ اﷲِ الْجَلِیْلِ
સલામ થાય તમારા ઉપર કે જેણે જિબ્રઈલ સલામ કર્યો અને મહાન અલ્લાહનો સલામ પહોંચાડયો
فَهَنِیْئًا لَكِ بِمَا اَوْلَاكِ اﷲُ مِنْ فَضْلٍ
તમારા માટે મુબારક થાય તે ફઝીલતો કે જે અલ્લાહે તમને અતા કરી
وَ السَّلَامُ عَلَیْكِ وَ رَحْمَۃُ اﷲِ وَ بَرَكَاتُهٗ۔
અલ્લાહની રહેમત બરકત અને સલામતી તમારા ઉપર નાઝિલ થાય.