રસૂલે ખુદા સ.અ.વ.એ ફરમાવ્યું છે કે જે કોઈ મારી ઝિયારત કરે અને મારા કાકા હઝરત હમઝાની ઝિયારત ન કરે તો એણે જાણે મારા ઉપર ઝુલ્મ કર્યાં ગણાશે. હઝરત હમઝાની શહાદત જંગે ઓહદમાં થઈ હતી.
اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمَّ رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
અસ્સલામો અલયક યા અમ્મ રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી.
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.ના કાકા.
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَيْرَ الشُّهَدَاۤءِ
અસ્સલામો અલયક યા ખયરશ શોહદાઅ.
સલામ થાય આપ પર અય શ્રેષ્ઠ શહીદ.
اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَسَدَ اللّٰهِ وَ اَسَدَ رَسُوْلِهِ
અસ્સલામો અલયક યા અસદલ્લાહે વ અસદ રસૂલેહી.
સલામ થાય આપ પર અય અલ્લાહના શેર અને રસૂલે ખુદા સ.અ.વ.ના શેર.
اَشْهَدُ اَنَّكَ قَدْ جَاهَدْتَ فِيْ اللّٰهِ عَزَّ وَ جَلَّ وَ جُدْتَ بِنَفْسِكَ
અશહદો અન્નક કદ જાહદત ફિલ્લાહે અઝઝ વ જલ્લ વ જુદત બે નસેક
હું ગવાહી આપું છું કે ખરેખર આપે ખુદાના માર્ગમાં જેહાદ કર્યાં અને પોતાની જાન કુરબાન કરી દીધી,
وَ نَصَحْتَ رَسُوْلَ اللّٰهِ صَلَى الله عَلَيْهِ وَ اٰلِهِ
વ નસહત રસૂલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી,
અને રસૂલુલ્લાહની મદદ કરી,
وَ كُنْتَ فِيْمَا عِنْدَ اللّٰهِ سُبْحَانَهُ رَاغِبًا بِاَبِيْۤ اَنْتَ وَ اُمِّيْۤ
વ કુનત ફીમા ઈનદલ્લાહે સુબહાનહૂ રાગેંબમ બે અબી અનત વ ઉમ્મી
આપે રસૂલે ખુદા સ.અ.નો નિખાલસ ભાવે સાથ આપ્યો અને અલ્લાહના હુકમોને અમલમાં મૂકયા.
اَتَيْتُكَ مُتَقَرِّبًا اِلٰى ٱللَّهِ عَزَّ وَجَلَّ بِزِيَارَتِكَ
અતયતોકા મોતકરરેબન એલા અલ્લાહ અઝઝા વ જલ્લા બે ઝિયારતેકા
હું તમારી ઝિયારત માટે આવ્યો છું જેથી હું રસુલે ખુદા સ.અ.વ.ની કુરબત મેળવી શકું.
وَ مُتَقَرِّبًا اِلٰى رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
વ મોતકરરેબન એલા રસૂલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી
તેમના પર અને તેમની આલ પર અલ્લાહની રહેમતો ઉતરે.
بِذٰلِكَ رَاغِبًا اِلَيْكَ فِيْ الشَّفَاعَةِ
બે ઝાલેક રાગેબન એલય્ક ફિશ શફાઅતે
હું આપની ઝિયારતથી શફાઅત ચાહું છું
اَبْتَغِيْ بِزِيَارَتِكَ خَلاصَ نَفْسِيْ
અબતગી બે ઝેયારતેક ખલાસ નફસી
અને આપની ઝિયારતના કારણે મારા આત્માનો મોક્ષ ચાહું છું
مُتَعَوِّذًا بِكَ مِنْ نَارٍ ۟اِسْتَحَقَّهَا مِثْلِيْ بِمَا جَنَيْتُ عَلٰى نَفْسِيْ
મોતઅવ્વેઝન બેક મિન્નારે નિસતહકકહા મિશલી બેમા જનયતો અલા નફસી
કેમકે મેં મારા નફસ પર ઝુલમ કર્યાં છે એટલે જહન્નમને લાયક છું પરંતુ આપના કારણે જહન્નમની આગથી નજાત માગું છું.
هَارِبًا مِنْ ذُنُوْبِيَ الَّتِيْ احْتَطَبْتُهَا عَلٰى ظَهْرِيْ
હારેબન મીન ઝોનૂબેયલ લતિહ અલા ઝહરી
મેં મારી પીઠ પર ગુનાહોનો જે બોજો નાખ્યો છે
فَزِعًا اِلَيْكَ رَجَاۤءَ رَحْمَةِ رَبِّيْۤ اَتَيْتُكَ مِنْ شُقَّةٍ بَعِيْدَةٍ
ફઝેઅન એલય્ક રજાઅ રહમતે રબ્બી અતયતોક મિન શુકકતિમ બઈદતિન
તેને આપની મારફત હળવો કરવા ચાહું છું. હું ખુદાની રહેમત અને આશા સાથે આપને આશરે ઘણે છેટેથી આવ્યો છું
طَالِبًا فَكَاكَ رَقَبَتِيْ مِنَ النَّارِ
તાલેબન ફકાક રકબતી મેનનનારે
અને જહન્નમથી મારી ગરદન છોડાવવા માગું છું.
وَ قَدْ اَوْقَرَتْ ظَهْرِيْ ذُنُوْبِيْ
વ કદ અવકરત ઝહરી ઝોનૂબી
કેમકે ગુનાહોએ મારી પીઠને ભારી બનાવી દીધી છે.
وَ اَتَيْتُ مَاۤ اَسْخَطَ رَبِّيْ
વ અતયતો મા અસખત રબ્બી
અલ્લાહના ગુનાહોથી લદોલદ થઈને હાજર થયો છું
وَ لَمْ اَجِدْ اَحَدًا اَفْزَعُ اِلَيْهِ خَيْرًا لِيْ مِنْكُمْ اَهْلَ بَيْتِ الرَّحْمَةِ
વ લમ અજિદ અહદન અફઝાઓ એલયહે ખયરન લી મીનકુમ અહલ બયતીર રાહેમીન
મને આપથી વધારે કોઈ સારો ન મળ્યો કે જેની પાસે જઈને હું ફરિયાદ કરૂં.
فَكُنْ لِيْ شَفِيْعًا يَوْمَ فَقْرِيْ وَ حَاجَتِيْ
ફકુન લી શફીઅન યવ્મ ફકરી વ હાજતી
હું કષ્ટો અને તકલીફો ઉપાડી સફર કરીને આવ્યો છું એટલે આપથી ઉમ્મીદ રાખું છું
فَقَدْ سِرْتُ اِلَيْكَ مَحْزُوْنًا وَ اَتَيْتُكَ مَكْرُوْبًا
ફ કદ સિરતો એલયકા મહઝૂનન વ અતયતોક મકરુંબન
કે ભુખ અને પ્યાસ (કયામત)ના દિવસે મારી શફાઅત કરજો,
وَ سَكَبْتُ عَبْرَتِيْ عِنْدَكَ بَاكِيًا وَ صِرْتُ اِلَيْكَ مُفْرَدًا
વ સકબતો અબરતી ઇનદક બાકેયવ વ સિરતો એલયક મુફરદવ
હું એકલો આપની ખિદમતમાં હાજર થયો છું. હું આંસુથી તરબોળ છું.
وَ اَنْتَ مِمَّنْ اَمَرَنِيَ اللّٰهُ بِصِلَتِهِ وَ حَثَّنِيْ عَلٰى بِرِّهِ
વ અનત મિમ્મન અમરનેયલ્લાહો બે સેલતેહી વ હસ્સની અલા બિરરેહી
આપ એ મહાન લોકોમાંથી છો જેની સાથે સંબંધ રાખવાની અને નેકી કરવાની ખુદાએ મને સદ્દબુદ્ધિ આપી.
وَ دَلَّنِيْ عَلٰى فَضْلِهِ وَ هَدَانِيْ لِحُبِّهِ
વ દલ્લની અલા ફઝલેહી વ હદાની લે હુબ્બેહી
આપના ફઝલ તરફ ખુદાએ માર્ગદર્શન આપ્યું અને મને આપની સાથે દોસ્તી રાખવાની પ્રેરણા આપી
وَ رَغَّبَنِيْ فِي الْوِفَادَةِ اِلَيْهِ
વ રગગબતની ફિલ વેફાદતે એલયહે
અને આપની પાસે આવવાની મને પ્રેરણા આપી
وَ اَلْهَمَنِيْ طَلَبَ الْحَوَاۤئِجِ عِنْدَهُ
વ અલહમની તલબત હવાએજે ઇનદહુ
અને આપની સામે ઊભા રહીને અલ્લાહથી હાજતો માંગવાનો ઈશારો કર્યાં.
اَنْتُمْ اَهْلُ بَيْتٍ لَا يَشْقٰى مَنْ تَوَلَّاكُمْ
અનતુમ અહલો બયતિન લા યશકા મન તવલ્લાકુમ
અય નબુવ્વતના ખાનદાન. આપનો દોસ્ત કમનસીબ નહીં રહે
وَ لَا يَخِيْبُ مَنْ اَتَاكُمْ
વ લા યખીબો મન અતાકુમ
અને અહીં આવવા વાળો કદી નિરાશ પાછો નહીં ફરે
وَ لَا يَخْسَرُ مَنْ يَهْوَاكُمْ
વલા યખસરો મન યાહવાકુમ
અને આપની સામે નમનારો નુકસાનમાં નથી રહ્યો
وَ لَا يَسْعَدُ مَنْ عَادَاكُمْ۔
વ લા યસઅદો મન આદાકુમ.
અને આપનો દુશ્મન ભાગ્યશાળી નહીં રહે,
પછી બે રકાત નમાઝ પઢે અને ત્યાર બાદ અલ્લાહ તઆલાથી દોઆ માંગે. ઈન્શાઅલ્લાહ કબુલ થશે.