મસ્જિદના દરવાજા પર ઉભા રહીને પઢે

 

 

 

મસ્જિદના દરવાજા પર ઉભા રહીને પઢે

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

اَلسَّلَامُ عَلٰى سَيِّدِنَا رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલા સય્યેદેના રસૂલિલ્લાહે

સલામ થાય આપ પર અય અમારા સરદાર અલ્લાહના રસૂલ

 

مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ وَ اٰلِهِ الطَّاهِرِيْنَ

મોહમ્મદિબને અબદિલ્લાહે વ આલેહિત તાહેરીન.

મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સ.અ.વ. અને આપની પાક આલ પર.

 

اَلسَّلَامُ عَلٰى اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલા અમીરિલ મુઅમેનીન

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન

 

عَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

અલિય્યિબને અબી તાલેબિન વ રહમતુલ્લાહે વ બરકાતોહૂ

અલી ઇબને અબિતાલિબ અ.સ. અલ્લાહની રહેમતો અને બરકતો હો આપ પર

 

وَ عَلٰى مَجَالِسِهِ وَ مَشَاهِدِهِ وَ مَقَامِ حِكْمَتِهِ وَ اٰثَارِ اٰبَاۤئِهِ

વ અલા મજાલેસેહી વ મશાહેદેહી વ મકામે હિકમતેહી વ આસારે આબાએહી

અને સલામ થાય તેમની મજલિસો પર. તેમના પાક મઝારો પર અને તેમના શાણપણના સ્થળો પર. તેમના પૂર્વજોની નિશાનીઓ પર.

 

اٰدَمَ وَ نُوْحٍ وَ اِبْرَاهِيْمَ وَ اِسْمَاعِيْلَ وَ تِبْيَانِ [بُنْيَانِ‏] بَيِّنَاتِهِ

આદમ વ નૂહિન વ ઇબ્રાહીમ વ ઈસમાઈલ વ તિબયાને બય્યેનાતેહી.

આદમ અ.સ., નૂહ અ.સ., ઇબ્રાહીમ અ.સ. અને ઇસ્માઇલ અ.સ. પર અને તેમના મોઅઝાઓ જાહેર થવા પર.

 

اَلسَّلَامُ عَلَى الْاِمَامِ الْحَكِيْمِ الْعَدْلِ

અસ્સલામો અલલ ઈમામિલ હકીમિલ અદલિસ

સલામ થાય આપ પર અય જ્ઞાની ઇમામ, જે આદિલ છે,

 

الصِّدِّيْقِ الْاَكْبَرِ الْفَارُوْقِ بِالْقِسْطِ

સિદદીકિલ અકબરિલ ફારૂકે બિલ કિસતિલ

સૌથી મહાન તસ્દીક કરનાર છે, જે હક અને બાતિલમાં ફરક કરનાર છે.

 

الَّذِيْ فَرَّقَ اللّٰهُ بِهِ بَيْنَ الْحَقِّ وَ الْبَاطِلِ وَ الْكُفْرِ وَ الْاِيمَانِ

લઝી ફરરકલ્લાહો બેહી બયનલ હકકે વલ બાતેલે વલ કુફરે વલ ઈમાને

અલ્લાહે તેમના દ્વારા હક અને બાતિલમાં, કુર અને ઇમાનમાં,

 

وَ الشِّرْكِ وَ التَّوْحِيْدِ لِيَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَيِّنَةٍ

વશ શિરકે વત તવહીદે લે યહૈક મન હલક અમ બય્યેનતિન

શિર્ક અને તૌહીદમાં ફરક કરી બતાવ્યો. જેથી જે નાશ પામે એ દલીલ સાથે

 

وَ يَحْيَا مَنْ حَيَّ عَنْ بَيِّنَةٍ

વ યહયા મન હય્ય અમ બય્યેનતિન.

અને જીવતો રહે તો દલીલ સાથે.

 

اَشْهَدُ اَنَّكَ اَمِيْرُ الْمُؤْمِنِيْنَ

અશહદો અન્નક અમીરૂલ મુઅમેનીન

હું ગવાહી આપું છું કે તમે ખરેખર મોઅમેનીનના અમીર છો.

 

وَ خَآصَّةُ نَفْسِ الْمُنْتَجَبِيْنَ وَ زَيْنُ الصِّدِّيْقِيْنَ

વ ખાસ્સતો નફસિલ મુનતજબીન વ ઝયનુસ સિદદીકીન

મુન્તખબ લોકોના આગેવાન, સિદ્દીકોની શોભા,

 

وَ صَابِرُ الْمُمْتَحَنِيْنَ وَ اَنَّكَ حَكَمُ اللّٰهِ فِيۤ اَرْضِهِ

વ સાબેરૂલ મુમતહનીન વ અન્નક હકમુલ્લાહે ફી અરઝેહી

અને ઇમ્તહાન આપનારાઓમાં ધીરજવાન, અને ખરેખર તમે જમીન પર અલ્લાહ તરફથી પસંદ કરેલા લવાદ છો,

 

وَ قَاضِيۤ اَمْرِهِ وَ بَابُ حِكْمَتِهِ، وَ عَاقِدُ عَهْدِهِ وَ النَّاطِقُ بِوَعْدِهِ

વ કાઝી અમરેહી વ બાબો હિકમતેહી વ આકેદો અહદેહી વન નાતકો બે વઅદેહી

તેના હુકમો મુજબ ફેંસલા આપનાર છો અને તેની હિકમતના દરવાજા છો તેના વચનથી બાંધનારા છો

 

وَ الْحَبْلُ الْمَوْصُوْلُ بَيْنَهُ وَ بَيْنَ عِبَادِهِ وَ كَهْفُ النَّجَاةِ وَ مِنْهَاجُ التُّقٰى

વલ હબલુલ મવસુલો બયનહૂ વ બયન એબાદેહી વ કહફૂન નજાતે વ મિન હાજુત્ ત્તોકા

અને તેના વાયદા પર વચનબદ્ધ છો અને તેના તથા તેના બંદાઓ વચ્ચે સંબંધની કડી છો. નજાતનું સ્થળ છો, તકવાનો રસ્તો છો,

 

وَ الدَّرَجَةُ الْعُلْيَا وَ مُهَيْمِنُ الْقَاضِي الْاَعْلٰى يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ

વદ દરજતુલ ઉલયા વ મોહયમેનુલ કાઝિલ અઅલા યા અમીરલ મુઅમેનીન

આપના મરતબા ઊંચા છે, આપના ફેંસલા અટલ છે, અય અમીરૂલ મોઅમેનીન અ.સ.

 

بِكَ اَتَقَرَّبُ اِلَى اللّٰهِ زُلْفَى اَنْتَ وَلِيِّيْ وَ سَيِّدِيْ

બેક અતકરરબો ઈલલ્લાહે ઝુલફા અનત વલીય્યી વ સય્યેદી

આપની મારફત હું અલ્લાહની નિકટતા ચાહું છું તમે જ મારા વાલી છો મારા સરદાર છો

 

وَ وَسِيْلَتِيْ فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ،

વ વસીલતી ફિદ દુનયા વલ આખેરહ.

અને દુનિયા તેમજ આખેરતમાં મારો વસીલો છો.

 

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,