بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
إِلَهِيْ عَظُمَ الْبَلَاءُ وَبَرِحَ الْخَفَاءُ
ઇલાહી અઝોમલ બલાઓ વ બરેહલ ખફાઓ
અય પરવરદિગાર ! બલા મોટી થઇ ગઇ. ગુપ્ત વાતો જાહેર થઇ ગઇ.
وَانْكَشَفَ الْغِطَاءُ وَانْقَطَعَ الرَّجَاءُ ،
વન કશફલ ગેતાઓ વન કતઅર રજાઓ
પર્દાઓ ઉઘડી ગયા અને આશાઓ તૂટી ગઇ.
وَضَاقَتِ الْأَرْضُ وَمُنِعَتِ السَّمَاءُ
વ ઝાકતિલ અરઝો વ મોનઅતિસ સમાઓ
જમીન તંગ થઇ ગઇ અને આસમાને (દયાને) રોકી લીધી.
وَأَنْتَ الْمُسْتَعَانُ وَإِلَيْكَ الْمُشْتَكَي
વ અનતલ મુસતનો વ ઈલયકલ મુશતકા
હવે માત્ર તારાથી જ શિકાયત કરી શકાય છે
وَ عَلَيْكَ الْمُعَوَّلُ فِيْ الشِّدَّةِ وَالرَّخَاءِ،
વ અલયકલ મોઅવ્વલો ફિશ શિદદતે વર રખા એ.
અને જ સુખ દુ:ખમાં તારા પર જ ભરોસો કરી શકાય છે.
اَللَّهُمَّ صَلِّ عَلَي مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન.
અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની આલ અ.સ.પર દુરૂદ નાઝિલ ફરમાવ.
أُوْلِي الْأَمْرِ الَّذِيْنَ فَرَضْتَ عَلَيْنَا طَا عَتَهُمْ
ઉલીલ અમરિલ લઝીન ફરઝત અલયના તાઅતહુમ
જેમની ઇતાઅત અમારા પર તેં વાજિબ કરી દીધી છે
وَ عَرَّفْتَنَا بِذَالِكَ مَنْزِلَتَهُمْ ،
વ અરફતના બ ઝાલેક મનઝેલતહુમ
અને તેમના મરતબાનું અમને ભાન કરાવ્યું છે
فَفَّرِجْ عَنَّا بِحَقِّهِمْ فَرَجاً عَاجِلاً قَرِيْباً
ફ ફરિજ અન્ના બે હકકેહિમ ફરજન આજેલન કરીબન
તેમના વાસ્તાથી અમારી મુશ્કિલોને આસાન કર જલ્દી કર,
كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ
કલમહિલ બસર અવ હોવ અકરબો
હમણાં જ, ક્ષણ ભરમાં બલકે તેનાથી પણ નજદીક,
يَامُحَمَّدُ يَاعَلِيُّ يَاعَلِيُّ يَامُحَمَّدُ
યા મોહમ્મદો યા અલીય્યોં યા અલીય્યોં યા મોહમ્મદો
અય મોહમ્મદ સ.અ.વ. અય અલી અ.સ. અય અલી અ.સ. અય મોહમ્મદ સ.અ.વ.વ.
كْفِيَانِيْ فَإِنَّكُمَا كَافِيَانِ وَ انْصُرَانِيْ فَإِنَّكُمَا نَاصِرَانِ
ઇકફયાની ફ ઈન્નકોમા કાફેયાન વનસોરાની ફી ઈન્નકોમા નાસેરાન
આપ બન્ને હઝરાત મારી મદદ ફરમાવો કેમે તમે જ મારી મદદ કરી શકો છો અને આપ બન્ને હઝરાત મારી કિફાયત કરો કારણ કે આપ બન્ને જ મારા માટે કાફી છો,
يَامَوْلَانَا يَاصَاحِبَ الزَّمَانِ
યા મવલાના યા સાહેબઝ ઝમાન
અય મારા મૌલા ! અય જમાનાના ધણી,
اَلْغَوْثَ اَلْغَوْثَ اَلْغَوْثَ
અલ ગવસ અલ ગવસ અલ ગવસ.
ફરિયાદ છે, ફરિયાદ છે, ફરિયાદ છે.
أَدْرِكْنِيْ أَدْرِكْنِيْ أَدْرِكْنِيْ
અદરિકની અદરિકની અદરિકની
મારી મદદ કરો, મારી મદદ કરો, મારી મદદ કરો,
اَلسَّاعَةَ اَلسَّاعَةَ اَلسَّاعَةَ
અસ્સાઅત અસ્સાઅત અસ્સાઅત
આ ઘડીએ, આ ઘડીએ આ ઘડીએ,
اَلْعَجَلَ اَلْعَجَلَ اَلْعَجَلَ
અલ અજલ અલ અજલ અલ અજલ.
જલ્દી, જલ્દી જલ્દી.
يَا أَرْحَمَ لرَّاحِمِيْنَ بِحَقِّ مُحَمَّدٍ وَّآلِهِ الطَّا هِرِيْنَ
યા અરહમર રાહેમીન બે હકકે મોહમ્મદિન વ આલેહિત તાહરીન.
અય બધા રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ. ના સદકે મારી દુઆ કબૂલ ફરમાવ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,