મકામે ઇબ્રાહીમ અ.સ.

اَلسَّلاَمُ عَلَىٰ عِبَادِ ٱللهِ ٱلصَّالِحِينَ ٱلرَّاشِدِينَ

અસ્સલામો અલા એબાદિલ્લાહિસ સાલેહીનર રાશેદીનલ

સલામ થાય અલ્લાહના નેક બંદાઓ ઉપર જેઓ હિદાયત કરવાવાળાઓ છે

નમાઝ
આ મુસલ્લા પર 'ચાર રકાત' નમાઝ પઢે.
પહેલી બે રકાતમાં 'સૂરએ હમ્દ' અને સુરે તૌહીદ( 'કુલ હોવલ્લાહ').
બીજી બે રકાતમાં 'સૂરએ હમ્દ' અને 'સૂરએ કદ્ર' (ઇન્ના અનઝલના).
નમાઝ પછી જનાબે સય્યદા સ.અ.ની 'તસ્બીહ' પઢીને પોતાની હાજતો માંગે.
પછી પઢે

ٱلَّذِينَ اذْهَبَ ٱللهُ عَنْهُمُ ٱلرِّجْسَ وَطَهَّرَهُمْ تَطْهِيراً

લીન અઝહબલ્લાહો અનહોમર રિજસ વ તહહરહુમ તતહીરા.

જેનાથી અલ્લાહે દરેક પ્રકારની ગંદગી દુર રાખી છે અને એવા પાક બનાવ્યા છે જેવા પાક બનાવવાનો હક છે.

 

وَجَعَلَهُمْ انْبِيَاءَ مُرْسَلِينَ

વ જઅલહુમ અમબેયાઅ મુરસલીન

અને તેમને નબીઓ અને રસૂલોમાં ઠરાવ્યા

 

وَحُجَّةً عَلَىٰ ٱلْخَلْقِ اجْمَعِينَ

વ હુુજજતન અલલ ખલકે અજમઈન

અને સર્જન પર પોતાની હુજ્જત બનાવ્યા.

 

وَسَلاَ مٌ عَلَىٰ ٱلْمُرْسَلِينَ

વ સલામુન અલલ મુરસલીન

સલામ થાય બધા રસૂલો પર

 

وَٱلْحَمْدُ لِلهِ رَبِّ ٱلْعَالَمِينَ

વલ હમદો લિલ્લાહે રબ્બિલ આલમીન

બધી તાઅરીફ એ અલ્લાહ માટે શોભાયમાન છે,જે બધી દુનિયાઓને પાળવાવાળો છે,

 

ذٰلِكَ تَقْدِيرُ ٱلْعَزِيزِ ٱلْعَلِيمِ

ઝાલેક તકદીરૂલ અઝીઝિલ અલીમ.

આ નિર્માણ છે ગાલિબ અને જાણવા વાળા તરફથી.

 

سَلامٌ عَلَىٰ نُوحٍ فِي ٱلْعَالَمِينَ

સલામુન અલા નૂહિન ફિલ આલમીન.

સલામ થાય જનાબે નૂહ અ.સ. પર

પછી સાત વખત' કહેઃ

نَحْنُ عَلَىٰ وَصِيَّتِكَ يَا وَلِيَّ ٱلْمُؤْمِنِينَ

નહનો અલા વસીય્યતેક યા વલીય્યલ મુઅમેનીનલ

અય મોઅમેનીનના વાલી અમે આપની વસિયત પર કાયમ છીએ.

પછી કહે :

ٱلَّتِي اوْصَيْتَ بِهَا ذُرِّيَّتَكَ مِنَ ٱلْمُرْسَلِينَ وَٱلصِّدِّيقِينَ

લતી અવસયત બેહા ઝુરેરીય્યતક મેનલ મુરસલીન વસ સિદીકીન

જે વસિયત આપે આપની ઔલાદને કરી, જેઓ રસૂલો અને સિદ્દીકોમાંથી છે

 

وَنَحْنُ مِنْ شِيعَتِكَ وَشِيعَةِ نَبِيِّنَا مُحَمَّدٍ

વ નહનો મિન શીઅતેક વ શીઅતે નબીય્યના મોહમ્મદિન

અને અમે આપના શિયાઓ છીએ અને અમારા નબી મોહમ્મદ સ.અ.વ.વ.ના શિયાઓ છીએ.

 

صَلَّىٰ ٱللهُ عَلَيْهِ وَآلِهِ وَعَلَيْكَ وَعَلَىٰ جَمِيعِ ٱلْمُرْسَلِينَ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અલયક વ અલા જમીઈલ મુરસલીન

અલ્લાહની રહેમત થાય તેમના પર તેમની આલ અ.સ. પર અને આપ પર અને બધા રસૂલો પર

 

وَٱلانْبِيَاءِ وَٱلصَّادِقِينَ وَنَحْنُ عَلَىٰ مِلَّةِ إِبْرَاهِيمَ

વલ અમબેયાએ વસ સાદેકીન વ નહનો અલા મિલ્લતે ઇબરાહીમ

અને સાચા નબીઓ પર, અને સાચાઓ પર, અને અમે ઇબ્રાહીમ અ.સ.ની મિલ્લત પર છીએ,

 

وَدِينِ مُحَمَّدٍ ٱلنَّبِيِّ ٱلامِّيِّ وَٱلائِمَّةِ ٱلْمَهْدِيِّينَ

વ દીને મોહમ્મદિન નબીયયિલ ઉમ્મીયે વલ અઈમ્મતિલ મહેદીય્યીન

અને ઉમ્મી નબી મોહમ્મદ સ.અ.વ.વ.ના દીન પર છીએ અને હિદાયત આપનારા ઇમામોના મઝહબ પર છીએ

 

وَوِلايَةِ مَوْلاَنَا عَلِيٍّ امِيرِ ٱلْمُؤْمِنِينَ

વ વિલાયતે મવલાના અલીય્યિન અમીરિલ મુઅમેનીન.

અને અમારા આકા અમીરૂલ મોઅમેનીન અ.સ.ની વિલાયતને માનનારા છીએ.

 

اَلسَّلاَمُ عَلَىٰ ٱلْبَشِيرِ ٱلنَّذِيرِ صَلَوَاتُ ٱللهِ عَلَيْهِ

અસ્સલામો અલલ બશીરિન નઝીરે સલવાતુલ્લાહે અલયહે

સલામ હો, અમને જન્નતની ખુશ ખબરી આપનારા પર અને અમને જહન્નમની આગથી ડરાવી નેકી તરફ વાળનારા પર. અલ્લાહની તેમના પર સલવાત નાઝિલ થાય,

 

وَرَحْمَتُهُ وَرِضْوَانُهُ وَبَرَكَاتُهُ

વ રહમતોહૂ વ રિઝવાનોહૂ વ બરકાતોહૂ

તેની ખાસ રહેમતો નાઝિલ થાય, તેની ખુશી પ્રાપ્ત થાય, અને તેની બરકતો નાઝિલ થાય

 

وَعَلَىٰ وَصِيِّهِ وَخَلِيفَتِهِ ٱلشَّاهِدِ لِلهِ مِنْ بَعْدِهِ عَلَىٰ خَلْقِهِ

વ અલા વસીય્યેહી વ ખલીફતેહિશ શાહેદે લિલ્લાહે મિમ બઅદેહી અલા ખલકહી

અને તેમના જાનશીન વસી પર અને તેમના ખલીફા પર જેઓ તેમના પછી વિશ્વના લોકો પર અલ્લાહના તરફથી ગવાહ છે,

 

عَلِيٍّ امِيرِ ٱلْمُؤْمِنِينَ ٱلصِّدِّيقِ ٱلاكْبَرِ وَٱلْفَارُوقِ ٱلْمُبِينِ

અલીયયિન અમીરિલ મુઅમેનીનસ સિદદીકિલ અકબરે વલ ફારૂકિલ મોબીનિલ

એટલે કે હઝરત અલી અમીરૂલ મોઅમેનીન અ.સ. પર જેઓ સીદ્દીકે અકબર છે અને સ્પષ્ટ રીતે હક અને બાતિલને જુદા કરનાર છે,

 

ٱلَّذِي اخَذْتَ بَيْعَتَهُ عَلَىٰ ٱلْعَالَمِينَ رَضِيتُ بِهِمْ اوْلِيَاءَ وَمَوَالِيَّ وَحُكَّاماً

લઝી અખંઝત બયઅતહૂ અલલ આલમીન રઝિતો બેહિમ અવલેયાઅ વ મવાલેય વ હુકકામન

જેમની બૈયઅત તમામ લોકો પાસેથી લેવામાં આવી. હું એ વાત પર ખુશ છું કે તેઓ વલીઓ છે,

 

فِي نَفْسِي وَوُلْدِي وَاهْلِي وَمَالِي وَقِسْمِي

ફી નફસી વ વુલદી વ અહલી વ માલી વ કિસમી

મારી જાન પર, દરેક વાતનો અધિકાર ધરાવે છે અને મારા જીવ, મારી ઔલાદ અને મારી ઘરવાળી પર, મારા માલ,મારા ભાગ,

 

وَحِلِّي وَإِحْرَامِي وَإِسْلاَمِي وَدِينِي

વ હિલ્લી વ એહરામી વ ઈસલામી વ દીની

મારા હિલ અને હરમ પર, મારા ઇસ્લામ, મારા દીન,

 

وَدُنْيَايَ وَآخِرَتِي وَمَحْيَايَ وَمَمَاتِي

વ દુનયાય વ આખેરતી વ મહેયાય વ મમાતી

મારી દુનિયા અને મારી આખેરત, મારા જીવન અને મારા મરણ પર હકૂમત કરનારા છો.

 

انْتُمُ ٱلائِمَّةُ فِي ٱلْكِتَابِ وَفَصْلُ ٱلْمَقَامِ وَفَصْلُ ٱلْخِطَابِ

અનતોમુલ અઈમ્મતો ફિલ કિતાબે વ ફસલુલ મકામે વ ફસલુલ ખિતાબે

તમે કુરઆનની નસ (હુકમ) મુજબ ઇમામો છો તમારૂં સ્થાન રોશન છે,તમારૂં કથન હક અને બાતિલને અલગ કરનાર છે

 

وَاعْيُنُ ٱلْحَيِّ ٱلَّذِي لاَ يَنَامُ وَانْتُمْ حُكَمَاءُ ٱللهِ

વ અઅયોનુલ હય્યિલ લઝી લા યનામો વ અનતુમ હોકમાઉલ્લાહે

અને આપની આંખો સદા જાગૃત છે જે કદી ઊંઘતી નથી. અને તેમો ઇમામો, અલ્લાહના તરફથી હાકિમો છો

 

وَبِكُمْ حَكَمَ ٱللهُ وَبِكُمْ عُرِفَ حَقُّ ٱللهِ

વ બે કુમ હકમલ્લાહો વ બેકુમ ઓરેફ હકકુલ્લાહે

અને આપના દ્વારા જ અલ્લાહના હુકમો જારી થયા અને તમોએ અલ્લાહના હક્કોની પહેચાન કરાવી.

 

لاَ إِلٰهَ إِلاَّ ٱللهُ مُحَمَّدٌ رَسُولُ ٱللهِ

લા ઈલાહ ઇલ્લલ્લાહો મોહમ્મદુર રસૂલુલ્લાહે

અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને લાયક નથી મોહમ્મદ સ.અ.વ.વ. અલ્લાહના રસૂલ છે.

 

انْتُمْ نُورُ ٱللهِ مِنْ بَيْنِ ايْدِينَا وَمِنْ خَلْفِنَا

અનતુમ નૂરૂલ્લાહે મિન બયને અયદીના વ મિન ખલફેના

અને આપ સાહેબો અલ્લાહના નૂર છો અમારી સામે અને અમારી પાછળ પણ.

 

انْتُمْ سُنَّةُ ٱللهِ ٱلَّتِي بِهَا سَبَقَ ٱلْقَضَاءُ

અનતુમ સુન્નતુલ્લા હિલ લતી બેહા સબકલ કઝાઓ

તમે સાહેબો અલ્લાહની એ સુન્નત છો જે અલ્લાહની રજા પર રાજી રહેવામાં આગળ વધી ગયા.

 

يَا امِيرَ ٱلْمُؤْمِنِينَ انَا لَكُمْ مُسَلِّمٌ تَسْلِيماً

યા અમીરલ મુઅમેનીન અના લકૂમ મોસલેમુન તસલીમન

અય અમીરૂલ મોઅમેનીન મેં આપના દ્વારા એવો ઇસ્લામ કબૂલ કર્યો છે જેવો કબૂલ કરવાનો હક છે

 

لاَ اشْرِكُ بِٱللهِ شَيْئاً

લા ઉશરેકો બિલ્લાહે શયઅન

અને હું ન તો કોઇને અલ્લાહનો ભાગીદાર ગણું છું

 

وَلاَ اتَّخِذُ مِنْ دُونِهِ وَلِيّاً

વ લા અત્તખેઝો મિન દૂનેહી વલીય્યન,

અને ન તેના સિવાય કોઇને મારો સરપરસ્ત ગણું છું

 

الْحَمْدُ لِلهِ ٱلَّذِي هَدَانِي بِكُمْ

અલ હમદો લિલ્લાહિલ લઝી હદાની બે કુમ

તમામ તારીફ એ અલ્લાહની છે જેણે મારી હિદાયત કરી આપના વિશે

 

وَمَا كُنْتُ لاِهْتَدِيَ لَوْلاَ انْ هَدَانِيَ ٱللهُ

વ મા કુનતો લે અહતદેય લવ લા અન હદાનેયલ્લાહો

અને હું કદાપી હિદાયત ન પામત જો અલ્લાહ મારી હિદાયત ન કરતે

 

اللهُ اكْبَرُ ٱللهُ اكْبَرُ ٱللهُ اكْبَرُ

અલ્લાહો અકબરો અલ્લાહો અકબરો અલ્લાહો અકબરો

અલ્લાહ મહાન છે, અલ્લાહ મહાન છે, અલ્લાહ મહાન છે,

 

الْحَمْدُ لِلهِ عَلَىٰ مَا هَدَانَا

અલ હમદો લિલ્લાહે અલા મા હદાના.

બધા વખાણ એને લાયક છે જેણે અમને સદમાર્ગ દેખાડયો.

 

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

 

 

 

પછી પોતાની હાજતો અલ્લાહ તઆલાથી માંગે