જનાબે ઇબ્રાહીમ મુજાબ અ.સ.ની ઝિયારત

[00:00.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

જનાબે ઇબ્રાહીમ મુજાબ અ.સ.ની ઝિયારત

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:11.00]

السَّلاٰمُ‌ عَلَيكَ‌ أَيُّهَا السَّيِّدُ الزَّكِيُّ‌ الطّٰاهِرُ الْوَلِيُّ‌ الدّٰاعِي الْحَفِيّ‌،

અસ્સલામો અલયક અય્યોહસ સય્યદુઝ ઝકીય્યત તાહેરૂલ વલીય્યદ દાએયુલ હફી.

સલામ હો આપ પર અય સૈયદ, પવિત્ર મનવાળા, સ્વચ્છ ખાનદાનવાળા, અલ્લાહના વલી, હકના પ્રચારમાં અનહદ મહેનત કરનાર.

 

[00:23.00]

أَشْهَدُ أَنَّكَ‌ قُلْتَ‌ حَقّاً،

અશહદો અન્નક કુલત હકકવ

હુંગવાહી આપું છું કે અય મૌલા, તમે હંમેશા સાચી વાત કહી

 

[00:28.00]

وَنَطَقْتَ‌ صِدْقاً،

વ નતકત સિદકવ

અને હંમેશા સાચું બોલ્યા

 

[00:30.00]

وَدَعَوْتَ‌ إلىٰ‌ مَوْلاٰيَ‌ وَمَولاٰكَ‌ الْحُسَينِ‌ عَلَيْهِمَا ٱلسَّلاَمُ عَلاٰنِيَةً‌ وَسِرّاً،

વ દઅવત ઈલા મવલાય વ મવલાકલ હુસયને અલયહિસ સલામ અલાનેયતન વ સિરરન

અને લોકોને મારા અને આપના મૌલા ઇમામ હુસૈન અ.સ. તરફ નોતર્યા જાહેરમાં અને ખાનગીમાં.

 

[00:39.00]

فٰازَ مُتَّبِعُكَ‌، وَنَجٰا مُصَدِّقُكَ‌،

ફાઝ મુત્તબેક વ નજા મુસદદેકોક

જેણે આપની પૈરવી કરી એ ફાયદામાં રહ્યો અને જેમણે આપની સચ્ચાઇની ગવાહી આપી તે નજાત પામ્યો

 

[00:47.00]

‌وَخٰابَ‌ وَخَسِرَ مُكَذِّبُكَ‌، وَالْمُتَخَلِّفُ‌ عَنْكَ‌ يٰا سَيِّدِ

વ ખાબ વ ખસેર મુકઝઝેબોક વલ મુતખલ્લેફો અનક

અને આપને જૂઠલાવનાર નુકસાનમાં રહ્યો. વિરોધ કરનારે હાનિ ઉઠાવી.

 

[00:54.00]

اَشهد لي بهذهِ الشهادةِ عندكَ,

ઈશહદ લી બે હાઝેહિશ શહાદતે

મારા આ અકીદા પર આપ ગવાહ રહેજો કે જેથી કયામતમાં

 

[00:59.00]

وَ تصديقِكَ واتِّباعكَ,

વ તસદીકેક વ ઈસ્તબાએક,

હું તમારી મારેત, પૈરવી અને ગવાહીના કારણે કામયાબ રહું.

 

[01:05.00]

يٰا سَيِّدُ ابْرٰاهيِمُ‌ الْمُجابُ‌ ابْنُ‌ الْمُحَمَّدٍ الْعٰابِدِ بْن الإِمٰامِ‌ مُوسَى بْنِ‌ جَعْفَرٍ عليه السلام وَرَحْمَةُ‌ اللّٰهِ‌ وَبَرَكٰاتُهُ‌».

યા સય્યદી વબન સય્યદી યા સય્યદ ઈબરાહિમ મોજાબુબન ઈમામે મૂસબને જઅફર વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અય મારા સરદાર, મારા સરદારના ફરઝંદ, અય સૈયદ ઇબ્રાહીમ અલ મુજાબ ઇબને મૂસા ઇબ્ને જઅફર અ.સ. આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.