વિદાઅ ઈમામ રઝા અ.સ.

لَا جَعَلَهُ اللهُ اٰخِرَ تَسْلِیْمِیْ عَلَیْكَ۔

લા જઅલહુલ્લાહો આખેર તસ્લીમી અલયક.

અલ્લાહ આ મારો તમારા ઊપર છેલ્લો સલામ ન બનાવે.

اَلسّلَامُ عَلَیْكَ یَا وَلِیَّ اللهِ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ

અસસલામો અલયક યા વલિઅલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય અલ્લાહના વલી પર અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.

اَللّٰهُمَّ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنْ زِیَارَتِیْ ابْنَ نَبِیِّكَ وَ حُجَّتِكَ عَلیٰ خَلْقِكَ

અલ્લાહુમા લા તજઅલહુ આખીરાલ અહદે મીન ઝિયારતી ઇબને નબીયેકા વ હુજ્જતકા અલા ખલકીક

અય અલ્લાહ આ ઝિયારતને તમારા નબીના પુત્રની છેલ્લી ઝિયારત ના કરાર દે અને

وَاجْمَعْنِیْ وَ اِیَّاهُ فِیْ جَنَّتِكَ

વ અજમાની વ ઇયયાહૂ ફી જન્નતેકા

અને મને તારી જન્નતમાં એમણી સાથે સામેલ કર

وَاحْشُرْنِیْ مَعَهٗ وَ فِیْ حِزْبِهٖ

વહશૂરની માઅહુ વ ફી હીઝબેહી

અને મને એમણી સાથે અને એમના સમૂહમાં રાખ

مَعَ الشُّهَدَآئِ وَ الصَّالِحِیْنَ

માઅ અશશોહદાએ વશસાલેહિન

શોહદાઓ અને સાલેહિનની સાથે

وَ حَسُنَ اُولٰٓئِكَ رَفِیْقًا

વ હસુના ઉલએકા રફીકન

અને તેમની સોહબત બેહતરીન છે.

وَ اَسْتَوْدِعُكَ اللهُ وَ اَسْتَرْعِیْكَ وَ اَقْرَئُ عَلَیْكَ السَّلَامُ

વ અસતવાદી ઉકાલ્લાહો વશતકર ઇકા વકર અલક્સ સલામા

હું તમને અલ્લાહને સોંપું છું અને દુઆ કરું છું કે તમને હિફાજતમાં રાખે અને તમારા સલામ થાય

اٰمَنَّا بِاللهِ وَ بِالرَّسُوْلِ

આમનના બિલ્લાહી વ બિલરસુલે

હું અલ્લાહ પર અને તેના રસૂલ પર

وَ بِمَا جِئْتَ بِهٖ وَ دََلَلْتَ عَلَیْهِ

વ બીમા જીઅતા બીહી વ દલ્લતા અલયહિ

અને જે કઈ પણ તમે લાવ્યા અને જે હિદાયત માટે છે તેના પર હું ઈમાન લાવ્યો છું

فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِیْنَ۔

ફકતુબના માઅશ શાહેદીન

તો અમને ગવાહી આપવાવાળા ની સાથે ગણજે.