રસુલે ખુદા સ.અ.વ.વ.ની ઝિયારત

"بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ "

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللّٰهِ

અસ્સલામો અલયક યા રસુલલ્લાહ

સલામ થાય આપ પર અય રસુલે ખુદા સ.અ.વ.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا نَبِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા નબીયલ્લાહ

સલામ થાય આપ પર અય ખુદાના નબી,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مُحَمَّدَ بْنَ عَبْدِ اللّٰهِ

અસ્સલામો અલયક યા મોહંમ્મદ ઇબ્ને અબ્દીલ્લાહ

સલામ થાય આપ પર અય હઝરત અબ્દુલ્લાહના ફરઝંદ મોહંમદ મુસ્તફા સ.અ.વ.,

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا خَاتَمَ النَّبِيِّيْنَ

અસ્સલામો અલયક યા ખાતમન નબીયીન

સલામ થાય આપ પર અય નબીઓના સિલસિલાને ખતમ કરવાવાળા,

 

اَشْهَدُ اَنَّكَ قَدْ بَلَّغْتَ الرِّسَالَةَ وَ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ

અશહદો અનક કદ બલગતર રિસાલત વ અકમતસ સલાત વ આત્યતઝ ઝકાત

હું ગવાહી આપું છું કે આપે ખરેખર અલ્લાહના પયગામને લોકો સુધી પહોંચાડયો. આપે નમાઝ કાયમ કરી અને ઝકાત અદા કરી.

 

وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ

વ અમરત બિલ માઅરુફે વ નહિયત અનિલ મુનકરે

આપે નૈક કામોના હુકમ આપ્યા અને બુરા કામોથી લોકોને રોકયા.

 

وَ عَبَدْتَ اللّٰهَ مُخْلِصًا حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ

વ અબદતલ્લાહ મુખ્લેશન હત્તા અતાકલ યકીનો,

અને છેલ્લા શ્ર્વાસ સુધી નિખાલસતાથી અલ્લાહની ઈબાદત કરી.

 

فَصَلَوَاتُ اللّٰهِ عَلَيْكَ وَ رَحْمَتُهُ وَ عَلٰۤى اَهْلِ بَيْتِكَ الطَّاهِرِيْنَ۔

ફ સલવાતુલ્લાહે અલ્યક વ રહમતોહુ, વ અલા અહલે બયતેકત તાહેરીન.

આપ પર અને આપની પાક એહલેબયત પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

 

اَشْهَدُ اَنْ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ

અશહદો અન લાએલાહા ઇલલ્લાહો વહદહુ લાશરિક લહુ ,

હું ગવાહી આપું છું કે ખુદા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી.તે એક છે તેનો કોઈ ભાગીદાર નથી.

 

وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَ رَسُوْلُهُ

વ અશહદો અન મોહંમ્મદન અબ્દોહુ વ રસુલોહુ,

અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. ખુદાના ખાસ બંદા અને રસૂલ છે

 

وَ اَشْهَدُ اَنَّكَ رَسُوْلُ اللّٰهِ وَ اَنَّكَ مُحَمَّدُ بْنُ عَبْدِ اللّٰهِ

વ અશહદો અનક રસુલુલ્લાહે વ અનક મોહંમ્મદુબ્નો અબ્દીલ્લાહે

અને હું ગવાહી આપું છું કે આપ મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ છો.

 

وَ اَشْهَدُ اَنَّكَ قَدْ بَلَّغْتَ رِسَالَاتِ رَبِّكَ وَ نَصَحْتَ لِاُمَّتِكَ

વ અશહદો અનક કદ બલગતા રેસાલતે રબ્બેકા વ નશહત લે ઉમ્મતેકા

અને હું ગવાહી આપું છું કે આપે આપના પરવરદિગારના પયગામને લોકો સુધી પહોંચાડયો

 

وَ جَاهَدْتَ فِيْ سَبِيْلِ اللّٰهِ وَ عَبَدْتَ اللّٰهَ حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ

વ જાહદત ફી સબીલીલ્લાહે વ અબ્દલ્લાહ હત્તા અતા કલ યકીનો

અને ઉમ્મતની ભલાઈ કરી અને અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યાં અને છેવટ સુધી આપે ખુદાની બંદગી કરી

 

بِالْحِكْمَةِ وَ الْمَوْعِظَةِ الْحَسَنَةِ وَ اَدَّيْتَ الَّذِيْ عَلَيْكَ مِنَ الْحَقِّ

બીલ હિકમતે વલ મવઅઝેતીલ હસનતે વ અદયતલ લઝી અલયક મેનલ હક્કે

અને બુદ્ધિથી તથા ડહાપણપૂર્વક લોકોને ખુદાના દીનની તરફ બોલાવ્યા. અને પોતાનો હક અદા કરી દીધો.જે તેમના પર ખુદા તરફથી વાજિબ કરવામાં આવ્યો હતો

 

وَ اَنَّكَ قَدْ رَؤُفْتَ بِالْمُؤْمِنِيْنَ وَ غَلُظْتَ عَلَى الْكَافِرِيْنَ

વ અનક કદ રઉફત બીલ મોઅમેનીન વ ગલુઝત અલલ કાફેરીન

અને યકીનન આપે મોઅમીનો પર ધ્યાન આપ્યું અને મહેરબાની કરી અને કાફરો ઉપર સખ્તાઈ કરી.

 

فَبَلَغَ اللّٰهُ بِكَ اَفْضَلَ شَرَفِ مَحَلِّ الْمُكَرَّمِيْنَ

ફ બલગલ્લાહો બેક અફઝલ શરફે મહલ્લીલ મુકરરમીન.

એટલે ખુદાએ આપને માનવંત બંદાના સ્થાનેથી શ્રેષ્ઠ સ્થાને પહોંચાડયા.

 

الْحَمْدُ لِلّٰهِ الَّذِيْ اسْتَنْقَذَنَا بِكَ مِنَ الشِّرْكِ وَ الضَّلَالَةِ۔

અલહમ્દો લિલ્લાહિલ લઝીસ તનકઝના બેક મેનશ શીરકે વઝ ઝલાતે.

હમ્દ અને તાઅરીફ એ ખુદાની કે જેણે આપ સ.અ.વ. મારફત અમને શિર્ક અને ગુમરાહીથી નજાત અપાવી.

 

اَللّٰهُمَّ فَاجْعَلْ صَلَوَاتِكَ وَ صَلَوَاتِ مَلَاۤئِكَتِكَ الْمُقَرَّبِيْنَ وَ اَنْبِيَاۤئِكَ الْمُرْسَلِيْنَ وَ عِبَادِكَ الصَّالِحِيْنَ

અલ્લાહુમ્મ ફજઅલ સલવાતેકા વ સલવાતે મલાએકતેકલ મોકરરબીના વ અંમ્બીયાએકલ મુરસલીન વ એબાદકસ સાલેહીન

અય અલ્લાહ ! તું તારી રહેમતો અને તારા માનીતા ફરિશ્તાઓ અને તારા નેક બંદાઓ અને જમીન તથા આસમાનના રહેવાવાળાઓની સલવાત તેમના પર મોકલ.

 

وَ اَهْلِ السَّمَاوَاتِ وَ الْاَرَضِيْنَ وَ مَنْ سَبَّحَ لَكَ يَا رَبَّ الْعَالَمِيْنَ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ

વ અહલીસ સમાવાતે વલ અરઝીન વ મન સબ્બહ લક યા રબ્બલ આલમીન મેનલ અવ્વલીન વલ આખરીન

અય તમામ દુન્યાના પાલણહાર ! અવ્વલીન અને આખેરીનમાંથી જે લોકો તારી તસ્બીહ કરે છે તેની સલવાતો

 

عَلٰى مُحَمَّدٍ عَبْدِكَ وَ رَسُوْلِكَ وَ نَبِيِّكَ وَ اَمِيْنِكَ وَ نَجِيْبِكَ وَ حَبِيْبِكَ وَ صَفِيِّكَ وَ خَآصَّتِكَ وَ صَفْوَتِكَ وَ خِيَرَتِكَ مِنْ خَلْقِكَ

અલા મોહંમ્મદીન અબ્દેકા વ રસુલેકા વ નબીયેકા વ અમીનેકા વ નબીયેકા વ હબીબેકા વ શફીયેકા વ ખાશાતેકા વ શફવતેકા વ ખયરતેકા મિન ખલકેકા.

તારા બંદા મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. પર મોકલ, જે તારા રસૂલ છે. નબી અને અમીન છે. તારા રાઝદાર અને હબીબ છે અને તારી ચૂંટેલી ખાસ મલ્લૂક અને તારી મલ્લૂકમાં સૌથી શ્રેષ્ઠ છે.

 

اَللّٰهُمَّ اَعْطِهِ الدَّرَجَةَ الرَّفِيْعَةَ وَ اٰتِهِ الْوَسِيْلَةَ مِنَ الْجَنَّةِ

અલ્લાહુમ્મ અઅતેહીદ દરજાજાતર રફીઅત વ આતેહીલ વસીલતા મિનલ જન્નતે

અય અલ્લાહ ! તું હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.ને ઉંચો દરજ્જો આપ અને તેમને જન્નત મેળવવા માટે વસીલો બનાવ.

 

وَ ابْعَثْهُ مَقَامًا مَحْمُوْدًا يَغْبِطُهُ بِهِ الْاَوَّلُوْنَ وَ الْاٰخِرُوْنَ

વ અબઅસહુ મકામન મહમુદન યગબેતોહુ , બેહી અવ્વલુના વલ આખેરુન.

અને તેમને એ પ્રસંશનીય સ્થાને પહોંચાડ જયાં જવા અવ્વલીન અને અખેરીનના લોકો અપેક્ષા કરે.

 

اَللّٰهُمَّ اِنَّكَ قُلْتَ وَ لَوْ اَنَّهُمْ اِذْ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ جَاۤءُوْكَ فَاسْتَغْفَرُوْا اللّٰهَ وَ اسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ

અલ્લાહુમ્મ ઇન્નક કુલ્ત વ લવ અન્નહુમ ઈઝ ઝલમુ અનફોસહુમ જાઉક ફસતગફરુલ્લાહ વસતગફરલહુમુર રસુલો

અય પરવરદિગાર ! તેં ફરમાવ્યું છે કે જયારે તેઓએ પોતાની ઝાત પર ઝુલ્મ કર્યાં તો જો તેઓએ અય રસુલ તારી પાસે આવી મગફેરત ચાહી હોત અને રસૂલ સ.અ.વ.એ પણ તેમના માટે મગફેરતની દુઆ કરી હોત તો

 

لَوَجَدُوْا اللّٰهَ تَوَّابًا رَحِيْمًا وَ اِنِّيْۤ اَتَيْتُكَ مُسْتَغْفِرًا تَاۤئِبًا مِنْ ذُنُوْبِيً

લવજાદોલ્લાહ તવ્વાબન રહીમન વ ઇન્ની અતયતોકા મુસતગફેરન તાએબન મિન ઝુનુબી

તેઓ અલ્લાહને મોટો તૌબા કબૂલ કરવાવાળો અને મહેરબાન પામત. અય રસૂલે ખુદા સ.અ.વ. હું આપની પાસે મારા ગુનાહોની માફી માટે આવ્યો છું

 

وَ اِنِّيْۤ اَتَوَجَّهُ بِكَ اِلَى اللّٰهِ رَبِّيْ وَ رَبِّكَ لِيَغْفِرَ لِيْ ذُنُوْبِيْ۔

વ ઇન્ની અતવજજહો બેક એલલ્લાહાે રબ્બી વ રબ્બેક લેયગફેરલી ઝોનુબી.

અને હું આપના વાસ્તાથી ખુદાને ઈત્તેજા કરૂં છું જે મારો અને આપનો પરવરદિગાર છે, કે મારા ગુનાહોને માફ કરી આપે.

 

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

 

 

 

(જયારે ઝિયારત પઢીને ફારિંગ થઈ જાય તો કિલ્લા સામે ઉભા રહીને પોતાના હાથ ઉંચા કરીને ખુદાવંદે કરીમ પાસે પોતાની હાજતો માગો,ઇનશાઅલ્લાહ તમામ હાજતો પૂરી થશે.)

اَسْاَلُ اللّٰهَ الَّذِيْ اجْتَبَاكَ وَ اخْتَارَكَ

અસઅલુલ્લાહલ લઝીજ તબાક વખતારક

હું ખુદાથી સવાલ કરૂં છું, જેણે આપને ચુંટયા અને નિયુક્ત કર્યાં

ભરોસાપાત્ર રિવાયતોમાં છે કે ઈમામ જઅફર સાદિક અ.સ.એ રસૂલ સ.અ.વ.ની કબર પાસે આવીને આ મુજબ ફરમાવ્યું :

وَ هَدٰیكَ وَ هَدٰی بِكَ اَنْ یُّصَلِّیَ عَلَیْكَ

વ હદાક વ હદા બેક અય્યો સલ્લેય અલય્ક.

અને જેણે આપનું માર્ગદર્શન કર્યું અને આપના થકી બધાની હિદાયત કરી આપ પર અલ્લાહની રહેમતો નાઝિલ થાય.

 

اِنَّ اللّٰهَ وَ مَلَآئِكَتَهٗ یُصَلُّوْنَ عَلَی النَّبِیِّ

ઇન્નલ્લાહ વ મલાએકતહુ યોસલ્લુન અલન્નબી

બેશક ખુદા અને એના ફરિશ્તા નબીએ કરીમ સ.અ.વ. પર સલવાત મોકલે છે,

પછી ઈમામ અ.સ.એ ફરમાવ્યું :

یَا اَیُّهَا الَّذِیْنَ آمَنُوْا صَلُّوْا عَلَیْهِ وَ سَلِّمُوْا تَسْلِیْمًا۔

યા અય્યોહલ લઝીન, આમનૂ સલ્લુ અલયહે વ સલ્લમુ તસલિમા.

અય ઈમાનવાળાઓ ! તમે પણ આપ હઝરત સ.અ.વ. પર દુરૂદ અને સલવાત મોકલો.

 

اسْالُكَ ايْ جَوَادُ ايْ كَرِيمُ ايْ قَرِيبُ ايْ بَعِيدُ

અસઅલોક અય જવાદો અય કરીમો અય કરીબો અય બઇદો

હું તારાથી સવાલ કરૂં છું અય સખી અને ઉદાર અય નઝદીક અને દુરવાળા

પછી મકામે જિબ્રઈલ અ.સ. પર જઈને નીચે મુજબ કહે :

انْ تَرُدَّ عَلَيَّ نِعْمَتَكَ

અન તરૂદદ અલય્ય નેઅમતક.

મારા પર તારી નેઅમતોને વરસાવ.