હઝરત અબ્બાસ ઇબ્ને અલી અ.સ.ની ઝિયારત
00:00
00:00
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી અંદર પ્રવેશે અને બીજા દરવાજા પર પહોંચી ઉભા રહી અને કહે ;
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
سَلَامُ اللهِ وَ سَلَامُ مَلٓاَئِكَتِهِ الْمُقَرَّبِیْنَ
સલામુલ્લાહે વ સલામો મલાએકતેહિલ મોકરરબીન
સલામ હો આપ પર અલ્લાહના, અને સલામ હો આપ પર તેના મુકર્રબ ફરિશ્તાઓના,
وَ اَنْبِیَآئِهِ الْمُرْسَلِیْنَ
વ અમબેયાએહિલ મુરસલીન
અને નબીઓના અને રસૂલોના
وَ عِبَادِهِ الصَّالِحِیْنَ
વ એબાદેહિસ સાલેહીન
અને તેના નેક બંદાઓના અને બધા શહીદોના.
وَ جَمِیْعِ الشُّهَدَاْءِ وَ الصِّدِّیْقِیْنَ
વ જમીઇશ શોહદાએ વસ સિદીકીન
સાચાઓના અને તેમના તરફથી
وَ الزَّاكِیَاتُ الطَّیِّبَاتُ فِیْمَا تَغْتَدِیْ وَ تَرُوْحُ
વઝ ઝાકેયાતુત તસ્થેબાતો ફી મા તગતદી વ તરૂહો
આપને સવાર સાંજ પાકો પાકીઝા તરફથી.
عَلَیْكَ یَابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ
અલયક ચબન અમીરિલ મુઅમેનીન.
અમીરૂલ મોઅમેનીન અ.સ. તરફથી.
اَشْهَدُ لَكَ بِالتَّسْلِیْمِ وَ التَّصْدِیْقِ
અશહદો લક બિત તસલીમે વત તસદીક
હું ગવાહી આપું છું કે તમારી રજૂઆતને,અને તમારા માનવને
وَ الْوَفَآءِ وَ النَّصِیْحَۃِ
વલ વફાએ વન નસીહતે
અને તમારી વફાદારીને, અને ઇમાનદારી
لِخَلَفِ النَّبِیِّ الْمُرْسَلِ
લે ખલફિન નબીય્યિલ મુરસલે
અને નબીની આલ પર રહમત મોકલ
وَ السِّبْطِ الْمُنْتَجَبِ وَ الدَّلِیْلِ الْعَالِمِ
વસ સિબતિલ મુનતજબે વદ દલીલિલ આલેમે
પસંદ કરેલ, દિનનો સાચો જાણકાર,
وَ الْوَصِیِّ الْمُبَلِّغِ وَ الْمَظْلُوْمِ الْمُهْتَضَمِ
વલ વસીય્યિલ મોબલ્લેગે વલ મઝલૂમિલ મુહતઝમે
પહોંચાડનાર અનુગામી, જેના ઉપર જુલમ થયા
فَجَزَاكَ اللهُ عَنْ رَسُوْلِهٖ وَ عَنْ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ
ક્રુજઝાકલ્લાહો અન રસૂલેહી વ અન અમીરિલ મુઅમેનીન
તેથી,અલ્લાહ તમને તેના નબી અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ના લિધે બદલો આપી શકે છે,અને અમીરૂલ મોઅમેનીન અ.સ. તરફથી.
وَ عَنِ الْحَسَنِ وَ الْحُسَیْنِ صَلَوَاتُ اللهِ عَلَیْهِمْ
વ અનિલ હસને વલ હુસયને સલવાતુલ્લાહે અલયહિમ
ઇમામે હસન અ.સ. અને ઇમામે હુસૈન અ.સ. તરફથી શ્રેષ્ઠ બદલો આપે એટલા માટે કે આપે ધીરજ ધરી.
اَفْضَلَ الْجَزَآءِ بِمَا صَبَرْتَ وَ احْتَسَبْتَ وَ اَعَنْتَ
અફઝલલે જઝાએ બે મા સંબરત વહતસબત વ અઅનત
સંકટો ઉઠાવ્યા અને આપે હઝરતની મદદ કરી.
فَنِعْمَ عُقْبَی الدَّارِ
ફ નેઅમ ઉકબદ દારે
કેવો ઉત્તમ બદલો છે અને કેવો સારો અંત છે.
لَعَنَ اللهُ مَنْ قَتَلَكَ
લઅનલ્લાહો મન કતલક
અલ્લાહ લાનત કરે આપના કાતિલો પર
وَلَعَنَ ٱللَّهُ مَنْ ظَلَمَتْكَ
વ લઅનલ્લાહો મન ઝલમક
અને અલ્લાહ લાનત કરે આપના પર ઝુલ્મ કરનાર પર
وَ لَعَنَ اللهُ مَنْ جَهِلَ حَقَّكَ وَ اسْتَخَفَّ بِحُرْمَتِكَ
વ લઅનલ્લાહો મન જહલ હકકક વસત ખફફ બેહુરમતેક
અને અલ્લાહ લાનત કરે આપના હકનો ઇન્કાર કરનાર પર. આપની ઇઝઝતને હલકી ગણનાર પર
وَ لَعَنَ اللهُ مَنْ حَالَ بَیْنَكَ وَ بَیْنَ مَآءِ الْفُرَاتِ
વ લઅનલ્લાહો મન હાલ બયનક વ બયન માઈલ ફોરાત.
અને અલ્લાહ લાનત કરે એ લોકો પર જેઓ આપની અને ક્રૂરાતના પાણીની વચ્ચે આડા આવ્યા.
اَشْهَدُ اَنَّكَ قُتِلْتَ مَظْلُوْمًا
અશહદો અન્નક કોતિલત મઝલૂમન
હું ગવાહી આપું છું કે આપને ઝુલ્મ વડે કત્લ કરવામાં આવ્યા છે
وَ اَنَّ اللهَ مُنْجِزٌ لَّكُمْ مَا وَعَدَكُمْ
વ અન્નલ્લાહ મુનજેઝુન લકુમ મા વઅદકુમ
અને બેશક અલ્લાહ પોતાના વાયદાને પૂરો કરનાર છે જે તેણે આપની સાથે કર્યો છે.
جِئْتُكَ یَابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ وَ افِدًا اِلَیْكُمْ
જેઅતોક ચબન અમીરિલ મુઅમેનીન વાફેદન ઈલયકુમ
અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ હું આપની ખિદમતમાં હાજર થયો છું.
وَ قَلْبِیْ مُسَلِّمٌ لَّكُمْ وَ تَابِعٌ
વ કલબી લકુમ મોસલ્લુમુન
આપની મહેરબાનીઓની આશા સાથે. મારૂં દિલ આપને સ્વીકારી ચૂકયું છે
وَ اَنَا لَكُمْ تَابِعٌ
વ અના લકુમ તાબેઉન
અને હું આપનો ફરમાંબરદાર છું
وَ نُصْرَتِیْ لَكُمْ مُعَدَّۃٌ حَتّٰی یَحْكُمَ اللهُ
વ નુસરતી લકુમ મોઅદદતુન હત્તા યહકોમલ્લાહો
અને હું આપની મદદ કરવા ચાહું છું ત્યાં સુધી કે અલ્લાહ પોતાનો ફેંસલો સાદર ફરમાવે અને તે સૌથી શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.
وَ هُوَ خَیْرُ الْحَاكِمِیْنَ فَمَعَكُمْ مَعَكُمْ
વ હોવ વ ખયરૂલ હાકેમીન ફ મઅકુમ મઅકુમ
બસ હું આપની સાથે છું તો આપની જ સાથે છું આપના દુશ્મનો સાથે હરિગજ નહિ,
لَا مَعَ عَدُوِّكُمْ اِنِّیْ بِكُمْ وَ بِاِیَابِكُمْ مِنَ الْمُؤْمِنِیْنَ
લા મઅ અદુર્વ્યકુમ ઈન્ની બેકુમ વ બે ઈયાબેકુમ મેનલ મુઅમેનીન
ખરેખર જે લોકો આપની સાથે છે તે મોઅમેનીન છે
وَ بِمَنْ خَالَفَكُمْ وَ قَتَلَكُمْ مِنَ الْكاَفِرِیْنَ
વ બે મન ખાલકુમ વ કતલકુમ મેનલ કાફેરીન
અને જે લોકોએ આપનો વિરોધ કર્યો અને આપને કત્લ કર્યા તેઓ કાર છે.
قَتَلَ اللهُ اُمَّۃً قَتَلَتْكُمْ بِالْاَیْدِیْ وَ الْاَلْسُنِ۔
કતલલ્લાહો ઉમ્મતન કતલતકુમ બિલ અયદી વલ અલસોન.
અલ્લાહ સર્વનાશ કરે એ લોકોને જેણે આપને કત્લ કર્યા. પોતાના હાથોથી અને પોતાના વેણોથી.
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી રોઝએ અકદસમાં દાખલ થાય અને કહે
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا الْعَبْدُ الصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુલ
સલામ હો આપ પર અય અલ્લાહના નેક બંદા, અલ્લાહના ફરમાંબરદાર.
الْمُطِیْعُ لِلّٰهِ وَ لِرَسُوْلِهٖ وَ لِاَمِیْرِ الْمُؤْمِنِیْنَ
મોતીઓ લિલ્લાહે વ લે રસૂલેહી વ લે અમીરિલ મુઅમેનીન
તેના રસૂલ સ.અ.વ.વ. અને અમીરૂલ મોઅમેનીન અ.સ.
وَ الْحَسَنِ وَ الْحُسَیْنِ صَلَّی اللهُ عَلَیْهِمْ وَ سَلَّمَ
વલ હસને વલ હુસયને સલ્લલ્લાહો અલયહિમ વ સલ્લમ.
તથા ઇમામ હસન અને હુસૈન અ.સ.ના ફરમાંબરદાર.
اَلسَّلَامُ عَلَیْكَ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ
અસ્સલામો અલયક વ રહમતુલ્લાહે વ બરકાતહૂ
અલ્લાહની રહેમત હો આપ પર અને તેના સલામ હો આપ પર
وَ مَغْفِرَتُهٗ وَ رِضْوَانُهٗ وَ عَلٰی رُوْحِكَ وَ بَدَنِكَ
વ મગફેરતહૂ વ રિઝવાનોહૂ વ અલા રૂહેક વ બદનેક.
અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરતી રહે અને આપના આત્માને તથા શરીરને અલ્લાહની બક્ષિસ અને ખુશનૂદી મળતી રહે.
اَشْهَدُ وَ اُشْهِدُ اللهَ اَنَّكَ مَضَیْتَ عَلٰی مَا مَضٰی بِهٖ الْبَدْرِیُّوْنَ
અશહદો વ ઉશહેદુલ્લાહ અન્નક મઝયત અલા મા મઝા બેહિલ બદરીવ્યૂન
હું ગવાહી આપું છું અને અલ્લાહને ગવાહ કરૂં છું કે આપે ખરેખર એવું જ કર્યુ જેવું બદરના
وَ الْمُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللهِ
વલ મોજાહેદૂન ફ્રી સબીલિલ્લાહિલ
મુજાહિદ્દોએ કર્યુ હતું અને જુઓ અલ્લાહની રાહમાં લડયા હતા
الْمُنَاصِحُوْنَ لَهٗ فِی جِهَادِ اَعْدَائِهِ
મોનાસેહૂન લહૂ ફ્રી જેહાદે અઅદાએહિલ
અને નિર્મળ મને જેહાદ કરવાવાળા હતા.
الْمُبَالِغُوْنَ فِی نُصْرَۃِ اَوْلِیَآئِهِ
મોબાલેગૂન ફ્રી નુસરતે અવલેયાએહિઝ
અલ્લાહના દુશ્મનોથી અને અણથક મહેનત કરવાવાળા હતા
الذَّآبُّوْنَ عَنْ اَحِبَّآئِهٖ
ઝાબૂન અન અહિબ્બાએહી
અલ્લાહના દોસ્તોની મદદ કરવામાં અને તેના દોસ્તોથી દુશ્મનોને હટાવનાર હતા.
فَجَزَاكَ اللهُ اَفْضَلَ الْجَزَآءِ
જઝાકલ્લાહો અફઝલલે જઝાએ
અલ્લાહ આપને બદલો આપે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બદલો
وَ اَكْثَرَ الْجَزَآءِ وَ اَوْفَرَ الْجَزَآءِ
વ અકસરલ જઝાએ વ અવફરલ જઝાએ
અને ઘણો ઘણો બદલો અને પુષ્કળ પુષ્કળ બદલો
وَ اَوْفیٰ جَزَآءِ اَحَدٍ مِّمَّنْ وَفٰی بِبَیْعَتِهٖ
વ અવફા જઝાએ અહદિન મિમ્મન વફા બે બયઅતેહી
અને સંપૂર્ણ બદલોએવા હકદાર માણસની જેમ જેણે પોતાની તાબેદારીમાં વફા કરી
وَ اسْتَجَابَ لَهٗ دَعْوَتَهٗ وَ اَطَاعَ وُلَاۃَ اَمْرِهٖ
વસતજાબ લહૂ દઅવતહૂ વ અતાઅ વોલાત અમરેહ.
અને અલ્લાહની દાવતને કબૂલ કરી અને તેમના અમ્રના વલીઓની પૈરવી કરી.
اَشْهَدُ اَنَّكَ قَدْ بَالَغْتَ فِی النَّصِیْحَۃِ
અશહદો અન્નક કદ બાલગત ફિન નસીહતે
ગવાહી આપું છું કે તમે નિખાલસતા પૂર્વક કોશિશ કરી.
وَ اَعْطَیْتَ غَایَۃَ الْمَجْهُوْدِ
વ અઅતયત ગાયતલ મજહુદે
અત્યંત મહેનત ઉઠાવી આ બાબતમાં એટલે
فَبَعَثَكَ اللهُ فِی الشُّهَدَآءِ
ફ બઅસકલ્લાહો ફિશ શોહદાએ
અલ્લાહ આપની ગણત્રી શહીદોમાં કરે
وَ جَعَلَ رُوْحَكَ مَعَ اَرْوَاحِ السُّعَدَآءِ
વ જઅલ રૂહક મઅ અરવાહિસ સોઅદાએ
અને આપની રૂહને નેક લોકોની હો સાથે રાખે
وَ اَعْطَاكَ مِنْ جِنَانِهٖ اَفْسَحَهَا مَنْزِلًا
વ અઅતાક મિન જિનાનેહી અફસહહા મનઝેલવ
અને આપને તેની જન્નતોમાંથી એવી વિશાળ જન્નત નસીબ કરે કે
وَّ اَفْضَلَهَا غُرَفًا
વ અફઝલહા ગોરવ
જેની મંઝિલો ઊંચી હોય જેના ઓરડાઓ શ્રેષ્ઠ હોય
وَ رَفَعَ ذِكْرَكَ فِی عِلِّیِّیْنَ
વ રફઅ ઝિકરક ફી ઇલ્લીય્યીન
અને આપના ઝિક્રને ઇલ્લીયિનમાં ઊંચો કરે
وَ حَشَرَكَ مَعَ النَّبِیِّیْنَ وَ الصِّدِّیْقِیْنَ
વ હશરક મઅન નબીય્યિન વસ સિદ્દીકીન
અને આપનું પાછું જીવન થવું નબીઓ સાથે, સાચાઓ, શહીદો અને નેક લોકો સાથે કરે અને કેટલા સુંદર સાથીઓ છે આ બધા.
وَ الشُّهَدَآءِ وَ الصَّالِحِیْنَ وَ حَسُنَ اُولٰٓئِكَ رَفِیْقًا
વશ શોહદાએ વસ સાલેહીન વ હસોન ઉલાએક રફીકા.
ગવાહી આપું છું કે ખરેખર ન તો તમે આળસ કરી કે ન પાછી પાની કરી
اَشْهَدُ اَنَّكَ لَمْ تَهِنْ وَ لَمْ تَنْكُلْ
અશહદો અન્નક લમ તહિન વ લમ તનકુલ
અને તમે તમારા કામને આગેવાન બની
وَ اَنَّكَ مَضَیْتَ عَلٰی بَصِیْرَۃٍ مِّنْ اَمْرِكَ
વ અન્નક મઝયત અલા બસીરતિમ મિન અમરેક
દીર્ઘ દ્રષ્ટિપૂર્વક અંજામ આપ્યું.
مُقْتَدِیًا مبِالصَّالِحِیْنَ وَ مُتَّبِعًا لِّلنَّبِیِّیْنَ
મુકતદેયન બિસ સાલેહીન વ મુતતબેઅન લિન નબીય્યિન
નેક લોકોની સાથે મળીને, નબીઓની પૈરવીમાં.
فَجَمَعَ اللهُ بَیْنَنَا وَ بَیْنَكَ
ફ જમઅલ્લાહો બયનના વ બયનક
અંતમાં અલ્લાહ અમારા અને આપના વચ્ચે
وَ بَیْنَ رَسُوْلِهٖ وَ اَوْلِیَآئِهٖ
વ બયન રસૂલહી વ અવલેયાએહી
અને પોતાના રસૂલ સ.અ.વ.વ. અને વલીઓ વચ્ચે આપણને ભેગા કરે.
فِی مَنَازِلِ الْمُخْبِتِیْنَ
ફી મનાઝેલિલ મુખબેતીન
એ લોકોના સ્થાનોમાં જેઓ અલ્લાહ આગળ વિનમ્રતા દાખવે છે.
فَاِنَّهٗ اَرْحَمُ الرَّاحِمِیْنَ۔
ફ ઈન્નહૂ અરહમર રાહેમીન.
ખરેખર તે સૌ રહેમ કરવાવાળાઓમાં મોટો રહેમ કરવાવાળો છે.
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી પાંયતી તરફ ઉભો રહે અને કહે :
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلسَّلَامُ عَلَیْكَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسَ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ
અસ્સલામો અલયક યા અબલ ફલિલ અબ્બાસ ચબન અમીરિલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અબુલ ફઝલિલ અબ્બાસ અમીરીલ મોઅમેનીનના ફરઝંદ.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ
અસ્સલામો અલયક યબન સય્યદિલ વસીય્યીન.
સલામ થાય આપ પર અય વસીઓના સરદાર પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ اِسْلَامًا
અસ્સલામો અલયક યબન અવલિલ કવમ ઈસલામંવ
સલામ થાય આપ પર અય એ બુઝુર્ગ હસ્તીના પુત્ર જેમણે સૌથી પહેલે ઇસ્લામ કબૂલ કર્યો.
وَ اَقْدَمِهِمْ اِیْمَانًا وَ اَقْوَمِهِمْ بِدِیْنِ اللهِ وَ اَحْوَطِهِمْ عَلَی الْاِسْلَامِ
વ અકદમેહિમ ઈમાનવ વ અકવમેહિમ બે દીનિલ્લાહે વ અહવતેહિમ અલલ ઇસલામ.
જેઓ ઇમાન લાવવામાં સૌથી આગળ છે અને દીન પર કાયમ રહેનારાઓમાં સૌથી વધારે છે અને સૌથી વધારે ઇસ્લામના રક્ષક છે.
اَشْهَدُ لَقَدْ نَصَحْتَ لِلّٰهِ وَ لِرَسُوْلِهٖ وِ لِاَخِیْكَ
અશહદો લ કદ નસહત લિલ્લાહે વ લે રસુલેહી વલે અખીક
હું ગવાહી આપું હું છું કે બેશક અલ્લાહતઆલાના બારામાં આપે નિખાલસતા દાખવી અને તેના રસૂલ સ.અ.વ.વ. અને પોતાના ભાઇના સંબંધમાં પણ નિસ્વાર્થ રહ્યા
فَنِعْمَ الْاَخُ الْمُوَاسِیْ
ફ નેઅમલ અખુલે મોવાસી
અને પોતાના ભાઇને કેવો સરસ તન અને મનથી સાથ આપ્યો.
فَلَعَنَ اللهُ اُمَّۃً قَتَلَتْكَ
ફ લઅનલ્લાહો ઉમ્મતન કતલતક
અલ્લાહતઆલા લાનત કરે એ લોકો પર જેઓએ આપને કત્લ કર્યા
وَ لَعَنَ اللهُ اُمَّۃً ظَلَمَتْكَ
વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
અને લાનત કરે એ લોકો પર જેઓએ આપની આબરૂઓનું ઘ્યાન ન રાખ્યું
وَ لَعَنَ اللهُ اُمَّۃً نِأسْتَحَلَّتْ مِنْكَ الْمَحَارِمَ وَ انْتَهَكَتْ حُرْمَۃَ الْاِسْلَامِ
વ લઅનલ્લાહો ઉમ્મતન ઇસતહલ્લત મિનકલ મહારેમ વનતહકત હુરમતલ ઇસલામે
અને આપને કત્લ કરીને ઇસ્લામની આબરૂને બરબાદ કરી દીધી.
فَنِعْمَ الصَّابِرُ الْمُجَاهِدُ الْمُحَامِیْ النَّاصِرُ
ફ નેઅમસ સાબેરૂલ મોજાહેદુલ મોહામીન નાસેરો
આપ કેવા શ્રેષ્ઠ ધીરજવાન છો. કેવા મહાન મુજાહિદ છો અને પોતાના ભાઇના શ્રેષ્ઠ તરફદાર અને મદદગાર છો.
وَ الْاَخُ الدَّافِعُ عَنْ اَخِیْهِ الْمُجِیْبُ اِلیٰ طَاعَۃِ رَبِّهِ
વલ અખુદ દાફેઓ અન અખીહિલ મોજીબો ઇલા તાઅતે રબ્બહિર
પોતાના ભાઇના સંકટોને દૂર કરનાર છો. અલ્લાહતઆલાની ફરમાંબરદારીના કબૂલ કરનારા છો
الرَّاغِبُ فِیْمَا زَهِدَ فِیْهِ غَیْرُهٗ مِنَ الثَّوَابِ الْجَزِیْلِ
રાગેબો ફ્રીમા ઝહેદ ફીહે ગયરોહુ મેનસ સવાબિલ જઝીલે
અને એ કામમાં રસ બતાવનાર છો જે બીજાઓએ તજી દીધું એટલે કે અખુટ સવાબ
وَ الثَّنَآءِ الْجَمِیْلِ
વસ સનાઈલ જમીલે
અને સુંદર વખાણના કામને.
وَ اَلْحَقَكَ اللهُ بِدَرَجَۃِ آبَآئِكَ فِی جَنَّاتِ النَّعِیْمِ
વ અલહકકલ્લાહો બે દરજતે આબાએક ફી જન્નાતિન નઇમે.
અલ્લાહતઆલા આપને આપના બાપ- દાદાને જન્નતમાંના ઊંચા દરજજાઓમાં ભેળવે.
اَللّٰهُمَّ اِنِّیْ تَعَرَّضْتَ لِزِیَارَۃِ اَوْلِیَآئِكَ رَغْبَۃً فِیْ ثَوَابِكَ
અલ્લાહુમ્મ ઇન્ની તઅરરઝતો લે ઝિયારતે અવલયાએક રગબતન ફી સવાબેક
અય અલ્લાહ સુ.ત., સવાબની આશાઓ સાથે, તારી મગફેરતની તમન્નામાં
وَ رَجَآءً لِمَغْفِرَتِكَ وَ جَزِیْلِ اِحْسَانِكَ
વ રજાઅન લે મગફેરોક વ જઝીલે એહસાનેક
અને તારા અહેસાન અને આરઝુ સાથે હું તારા વલીઓની ઝિયારતનો ઇચ્છુક છું.
فَاَسْأَلُكَ اَنْ تُصَلِّیَ عَلٰی مُحَمَّدٍ وَّ آلِهِ الطَّاهِرِیْنَ
ફ અસઅલોક અન તોસલેેય અલા મોહમ્મદિન વ આલેહિત તાહેરીન
અને તારા અહેસાન અને આરઝુ સાથે હું તારા વલીઓની ઝિયારતનો ઇચ્છુક છું.
وَ اَنْ تَجْعَلَ رِزْقِیْ بِهِمْ دَآرًّا
વ અન તજઅલ રિઝકી બેહિમ દારરન
અને તેમના સદકે મારી રોજીને બહોળી કર
وَ عَیْشِیْ بِهِمْ قَارًّا
વ અયશી બેહિમ કરરન
અને મારા સુખને કાયમ રાખ
وَ زِیَارَتِیْ بِهِمْ مَقْبُوْلَۃً وَ حَیَاتِیْ بِهِمْ طَیِّبَۃً
વ ઝિયારતે બેહિમ મકબુલતવ વ હયાતી બેહિમ તય્યબતન
અને તેમના થકી મારી ઝિયારત કબૂલ કર અને તેમના સદકે મારા જીવનને પવિત્ર બનાવી દે
وَ اَدْرِجْنِیْٓ اِدْرَاجَ الْمُكْرَمِیْنَ
વ અદરિજની ઈદરાજલ મુકરમીન
અને મને તે કરમ ફરમાઓના રસ્તા પર ચલાવ
وَ اجْعَلْنِیْ مِمَّنْ یَّنْقَلِبُ مِنْ زِیَارَۃِ مَشَاهِدِ اَحِبَّآئِكَ
વજઅલની મિમ્મન યનકલેબો મિન ઝિયારતે મશાહેદે અહિબ્બાએક
અને મારી ગણના તારા દોસ્તોના મઝારોની કામયાબ ઝિયારત કરનારાઓમાં કર,
مُفْلِحًا مُنْجِحًا قَدِ اسْتَوْجَبَ غُفْرَانَ الذُّنُوْبِ وَ سَتْرَ الْعُیُوْبِ
મુલેહન મુનજેહન કદિસતવજબ ગુફરાનઝ ઝોનૂબે વ સતરલ ઓયુબે
જેમની ઝિયારતો કબુલ થાય છે, જેમના ગુનાહો બક્ષાઇ ગયા છે, જેમના એબોને તું છુપાવી લે છે અને જેમના દુ:ખોને તું ટાળે છે
وَ كَشْفَ الْكُرُوْبِ اِنَّكَ اَهْلُ التَّقْوٰی وَ اَهْلُ الْمَغْفِرَۃِ۔
વ કશફલ કોરૂબે ઈન્નક અહલુત તકવા વ અહેલુલ મગફેરહ.
ખરેખર તું એ લાયક છે કે તારથી ડરવામાં આવે અને તારાથી માફીની ઉમ્મીદ બાંધવામાં આવે
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,