વિદાઅ ઈમામો અ.સ.-જન્નતુલ બકિઅમાંથી વિદાયની ઝિયારત

"

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

"

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلَامُ عَلَيْكُمْ اَئِمَّةَ الْهُدٰى وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયકુમ અઇમ્મતલ હોદા વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય હિદાયત કરનારા ઈમામો. આપ પર ખુદાની રહેમતો અને બરકતો ઊતરે.

اَسْتَوْدِعُكُمُ اللّٰهَ وَ اَقْرَاُ عَلَيْكُمُ السَّلَامَ

અસતવદેઓ કોમુલ્લાહ વ અકરઓ અલયકુમુસ્સલામ.

હું આપથી વિદાય થાવ છું અને આપને ખુદાને સોંપું છું અને આપને સલામ કરું છું

اٰمَنَّا بِاللّٰهِ وَ بِالرَّسُوْلِ وَ بِمَا جِئْتُمْ بِهِ وَ دَلَلْتُمْ عَلَيْهِ

આમન્ના બિલ્લાહે, વ બિર રસૂલે, વ બેમા જેઅતુમ વ દલતતુમ અલયહે.

હું ખુદાના રસૂલ સ.અ.વ.વ.ને અને તેઓ જે જે એહકામ લઈને આવ્યા છે તે પર અને અમારી હિદાયત કરવાવાળા એ બધા પર ઈમાન રાખું છું.

اَللّٰهُمَّ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِيْنَ۔

અલ્લાહુમ્મ ફકતુબના મઅશ શાહેદીન.

અય ખુદાવંદા ! તું મારો શુમાર ગવાહી આપનારાઓમાં કરી લે.

"

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

"

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,