اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ رَسُوْلِ اللهِ
અસ્સલામો અલયકે યા બિનત સૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.ની સાહબઝાદી.
اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ نَبِیِّ اللهِ
અસ્સલામો અલયકે યા બિનત નબીયયિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના નબીની પુત્રી.
اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ مُحَمَّدٍ الْمُصْطَفیٰ
અસ્સલામો અલયકે યા બિનત મોહમ્મદેનિલે મુસતફા.
સલામ થાય આપ પર અચ મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.ની બેટી,
اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ وَلِیِّ اللّٰهِ
અસ્સલામો અલયકે યા બિનત વલીયયિલ્લાહ.
સલામ થાય આપ પર અય વલીએ ખુદાની પુત્રી.
اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ عَلِیٍّ الْمُرْتَضیٰ سَیِّدِ الْاَوْصِیَائِ وَالصِّدِّیِقِیْنَ
અસ્સલામો અલયકે યા બિનત અલીય્યેનિલ મુરતઝા સય્યેદિલ અવસેયાએ વસ સિદદિકીન.
સલામ થાય આપ પર અય અલીચ્ચે મુર્તઝાની પુત્રી, વસીઓના સરદાર અને સાચાઓના સરદારની પુત્રી,
اَلسَّلَامُ عَلَیْكِ یَا بِنْتَ فَاطِمَۃَ الزَّهْرَائِ سَیِّدَۃِ نِسَائِ الْعٰلَمِیْنَ
અસ્સલામો અલયકે યા બિનંત ફાતેંમતઝ ઝહરાએ સય્યદેતે નેસાઇલ આલમીન.
સલામ થાય આપ પર અય ફાતેમા ઝેહરા સ.અ. વિશ્વોની સ્ત્રીઓની સરદારની પુત્રી,
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُخْتَ الْحَسَنِ وَالْحُسَیْنِ سَیِّدَیْ شَبَابِ اَهْلِ الْجَنَّۃِ اَجْمَعِیْنَ
અસ્સલામો અલયકે યા ઉખતલ હસને વલ હુસયને સય્યદય શબાબે અહલિલ જન્નતે અજ્મઈન.
સલામ થાય આપ પર ઓ જન્નતના તમામ જવાનોના સરદારો ઈમામ હસન અને ઈમામ હુસૈનની બહેન,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا السَّیِّدَۃُ الزَّكِیَّۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહસ સય્યેદતુઝે ઝકીય્યહ.
સલામ થાય આપ પર અય સય્યદા અને પાકો પાકિઝા,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الدَّاعِیَۃُ الْخَفِیِّۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહદ દાએયતુલ ખફીય્યહ.
સલામ થાય આપ પર અચ પર્દામાં રહીને હકની દાવત દેનારી,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا التَّقِیَّۃُ النَّقِیَّ
અસ્સલામો અલયકે યા અય્યતોહત તકીય્યતુને નકીય્યહ.
સલામ થાય આપ પર અય અલ્લાહથી ડરનારી અને પરહેઝગાર ખાતૂન.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الرَّاضِیَۃُ الْمَرْضِیَّۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહર રઝિય્યતુલ મરઝીય્યહ.
સલામ થાય આપ પર અય અલ્લાહથી રાઝી રહેનારી અને તેનો રાજીપો મેળવનારી.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْعَالِمَۃُ الْغَیْرُ الْمُعَلَّمَۃِ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ આલેમતુલ ગયરૂલ મોઅલ્લમહ.
સલામ થાય આપ પર અય જ્ઞાની જેને કોઈએ જ્ઞાન શીખવ્યું નથી.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْفَهِیْمَۃُ الْغَیْرُ الْمُفَهَّمَۃِ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ ફહીમતુલે ગયરૂલ મુફહહમહ.
સલામ થાય આપ પર અચ ખુદ સમજનારી કોઈના સમજાવ્યા વગર.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَظْلُوْمَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ મઝલૂમહ.
સલામ થાય આપ પર અય કે જેના પર ઝૂલમ કરવામાં આવ્યો.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا مَهْمُوْمَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ મહેમૂમહ.
સલામ થાય આપ પર અય દુઃખો ઉઠાવનારી,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَغْمُوْمَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ મગમૂમહ.
સલામ થાય આપ પર અય ગમમાં જીવન પસાર કરનારી.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الصِّدِّیْقَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહસ સિદદીકહ.
સલામ થાય આપ પર અય સત્ય ખાતૂન,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَكْرُوْبَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહલ મકરૂબહ.
સલામ થાય આપ પર અય દુઃખો અને સંકટો ઉઠાવનારી,
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُهَا الْمَاسُوْرَۃُ
અસ્સલામો અલયકે યા અય્યતોહલં માઅસૂરહ,
સલામ થાય આપ પર અય કે જેને કૈદ કરવામાં આવી.
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتَهَا الصَّاحِبَۃُ الْمُصِیْبَۃِ الْعُظْمیٰ
અસ્સલામો અલયકે યા સાહેબતલ મુસીબતિલ ઉઝમા.
સલામ થાય આપ પર અય મોટી મુસીબતો સહન કરનારી.
اَلسَّلَامُ عَلَیْكِ یَا زَیْنَبُ الْكُبْریٰ
અસ્સલામો અલયંકે યા ઝયનબુલ કુબરા.
સલામ થાય આપ પર અય ઝયનબે કુબ્રા,
وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને આપ પર અલ્લાહની રહમતો અને બરકતો ઉતરે.