હઝરત અલી અ.સ.ની ઝિયારતની ફઝીલત

નજરે અશરફ એ પવિત્ર જગ્યા છે જ્યાં મુશ્કિલ કુશા હઝરત અમીરૂલ મોઅમેનીન ઇમામે મુત્તકીન અલી અ.સ.નો પાક રોઝો આવેલો છે.
હદીસોથી પૂરવાર થાય છે કે તેની આસપાસ, જનાબે આદમ અ.સ. જનાબે નૂહ અ.સ. જનાબે હુદ અ.સ. જનાબે સાલેહ અ.સ. જનાબે યુનુસ અ.સ. અને તેમના સિવાય ઘણા નબીઓ અને વસીઓની કબરો આવેલી છે
હઝરત ઇમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે કે, માણસ મારા દાદા અમીરૂલ મોઅમેનીન અ.ની ઝિયારત બજાવી લાવે અને
તે આપના હક્કોને ઓળખતો હોય
અને
આપને બિલા ફસ્લ ખલીફા માનતો હોય
તો
ખુદા તેના માટે એક લાખ શહીદોનો સવાબ અતા કરે છે,
અને
તેના પહેલાંના અને પછીના તમામ ગુનાહોને બક્ષી આપે છે
અને
તેને કયામતમાં નિર્ભર ઉઠાડવામાં આવશે
તેના પર હિસાબ કિતાબ આસાન કરી દેવામાં આવશે.

હદીસોથી વધુમાં જાણવા મળે છે કે ઇમામે હુસૈન અ.સ.નું મસ્તક પણ અહીં દફન કરવામાં આવ્યું છે.
જયારે ઝાઇર ઝિયારત માટે આવે છે ત્યારે ફરિશ્તાઓ તેનું સ્વાગત કરે છે અને વાપસીમાં ઘર સુધી પહોંચાડવા આવે છે.
રસ્તામાં જો બીમાર થઇ જાય તો તેની સારવાર કરે છે, અને મરી જાય તો તેના જનાઝામાં શરીક થાય છે. તેના માટે બક્ષિશની દુઆ કરતા કરતા તેને કબર સુધી પહોંચાડે છે,
અને
જે કોઇ હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ.ની ઝિયારત માટે જાય છે તો ખુદા તેના દરેક કદમ પર એક મકબૂલ હજ અને પસંદીદા ઉમરાનો સવાબ અતા કરે છે
અને
જો પગપાળા જાય તો દરેક પગલે બે મકબૂલ હજ અને બે પસંદીદા ઉમરાનો સવાબ આપે છે.
ત્યાર પછી આપે ઇબને મારદને સંબોધી ફરમાવ્યું કે
અય ઇબને મારદ ! ખુદાની કસમ ! એ માણસને જહન્નમની આગ જલાવશે નહિ, જે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ.ની ઝિયારત કરવા ધૂળમાં ખરડાએલી હાલતમાં પગ પાળા અથવા સવારી પર જશે.
અય ઇબ્ ને મારદ ! મારી આ વાતને સોનાના પાણીથી લખી લે.

ઝિયારતની ફઝીલત અને સવાબ વિશે ઘણી હદીસો ટાંકવામાં આવેલ છે. પણ લંબાણની બીકે આટલું પૂરતું સમજવામાં આવે છે.
ધ્યાનમાં રહે કે જ્યારે હઝરત અલી અ.સ.ની ઝિયારત પઢવાનો ઇરાદો કરે ત્યારે પહેલા ગુસલ કરે. પાક સાફ કપડાં પહેરે અને ખુશ્બુ લગાડે.