પ્રવેશ પછી મસ્જિદમાં દાખલ થાય અને સહનની વચમાં "બે રકાત નમાઝ" અદા કરે.
હઝરત ઇમામ જઅફર સાદિક અ.સ.થી રિવાયત છે કે જે કોઇ "મંગળવાર" ના મગરિબ અને ઇશાની વચ્ચે બે રકાત નમાઝ મસ્જિદે સેહલામાં પઢે તો હક તઆલા તેના ગમને જરૂર દૂર કરશે અને આફતને ટાળી દેશે અને તેની હાજતો પૂરી કરશે
નમાઝ પઢયા પછી જનાબે સય્યદા(સ.અ.)ની તસ્બીહ પઢે પછી પોતાના બંને હાથોને આસમાન સામે ઊંચા કરી કહે :
اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત
અય અલ્લાહ, તું જ અલ્લાહ છે. તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.
مُبْدِئُ الْخَلْقِ وَ مُعِيْدُهُمْ
મુબદેઉલ ખલકે વ માઇદોહુમ
તું જ લોકોને પૈદા કરનાર છે અને મારવા પછી પાછા સજીવન કરનાર છે
وَ اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
વ અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત
અને તું જ અલ્લાહ છે, તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.
خَالِقُ الْخَلْقِ وَ رَازِقُهُمْ
ખાલેકુલ ખલક વ રાઝેકોહુમ
તેં જ લોકોને પૈદા કર્યા અને તું જ એને રોજી આપે છે.
وَ اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
વ અનેતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનતલ
તું જ અલ્લાહ છે અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી
الْقَابِضُ الْبَاسِطُ وَ اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
કાબેઝુલ બાસેતો વ અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત
તું જ રોકવાવાળો છે અને તું જ ફેલાવવાવાળો છે અને તું અલ્લાહ છે અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી
مُدَبِّرُ الْاُمُوْرِ وَ بَاعِثُ مَنْ فِي الْقُبُوْرِ
મોદબ્બેરૂલ ઓમૂરે વ બાએસો મન ફીલ કોબૂરે
તું જ કાર્યસાધક છે અને મુરદાઓને ફરી ઉભા કરનાર છે
اَنْتَ وَارِثُ الْاَرْضِ وَ مَنْ عَلَيْهَا
અનત વારેસુલ અરઝે વ મન અલયહા.
અને તું જ જમીનનો ધણી છે અને જે કંઇ પણ તેમાં છે એ બધાનો હું છું
اَسْاَلُكَ بِاسْمِكَ الْمَخْزُوْنِ الْمَكْنُوْنِ
અસઅલોક બિસમેકલ મખઝૂનિલ મકનૂનિલ
હું તારાથી સવાલ કરૂં છું એ નામના વાસ્તાથી જે છુપુ અને સંઘરેલુ છે,
الْحَيِّ الْقَيُّوْمِ وَ اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ
હય્યિલ કય્યૂમે વ અનતલ્લાહો લા ઇલાહ ઈલ્લા અનત
એ નામથી જે જીવંત અને સનાતન છે, અને તું જ અલ્લાહ છે અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી
عَالِمُ السِّرِّ وَ اَخْفٰىۤ
આલેમુસ સિરરે વ અખફા.
તું દરેક છુપી અને ભેદ ભરેલી વાતોને જાણે છે.
اَسْاَلُكَ بِاسْمِكَ الَّذِيۤ اِذَا دُعِيْتَ بِهِ اَجَبْتَ
વ અસઅલોક બિસમેકલ લઝી એઝા દુઇત બેહી અજબત
હું માંગુ છું તારા એ નામના વાસ્તાથી કે જે થકી દુઆ માંગવામાં આવી, તો કબૂલ થઇ ગઇ
وَ اِذَا سُئِلْتَ بِهِ اَعْطَيْتَ
વ એઝા સોઈલત બેહી અઅયત
અને જે કંઇ માંગવામાં આવ્યું તે આપવામાં આવ્યું.
وَ اَسْاَلُكَ بِحَقِّكَ عَلٰى مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ
વ અસઅલોક બે હકકેક અલા મોહંમ્મદિવ વ અહલે બયતેહી
અને હું માંગણી કરૂં છું તારા એ હકના વાસ્તાથી જે તારો મોહમ્મદ સ.અ.વ. અને તેમની એહલેબૈત અ.સ. પર છે
وَ بِحَقِّهِمُ الَّذِيْ اَوْجَبْتَهُ عَلٰى نَفْسِكَ
વ બે હકકહેમુલ લઝી અવેજબતહૂ અલા નફસેક
અને એ લોકોના હકનો વાસ્તો જે તેં તારા પર વાજિબ કરી લીધો છે.
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર
وَ اَنْ تَقْضِيَ لِيْ حَاجَتِيْ
વ અન તકઝેય લી વ હાજતીસ
અને મારી હાજતો પૂરી કર
اَلسَّاعَةَ السَّاعَةَ يَا سَامِعَ الدُّعَاۤءِ
સાઅતસ સાઅત યા સામેઅદ દુઆ..
આ ઘડીએ આ ઘડી એ દુઆઓના સાંભળનાર,
يَا سَيِّدَاهُ يَا مَوْلَاهُ يَا غِيَاثَاهُ
યા સય્યેદાહો યા મવલાહો યા ગેયાસાહો.
અય સરદાર, અય મૌલા અને અય ફરિયાદે પહોંચનારા
اَسْاَلُكَ بِكُلِّ اسْمٍ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
અસઅલોક બે કુલ્લિ ઈસમિન સમ્મયત બેહી નફસેક
અને સવાલ કરૂં છું તારા એ દરેક નામથી જે તેં તારા માટે પસંદ કરેલ છે
اَوِ اسْتَأْثَرْتَ بِهِ فِيْ عِلْمِ الْغَيْبِ عِنْدَكَ
અવિસ તાઅસરત બેહી ફી ઇલમિલ ગયબે ઈનદિક
અને ઇલ્મે ગૈબથી તારા પર મન્સૂસ કર્યા.
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર
وَ اَنْ تُعَجِّلَ فَرَجَنَا السَّاعَةَ
વ અન તોઅજજેલ ફરજનસ સાઅત
અને આ ઘડીએ મને આરામ પહોંચાડ,
يَا مُقَلِّبَ الْقُلُوْبِ وَ الْاَبْصَارِ
યા મોકલ્લેબલ કોલૂબે વલ અબસારે
અય દિલોને પલટાવનાર અને આંખોને ફેરવનાર
يَا سَمِيْعَ الدُّعَاۤءِ۔
યા સમીઅદ દુઆઆ.
અય દુઆઓને સાંભળનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,