આ જગ્યા હ. અલી અ.સ. અને ઇમામ હસન અ.સ.ની છે. અહીં અલ્લાહ તઆલાએ જનાબે આદમ અ.સ.ને તૌબા કરવાની તૌફીક આપી હતી.
بِسْمِ اللّٰهِ وَ بِاللّٰهِ وَ عَلٰى مِلَّةِ رَسُوْلِ اللّٰهِ
બિસમિલ્લાહે વ બિલ્લાહે વ અલા મિલ્લતે રસૂલિલ્લાહે
શરૂ કરૂં છું અલ્લાહના નામથી અને તેનાથી જ મદદ માગું છું અને હું સ.અ.વ.વ.ની ઉમ્મતમાં છું.
صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ وَ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ مُحَمَّدٌ رَسُوْلُ اللّٰهِ
સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ લા ઈલાહ ઈલ્લલ્લાહો મોહમ્મદુર રસૂલુલ્લાહે.
અલ્લાહ તેમના પર અને તેમની આલ પર રહેમત નાઝિલ કરે. અલ્લાહના સિવાય કોઇ ઇબાદત કરવાને લાયક નથી. હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ. અલ્લાહના રસૂલ છે.
اَلسَّلَامُ عَلٰى اَبِيْنَا اٰدَمَ وَ اُمِّنَا حَوَّاۤءَ
અસ્સલામો અલા અબીના આદમ વ ઉમ્મેના હવ્વાઅ.
સલામ થાય, અમારા બાપ આદમ અ.સ. પર અને મા હવ્વા પર
اَلسَّلَامُ عَلٰى هَابِيْلَ الْمَقْتُوْلِ ظُلْمًا وَ عُدْوَانًا اَلسَّلَامُ عَلٰى مَوَاهِبِ اللّٰهِ وَ رِضْوَانِهِ
અસ્સલામો અલા હાબીલલ મકતુલે ઝુલમંવ વ ઉદવાનન અલા મવાહેબિલ્લાહે વ રિઝવાનેહી.
અને સલામ થાય જનાબે હાબીલ પર જેને અલ્લાહ તરફથી ઇઆમ મળવાના અને ખુદાની ખૂનૂદી પામવાના કારણે અદાવત અને ઝુલ્મથી શહીદ કરવામાં આવ્યા.
اَلسَّلَامُ عَلٰى شَيْثٍ [شَيْثَ] صَفْوَةِ اللّٰهِ الْمُخْتَارِ الْاَمِيْنِ
અસ્સલામો અલા શીસ સફવતિલ્લાહિલ મુખતારિલ અમીને
સલામ થાય અલ્લાહના બરગુઝીદા, ચૂંટેલા અને અમીન જનાબે શીશ પર
وَ عَلَى الصَّفْوَةِ الصَّادِقِيْنَ مِنْ ذُرِّيَّتِهِ الطَّيِّبِيْنَ اَوَّلِهِمْ وَ اٰخِرِهِمْ
વ અલસ સિફવતિસ સાદેકીન મિન ઝુરરીયતેહિત તય્યેબીન અવ્વલેહિમ વ આખરેહિમ.
અને તેમની આલમોના પાક, સાચા અને ચૂંટાએલા અવ્વલીન અને આખેરીનમાંથી બધા પર,
اَلسَّلَامُ عَلٰى اِبْرَاهِيْمَ وَ اِسْمَاعِيْلَ وَ اِسْحَاقَ وَ يَعْقُوْبَ وَ عَلٰى ذُرِّيَّتِهِمُ الْمُخْتَارِيْنَ
અસ્સલામો અલા ઇબરાહીમ વ ઇસમાઇલ વ ઈસહાક વ યઅકૂબ વ અલા ઝરીય્યતહેમુલ મુખતારીન.
સલામ થાય જનાબે ઇબ્રાહીમ પર. જનાબે ઇસ્માઇલ પર, જનાબે ઇસ્હાક પર, જનાબે યઅકૂબ પર અને તેમની ઔલાદ પર.
اَلسَّلَامُ عَلٰى مُوْسٰى كَلِيْمِ اللّٰهِ
અસ્સલામો અલા મૂસા કલીમિલ્લાહ.
સલામ થાય મૂસા કલીમુલ્લાહ પર,
اَلسَّلَامُ عَلٰى عِيْسٰى رُوْحِ اللّٰهِ
અસ્સલામો અલા ઈસા રૂહિલ્લાહ.
સલામ થાય ઇસા રૂહુલ્લાહ પર.
اَلسَّلَامُ عَلٰى مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ خَاتَمِ النَّبِيِّيْنَ
અસ્સલામો અલા મોહમ્મદિબન અબદિલ્લાહે ખાતમિન નબીય્યિન.
સલામ થાય મોહમ્મદ ઇબને અબ્દિલ્લાહ ખાતેમુન્નબીય્યિન સ.અ.વ.વ. પર.
اَلسَّلَامُ عَلٰى اَمِيْرِ الْمُؤْمِنِيْنَ وَ ذُرِّيَّتِهِ الطَّيِّبِيْنَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
અસ્સલામો અલા અમીરિલ મુઅમેનીન વ ઝુરરીય્યતેહિત તય્યેબીન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ થાય અમીરૂલ મોઅમેનીન અ.સ. અને તેમની પાક ઔલાદ પર. સાથે અલ્લાહની રહેમત અને બરકતોની.
اَلسَّلَامُ عَلَيْكُمْ فِي الْاَوَّلِيْنَ
અસ્સલામો અલયકુમ ફિલ અવ્વલીન.
સલામ થાય તમો લોકો અવ્વલીન પર,
اَلسَّلَامُ عَلَيْكُمْ فِي الْاٰخِرِيْنَ
અસ્સલામો અલયકુમ ફિલ આખેરીન.
સલામ થાય તમો લોકો આખેરીનવાળા પર,
اَلسَّلَامُ عَلٰى فَاطِمَةَ الزَّهْرَاۤءِ
અસ્સલામો અલા ફાતેમતઝ ઝહેરાઅ.
સલામ થાય જનાબે ફાતેમા ઝહેરા સ.અ. પર.
اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الْهَادِيْنَ شُهَدَاۤءِ اللّٰهِ عَلٰى خَلْقِهِ
અસ્સલામો અલલ અઈમ્મતિલ હાદીન શોહદાઈલ્લાહે અલા ખલકેહી.
સલામ થાય તમામ ઇમામો પર જેઓ હિદાયત દેવાવાળા અને તમામ મલ્લૂક પર ગવાહ છે.
اَلسَّلَامُ عَلَى الرَّقِيْبِ الشَّاهِدِ عَلَى الْاُمَمِ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ
અસ્સલામો અલર રકીબિશ શાહેદે અલલ ઓમમે લિલ્લાહે રબ્બિલ આલમીન.
સલામ થાય એ નિગેહબાન પર જે બધી ઉમ્મતો પર ગવાહ છે. અલ્લાહ તરફથી. જે તમામ આલમોનો પાળવાવાળો છે.
પછી 'ચાર રકાત નમાઝ' પઢે.
પહેલી રકાતમાં 'સૂરએ હમ્દ' પછી સૂરએ કદ્ર (ઇન્ના અન્ઝલના ) અને બીજી રકાતમાં 'સૂરએ હમ્દ' બાદ સૂરએ તૌહિદ (કુલહોવલ્લાહ) અને બાકીની બે રકાત પણ એવી જ રીતે પઢે, પછી જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે અને આ દુઆ પઢે
اَللّٰهُمَّ اِنْ كُنْتُ قَدْ عَصَيْتُكَ
અલ્લાહુમ્મ ઈન કુનતો કદ અસયતોક
અય અલ્લાહ અગર મેં તારી નાફરમાની કરી છે
فَاِنِّيْ قَدْ اَطَعْتُكَ فِي الْاِيْمَانِ مِنِّيْ بِكَ
ફ ઈન્ની કદ અતઅતોક ફિલ ઈમાને મિન્ની બેક
તો તારા પર ઇમાન લાવવામાં તારી તાબેદારી પણ કરી છે.
مَنًّا مِنْكَ عَلَيَّ لَا مَنًّا مِنِّيْ [بِهِ] عَلَيْكَ
મન્નન મિનક અલય્ય લા મન્નન મિની અલયક
આમાં પણ મારા પણ તારો અહેસાન છે, મારો કોઇ એહસાન નથી
وَ اَطَعْتُكَ فِيْ اَحَبِّ الْاَشْيَاۤءِ لَكَ
વ અતઅતોક ફી અહબબિલ અશયાએ લક
અને તને સૌથી વધુ પસંદ છે એ વાતમાં મેં તારી તાબેદારી કરી
[اِلَيْكَ] لَمْ اَتَّخِذْ لَكَ وَلَدًا وَ لَمْ اَدْعُ لَكَ شَرِيْكًا
લમ અતખિઝ લક વલદંવ વ લમ અદેઓ લક શરીકંવ
એટલે કે મેં કોઇને તારો બેટો નથી માન્યો ન મેં તારો કોઇને ભાગીદાર ઠેરવ્યો છે.
وَ قَدْ عَصَيْتُكَ فِيْ اَشْيَاۤءَ كَثِيْرَةٍ عَلٰى غَيْرِ وَجْهِ الْمُكَابَرَةِ لَكَ
વ કદ અસયતોક ફી અશયાઅ કસીરતિન અલા ગયરે વજહિલ મોકાબરતે લક
મેં ઘણી વાતોમાં તારા ગુનાહ કર્યા પણ હઠાગ્રહથી નહીં
وَ لَا الْخُرُوْجِ عَنْ [مِنْ] عُبُوْدِيَّتِكَ وَ لَا الْجُحُوْدِ لِرُبُوْبِيَّتِكَ
વ લલ ખોરૂજે અન ઓબૂદીય્યતેક વ લલ જોહૂદે લે રોબુબીય્યતેક
અને ન તારા પાલનહાર હોવાનો ઇન્કાર કરીને
وَ لٰكِنِ اتَّبَعْتُ هَوَايَ وَ اَزَلَّنِيْ الشَّيْطَانُ بَعْدَ الْحُجَّةِ عَلَيَّ وَ الْبَيَانِ
વ લાકેનિત્તબઅતો હવાય વ અઝલ્લનિશ શયતાનો બઅદલ હુજજતે અલય્ય વલ બયાને
બલકે મેં મારી મનોકામનાનું અનુસરણ કર્યુ અને મને શૈતાને ગુમરાહ કર્યો જો કે તારી મહોબ્બત અને તારૂ ભાન મને મળી ચૂકયું હતું.
فَاِنْ تُعَذِّبْنِيْ فَبِذُنُوْبِيْ غَيْرَ ظَالِمٍ لِيْ وَ اِنْ تَعْفُ عَنِّيْ وَ تَرْحَمْنِيْ
ફ ઈન તોઅઝઝિબની ફ બે ઝોનૂબી ગયર ઝાલેમિન લી વ ઇન તઅફો અન્ની વ તરહમની
હવે જો તું મારા પર અઝાબ કરશે. તો તે મારા ગુનાહોના કારણે હશે, પણ એમાં કંઇ તારો ઝુલ્મ નહીં હોય
فَبِجُوْدِكَ وَ كَرَمِكَ يَا كَرِيْمُ
ફ બે જૂદેક વ કરમેક યા કરીમ.
અને જો તું માફ કરીશ તો એ તારી ઉદારતા અને કૃપા કહેવાશે.
اَللّٰهُمَّ اِنَّ ذُنُوْْبِيْ لَمْ يَبْقَ لَهَا اِلَّا رَجَاۤءُ عَفْوِكَ
અલ્લાહુમ્મ ઈન્ન ઝોનૂબી લમ યબક લહા ઈલ્લા રજાઓ અફવેક
અય કૃપાળુ ! બારે ઇલાહા ! મારા ગુનાહો માટે કોઇ વસ્તુનો આશરો નથી સિવાય કે તારાથી બક્ષિશની આશા,
وَ قَدْ قَدَّمْتُ اٰلَةَ الْحِرْمَانِ
વ કદ કદદમતો આલતમ હિરમાને
નિરાશાનો સામાન તો મેં પહેલેથી જ તારા દરબારમાં રવાના કરી દીધો છે.
فَاَنَا اَسْاَلُكَ اللّٰهُمَّ مَا لَا اَسْتَوْجِبُهُ
ફ અના અસઅલોક અલ્લાહુમ્મ મા લા અસતવજેબોહૂ
એટલે અય અલ્લાહ હું તારાથી એ માંગુ છું જે માંગવાનો મને અધિકાર નથી
وَاَطْلُبُ مِنْكَ مَا لَاۤ اَسْتَحِقُّهُ
વ અતલોબો મિનક મા લા અસતહિકકોહૂ
અને હું માંગી રહ્યો છું જેને હું લાયક નથી.
اَللّٰهُمَّ اِنْ تُعَذِّبْنِيْ فَبِذُنُوْبِيْ وَ لَمْ تَظْلِمْنِيْ شَيْئًا
અલ્લાહુમ્મ ઇન તોઅઝઝિબની ફ બે ફ ઝોનૂબી વ લમ તઝલિમની શયઅંવ
એટલે હવે જો તું મારા પર અઝાબ કરે તો એ મારા ગુનાહોનો નતીજો છે
وَ اِنْ تَغْفِرْ لِيْ فَخَيْرُ رَاحِمٍ اَنْتَ يَا سَيِّدِيْ
વ ઇન તગફિરલી ફ ખયરો રાહેમિન અનત યા સય્યેદી.
અને જો તું બક્ષી આપે તો એ તારી ભલાઇ અને દયા છે. તું મારો માલિક છે.
۔ اَللّٰهُمَّ اَنْتَ اَنْتَ وَ اَنَا اَنَا
અલ્લાહુમ્મ અનત અનત વ અના અના
અય અલ્લાહ ! તું તું અને હું હું છું.
اَنْتَ الْعَوَّادُ بِالْمَغْفِرَةِ
અનતલ અવ્વાદો બિલ મગફેરતે
તું વારંવાર બક્ષવાવાળો છે
وَ اَنَا الْعَوَّادُ بِالذُّنُوْبِ
વ અનલ અવ્વાદો બિઝ ઝોનૂબે
જ્યારે હું વારંવાર ગુનાહ કરૂં છું.
وَ اَنْتَ الْمُتَفَضِّلُ بِالْحِلْمِ وَ اَنَا الْعَوَّادُ بِالْجَهْلِ
વ અનતલ મોતફઝઝેલો બિલ હિલમે વ અનલ અવ્વાદો બિલ હિલમે.
તું તારી સહિષ્ણુતાને કારણે મારા પર કૃપા કરતો રહે છે જ્યારે હું જેહાલતના કારણે ગુનાહો આચરતો રહું છું.
اَللّٰهُمَّ فَاِنِّيْ اَسْاَلُكَ يَا كَنْزَ الضُّعَفَاۤءِ
અલ્લાહુમ્મ ફ ઇન્નિ અસેઅલોક યા કનઝઝ ઝોઅફાએ,
અય અલ્લાહ ! હું તારાથી યાચના કરૂં છું, અય કમજોરોની મૂડી,
يَا عَظِيْمَ الرَّجَاۤءِ يَا مُنْقِذَ الْغَرْقٰى
યા અઝીમર રજાએ, યા મુનકેઝલ ગરકા,
અય મોટી આશા, અય ડૂબતાઓને તારનાર,
يَا مُنْجِيَ الْهَلْكٰى يَا مُمِيْتَ الْاَحْيَاۤءِ
યા મુનજેયલ હલકા , યા મોમીતલ અહયાએ,
નાશ પામનારાઓને નજાત આપનાર, અને જીવતાઓને મૃત્યુ દેનાર,
يَا مُحْيِيَ الْمَوْتٰى اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
યા મુહયેયલ મવતા અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અન્ત
અને મુર્દાઓને સજીવન કરનાર તું જ અલ્લાહ છે. તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી,
اَنْتَ الَّذِيْ سَجَدَ لَكَ شُعَاعُ الشَّمْسِ
અનતલ લઝી સજદ લક શોઆઉ શમસ
તું એ જાત છે જેને સૂર્યના કિરણોએ નમન કર્યું.
وَ دَوِيُّ الْمَاۤءِ وَ حَفِيْفُ الشَّجَرِ
વ દવીય્યુલ માએ વ હફીફુશ શજરે
અને પાણીના વહેણોએ સિજદા કર્યા, અને વૃક્ષોની હારમાળાએ સિજદા કર્યા,
وَ نُوْرُ الْقَمَرِ وَ ظُلْمَةُ اللَّيْلِ وَ ضَوْءُ النَّهَارِ وَ خَفَقَانُ الطَّيْرِ
વ નૂરૂલ કમરે વ ઝુલમતુલ લયલે વ ઝવઉન નહારે વ ખફકાનુત તયરે
ચાંદની રોશનીએ, રાતના અંધારાએ, સુબ્હના ઉજાલાએ, અને પંખીઓના ટોળાઓએ સિજદા કર્યા.
فَاَسْاَلُكَ اللّٰهُمَّ يَا عَظِيْمُ
ફ અસઅલોક અલ્લાહુમ્મ યા અઝીમો
હું તારાથી માંગણી કરૂં છું અય અલ્લાહ, અય મહાન
بِحَقِّكَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ الصَّادِقِيْنَ
બે હકકેક અલા મોહંમ્મદિન વ આલેહિસ સાદેકીન
તારા હકના વાસ્તાથી, જે મોહમ્મદ સ.અ.વ.વ. અને તેની હકીકી ઔલાદ પર છે
وَ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِهِ الصَّادِقِيْنَ عَلَيْكَ
વ બે હકકે મોહંમ્મદિવ આલેહિસ સાદેકીન અલયક
અને મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની ઔલાદના હકના વાસ્તાથી જે તારા પર છે
وَ بِحَقِّكَ عَلٰى عَلِيٍّ
વ બે હકકેક અલા અલીય્યિંવ
અને તારા એ હકનો વાસ્તો જે અલી અ.સ. પર છે
وَ بِحَقِّ عَلِيٍّ عَلَيْكَ وَ بِحَقِّكَ عَلٰى فَاطِمَةَ
વ બે હકકે અલીયયિન અલયક વ બે હકકેક અલા ફાતેમત
અને અલી અ.સ.ના એ હકનો વાસ્તો જે તારા પર છે અને તારા એ હકનો વાસ્તો જે ફાતેમા સ.અ. પર છે
وَ بِحَقِّ فَاطِمَةَ عَلَيْكَ، وَ بِحَقِّكَ عَلَى الْحَسَنِ
વ બે હકકે ફાતેમત અલયક વ બે હકકેક અલલ હસને
અને જનાબે ફાતેમા સ.અ.ના એ હકનો વાસ્તો જે તારા પર છે અને તારા એ હકનો વાસ્તો જે ઇમામ હસન અ.સ. પર છે
وَ بِحَقِّ الْحَسَنِ عَلَيْكَ وَ بِحَقِّكَ عَلَى الْحُسَيْنِ
વ બે હકકિલ હસને અલયક વ બે હકકેક અલલ હુસયને
અને ઇમામે હસન અ.સ.ના એ હકનો વાસ્તો જે તારા પર છે અને તારા એ હકનો વાસ્તો જે ઇમામ હુસૈન અ.સ. પર છે
وَ بِحَقِّ الْحُسَيْنِ عَلَيْكَ
વ બે હકકિલ હુસયને અલયક
અને ઇમામ હુસૈન અ.સ. ના એ હકનો વાસ્તો જે તારા પર છે.
فَاِنَّ حُقُوْقَهُمْ عَلَيْكَ مِنْ اَفْضَلِ اِنْعَامِكَ عَلَيْهِمْ
ફ ઈન્ન હોકૂકહુમ અલયક મિન અફઝલે ઈનઆમેક અલયહિમ
કેમકે ખરેખર તેમના હકો જે તારા પર છે એ તારા શ્રેષ્ઠ ઇનઆમમાંથી છે જે તે એમને અર્પણ કર્યા છે
وَ بِالشَّأْنِ الَّذِيْ لَكَ عِنْدَهُمْ
વ બિશ શઅનિલ લઝી લક ઈનદહુમ
અને તારી એ શાનનો વાસ્તો જે તેમની નજદીક છે
وَ بِالشَّأْنِ الَّذِي لَهُمْ عِنْدَكَ
વ બિશ શઅનિલ લઝી લહુમ ઈનદક
અને તેમની એ શાનનો વાસ્તો જે તારી નજદીક છે
صَلِّ عَلَيْهِمْ يَا رَبِّ صَلَاةً دَاۤئِمَةً مُنْتَهٰى رِضَاكَ
સલ્લે અલયહિમ યા રબ્બે સલાતન દાએમતમ મુનતહા રઝીંક
કે તું સલવાત મોકલ તેમના પર અય પાલનહાર, એવી નિરંતર સલવાત જે તારી અનહદ ખુશીના પ્રતાપે હોય
وَ اغْفِرْ لِيْ بِهِمُ الذُّنُوْبَ الَّتِيْ بَيْنِيْ وَ بَيْنَكَ
વગફિર લી બેહેમુઝ ઝૌનૂબલ લતી બયની વ બયનક
અને તેમના વાસ્તાથી મારા એ ગુનાહો બક્ષી આપ જે તારી અને મારી વચ્ચે છે
وَ اَرْضِ عَنِّيْ خَلْقَكَ
વ અરઝે અન્ની ખલકેક
અને તારી મખલ્લૂકને મારાથી રાજી રાખ
وَ اَتْمِمْ عَلَيَّ نِعْمَتَكَ
વ અતમિમ અલય્ય નેઅમતક
અને મારા પર તારી નેઅમતો તમામ કર.
كَمَا اَتْمَمْتَهَا عَلٰى اٰبَاۤئِيْ مِنْ قَبْلُ
કમા અતમમતહા અલા આબાઈ મિન કબલો
જેવી રીતે તેં તમામ કરી નેઅમતોને મારા બાપ-દાદાઓ પર.
وَ لَا تَجْعَلْ لِاَحَدٍ مِنَ الْمَخْلُوْقِيْنَ عَلَيَّ فِيْهَا امْتِنَانًا
વ લા તજઅલ લે અહદિમ મેનલ મખલુકીન અલય્ય ફીહમતેનાનન
આ પહેલા અને આ વિષયમાં મારા પર તારી એક પણ મખલૂકનો એહસાન ન ચડવા દે
وَ امْنُنْ عَلَيَّ كَمَا مَنَنْتَ عَلٰىۤ اٰبَاۤئِيْ مِنْ قَبْلُ
વમનુન અલય્ય કમા મનનત અલા આબાઈ મિન કબલો
અને મારા પર એવો એહસાન કર જેવો તેં આ પહેલાં મારા બાપદાદાઓ પર કર્યો છે.
يَا كٓهٰيٰعٓصٓ
યા કાફ હા યા અયન સાદ.
અય કાફ, હા, અયન, સ્વાદ.
اَللّٰهُمَّ كَمَا صَلَّيْتَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ
અલ્લાહુમ્મ કમા સલ્લયેત અલા મોહમ્મદિવ વ આલેહી
બારે ઇલાહા ! જેવી રીતે તેં મોહમ્મદ સ.અ.વ.વ. અને તમેની આલ પર દુરૂદ નાઝિલ કર્યુ છે
فَاسْتَجِبْ لِيْ دُعَاۤئِيْ فِيْمَا سَاَلْتُ
ફસતજિબલી દુઆઇ ફી મા સઅલતો
એવી રીતે મારી દુઆ પણ કબૂલ કરી લે.
يَا كَرِيْمُ يَا كَرِيْمُ يَا كَرِيْمُ ۔
યા કરીમો યા કરીમો યા કરીમો.
અય કૃપાળુ હું તારાથી સવાલ કરૂં છું અય કૃપાળુ અય કૃપાળું.
પછી 'સિજદા' માં જઇ પઢે
يَا مَنْ يَقْدِرُ عَلٰى حَوَاۤئِجِ السَّاۤئِلِيْنَ
યા મંય યકદરો અલા હવાએજિસ સાએલીન
અય માંગવાવાળાઓની હાજતોને પૂરી કરવા શક્તિમાન,
وَ يَعْلَمُ مَا فِيْ ضَمِيْرِ الصَّامِتِيْنَ
વ યઅમલ મા ફી ઝમીરિસ સામેતીન,
અને ચૂપ રહેનારાઓના મનને વાંચનારા
يَا مَنْ لَا يَحْتَاجُ اِلَى التَّفْسِيْرِ
યા મલ લા યહતાજો એલત તફસીરે ,
અય તે કે જેને વિસ્તારથી સમજાવવાની જરૂરત નથી,
يَا مَنْ يَعْلَمُ خَاۤئِنَةَ الْاَعْيُنِ
યા મન યઅલમો ખાઅનતલ અઅયોને
અય આંખોની ચોરીને પારખી લેનાર,
وَ مَا تُخْفِيْ الصُّدُوْرُ
વ મા તુખફિસ સોદૂરો ,
અને દિલોના ભેદોને જાણનાર,
يَا مَنْ اَنْزَلَ الْعَذَابَ عَلٰى قَوْمِ يُوْنُسَ
યા મન અનઝલલ અઝાબ અલા કવમે યૂનુસ
અય કે જેણે કોમે યુનુસ ઉપર અઝાબ નાઝિલ કર્યો
وَ هُوَ يُرِيْدُ اَنْ يُعَذِّبَهُمْ
વ હોવા યોરીદો અંય યોઅઝઝેબહુમ
પણ હજી અઝાબ નાઝિલ કરવાનો ઇરાદો જ ઝાહિર કર્યો હતો
فَدَعَوْهُ وَ تَضَرَّعُوْا اِلَيْهِ
ફ દઅવહૂ વ તઝરરઉ ઈલયહે
ત્યાં તો તેણે દુઆ અને કાકલૂદીને સ્વીકારી અઝાબ ટાળી દીધો
فَكَشَفَ عَنْهُمُ الْعَذَابَ وَ مَتَّعَهُمْ اِلٰى حِيْنٍ
ફ કશફ અનહોમુલ અઝાબ વ મત્તઅહુમ ઈલા હીનિન
અઝાબ ટાળી દીધો અને તેમને એક મોહલત આપી કે તેઓ નેકી કરી લે.
قَدْ تَرٰى مَكَانِيْ وَ تَسْمَعُ دُعَاۤئِيْ
કદ તરા મકાની વ તસમઓ દુઆઇ
મારા બોલને સાંભળે છે અને મારી હાજતોને જાણે છે,
وَ تَعْلَمُ سِرِّيْ وَ عَلَانِيَتِيْ وَ حَالِيْ
વા તલામુ સિરી વા 'અલનીયતી વા હાલી
ખરેખર તું મારી સ્થિતિને જાણે છે,
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
સલ્લી `અલા મોહમ્મદીન વા અલી મોહમ્મદીન
મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَ اكْفِنِيْ مَا اَهَمَّنِيْ
વકફિની મા અહમ્મની
તું મારા રંજને દૂર કર,
مِنْ اَمْرِ دِيْنِيْ وَ دُنْيَايَ وَ اٰخِرَتِيْ۔
મિન અમરે દીની વ દુનયાય વ આખેરતી.
જે મને દીનના એહકામમાં, દુનિયાના કારોબારમાં કે આખેરતના હિસાબમાં ગમગીન કરે.
પછી "સાત વખત" કહે
يَا سَيِّدِيْ
યા સય્યદી
અય અમારા સરદાર
સિજદામાંથી માથું ઉઠાવી અને પઢે.
يَا رَبِّ اَسْاَلُكَ بَرَكَةَ هٰذَا الْمَوْضِعِ وَ بَرَكَةَ اَهْلِهِ
યા રબ્બે અસઅલોક બરકત હાઝલ મવઝેએ વ બરકત અહલેહી
અય પાલનહાર, હું માંગણી કરૂં છું, કે તું મને આ જગ્યાની અને અહીંયાના લોકોની બરકત અતા ફરમા
وَ اَسْاَلُكَ اَنْ تَرْزُقَنِيْ مِنْ رِزْقِكَ
વ અસઅલોક અન તરઝોકની મિન રિઝકેક
અય પાલનહાર, હું માંગણી કરૂં છું, કે તું મને તારી પાકીઝા હલાલ
رِزْقًا حَلَالًا طَيِّبًا
રિઝકન હલાલન તય્યબન
અને વિશાળ રિઝકમાંથી પાકીઝા, હલાલ અને વિશાળ રોજી અતા કર
تَسُوْقُهُ اِلَيَّ بِحَوْلِكَ وَ قُوَّتِكَ
તસૂકોહુ અલય્ય બે હવલેક વ કુવ્વતેક
અને તારી મદદ અને શક્તિથી તેને મારી તરફ મોકલ
وَ اَنَا خَاۤئِضٌ فِيْ عَافِيَةٍ
વ અના ખાએઝુન ફી આફેયતિન
અને હું તારા આશરામાં સુરક્ષિત અને સુખી રહું.
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
યા અરહમર રાહેમીન.
અય સૌ રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
પછી પોતાની હાજતો અલ્લાહ તઆલાથી માંગે.