ઇમામ રઝા અ.સ.ની ઝિયારત

 

 

 

પછી ઝરીહ મુબારકની નઝદીક જાય અને પોતાની પીઠ કિબ્લા તરફ રાખી કહે :

اَشْهَدُ اَنْ لَا اِلٰهَ اِلَّا اللهُ وَحْدَهٗ لَا شَرِیْكَ لَهٗ

અશહદો અન લા ઈલાહ ઈલ્લલાહો વહદહૂ લા શરીક લહૂ

હું ગવાહી આપું છું કે કોઇ ઇબાદતને લાયક નથી સિવાય અલ્લાહની જે એક છે અને તેનો કોઇ ભાગીદાર નથી

 

وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُهٗ وَ رَسُوْلُهٗ وَ اَنَّهٗ سَیِّدُ الْاَوَّلِیْنَ وَالْاٰخِرِیْنَ

વ અશહદો અન્ન મોહમ્મદન અબદોહુ વ રસૂલોહૂ વ અન્નહૂ સય્યેદુલ અવ્વલીન વલ આખેરીન

અને ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. તેના (અલ્લાહના) ખાસ બંદા છે અને રસૂલ છે અને તેઓ અવ્વલીન અને આખેરીનના સરદાર છે

 

وَ اَنَّهٗ سَیِّدُ الْاَنْبِیَآئِ وَ الْمُرْسَلِیْنَ

વ અન્નહૂ સય્યેદુલ અમબેયાએ વલ મુરસલીન.

અને બેશક તેઓ અંબિયા અને મુરસલીનના સરદાર છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ مُحَمَّدٍ عَبْدِكَ وَ رَسُوْلِكَ وَ نَبِیِّكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિન અબદેક વ રસૂલેક વ નબીય્યેક

અય અલ્લાહ સલવાત મોકલ મોહમ્મદ સ.અ.વ.વ. પર જે તારા બંદા, તારા રસૂલ અને તારા નબી છે,

 

وَ سَیِّدِ خَلْقِكَ اَجْمَعِیْنَ صَلٰوۃً لَا یَقْویٰ عَلیٰ اِحْصَآئِهَا غَیْرُكَ

વ સય્યદે ખલકેક અજમઈન સલાતલ લા યકવા અલા અહસાએહા ગયરોક.

અને તારી તમામ સર્જનના સરદાર છે, એવી સલવાત જેનો શુમાર કરવાની તારા સિવાય કોઇનામાં શક્તિ ન હોય.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلِیِّ بْنِ اَبِیْ طَالِبٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા અમીરિલ મુઅમેનીન અલીય્યિબ્ને અબી તાલેબિન

અય અલ્લાહ સલવાત મોકલ અમીરૂલ મોઅમેનીન અલી ઇબને અબી તાલિબ અ.સ. પર જેઓ તારા ખાસ બંદા છે

 

عَبْدِكَ وَ اَخِیْ رَسُوْلِكَ الَّذِیْ انْتَجَبْتَهٗ بِعِلْمِكَ

અબદેક વ અખી રસૂલેકલ લઝીન તજબતહૂ બે ઇલમેક

અને તારા રસૂલના ભાઇ છે, જેને તેં તારા ઇલ્મ માટે ચૂંટી કાઢ્યા છે

 

وَ جَعَلْتَهٗ هَادِیاً لِمَنْ شِئْتَ مِنْ خَلْقِكَ

વ જઅલતહૂ હાદેયલ લે મન શેઅત મિન ખલકેક

અને તારી મખલુકમાંથી જેને ચાહે તેના માટે તે તેમને માર્ગદર્શક બનાવ્યા છે,

 

وَالدَّلِیْلَ عَلیٰ مَنْ بَعَثْتَهٗ بِرِسَالَاتِكَ

વદ દલીલ અલા મન બઅસતહૂ લે રિસાલાતેક

અને તારી રિસાલત પર જેને નીમયા છે તે તેમના માટે એક દલીલ છે

 

وَ دَیَّانَ الدِّیْنِ بِعَدْلِكَ وَ فَصْلِ قَضَآئِكَ بَیْنَ خَلْقِكَ

વ દય્યાનદ દીને બે અદલેક વ ફસલે કઝાઇક બયન ખલકેક

અને તારા અદલ સાથે તેને હાકિમ બનાવ્યા છે, તારી મખલુલક વચ્ચે ચૂકાદા આપનાર કાઝી બનાવ્યા છે

 

وَ الْمُهَیْمِنِ عَلیٰ ذٰلِكَ كُلِّهٖ وَ السَّلَامُ عَلَیْهِ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ

વલ મોહયમેને અલા ઝાલેક કુલ્લેહી વસ સલામો અલયહે વ રહેમતુલ્લાહે વ બરકાતોહ.

અને તેઓ બધા કામો પર રખેવાળ નિયુક્ત છે. તેમના પર સલામ થાય અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.

 

اَللّٰهُمَّّ صَلِّ عَلیٰ فَاطِمَۃَ بِنْتِ نَبِیِّكَ وَ زَوْجَۃِ وَلِیِّكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા ફાતેમત બિનતે નબીય્યેક વ ઝવજત વલીય્યેક

અય અલ્લાહ સલવાત મોકલ તારા નબીની દુખ્તર, તારા વલીની ઝવજા પર

 

وَ اُمِّ السِّبْطَیْنِ الْحَسَنِ وَ الْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ

વ ઉમ્મિસ સિબતય્યનિલ હસને વલ હુસયને સય્યેદય શબાબે અહલિલ જન્નતિત

અને તારા નબીના નવાસાઓ ઇમામ હસન અને ઇમામ હુસૈન અ.સ. જન્નતના જવાનોના

 

الطُّهْرَۃِ الطَّاهِرَۃِ الْمُطَهَّرَۃِ التَّقِیَّۃِ النَّقِیَّۃِ الرَّضِیَّۃِ الزَّكِیَّۃِ

તુહરતિત તાહેરતિલ મોતહેહરતિત તકીય્યતિન નકય્યતિર રઝીય્યતિઝ ઝકીય્યતે

સરદારોની મા ફાતેમા સલામુલ્લાહ પર જે ખાતૂન પાક પાકીઝા, પાક કરનારી, અલ્લાહથી ડરનારી, ઇબાદત ગુઝાર,

 

سَیِّدَۃِ نِسَآئِ اَهْلِ الْجَنَّۃِ اَجْمَعِیْنَ

સય્યેદતે નિસાઈલ આલમીન વ અહલિલ જન્નતે અજમઈન

અલ્લાહની ખુશી પર રાજી રહેનારી, ઝકીય્યા, તમામ જન્નતની ઔરતોની સરદાર છે.

 

صَلوٰۃً لَا یَقْویٰ عَلیٰ اِحْصَآئِهَا غَیْرُكَ

સલાતલ લા યકવા અલા એહસાએહા ગયરોક.

એવી સલવાત જેનો શુમાર તારા સિવાય કોઇ ન કરી શકે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلَی الْحَسَنِ وَ الْحُسَیْنِ سِبْطَیْ نَبِیِّكَ

અલ્લાહુમ્મ સલલે અલલ હસને વલ હુસયન સિબતય્યન નબીય્યક

અય અલ્લાહ, સલવાત મોકલ ઇમામ હસન અને ઇમામ હુસૈન અ.સ. તારા નબીના નવાસાઓ,

 

وَ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ الْقَآئِمَیْنِ فِیْ خَلْقِكَ

વ સય્યેદય શબાબ અહલિલ જન્નતિલ કાઈમયને ફિ ખલકેક

એહલે જન્નતના જવાનોના સરદારો પર, જે જે બંને તારી મખલુક દરમિયાન કયામ કર્યો છે

 

وَالدَّلِیْلَیْنِ عَلیٰ مَنْ بَعَثْتَ بِرِسَالَاتِكَ

વદ દલીલયને અંલા મન બઅસત બે રિસાલાતેક

અને તારા રસૂલની રિસાલત પર દલીલ છે

 

وَ دَیَّانَ الدِّیْنِ بِعَدْلِكَ فَصْلَ قَضَائِكَ بَیْنَ خَلْقِكَ

વ દય્યાનદ દીને બે અદલેક વ ફસલય કઝાઈક બયન ખલકેક.

અને અદ્દલથી દીનના હાકિમ છે અને તારી મખલૂક વચ્ચે ન્યાય કરનારા છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ عَلِیِّ بْنِ الْحُسَیْنِ عَبْدِكَ الْقَآئِمِ فِیْ خَلْقِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા અલીય્યિબનિલ હુસયને અબદેકલ કાઇમે ફી ખલકેક

અય અલ્લાહ સલવાત મોકલ અલી ઇબન હુસૈન અ.સ. પર, જે તારી મખલુક દરમિયાન કામ કર્યો તારા બંદા છે

 

وَ الدَّلِیْلِ عَلیٰ مَنْ بَعَثْتَ بِرِسَالَاتِكَ وَ دَیَّانِ الدِّیْنِ بِعَدْلِكَ

વદ દલીલે અલા મન બઅસત બે રિસાલાતેક વ દય્યાનિદ દીને બે અદલેક

અને તારા રસૂલ મારફત જે કંઇ તે મોકલાવ્યું તેની દલીલ છે અને અદલથી તારા દીનના હાકિમ છે,

 

وَ فَصْلِ قَضَآئِكَ بَیْنَ خَلْقِكَ سَیِّدِ الْعَابِدِیْنَ

વ ફસલે કઝાઈક બયન ખલકેક સય્યદિલ આબેદીન.

અને તારી મખલુક વચ્ચે તારા હુકમ મુજબ ફેંસલા કરનારા છે, અને આબિદોના સરદાર છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ مُحَمَّدِ بْنِ عَلِیٍّ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિબને અલીય્યિન

અય અલ્લાહ સલવાત મોકલ મોહમ્મદ ઇબને અલી અ.સ. પર જે તારા બંદા,

 

عَبْدِكَ وَ خَلِیْفَتِكَ فِیْ اَرْضِكَ بَاقِرِ عِلْمِ الْنَّبِیِّیْنَ

અબદેક વ ખલીફતેક ફી અરઝેક બાકિરે ઇલમિન નબીય્યીન.

તારી જમીન પર તારા ખલીફા, અને નબીઓના ઇલ્મને ફેલાવનારા છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ الصَّادِقِ عَبْدِكَ وَ وَلِیِّ دِیْنِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા જઅફરિબને મોહમ્મદિસ સાદિકે અબદેક વ વલીય્યે દીનેક

અય અલ્લાહ સલવાત મોકલ જઅફર ઇબને મોહમ્મદ અલ સાદિક અ.સ. પર, જેઓ તારા બંદા, તારા દીનના વલી,

 

وَ حُجَّتِكَ عَلیٰ خَلْقِكَ اَجْمَعِیْنَ الصَّادِقِ الْبَآرِّ

વ હુજજતેક અલા ખલકેક અજમઈન સાદિકિલ બારરે.

અને તારી તમામ મખલૂક પર તારી હુજજત છે, સાચા છે અને નેક છે.

 

اَللّٰهُمَّ صَلِّ مُوْسَی بْنِ جَعْفَرٍ عَبْدِكَ الصَّالِحِ

અલ્લાહુમ્મ સલ્લે અલા મૂસબને જઅફરિન અબદેકસ સાલેહે

અય અલ્લાહ સલવાત મોકલ મૂસા ઇબને જઅફર અ.સ. પર, જે તારા નેક બંદા છે,

 

وَ لِسَانِكَ فِیْ خَلْقِكَ النَّاطِقِ بِحُكْمِكَ وَ الْحُجَّۃِ عَلیٰ بَرِیَّتِكَ

વ લિસાનેક ફી ખલકેક વન નાતેકે બે હુકમેક વલ હુજજતે અલા બરીય્યતેક.

જે તારી મખલુક પર તારી જબાન છે, અને જે હિકમત સાથે વાતો કરે છે, અને તારી મખલુક પર તારી હુજજત છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ عَلِیِّ بْنِ مُوْسیٰ الرِّضَا الْمُرْتَضٰی عَبْدِكَ وَ وَلِیِّ دِیْنِكَ الْقَآئِمِ بِعَدْلِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા અલીય્યિબને મૂસર રેઝલ મુરતઝા અબદેક વ વલીય્યે દીનેકલ કાઈમે બે અદલેક

અય અલ્લાહ સલવાત મોકલ અલી ઇબને મૂસા રઝા અ.સ. પર, જેઓ તારા બંદા, તારા દીનના રખેવાળ, તારા અદ્દલ પર કાયમ,

 

وَ الدَّاعِیْ اِلیٰ دِیْنِكَ وَ دِیْنِ اٰبَآئِهِ الصَّادِقِیْنَ

વદ દાઇ ઈલા દીનેક વ દીને આબાએહિસ સાદેકીન

તારા દીનની દાવત આપનારા અને તેના વડવાઓના દીનના દાઇ છે.

 

صَلوٰۃً لَا یَقْویٰ عَلیٰ اِحْصَآئِهَا غَیْرُكَ

સલાતલ લા યકવા અલા અહસાઅહા ગયરોક.

એવી સલવાત મોકલ જેની ગણત્રી કરવાની તારા સિવાય કોઇનામાં શક્તિ ન હોય.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ مُحَمَّدِ بْنِ عَلِیٍّ عَبْدِكَ وَوَلِیِّكِ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિબને અલીય્યિન અબદેક વ વલીય્યેકલ

અય અલ્લાહ સલવાત મોકલ મોહમ્મદ ઇબને અલી અ.સ. પર, જેઓ તારા બંદા, તારા વલી,

 

الْقَآئِمِ بِاَمْرِكَ وَ الدَّاعِیْ اِلیٰ سَبِیْلِكَ

કાઇમે બે અમરેક વ વદ દાઇ ઈલા સબીલેક.

તારા હુકમો પર કાયમ, તારા માર્ગ તરફ બોલાવનારા છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ عَلِیِّ بْنِ مُحَمَّدٍ عَبْدِكَ وَ وَلِیِّ دِیْنِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા અલીય્યિબને મોહંમ્મદિન અબદેક વ વલીય્યે દીનેક.

અય અલ્લાહ સલવાત મોકલ અલી ઇબને મોહમ્મદ અ.સ. પર, જેઓ તારા બંદા, તારા દીનના વલી છે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلَی الْحَسَنِ بْنِ عَلِیِّ الْعَامِلِ بِاَمْرِكَ الْقَآئِمِ فِیْ خَلْقِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલલ હસનિબને અલીય્યનિલ આમેલે બે અમરેકલે કાઈમે ફી ખલકેક

અય અલ્લાહ સલવાત મોકલ હસન ઇબને અલી અ.સ. પર, જેઓ તારા હુક્મોનું પાલન કરાવનારા,

 

وَ حُجَّتِكَ الْمُؤَدِّیْ عَنْ نَبِیِّكَ وَ شَاهِدِكَ عَلیٰ خَلْقِكَ الْمَخْصُوْصِ بِكَرَامَتِكَ

વ હુજજતેકલ મોઅદદી અન નબીય્યેક વ શાહેદેક અલા ખલકેકલ મખસૂસે બે કરામતેકદ

તારી મખલુક પર કાયમ અને તારી હુજજત છે. જે તારા નબી તરફ્થી દીની તાલીમનો હક અદા કરનારા છે અને તારી મખલુક પર તારા ગવાહ,

 

الدَّاعِیْ اِلیٰ طَاعَتِكَ وَ طَاعَۃِ رَسُوْلِكَ صَلَوَاتُكَ عَلَیْهِمْ اَجْمَعِیْنَ

દાઈ ઈલા તાઅતેક વ તાઅતે રસૂલેક સલવાતોક અલયહિમ અજમઈન.

તારી કરામતોથી ખાસ માલામાલ, તારી અને તારા રસૂલની ઇતાઅત તરફ લોકોને દાવત આપનારા, આ બધા પર તારી રહેમતો ઉતરે.

 

اَللّٰهُمَّ صَلِّ عَلیٰ حُجَّتِكَ وَ وَلِیِّكَ الْقَآئِمِ فِیْ خَلْقِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા હુજજતેક વ વલીય્યેકલ કાઇમે ફી ખલકેક

અય અલ્લાહ સલવાત મોકલ તારી હુજજત પર, અને તારા વલી પર જેઓ તારી મખલુક પર કાયમ છે,

 

صَلٰوۃً تَامَّۃً نَامِیَۃً بَاقِیَۃً تُعَجِّلُ بِهَا فَرَجَهٗ وَ تَنْصُرُهٗ بِهَا

સલાતન તામ્મતન નામેયતન બાકેયતન તોઅજજેલો બેહા ફરજહૂ વ તનસોરોહૂ બેહા

એવી સંપૂર્ણ સલવાત જે સદા વધનારી, સદા રહેનારી હો, તેમના આગમનમાં જલ્દી કર,

 

وَ تَجْعَلُنَا مَعَهٗ فِی الدُّنْیَا وَ الْاٰخِرَۃِ

વ તજઅલોના મઅહૂ ફિદ દુનયા વલ આખેરહ.

અને તેમની મદદ કર, અને અમને દુનિયા અને આખેરતમાં તેમના સાથી બનાવ.

 

اَللّٰهُمَّ اِنِّیْ اَتَقَرَّبُ اِلَیْكَ بِحُبِّهِمْ

અલ્લાહુમ્મ ઈન્ની અતકરરબો ઈલયક બે હુબ્બેહિમ

અય અલ્લાહ હું તેમની મહોબ્બત થકી તારી નઝદીકી ચાહું છું.

 

وَ اُوَالِیْ وَلِیَّهُمْ وَ اُعَادِیْ عَدُوَّهُمْ

વ ઓવાલી વલીય્યહુમ વ ઓઆદી અદદુવહુમ

હું તેમના દોસ્તોના દોસ્ત છું અને તેમના દુશ્મનોનો દુશ્મન છું.

 

فَارْزُقْنِیْ بِهِمْ خَیْرَ الدُّنْیَا وَالْاٰخِرَۃِ

ફરઝુકની બેહિમ ખયરદ દુનિયા વલ આખેરત

તેમના હિસાબે મને દીન અને દુનિયાની ભલાઇ અતા કર,

 

وَاصْرِفْ عَنِّیْ بِهِمْ شَرَّ الدُّنْیَا وَالْاٰخِرَۃِ

વસરિફ અન્ની બેહિમ શરદ દુનિયા વલ આખેરતે

અને તેમના લીધે મને દીન અને દુનિયાની બૂરાઇઓથી બચાવ

 

وَ اَهْوَالَ یَوْمِ الْقِیَامَۃِ۔

વ અહવાલ યવમિલ કિયામહ.

અને કયામતના ભયથી નજાત દે.

 

 

 

પછી સિરહાના આગળ આવી કહે :

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَلِیَّ اللهِ

અસ્સલામો અલયક યા વલીયલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا حُجَّۃَ اللهِ

અસસલામો અલયક યા હુજજતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની હુજજત.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا نُوْرَ اللهِ فِیْ ظُلُمَاتِ الْاَرْضِ

અસ્સલામો અલયક યા નૂરલ્લાહે ફી ઝોલોમાતિલ અરઝ.

સલામ થાય આપ પર અય ધરતીના અંધકારમાં અલ્લાહના નૂર.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا عَمُوْدَ الدِّیْنِ

અસ્સલામો અલયક યા અમુદદ દીન.

સલામ થાય આપ પર અય દીનના સુતૂન,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ اٰدَمَ صِفْوَۃِ اللهِ

અસ્સલામો અલયેક યા વારેસ આદમ સિફવતિલ્લાહ.

સલામ થાય આપ પર અય આદમ સફીઉલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ نُوْحٍ نَبِیِّ اللهِ

અસ્સલામો અલયેક યા વારેસ નુહિન નબીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર અય નૂહ નબી અલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ اِبْرَاهِیْمَ خَلِیْلِ اللهِ

અસ્સલામો અલયક યા વારેસ ઇબરાહીમ ખલીલિલ્લાહ.

સલામ થાય આપ પર અય ઇબ્રાહીમ ખલીલુલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ اِسْمَاعِیْلَ ذَبِیْحِ اللهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈસમાઈલ ઝબીહિલ્લાહ.

સલામ થાય આપ પર અય ઇસ્માઇલ ઝબીહુલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ مُوْسیٰ كَلِیْمِ اللهِ

અસ્સલામો અલયક યા વારેસ મૂસા કલીમિલ્લાહ.

સલામ થાય આપ પર અય મૂસા કલીમુલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ عِیْسیٰ رُوْحِ اللهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈસા રૂહિલ્લાહ.

સલામ થાય આપ પર અય ઇસા રૂહુલ્લાહના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ مُحَمَّدٍ رَّسُوْلِ اللهِ

અસ્સલામો અલયક યા વારેસ મોહંમ્મદિર રસૂલિલ્લાહ,

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ મોહમ્મદ (સ.અ.વ.વ.) ના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ

અસ્સલામો અલયક યા વારેસ અમીરિલ મુઅમેનીન

સલામ થાય આપ પર અય અલી ઇબને અબીતાલિબ અમીરૂલ મોઅમેનીન, અલ્લાહના વલીના વારિસ,

 

عَلِیٍّ وَلِیِّ اللهِ وَ وَصِیِّ رَسُوْلِ رَبِّ الْعَالَمِیْنَ

અલીય્યિન વલીય્યિલ્લાહ વ વીસીય્યે રસૂલે રબબિલ આલમીન.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ فَاطِمَۃَ الزَّهْرَآئِ

અસ્સલામો અલયક યા વારેસ ફાતેમતઝ ઝહેરા.

સલામ થાય આપ પર અય ફાતેમા ઝેહરા સલામુલ્લાહ ના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ الْحَسَنِ وَ الْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ

અસ્સલામો અલયક યા વારેસ અબી મોહમ્મદેનિલ હસને વલ હુસયને સય્યેદય શબાબે અહલિલ જન્નત.

સલામ થાય આપ પર અય ઇમામ હસન અ.સ. અને ઇમામ હુસૈન અ.સ.ના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ عَلِیِّ بْنِ الْحُسَیْنِ زَیْنِ الْعَابِدِیْنَ

અસસલામો અલયક યા વારેસ અલીય્યિબનિલ હુસયને ઝયનિલ આબેદીન.

સલામ થાય આપ પર અય અલી ઇબનુલ હુસૈન અ.સ. આબિદોના સરદારના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ مُحَمَّدِ بْنِ عَلِیٍّ بَاقِرِ عِلْمِ الْاَوَّلِیْنَ وَ الْاٰخِرِیْنَ

અસસલામો અલયક યા વારેસ મોહંમ્મદિબને અલીય્યિન બાકિરે ઇલમિલ અવ્વલીન વલ આખરીન.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઇબને અલી અ.સ.અવ્વલીન અને આખેરીનના ઇલ્મને ફેલાવનારના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ الصَّادِقِ الْبَآرِّ

અસ્સલામો અલયક યા વારેસ જઅફરિબને મોહમ્મદેનિસ સાદેકિલ બારરે.

સલામ થાય આપ પર અય જઅફર ઇબને મોહમ્મદ અ.સ. સાચા અને નેકના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَارِثَ مُوْسَی بْنِ جَعْفَرٍ

અસસલામો અલયક યા વારેસ મૂસબને જઅફરિન.

સલામ થાય આપ પર અય અબુલ હસન મૂસા ઇબને જઅફર અ.સ.ના વારિસ,

 

اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا الصِّدِّیْقُ الشَّهِیْدُ

અસ્સલામો અલયક અય્યોહસ સિદદીકુશ શહીદ.

સલામ થાય આપ પર અય સિદ્દીક શહીદ,

 

اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا الْوَصِیُّ الْبَآرُّ التَّقِیُّ

અસ્સલામો અલયક અય્યોહલ વલીય્યુલ બારરૂત તકી.

સલામ થાય આપ પર અય નેક અને પરહેઝગાર વસી.

 

اَشْهَدُ اَنَّكَ قَدْ اَقَمْتَ الصَّلوٰۃَ وَ اٰتَیْتَ الزَّكوٰۃَ

અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત

હું ગવાહી આપું છું કે આપે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી,

 

وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَیْتَ عَنِ الْمُنْكَرِ

વ અમરત બિલ મઅરૂફે વ નહયંત અનિલ મુનકરે

નેક કામોની હિદાયત કરી અને બૂરા કામોથી રોકયા

 

وَ عَبَدْتَ اللهَ مُخْلِصاً حَتّٰی اَتٰیكَ الْیَقِیْنُ

વ અબદતલ્લાહ મુખલેસન હત્તા અતાકલ યકીન.

અને ખાલિસ દિલથી અલ્લાહની ઇબાદત કરી, ત્યાં સુધી કે આપ શહાદત પામ્યા.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا اَبَا الْحَسَنِ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ۔

અસ્સલામો અલયક યા અબલ હસન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય અબલ હસન આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

 

 

 

પછી ઝરીહ મુબારકને ચૂમે અને કહે :

 

اَللّٰهُمَّ اِلَیْكَ صَمَدْتُ مِنْ اَرْضِیْ

અલ્લાહુમ્મ ઈલયક સમદતો મિન અરઝી

અય અલ્લાહ હું મારી હાજતો લઇને તારી પાસે હાજર થયો છું

 

وَ قَطَعْتُ الْبِلَادَ رَجَآئَ رَحْمَتِكَ

વ કતઅતુલ બેલાદ રજાઅ રહમતેક

અને તારી રહેમતની આશામાં મેં શહેરોનું અંતર કાપ્યું છે,

 

فَلَا تُخَیِّبْنِیْ وَ لَا تَرُدَّنِیْ بِغَیْرِ قَضَآئِ حَاجَتِیْ

ફ લા તોખય્યિબની વ લા તરૂદદની બે ગયરે કઝાએ હાજતી

એટલે મને નાઉમ્મીદ ન કરજે અને મારી હાજતો પૂરી કર્યા વિના ન છોડજે

 

وَارْحَمْ تَقَلُّبِیْ عَلیٰ قَبْرِ بْنِ اَخِیْ رَسُوْلِكَ

વરહમ તકલ્લોબી અલા કબરિબને અખી રસૂલેક

અને મારા પર રહેમ કર, મેં તારા નબીના ભાઇના ફરઝંદની કબર પાસે આવ્યો છું.

 

صَلَوَاتُكَ عَلَیْهِ وَ اٰلِهٖ

સલવાતોક અલયહે વ આલેહી

તેમના પર અને તેમની આલ પર તારી સલવાત હો.

 

بِاَبِیْ اَنْتَ وَ اُمِّیْ یَا مَوْلَایَ

બે અબી અનત વ ઉમ્મી યા મવલાય

આપ પર મારા મા-બાપ ફિદા થાય,

 

اَتَیْتُكَ زَائِراً وَافِدًا عَآئِذًا مِمَّا جَنَیْتُ عَلٰی نَفْسِیْ

અતયતોક ઝાઇરંવ વાફેદન આઇઝમ મિમ્મા જનયતો અલા નફસી

હું આપની ઝિયારત કરવાના હેતુથી હાજર થયો છું, આપના પર કુરબાન થવાને મેં મારા પોતા પર કરેલા ઝુલ્મની તૌબા કરીને

 

وَاحْتَطَبْتُ عَلیٰ ظَهْرِیْ فَكُنْ لِیْ شَافِعًا اِلَی اللهِ

વહતબતો અલા ઝહરી ફ કુન લી શાફેઅન ઈલલ્લાહે તઆલા

અને મારી પીઠ પર એ બધા ગુનાહોનો બોજ લઇને આવ્યો છું, એટલે આપ મારી શફાઅત કરો અલ્લાહ તઆલાથી,

 

یَوْمَ فَقْرِیْ وَ فَاقَتِیْ

યવમ હાજતી વ ફકરી વ ફાકતી

મારી હાજત, મારી ફકીરી અને મારી ભૂખના દિવસોમાં,

 

فَلَكَ عِنْدَ اللهِ مَقَامٌ مَّحْمُوْدٌ

ફ લક ઈનદલ્લાહે મકામુમ મહમૂદંવ

કેમકે અલ્લાહ પાસે આપનો માન- મરતબો છે

 

وَ اَنْتَ عِنْدَهٗ وَجِیْهٌ۔

વ અનત વજીહુન.

અને આપ અલ્લાહ પાસે માનવંત છો.

 

 

 

પછી જમણો હાથ ઊંચો કરે અને ડાબો હાથ ઝરીહ મુબારક પર રાખી કહે

 

اَللّٰهُمَّ اِنِّیْ اَتَقَرَّبُ بِحُبِّهِمْ وَ بِوَلَایَتِهِمْ

અલ્લાહુમ્મ ઈન્ની અતકરરબો ઈલયક બે હુબ્બેહિમ વ બે વિલાયતેહિમ

અય અલ્લાહ હું આ સાહેબોની મહોબ્બત અને વિલાયત દ્વારા તારી નઝદીકી ચાહું છું

 

اَتَوَلیّٰ اٰخِرَهُمْ بِمَا تَوَلَّیْتُ بِهٖ اَوَّلَهُمْ

અતવલ્લા આખેરહુમ બે મા તવલ્લયતો બેહી અવ્વલહુમ

તેમના છેલ્લાથી એટલી એટલીજ મહોબ્બત ચાહું છું

 

وَ اَبْرَئُ مِنْ كُلِّ وَلِیْجَۃٍ دُوْنَهُمْ

વ અબરઓ મિન કુલ્લે વલીજતિન દૂનહુમ.

જેટલી તેમના પહેલાથી રાખું છું અને તેમના દુશ્મનોથી દૂરી ચાહું છું.

 

اَللّٰهُمَّ الْعَنِ الَّذِیْنَ بَدَّلُوْا نِعْمَتَكَ

અલ્લાહુમ્મલ અનિલ લઝીન બદદલુ નેઅમતક

અય અલ્લાહ તું લાનત કર એ લોકો પર જેણે તારી નેઅમતોને બદલી નાખી

 

وَاتَّهَمُوْا نَبِیَّكَ وَ جَحَدُوْا بِاٰیَاتِكَ

વતત્તહમૂ નબીય્યક વ જહદૂ બે આયાતેક

અને તારા નબી પર આરોપ મૂકયો અને તારી નિશાનીઓને માની નહીં

 

وَ سَخِرُوْا بِاِمَامِكَ

વ સખેરૂ બે ઈમામેક

અને તારા ઇમામની મશ્કરી કરી.

 

وَ حَمَلُوْا النَّاسَ عَلیٰ اَكْتَافِ اٰلِ مُحَمَّدٍ

વ હમલુન નાસ અલા અકતાફે આલે મોહંમ્મદિન.

અને લોકોને આલે નબી પર હુકૂમત કરવા તૈયાર કર્યા

 

اَللّٰهُمَّ اِنِّیْ اَتَقَرَّبُ اِلَیْكَ بِاللَّعْنَۃِ عَلَیْهِمْ

અલ્લાહુમ્મ ઈન્નિ અતકરરબો ઈલયક બિલ લઅનતે અલયહિમ

અલ્લાહ હું તારી નઝદીકી ચાહું છું એ લોકો પર લાનત કરવાના કારણે,

 

وَالْبَرَآئَۃِ مِنْهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَۃِ یَا رَحْمَانُ۔

વલ બરાઅતે મિનહુમ ફિદ દુનયા વલ આખેરતે યા રહમાન.

અને દુનિયા તથા આખેરતમાં આવા લોકોથી દૂરી ચાહું છું અય રહેમાન.

 

 

 

 

પછી પેયટી તરફ જઇને કહે :

صَلَّی اللهُ عَلَیْكَ یَا اَبَا الْحَسَنِ

સલ્લલ્લાહો અલયક યા અબલ હસન,

અલ્લાહની સલવાત હો આપ પર અય અબુલ હસન,

 

صَلَّی اللهُ عَلیٰ رُوْحِكَ وَ بَدَنِكَ

સલ્લલ્લાહો અલા રૂહેક વ બદનેક

અલ્લાહની સલવાત હો આપની રૂહ પર, આપના બદન પર,

 

صَبَرْتَ وَ اَنْتَ الصَّادِقُ الْمُصَدِّقُ

સબરત વ અનતસ સાદિકુલ મોસદદકો

આપે સબર કરી, આપ સાદિક છો અને તસ્દીક કરવાવાળા છો,

 

قَتَلَ اللهُ مَنْ قَتَلَكَ بِالْاَیْدِیْ وَالْاَلْسُنِ۔

કતલલ્લાહો મન કતલક બિલ અયદી વલ અલસોન.

ખુદા કતલ કરે જેમણે આપને પોતાના હાથથી યા પોતાની ઝબાનથી કતલ કર્યા.

 

 

 

 

પછી રડવા કકળવા સાથે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. હઝરત ઇમામ હસન અ.સ. અને હઝરત ઇમામ હુસૈન અ.સ. ના કાતિલો પર લાનત કરે અને એહલેબૈતે પાક(અ.સ.)ના બધા કાતિલો ઉપર પણ.

اَللّٰهُمَّ الْعَنْ قَتَلَۃَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ

અલ્લાહુમ્મલ લઅન કતલત અમીરિલ મોઅમેનીન

અય અલ્લાહ અમીરિલ મોઅમેનીનના કાતિલો પર લાઅનત કર

 

وَ قَتَلَۃَ الْحَسَنِ وَ الْحُسَیْنِ عَلَیْهِمُ السَّلَامُ

વ કતલતલ હસને વલ હુસયને અલયહેમુસ સલામો

અને હસન અને હુસયન અ.સ. ના કાતિલો પર લાઅનત કર

 

وَ قَتَلَۃَ اَهْلِ بَیْتِ نَبِیِّكَ

વ કતલત અહલે બય્યતે નબીય્યેક.

અને પયગમ્બરના પરિવારના સભ્યોને કતલ કરવાવાળા પર.

 

اَللّٰهُمَّ الْعَنْ اَعْدَآئَ اٰلِ مُحَمَّدٍ وَ قَتَلَتَهُمْ

અલ્લાહુમ્મલ લઅન અઅદાઅ આલે મોહમ્મદિન વ કતલતહુમ

અય અલ્લાહ મુહમ્મદના પરિવારના સભ્યોના દુશ્મનો અને કાતિલો પર લાઅનત કર

 

وَ زِدْهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ

વ ઝિદદહુમ અઝાબન ફવકલ અઝાબે

અને તેમના અઝાબને અઝાબથી પણ વધારી દો

 

وَ هَوَانًا فَوْقَ هَوَانٍ وَ ذُلاًّ فَوْقَ ذُلٍّ وَ خِزْیًا فَوْقَ خِزْیٍ

વ હવાનન ફવક હવાનિન વ ઝુલ્લિન ફવક ઝુલ્લિન વ ખિઝયન ખિઝયિન.

અને તેમના અપમાનમાં અપમાન ઉમેરો જે તમે તેમના માટે નક્કી કરો છો.

 

اَللّٰهُمَّ دُعَّهُمْ اِلَی النَّارِ دَعًّا

અલ્લાહુમ્મ દોઅઅહુમ એલન્નારે દઅઆ

અય અલ્લાહ તેમણે જહન્નમની આગ મા મોકલ

 

وَاَرْكِسْهُمْ فِیْ اَلِیْمِ عَذَابِكَ رَكْسًا

વ અરકિસહુમ ફી અલીમે અઝાબેક રક્સન

અને તેમણે તારા દુઃખદાયક અઝાબમાં નાખી દે

 

وَاحْشُرْهُمْ وَ اَتْبَاعَهُمْ اِلٰی جَهَنَّمَ زُمَرًا۔

વહશુરહુમ વ અતબાઅહુમ એલા જહન્નમ ઝોમરા.

અને તેમને અને તેમના માનવા વાળાને તેમની સાથેજ જહન્નમમાં મોકલ.

 

 

 

 

પછી બે રકાત નમાઝ પઢે અને દુઆ કરે પોતાના માટે, પોતાના મા-બાપ માટે અને મોમિન બિરાદરો માટે કરે.