મકામે જિબ્રઇલ અ.સ.

[00:00.00]

 

 

 

આ મુસલ્લા પર 'બે રકાત નમાઝ' પઢે, પછી જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે અને પછી આ દુઆ પઢે

[00:00.10]

اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ بِجَمِيْعِ اَسْمَاۤئِكَ كُلِّهَا

અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બે જમીએ અસમાએક કુલ્લેહા

અય અલ્લાહ હું સવાલ કરૂં છું તારા એ બધા નામોના વાસ્તાથી

 

[00:14.00]

مَا عَلِمْنَا مِنْهَا وَ مَا لَا نَعْلَمُ

મા અલિમના મિનહા વ મા લા નઅમલો

જેને હું જાણું છું અને જેને હું નથી જાણતો

 

[00:21.00]

وَ اَسْاَلُكَ بِاسْمِكَ الْعَظِيْمِ الْاَعْظَمِ

વ અસઅલોક બિસમેકલ અઝીમિલ અઅઝમિલ

અને હું તારા ઇસ્મે આઝમના વાસ્તાથી સવાલ કરૂં છું,જે ઘણું મોટું નામ છે.

 

[00:26.00]

الْكَبِيْرِ الْاَكْبَرِ

કબીરિલ અકબરિલ

મહાનમાં મહાન નામ છે,

 

[00:33.00]

الَّذِيْ مَنْ دَعَاكَ بِهِ اَجَبْتَهُ

લઝી મન દઆક બેહી અજબતહૂ

એવું નામ છે કે જે કોઇ એ નામથી તારા પાસે દુઆ માંગે તો તે કબૂલ થાય છે

 

[00:38.00]

وَ مَنْ سَاَلَكَ بِهِ اَعْطَيْتَهُ

વ મન સઅલક બેહી અઅતયતહૂ

અને એ નામથી માંગણી કરે તો તું તેને આપે છે

 

[00:46.00]

وَ مَنِ اسْتَنْصَرَكَ بِهِ نَصَرْتَهُ

વ મનિસ તનસરક બેહી નસરતહૂ

અને તે નામથી તારી મદદ માંગે તો તું તેની મદદ કરે છે.

 

[00:53.00]

وَ مَنِ اسْتَغْفَرَكَ بِهِ غَفَرْتَ لَهُ

વ મનિસ તગફરક બેહી ગફરત લહૂ

અને તારા એ નામ સાથે તૌબા કરે તો તું તેની તૌબા કબૂલ કરી લે છે.

 

[01:01.00]

وَ مَنِ اسْتَعَانَكَ بِهِ اَعَنْتَهُ

વ મનિસ તઆનક બેહી અઅનતહૂ

આ નામથી જો કોઇ સહાય માંગે તો તું તેને સહાય કરે છે.

 

[01:07.00]

وَ مَنِ اسْتَرْزَقَكَ بِهِ رَزَقْتَهُ

વ મનિસ તરઝકક બેહી રઝકતહૂ

જો રોજી માંગે તો તું રોજી આપે છે

 

[01:14.00]

وَ مَنِ اسْتَغَاثَكَ بِهِ اَغَثْتَهُ

વ મનિસ તગાસક બેહી અગસતહૂ

જે તારાથી ફરિયાદ કરે તો તેની ફરિયાદને પહોંચે છે

 

[01:21.00]

وَ مَنِ اسْتَرْحَمَكَ بِهِ رَحِمْتَهُ

વ મનિસ તરહમક બેહી રહિમતહૂ

અને જે દયા માંગે તેને તું દયા કરે છે.

 

[01:27.00]

وَ مَنِ اسْتَجَارَكَ بِهِ اَجَرْتَهُ

વ મનિસ તજારક બેહી અજરતહૂ

આ નામથી જો કઇ પનાહ માંગેતો તું તેને પનાહ આપે છે.

 

[01:35.00]

وَ مَنْ تَوَكَّلَ عَلَيْكَ بِهِ كَفَيْتَهُ

વ મન તવકકલ અલયક બેહી કફયતહૂ

એના વાસ્તાથી તારા પર ભરોસો કરે તો તું તેને માટે કાફી છે,

 

[01:41.00]

وَ مَنِ اسْتَعْصَمَكَ بِهِ عَصَمْتَهُ

વ મનિસ તઅસમક બેહી અસમતહૂ

આ નામથી જો કોઇ રક્ષણ માંગે તો તું તેનું રક્ષણ કરે છે.

 

[01:46.00]

وَ مَنِ اسْتَنْقَذَكَ بِهِ مِنَ النَّارِ اَنْقَذْتَهُ،

વ મનિસ તનકઝક બેહી મેનન નારે અનકઝતહૂ

આ નામથી જો કોઇ દોઝખની આગથી બચવા ચાહે તો તું તેને બચાવે છે.

 

[01:55.00]

وَ مَنِ اسْتَعْطَفَكَ بِهِ تَعَطَّفْتَ لَهُ

વ મનિસ તઅતફક બેહી તઅત્તફત લહૂ

જો કોઇ આ નામ થકી તારી મહેરબાની ચાહે તો તું તેના પર મહેરબાની કરે છે.

 

[02:03.00]

وَ مَنْ اَمَّلَكَ بِهِ اَعْطَيْتَهُ

વ મન અમ્મલક બેહી અઅતયતહુલ

આ નામ થકી કોઇ આરઝૂ કરે તો તું તેની આરઝૂ પૂરી કરે છે.

 

[02:09.00]

الَّذِي اتَّخَذْتَ بِهِ اٰدَمَ صَفِيًّا

લઝીત તખઝત બેહી આદમ સફીય્યન

આ નામ વડે તેં આદમ અ.સ.ને સફી,

 

[02:16.00]

وَ نُوْحًا نَجِيًّا وَ اِبْرَاهِيْمَ خَلِيْلًا

વ નૂહન નજીયંવ વ ઈબરાહીમ ખલી઼લંવ

નૂહ અ.સ.ને નજાત પામનારા, ઇબ્રાહીમ અ.સ.નો દોસ્ત,

 

[02:23.00]

وَ مُوْسٰى كَلِيْمًا وَ عِيْسٰى رُوْحًا

વ મૂસા કલીમંવ વ ઇસા રૂહવ

મૂસા અ.સ. ને વાત કરનાર, અને ઇસા અ.સ.ને તારી રૂહ

 

[02:30.00]

وَ مُحَمَّدًا حَبِيْبًا وَ عَلِيًّا وَصِيًّا

વ મોહમ્મદન હબીબવ વ અલિય્યંવ વસીય્યન

અને મોહમ્મદ સ.અ.વ.વ. ને તારા હબીબ બનાવ્યા અને અલી અ.સ.ને વસી,

 

[02:39.00]

صَلَّى اللّٰهُ عَلَيْهِمْ اَجْمَعِيْنَ

સલ્લલ્લાહો અલયહિમ અજમઈન

એ તમામ પર તારી સલવાત નાઝિલ થાય.

 

[02:44.00]

اَنْ تَقْضِيَ لِيْ حَوَاۤئِجِيْ

અન તકઝેય લી હવાએજી

તું અમારી હાજતોને પૂરી કરે દે,

 

[02:48.00]

وَ تَعْفُوَ عَمَّا سَلَفَ مِنْ ذُنُوْبِيْ

વ તઅફોવ અમ્મ સલફ મિન ઝોનૂબી

અને અમારા પાછલા ગુનાહોને માફ કરી દે,

 

[02:53.00]

وَ تَتَفَضَّلَ عَلَيَّ بِمَا اَنْتَ اَهْلُهُ

વ તતફઝઝલ અલય્ય બેમા અનત અહલોહૂ

અને અમારા પર ફઝલ કર જે તારી શાનને લાયક છે.

 

[03:02.00]

وَ لِجَمِيْعِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ لِلدُّنْيَا وَ الْاٰخِرَةِ

વ લે જમીઇલ મુઅમેનીન વલ મુઅમેનાતે લિદ દુનયા વલ આખેરતે

બધા મોઅમેનો અને મોઅમેનાત પર દૂનિયા અને આખેરતમાં ફઝલ કર.

 

[03:16.00]

يَا مُفَرِّجَ هَمِّ الْمَهْمُوْمِيْنَ

યા મોફરરેજ હમમિલ મહમૂમીન

અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદ પહોંચનાર,

 

[03:22.00]

وَ يَا غِيَاثَ الْمَلْهُوْفِيْنَ

વ યા ગેયાસલ મલહૂફીન

અને મદદ માંગનારાઓની મદદે પહોંચનાર,

 

[03:28.00]

لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ

લા ઈલાહ ઈલ્લા અનત

તારી સિવાય કોઇ ઇબાદતને લાયક નથી,

 

[03:33.00]

سُبْحَانَكَ يَا رَبَّ الْعَالَمِيْنَ ۔

સુબહાનક યા રબ્બલ આલમીન.

બધા ઐબોથી પાક છે, અન્ય તમામ દુનિયાઓના પાલનહાર.