ઝિયારત પછી આ દુઆ પઢે ઇમામ અલી નકી અ.સ.

[00:00.00]

 

 

 

દુઆ માંગે બે રકાત નમાઝ અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી આ દુઆ પઢે

[00:07.00]

"اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ "

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[00:11.00]

"بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ "

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

[00:13.00]

يَاۤ ذَا الْقُدْرَةِ الْجَامِعَةِ وَ الرَّحْمَةِ الْوَاسِعَةِ وَ الْمِنَنِ الْمُتَتَابِعَةِ

યા ઝલ કુદરતિલ જામેઅતે વર રહમતિલ વાસેઅતે વલ મેનનિલ મોતતાઅબે

અય સંપૂર્ણ શક્તિમાન, અય વિશાળ દયાવાન, નિરંતર ઉપકાર કરનારા,

 

[00:19.00]

وَ الْاٰلَاۤءِ الْمُتَوَاتِرَةِ وَ الْاَيَادِي الْجَلِيْلَةِ وَ الْمَوَاهِبِ الْجَزِيْلَةِ

વલ આલાઈલ મોતવાતેરતે વલ અયાદિલ જલીલતે વલ મવાહેબિલ જઝીલતે

ઉપરાઉપરી નેઅમતો આપનાર, મોટા મોટા ઈનામો આપનાર અને અપાર અર્પણહાર,

 

[00:26.00]

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ ۟اِلصَّادِقِيْنَ وَ اَعْطِنِيْ سُؤْلِيْ

સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિસ સાદેકન. વ અઅતેની સુઅલી

દુરૂદ મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર, જેઓ સાચાઓ છે. મારો સવાલ પૂરો કર,

 

[00:34.00]

وَ اجْمَعْ شَمْلِيْ وَ لُمَّ شَعَثِيْ وَ زَكِّ عَمَلِيْ

વજમઅ શમલી વલુમ્મ શઅસી વ ઝકકે અમલી

મારો સવાલ પૂરો કર, મારી પરેશાની દૂર કર, મારા કુટુંબીઓને ભેગા રાખ, મારી વિહવળતાને દૂર કર,

 

[00:44.00]

وَ لَا تُزِغْ قَلْبِيْ بَعْدَ اِذْ هَدَيْتَنِيْ وَ لَا تُزِلْ [تُزِلَ‏] قَدَمِيْ

વ લા તોઝિગ કલબી બઅદ ઈઝ હદયતની વ લા તોઝિલ્લ કદમી

મારા કાર્યોને સ્વચ્છ બનાવ, અને મને તારી હિદાયત પહોંચાડયા પછી ભટકવા ન દે, મારા પગોને લપસવા ન દે

 

[00:52.00]

وَ لَا تَكِلْنِيْ اِلٰى نَفْسِيْ طَرْفَةَ عَيْنٍ اَبَدًا وَ لَا تُخَيِّبْ طَمَعِيْ

વ લા તકિલની એલા નફસી તરફત અયનિન અબદવ વ લા તોખયયિબ તમા

અને મને મારી ઉમ્મીદોને હવાલે ન કર, એક પળવાર પણ, હંમેશા હંમેશા માટે, મારી આશાને નિરાશ ન કર,

 

[01:02.00]

وَ لَا تُبْدِ عَوْرَتِيْ وَ لَا تَهْتِكْ سِتْرِيْ وَ لَا تُوْحِشْنِيْ وَ لَا تُؤْيِسْنِيْ

વ લા તુબદે અવરતી વ લા તહતિક સિતરી વ લા તૂહિશની

મારા કલંકોને જાહેર ન થવા દે, મારો ભરમ ન તોડ મને ભયમાં ન નાખ, મને હતાશ ન કર,

 

[01:10.00]

وَ كُنْ بِيْ رَؤُفًا رَحِيْمًا وَ اهْدِنِيْ وَ زَكِّنِيْ وَ طَهِّرْنِيْ وَ صَفِّنِيْ

વ લા તુઅયિસની વ કુન બી રઉફન રહીમન વહદેની વ ઝકકેની

મારા પર મહેરબાન બની જા, રહેમ કર મને રસ્તો દેખાડ, મારી સુધારણા કર,

 

[01:17.00]

وَ اصْطَفِنِيْ وَ خَلِّصْنِيْ وَ اسْتَخْلِصْنِيْ وَ اصْنَعْنِيْ وَ اصْطَنِعْنِيْ

વ તહહિરની વ સફફેની વસતફેની વ ખલલિસની વસતખલિસની વસનની વસતનેઅની

મને પાક કર, અને માફ (નિર્મળ) બનાવ, મને પસંદ કરવા લાયક બનાવ, મને નિસ્વાર્થ બનાવ, મને નિખાલસ બનાવ,

 

[01:26.00]

وَ قَرِّبْنِيۤ اِلَيْكَ وَ لَا تُبَاعِدْنِيْ مِنْكَ وَ الْطُفْ بِيْ وَ لَا تَجْفُنِيْ وَاَكْرِمْنِيْ وَ لَا تُهِنِّيْ

વ કરરિબની ઈલયક વ લા તોબાઈદની મિનક વલતુફ બી વ લા તજફોની

મને તારાથી દૂર ન કર, મારા પર ધ્યાન આપ, મારા પર સખ્તી ન કર, અને માનવંત કર,

 

[01:34.00]

وَ مَا اَسْاَلُكَ فَلَا تَحْرِمْنِيْ، وَ مَا لَا اَسْاَلُكَ فَاجْمَعْهُ لِيْ

વ અકરિમની વ લા તોહિન્ની વ મા અસઅલોક ફ લા તહરિમની વ મા લા અસઅલોક ફજમઅહુ લી

મને હડધૂત ન કર, અને હું તારાથી જે કંઇ માંગુ છું તેમાં મને નિરાશ ન કર, અને હું નથી માંગતો તે મારા માટે સંગ્રહી રાખ.

 

[01:45.00]

بِرَحْمَتِكَ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ وَ اَسْاَلُكَ بِحُرْمَةِ وَجْهِكَ الْكَرِيْمِ

બે રહમતેક યા અરહમર રાહેમીન વ અસઅલોક બે હુરમતે વજહેકલ કરીમે

તારી રહેમતોનો વાસ્તો, અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

 

[01:51.00]

وَ بِحُرْمَةِ نَبِيِّكَ مُحَمَّدٍ صَلَوَاتُكَ عَلَيْهِ وَ اٰلِهِ وَ بِحُرْمَةِ اَهْلِ بَيْتِ رَسُوْلِكَ

વ બે હુરમતે નબીય્યેક મોહમ્મદિન સલવાતોક અલયહે વ આલેહી વ બે હુરમતે અહલે બયતે રસૂલેક

હું તારાથી સવાલ કરું છું, તારા કીર્તિવંત ચેહરાના વાસ્તાથી, તારા નબી મોહમ્મદ સ.અ.વ.ની હુરમતના વાસ્તાથી, તારા રસૂલની એહલેબૈતની હુરમતના વાસ્તાથી,

 

[02:05.00]

اَمِيْرِ الْمُؤْمِنِيْنَ عَلِيٍّ وَ الْحَسَنِ وَ الْحُسَيْنِ وَ عَلِيٍّ وَ مُحَمَّدٍ

અમીરિલ મુઅમેનીન અલીયયિન વલ હસને વલ હુસયને વ અલીયયિન વ મોહમ્મદિવ

અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ઈમામ હસન અ.સ., ઈમામ હુસૈન અ.સ., ઈમામ ઝેનુલ આબેદીન અ.સ. ઈમામ મોહમ્મદ બાકિર અ.સ.,

 

[02:17.00]

وَ جَعْفَرٍ وَ مُوْسٰى وَ عَلِيٍّ وَ مُحَمَّدٍ وَ عَلِيٍّ وَ الْحَسَنِ

વ જઅફરિન વ મૂસા વ અલીયયિન વ મોહમ્મદિવ વ અલીયયિન વલ હસને

ઈમામ જઅફર સાદીક અ.સ., ઈમામ મુસા કાઝિમ અ.સ., ઈમામ અલી રઝા અ.સ., ઈમામ મોહમ્મદ તકી અ.સ., ઈમામ અલી નકી અ.સ., ઈમામ હસન અસ્કરી અ.સ.,

 

[02:31.00]

وَ الْخَلَفِ الْبَاقِيْ صَلَوَاتُكَ وَ بَرَكَاتُكَ عَلَيْهِمْ

વલ ખલફિલ બાકી સલવાતોક વ બરકાતોક અલયહિમ

ઈમામ સાહેબુઝ ઝમાન અ.ત.ફ.સ. એ સૌ પર તારી સલવાત અને બરકતો નાઝિલ હો

 

[02:41.00]

اَنْ تُصَلِّيَ عَلَيْهِمْ اَجْمَعِيْنَ وَ تُعَجِّلَ فَرَجَ قَاۤئِمِهِمْ بِاَمْرِكَ

અન તોસલ્લેય અલહહિમ અજમઈન વ તોઅજજેલ ફરજ કાએમેહિમ બે અમરેક

અને એ તમામ પર તારી રહેમત ઉતાર અને તેમના કાઈમને જલ્દી જાહેર કર જે તારા હુકમોનું પાલન કરાવનાર છે,

 

[02:49.00]

وَ تَنْصُرَهُ وَ تَنْتَصِرَ بِهِ لِدِيْنِكَ وَ تَجْعَلَنِيْ فِيْ جُمْلَةِ النَّاجِيْنَ بِهِ

તનસોરહૂ વ તનતસેર બેહી લે દીનેક વ તજઅલની ફી જુમલતિન નાજીન બેહી

તું તેમની મદદ કર, અને તેનાથી તારા દીનની મદદ લે, અને મારી ગણત્રી એ લોકોમાં કર

 

[02:56.00]

وَ الْمُخْلِصِيْنَ فِيْ طَاعَتِهِ وَ اَسْاَلُكَ بِحَقِّهِمْ لَمَّا اسْتَجَبْتَ لِيْ دَعْوَتِيْ

વલ મુખલેસિન ફી તાઅતેહી વ અસઅલોક બે હકકેહિમ લમ મસતજબત લી દઅવતી

જેઓ તેમના વડે મોક્ષ મેળવશે અને તારી શુદ્ધ મને તાબેદારી કરશે અને તેમના હકના વાસ્તાથી

 

[03:04.00]

وَ قَضَيْتَ [لِيْ‏] حَاجَتِيْ وَ اَعْطَيْتَنِيْ سُؤْلِيْ

વ કઝયત લી હાજતી વ અઅતયતની સુઅલી

હું માંગુ છું કે મારી દુઆ કબૂલ કર, મારી હાજતો પૂરી કર અને હું જે કંઈ માંગુ છું

 

[03:11.00]

وَ كَفَيْتَنِيْ مَا اَهَمَّنِيْ مِنْ اَمْرِ دُنْيَايَ وَ اٰخِرَتِيْ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ

વ કફયતની મા અહમ્મની મિન અમરે દુનયાય વ આખેરતી યા અરહમર રાહેમીન.

તે આપ, અને દુનિયા અને આખેરતના તમામ મામલામાં મારું પોષણ કર, અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર,

 

[03:21.00]

يَا نُوْرُ يَا بُرْهَانُ يَا مُنِيْرُ يَا مُبِيْنُ يَا رَبِّ اكْفِنِيْ شَرَّ الشُّرُوْرِ

યા નૂરો યા બુરહાનો યા મોનીરો યા મોબીનો યા રબબિકફેની શરરશ શોરૂરે

અય પ્રકાશ, અય દલીલ, અય પ્રકાશિત કરનાર, અય વર્ણન કરનાર, અય પાલનહાર. બધા દૂષણોથી મને બચાવી લે

 

[03:31.00]

وَ اٰفَاتِ الدُّهُوْرِ وَ اَسْاَلُكَ النَّجَاةَ يَوْمَ يُنْفَخُ فِيْ الصُّوْرِ۔

વ આફાતિદ દોહૂરે વ અસઅલોકન નજાત યવમ યુનફખો ફિસ્સૂર

અને દુન્યાની આફતોથી બચાવ અને હું એ દિવસે તારાથી નજાતનો ઉમ્મીદવાર છું જે દિવસે સૂર ફૂંકવામાં આવશે.

 

[03:41.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,