અહીં બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે
یَا مَنْ اَظْھَرَ الْجَمِیْلَ
યા મન અઝહરલ જમીલ,
અય નેકીઓને પ્રગટ કરનાર,
وَ سَتَرَ الْقَبِیْحَ
વ સતરલ કબીહ,
અને બૂરાઇઓને ઢાંકનાર,
یَا مَنْ لَّمْ یُؤَاخِذْ بِالْجَرِیْرَۃِ
યા મને લમ યોઆખિઝ બિલ જરીરતે
અય જે ગુનાહોને માફ કરી દે છે અને પૂછાણું નથી કરતો,
وَ لَمْ یَھْتِكِ السِّتْرَ وَ السَّرِیْرَۃَ
વ લમ યહતેકિસ સિત્તર વસ સરીરત,
ઐયબોને છુપાવી દે છે અને બંદાઓને બદનામ નથી કરતો
یَا عَظِیْمَ الْعَفْوِ
યા અઝીમલ અફવે ,
એ મહાન બક્ષવાવાળા,
یَا حَسَنَ التَّجَاوُزِ
યા હસનત તજાવોઝે ,
અય સારી રીતે દરગુઝર કરનારા,
یَا وَاسِعَ الْمَغْفِرَۃِ
યા વાસેઅલ મગફેરતે,
અય ગુનાહોને ઉદારતાથી માફ કરનાર,
یَا بَاسِطَ الْیَدَیْنِ بِالرَّحْمَۃِ
યા બાસેતલ યદયને બિર રહમતે ,
અય દીની અને દુન્યવી નેઅમતોને રહેમતની સાથે ફેલાવનાર,
یَا صَاحِبَ كُلِّ نَجْوٰی
યા સાહેબ કુલ્લે નજવા,
અય દરેક ગુપ્ત વાતોને સાંભળી લેનાર.
یَا مُنْتَھٰی كُلِّ شَكْوٰی
યા મુનતહા કુલ્લે શકવા,
અય શિકાયત કરનારાની શિકાયતો સાંભળનાર,
یَا كَرِیْمَ الصَّفْحِ
યા કરીમસ સફહે,
અય દરગુઝર કરનાર
یَا عَظِیْمَ الرَّجَآءِ
યા અઝીમર રજાએ ,
અને અય મહાન આશા દેનાર,
یَا سَیِّدِیْ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
યા સય્યેદી સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ
અય સરદાર, મોહમ્મદ સ.અ.વ. પર અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુદ નાઝિલ કર
وَّ افْعَلْ بِیْ مَا اَنْتَ اَھْلُهٗ یَا كَرِیْمُ
વફઅલ બી મા અનત અહલોહૂ યા કરીમ.
અને મારા સાથે એવું વર્તન જે તને શોભે અય મહાન કૃપાળું.