ઇમામ અલી નકી અ.સ.ની ઝિયારત

[00:00.00]

 

 

 

ઇમામ અલી નકી અ.સ.ની ઝિયારત

[00:02.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[00:07.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

[00:14.00]

اَللهُ اَكْبَرُ

અલ્લાહો અકબર,

અલ્લાહ મહાન છે

 

[00:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُحَمَّدٍ ۟اِلزَّكِيَّ الرَّاشِدَ النُّوْرَ الثَّاقِبَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયક યા અબલ હસને અલીયયબન મોહમ્મદિઝ ઝકીય્યર રાશેદન નૂરસ સાકેબ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય અબલ હસને અલી ઈબને મોહમ્મદ અ.સ. અય પાકીઝા, અય હિદાયત પામેલા, અય સંપૂર્ણ નૂર, આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

 

[00:31.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَفِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા સફીય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના નઝદીકના મિત્ર

 

[00:35.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سِرَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા સિરરલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વિશ્વાસુ .

 

[00:39.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حَبْلَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હબલલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની રસ્સી

 

[00:43.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اٰلَ اللّٰهِ

અસ્સલામો અલયક યા આલલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહવાળા

 

[00:46.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا خِيَرَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા ખિયરતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની પસંદ.

 

[00:50.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સફવતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા.

 

[00:54.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَمِيْنَ اللّٰهِ

અસ્સલામો અલયક યા અમીનલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના ભરોસાપાત્ર.

 

[00:58.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حَقَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા હકકલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના હક.

 

[01:01.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حَبِيْبَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના હબીબ.

 

[01:05.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نُورَ الْاَنْوَارِ

અસ્સલામો અલયક યા નૂરલ અનવાર.

સલામ થાય આપ પર અય નૂરોના નૂર.

 

[01:08.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا زَيْنَ الْاَبْرَارِ

અસ્સલામો અલયક યા ઝયનલ અબરાર.

સલામ થાય આપ પર અય નેક લોકોના શણગાર.

 

[01:12.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَلِيْلَ الْاَخْيَارِ

અસ્સલામો અલયક યા સલીલલ અખયાર,

સલામ થાય આપ પર અય સારાઓની ઔલાદ.

 

[01:16.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا عُنْصُرَ الْاَطْهَارِ

અસ્સલામો અલયક યા ઉનસોરલ અતહાર.

સલામ થાય આપ પર અય પવિત્ર લોકોનું મૂળ.

 

[01:20.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ الرَّحْمٰنِ

અસ્સલામો અલયક યા હુજજતર રહમાન.

સલામ થાય આપ પર અય રહેમાનની હુજ્જત.

 

[01:24.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا رُكْنَ الْاِيْمَانِ

અસ્સલામો અલયક યા રૂકનલ ઇમાન.

સલામ થાય આપ પર અય ઈમાનના સ્તંભ.

 

[01:27.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَى الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલયક યા મવલલ મુઅમેનીન.

સલામ થાય આપ પર અય મોઅમીનોના મૌલા.

 

[01:30.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ الصَّالِحِيْنَ

અસ્સલામો અલયક યા વલીય્યસ સાલેહન.

સલામ થાય આપ પર અય નેક લોકોના વલી.

 

[01:34.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا عَلَمَ الْهُدٰى

અસ્સલામો અલયક યા અલમલ હોદા.

સલામ થાય આપ પર અય માર્ગદર્શનના નિશાન.

 

[01:38.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حَلِيْفَ التُّقٰى

અસ્સલામો અલયક યા હલીફત તોકા.

સલામ થાય આપ પર અય પરહેઝગારોના સાથી.

 

[01:42.50]

اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمُوْدَ الدِّيْنِ

અસ્સલામો અલયક યા અમૂદદ દીન.

સલામ થાય આપ પર અય દીનના આધાર.

 

[01:46.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ خَاتَمِ النَّبِيِّيْنَ،

અસ્સલામો અલયક યબન ખાતમિન નબીય્યિન.

સલામ થાય આપ પર અય ખાતેમુન્નબી સલા.ના ફરઝંદ.

 

[01:52.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدِ الْوَصِيِّيْنَ

અસ્સલામો અલયક યબન સય્યેદિલ વસીય્યીન.

સલામ થાય આપ પર અય વસીઓના સરદારના પુત્ર.

 

[01:56.50]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ

અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ સય્યેદતે નિસાઈલ આલમીન.

સલામ થાય આપ પર અય ફાતેમા ઝેહરા સલામુલ્લાહે વિશ્વની ઔરતોની સરદારના ફરઝંદ.

 

[02:05.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاَمِيْنُ الْوَفِيُّ

અસ્સલામો અલયક અય્યોહલ અમીનુલ વફિય્યો.

સલામ થાય આપ પર અય અમીન અને વફાદાર.

 

[02:09.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلَمُ الرَّضِيُّ

અસ્સલામો અલયક અય્યોહલ અલમુર રઝીય્યો.

સલામ થાય આપ પર અય અલ્લાહની વરાએલી નિશાની.

 

[02:13.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الزَّاهِدُ التَّقِيُّ

અસ્સલામો અલયક અય્યોહલ ઝાહેદુત તકીય્યો.

સલામ થાય આપ પર અય પરહેઝગાર અને અલ્લાહથી ડરનારા.

 

[02:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْحُجَّةُ عَلَى الْخَلْقِ اَجْمَعِيْنَ

અસ્સલામો અલયક અય્યોહલ હુજજતો ખલલ ખલકે અજમઈન,

સલામ થાય આપ પર અય તમામલોકો પર અલ્લાહની હુજ્જત.

 

[02:22.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا التَّالِيْ لِلْقُرْاٰنِ

અસ્સલામો અલયક અય્યોહત તાલી લિલ કુરઆન.

સલામ થાય આપ પર અય કુરઆનનું ઉદારહણ.

 

[02:26.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُبَيِّنُ لِلْحَلَالِ مِنَ الْحَرَامِ

અસ્સલામો અલયક અય્યોહલ મોબય્યેનો લિલ હલાલે મેનલ હરામ.

સલામ થાય આપ પર અય હલાલને હરામથી અલગ કરનારા.

 

[02:30.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْوَلِيُّ النَّاصِحُ

અસ્સલામો અલયક અય્યોહત તરીકુલ વાઝેહ.

સલામ થાય આપ પર અય નસીહત કરવાવાળા, નિસ્વાર્થ વલી.

 

[02:35.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا النَّجْمُ اللَّاۤئِحُ

અસ્સલામો અલયક અય્યોહન નજમુલ લાએહો.

સલામ થાય આપ પર અય પ્રકાશિત માર્ગ, અય ચમકતા સિતારા.

 

[02:40.00]

اَشْهَدُ يَا مَوْلَايَ يَاۤ اَبَا الْحَسَنِ اَنَّكَ حُجَّةُ اللّٰهِ عَلٰى خَلْقِهِ

અશહદો યા મવલાય યા અબલ હસને અન્નક હુજજતુલ્લાહે અલા ખલકેહી

હું ગવાહી આપું છું કે અય મારા મૌલા, અય અબલ હસન અ.સ. કે બેશક આપ લોકો અલ્લાહની હુજ્જત છો

 

[02:50.00]

وَ خَلِيْفَتُهُ فِي بَرِيَّتِهِ وَ اَمِيْنُهُ فِيْ بِلَادِهِ

વ ખલીફતોહૂ ફી બરય્યતેહી વ અમીનોહૂ ફી બેલાદેહી

અને તેના સર્જન પર તેના ખલીફા છો અને તેના શહેરો ઉપર તેના અધિકારી છો

 

[02:56.00]

وَ شَاهِدُهُ عَلٰى عِبَادِهِ وَ اَشْهَدُ اَنَّكَ كَلِمَةُ التَّقْوٰى

વ શાહેદોહૂ એલા એબાદેહી વ અશહદો અન્નક કલેમતુત તકવા

અને તેના બંદાઓ ઉપર ગવાહ છો અને હું ગવાહી આપું છું કે આપ પહેઝગારીનો કલમો છો.

 

[03:03.00]

وَ بَابُ الْهُدٰى وَ الْعُرْوَةُ الْوُثْقٰى وَ الْحُجَّةُ عَلٰى مَنْ فَوْقَ الْاَرْضِ وَ مَنْ تَحْتَ الثَّرٰى

વ બાબુલ હોદા વલ ઉરવતુલ વુસકા વલ હુજજતો અલા મન ફવકલ અરઝ વ મન તહતસ્સરા

હિદાયતના દરવાજા છે, મજબૂત રસ્સી છો અને જે કંઈ જમીન પર છે અને જે કંઈ પાતાળમાં છે તેના પર આપ હુજ્જત છો

 

[03:14.00]

وَ اَشْهَدُ اَنَّكَ الْمُطَهَّرُ مِنَ الذُّنُوْبِ الْمُبَرَّاُ مِنَ الْعُيُوْبِ

વ અશહદો અન્નકલ મોતહહરો મેનઝ ઝનૂબિલ મોબરરઓ મેનલ ઓયુબે

અને હું ગવાહી આપું છું કે આપ ગુનાહોથી પાક છો અને બૂરાઈઓથી દૂર છો.

 

[03:18.00]

وَ الْمُخْتَصُّ بِكَرَامَةِ اللّٰهِ وَ الْمَحْبُوُّ بِحُجَّةِ اللّٰهِ

વલ મુખતસ્સો બે કરામતિલ્લાહે વલ મુહબુવ્વો બે હુજજતિલ્લલાહે

અલ્લાહની હુજ્જત બનાવવામાં આવ્યા છો અને આપને અલ્લાહનો કલમો આપવામાં આવ્યો છે

 

[03:27.00]

وَ الْمَوْهُوْبُ لَهُ كَلِمَةُ اللّٰهِ وَ الرُّكْنُ الَّذِيْ يَلْجَاُ اِلَيْهِ الْعِبَادُ

વલ મવહૂબો લહૂ કલેમતુલ્લાહે વર રૂકનુલ લઝી યલજઓ ઇલયહિલ ઇબાદો

અને આપને એવા રૂકન બનાવવામાં આવ્યા છે જેની પાસે અલ્લાહના બંદાઓ આશરો લીએ છે

 

[03:34.00]

وَ تُحْيَا بِهِ الْبِلَادُ

વ તુહયા બેહિલ બેલાદો

અને જેનાથી શહેરો આબાદ થાય છે

 

[03:37.00]

وَ اَشْهَدُ يَا مَوْلَايَ اَنِّيْ بِكَ وَ بِاٰبَاۤئِكَ وَ اَبْنَاۤئِكَ مُوْقِنٌ مُقِرٌّ

વ અશહોદો યા મવલાય અન્ની બેક વ બે આબાએક વ અબનાએક મુકેનુની મોકિરરૂન

અને હું ગવાહી આપું છું કે અય મારા મૌલા હું આપના પર, આપના વડવાઓ પર, અને આપની ઔલાદ પર આસ્થા રાખું છું

 

[03:47.00]

وَ لَكُمْ تَابِعٌ فِيْ ذَاتِ نَفْسِيْ وَ شَرَاۤئِعِ دِيْنِيْ

વ લકુમ તાબેઉન ફી ઝાતે નફસી વ શરાયેએ દીની

અને આપના હાદી હોવાનો ઈકરાર કરું છું અને હું મારા અંતઃકરણથી, દીનની શરીઅતમાં,

 

[03:54.00]

وَ خَاتِمَةِ عَمَلِيْ وَ مُنْقَلَبِيْ وَ مَثْوَايَ وَ اَنِّيْ وَلِيٌّ لِمَنْ وَالَاكُمْ

વ ખાતેમતે અમલી વ મુનકલબી વ મસવાય વ અન્ની વલીય્યુન લે મન વાલકુમ

અને મારા આમાલના અંતમાં મારા પાછા ફરવામાં અને અહીં રહેવામાં આપનો ફરમાબરદાર છું

 

[04:01.00]

وَ عَدُوٌّ لِمَنْ عَادَاكُمْ مُؤْمِنٌ بِسِرِّكُمْ وَ عَلَانِيَتِكُمْ

વ અદુવ્વુન લે મન આદાકુમ મુઅમેનુન બે સિરરેકુમ વ અલાનિયતેકુમ

અને હું આપના દોસ્તોથી દોસ્તી રાખું છું અને આપના દુશ્મનોનો દુશ્મન છું. આપના ભેદોઅને આપના જાહેરી મરતબા પર,

 

[04:10.00]

وَ اَوَّلِكُمْ وَ اٰخِرِكُمْ بِاَبِيۤ اَنْتَ وَ اُمِّيْ

વ અવ્વલેકુમ વ આખેરેકુમ બે અબી

આપના પહેલાં પર અને આપના છેલ્લા પર ઈમાન ધરાવું છું. મારા મા-બાપ

 

[04:16.00]

وَ السَّلَامُ عَلَيْكَ‏ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔

અનત વ ઉમ્મી વસ્સલામો અલયક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

આપ પર કુરબાન. આપ પર સલામ થાય, અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

 

[04:24.00]

 

 

પછી ઝરીહને ચૂમે, પોતાના બંને ગાલોને લગાવે અને કહે

[04:29.00]

اَللّٰهُمَّ [صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَ] صَلِّ عَلٰى حُجَّتِكَ الْوَفِيِّ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વ સલ્લે અલા હુજજતેકલ વફિય્યે

અય અલ્લાહ મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર સલવાત મોકલ અને રહેમત ઉતાર, તારી હુજ્જત પર,

 

[04:41.00]

وَ وَلِيِّكَ الزَّكِيِّ وَ اَمِيْنِكَ الْمُرْتَضٰى وَ صَفِيِّكَ الْهَادِيْ وَ صِرَاطِكَ الْمُسْتَقِيْمِ

વ વલીએકઝ ઝકીએ વ અમીનેકલ મુરતઝા વ સફિય્યેકલ હાદી વ સેરાતેકલ મુસતકીમે

તારા પાક વલી પર, તારા પસંદીદા અમાનતદાર પર, અને તારા ચૂંટેલા શિખામણ કરનાર પર, તારા સીધા માર્ગ પર,

 

[04:50.00]

وَ الْجَآدَّةِ الْعُظْمٰى وَ الطَّرِيْقَةِ الْوُسْطٰى نُوْرِ قُلُوْبِ الْمُؤْمِنِيْنَ

વલ જાદદતિલ ઉઝમા વત તરીકતિલ વુસતા નૂરે કોલૂબિલ મુઅમેનીન

તારા મહાન રસ્તા પર, અને તારા મધ્યમ માર્ગ પર, મોઅમીનોના દિલના નૂર પર,

 

[04:56.00]

وَ وَلِيِّ الْمُتَّقِيْنَ وَ صَاحِبِ الْمُخْلَصِيْنَ

વ વલીયયિલ મુત્તકકીન વ સાહબિલ મુખલસીન.

પરહેઝગારના વલી પર, તારા નિખાલસ બંદાઓના સરદાર પર, રહેમત નાઝિલ કર.

 

[05:03.00]

اَللّٰهُمَّ صَلِّ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ

અલ્લાહુમ્મ સલ્લે અલા સય્યેદના મોહમ્મદિવ વ અહલે બયતેહી

અય અલ્લાહ દુરૂદ મોકલ અમારા સરદાર મોહમ્મદ સ.અ.વ. પર અને તેની એહલેબૈત અ.મુ.સ.પર.

 

[05:13.00]

وَ صَلِّ عَلٰى عَلِيِّ بْنِ مُحَمَّدٍ ۟اِلرَّاشِدِ الْمَعْصُوْمِ مِنَ الزَّلَلِ

વ સલ્લે એલા અલીયયિબને મોહમ્મદિર રાશેદિલ મઅસૂમે મેનઝ ઝલલે

અને સલવાત મોકલ અલી ઈબ્ને મોહમ્મદ જે જ્ઞાની છે, મઅસૂમ છે,

 

[05:19.00]

وَ الطَّاهِرِ مِنَ الْخَلَلِ وَ الْمُنْقَطِعِ اِلَيْكَ بِالْاَمَلِ

વત તાહેરે મેનલ ખલલે વલ મુનકતેએ ઈલયક બિલ અમલી

ખતાઓથી પાક છે. ઐબોથી પાક છે.

 

[05:22.00]

الْمَبْلُوِّ بِالْفِتَنِ وَ الْمُخْتَبَرِ بِالْمِحَنِ وَ الْمُمْتَحَنِ بِحُسْنِ الْبَلْوٰى

મુબલુત્વે બિલ ફેતને વલ મુખતબરે બિલ મેહને વલ મુમતહને બે હુસનિલ બલવા

ફિત્નાઓમાં અજમાવાએલા છે, મહેનતની કસોટી પર પરખાએલા છે અને દરેક પરખની પરિક્ષામાં પાર ઉતરેલા છે.

 

[05:32.00]

وَ صَبْرِ الشَّكْوٰى مُرْشِدِ عِبَادِكَ وَ بَرَكَةِ بِلَادِكَ وَ مَحَلِّ رَحْمَتِكَ

વ સબરિશ શકવા મુરશેદે એબાદેક વ બરકતે બેલાદેક વ મહલ્લે રહમતેક

દરેક દુઃખમાં સબર કરનારા છે, તારા બંદાઓને શિખામણ આપનાર છે, તારા શહેરોની બરકત છે. તારી રહેમતનું ઘર છે

 

[05:41.00]

وَ مُسْتَوْدَعِ حِكْمَتِكَ وَ الْقَاۤئِدِ اِلٰى جَنَّتِكَ الْعَالِمِ فِيْ بَرِيَّتِكَ

વ મુતવદએ હિકમતેક વલ કાએદે ઇલા જન્નતેક અલ આલેમે ફી બરીય્યેતક

અને તારી શાણપણ ધરાવનાર છે. જન્નતના માર્ગદર્શક છે, તારા સર્જકોમાં વિદ્વાન છે,

 

[05:48.00]

وَ الْهَادِيْ فِيْ خَلِيْقَتِكَ الَّذِي ارْتَضَيْتَهُ وَ انْتَجَبْتَهُ وَ اخْتَرْتَهُ لِمَقَامِ رَسُوْلِكَ فِيْ اُمَّتِهِ

વલ હાદી ફી ખલીકતેકલ લઝિરતઝયતહૂ વનતજબતહૂ વખતરતહૂ લે મકામે રસૂલેક ફી ઉમ્મતેહી

અને તારા બંદાઓના હાદી છે, જેને તે પસંદ કર્યા છે, ચૂંટેલા છે, અને અધિકાર આપ્યો છે, તેમને તારા રસૂલની જગ્યાએ તેની ઉમ્મત પર,

 

[05:58.00]

وَ اَلْزَمْتَهُ حِفْظَ شَرِيْعَتِهِ فَاسْتَقَلَّ بِاَعْبَاۤءِ الْوَصِيَّةِ

વ અલઝમતહૂ હિફઝ શરીઅતેહી ફસત કલ્લ બે અઅબાઈલ વસીય્યતે

અને તેને તેં શરીઅતની જવાબદારી સોંપી છે, કેમકે આપે વસિયતનો બોજ ઉપાડી લીધો,

 

[06:05.00]

نَاهِضًا بِهَا وَ مُضْطَلِعًا بِحَمْلِهَا لَمْ يَعْثُرْ فِيْ مُشْكِلٍ

નાહેઝન બેહા વ મુઝતલેઅન બે હમલેહા લમ યુઅસુર ફી મુશકેલિન

અને તેને સહન કરવા શક્તિમાન રહ્યા, ન કોઈ કઠીન મુશ્કીલમાં ભટક્યા,

 

[06:10.00]

وَ لَا هَفَا فِيْ مُعْضِلٍ بَلْ كَشَفَ الْغُمَّةَ وَ سَدَّ الْفُرْجَةَ وَ اَدّى الْمُفْتَرَضَ

વ લા હફા ફી મુઅઝેલિન બલ કશફલ ગુમ્મત વ સદદલ કુરજત વ અદદલ મુફતરઝ

ન કોઈ સખત પ્રશ્નમાં ફાયદા વગરની વાત કરી, બલકે ગુપ્ત વાતોને જાહેર કરી દીધી, અને સંકટોને દૂર કર્યા, અને ફરજે બજાવી લાવ્યા,

 

[06:22.00]

اَللّٰهُمَّ فَكَمَا اَقْرَرْتَ نَاظِرَ نَبِيِّكَ بِهِ

અલ્લાહુમ્મ ફક મા અકરરત નાઝેર નબીય્યેક બેહી

અય અલ્લાહ જેવી રીતે તેં આ ઇમામના લીધે તેં તારા નબીની આંખને ઠંડક પહોંચાડી

 

[06:28.00]

فَرَقِّهِ [فَارْفَعْ‏] دَرَجَتَهُ وَ اَجْزِلْ لَدَيْكَ مَثُوْبَتَهُ وَ صَلِّ عَلَيْهِ

ફ રકકેહી દરજતહૂ વ અજઝિલ લદયક મસૂબતહૂ વ સલ્લે અલયહે

એવી જ રીતે તેમની પ્રતિષ્ઠાને ઊંચી કર, અને તેમના સવાબમાં વધારો કર, તેમના પર સલવાત મોકલ,

 

[06:36.00]

وَ بَلِّغْهُ مِنَّا تَحِيَّةً وَ سَلَامًا وَ اٰتِنَا مِنْ لَدُنْكَ فِيْ مُوَالَاتِهِ فَضْلًا وَ اِحْسَانًا

વ બલલિગહૂ મિન્ના તહીય્યતન વ સલામંવ વ આતેના મિન લદુનક ફી મોવાલાતેહી ફઝલન વ એહસાનંવ

અમારા તરફથી તેમને નમન અને સલામ પહોંચાડ, અને અમને તારી પાસેથી તેમની દોસ્તીના કારણે, ફઝલ, અહેસાન,

 

[06:45.00]

وَ مَغْفِرَةً وَ رِضْوَانًا اِنَّكَ ذُو الْفَضْلِ الْعَظِيْمِ۔

વ મગફેરતંવ વ રિઝવાનન ઇન્નક ઝુલ ફઝલિલ અઝીમ.

માફી અને તારો ખાસ રાજીપો આપ, ખરેખર તું મોટો ઉપકારી છે.