بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلَامُ عَلٰی رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલા રસૂલિલ્લાહ.
સલામ થાય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. પર.
اَلسَّلَامُ عَلٰی نَبِیِّ اللّٰهِ
અસ્સલામો અલા નબીયયિલ્લાહ.
સલામ થાય પયગમ્બરે ખુદા પર.
اَلسَّلَامُ عَلٰی حَبِیْبِ اللّٰهِ
અસ્સલામો અલા હબીબિલ્લાહ.
સલામ થાય અલ્લાહના હબીબ પર.
اَلسَّلَامُ عَلٰی صَفِیِّ اللّٰهِ
અસ્સલામો અલા સફીયયિલ્લાહ.
સલામ થાય ખુદાના સફી પર.
اَلسَّلَامُ عَلٰی نَجِیِّ اللّٰهِ
અસ્સલામો અલા નજીય્યિલ્લાહ.
સલામ થાય અલ્લાહના રાઝદાર પર.
اَلسَّلَامُ عَلٰی مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ سَیِّدِ الْاَنْبِیَآئِ وَ خَاتَمِ الْمُرْسَلِیْنَ
અસ્સલામો અલા મોહમ્મદિબને અબદિલ્લાહે સમ્મેદિલ અમબેયાએ વ ખાતમિલ મુરસલિન
સલામ થાય અબ્દુલ્લાહના ફરઝંદ મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ. પર જે નબીઓના સરદાર
وَ خِیَرَۃِ اللّٰهِ مِنْ خَلْقِهٖ فِیْ اَرْضِهٖ وَ سَمَآئِهٖ
વ ખયરતિલ્લાહે મિન ખલકેહી ફી અરઝેહી વ સમાએહી.
અને ખુદાના છેલ્લા નબી છે.અને જમીન તથા આસમાનના લોકોમાં સૌથી શ્રેષ્ઠ છે.
اَلسّلَامُ عَلٰی جَمِیْعِ اَنْبِیَآئِهٖ وَ رُسُلِهٖ
અસ્સલામો અલા જમીએ અમબયાએહી વ રોસોલેહી.
સલામ થાય ખુદાના બધા નબીઓ પર અને રસુલો પર.
اَلسَّلامُ عَلَى الشُّهَداءِ وَالسُّعَداءِ وَالصّالِحينَ
અસ્સલામો એલશ શોહદાએ વસ સોઅદાએ વસ સાલેહીન.
સલામ થાય શહીદો પર સલામ થાય ભાગ્યશાળીઓ પર; અને નેક કામ કરનારાઓ પર.
اَلسَّلَامُ عَلٰی عِبَادِ اللّٰهِ الصَّالِحِیْنَ
અસ્સલામો અલયના વ અલે એબાદિલ્લાહિસ સાલેહીન.
સલામ થાય અલ્લાહના નેક બંદાઓ પર.
اَلسَّلَامُ عَلَیْكَ اَیَّتُهَا الرُّوْحُ الزَّاكِیَۃُ
અસ્સલામો અલયક અય્યતોહર રૂહુઝ ઝાકેયતો.
સલામ થાય આપ પર અય પવિત્ર આત્મા.
اَلسَّلَامُ عَلَیْكَ اَیَّتُهَا النَّفْسُ الشَّرِیْفَۃُ
અસ્સલામો અલયક અય્યતોહન નફસુ શરીફતો.
સલામ થાય આપ પર અય નેક રૂહ.
اَلسَّلَامُ عَلَیْكَ اَیَّتُهَا السُّلَالَۃُ الطَّاهِرَۃُ
અસ્સલામો અલયક અય્યતોહસ સોલાલતુત તાહેરતો.
સલામ થાય આપ પર અય પાક અવલાદ.
اَلسَّلَامُ عَلَیْكَ اَیَّتُهَا النَّسَمَۃُ الزَّكِیَّۃُ
અસ્સલામો અલયક અય્યતોહન નસમતુઝ ઝાકેયતો.
સલામ થાય આપ પર અય પાકિઝા રૂહ.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ خَیْرِ الْوَرٰی
અસ્સલામો અલયક યબન ખયરિલ વરા.
સલામ થાય આપ પર અય ખયરૂલ વરા (શ્રેષ્ઠ સર્જન)ના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ النَّبِیِّ الْمُجْتَبٰی
અસ્સલામો અલયક યબનન નબીયિલ મુજતબા.
સલામ થાય આપ પર અય પયગમ્બરે ખુદાના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْمَبْعُوْثِ اِلٰی كَآفَّۃِ الْوَرٰی
અસ્સલામો અલયક યબનલ મબઉસે એલા કાફફતિલ વરા.
સલામ થાય આપ પર અય લોકો ઉપર હિદાયત કરવા નિયુકત કરાએલી વ્યક્તિના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْبَشِیْرِ النَّذِیْرِ
અસ્સલામો અલયક ચબનલ બશીરિન નઝીર.
સલામ થાય આપ પર અય ખૂશખબરી આપનારા અને દોઝખથી ડરાવનારાના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ السِّرَاجِ الْمُنِیْرِ
અસ્સલામો અલયક ચબનસ સેરાજિલ મોનીર.
સલામ થાય આપ પર અય રોશન ચિરાગના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْمُؤَیَّدِ بِالْقُرْآنِ
અસ્સલામો અલયક યબનલ મોઅય્યદે બિલ કુરઆન.
સલામ થાય આપ પર અય હઝરતના પુત્ર, જેની કુરઆન મારફત તાઈદ કરવામાં આવી.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الْمُرْسَلِ اِلیَ الْاِنْسِ وَ الْجَآنِّ
અસ્સલામો અલયક યબનલ મુરસલે અલલે ઈનસે વલ જાન્ન.
સલામ થાય આપ પર અય બધા ઈન્સાનો અને જીન્નાતોના સરદારના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ صَاحِبِ الرَّایَۃِ وَ الْعَلَامَۃِ
અસ્સલામો અલયક ચબન સાહેબર રાયતે વલ અલામતે.
સલામ થાય આપ પર અય અલ્લાહના નિશાન અને પરચમવાળાના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ الشَّفِیْعِ یَوْمَ الْقِیٰمَۃِ
અસ્સલામો અલયક યબનશ શફીએ યવમલ કેયામતે.
સલામ થાય આપ પર અય કયામતના દિવસે શફાઅત કરનારાના પુત્ર.
اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ مَنْ حَبَاهُ اللّٰهُ بِالْكَرَامَۃِ
અસ્સલામો અલયક ચબન મન હબાહુલ્લાહો બિલ કરામતે.
સલામ થાય આપ પર અય આં હઝરતના પુત્ર જેને ખુદાએ ખાસ ચમત્કારો આપ્યા.
اَلسَّلَامُ عَلَیْكَ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ
અસ્સલામો અલયક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
આપ પર સલામ અને ખુદાની રહેમતો તથા બરકતો ઉતરે.
اَشْهَدُ اَنَّكَ قَدِ اخْتَارَ اللّٰهُ لَكَ دَارَ اِنْعَامِهٖ قَبْلَ
અશહદો અન્નક કદિખ તારલ્લાહો લક દાર ઈનઆમેહી કબલ
હું ગવાહી આપું છું કે બેશક ખુદાએ આપને ઈનામનું ઊંચું સ્થાન આપવા ચુંટી લીધા.
اَنْ یَّكْتُبَ عَلَیْكَ اَحْكَامَهٗ اَوْ یُكَلِّفَكَ حَلَالَهٗ وَ حَرَامَهٗ
અન યકતોબ અલયક અહકામહૂ અવ યોકલ્લેફ હલાલહૂ વ હરામહૂ
એ પહેલાં કે આપ પર એહકામો વાજિબ થાય અને આપ હલાલ અને હરામ વિશે જવાબદાર બનો.
فَنَقَلَكَ اِلَیْهِ طَیِّبًا زَاكِیًا مَرْضِیًّا طَاهِرًا
ફ નકલક એલયહે તવ્યેબન ઝાકેયન મરઝીય્યન તાહેરન
આમ ખુદાએ આપને પાક અને પાકિઝા
مِنْ كُلِّ نَجَسٍ مُقَدَّسًا مِنْ كُلِّ دَنَسٍ
મિન કુલ્લે નજસિન મોકલ્ટેસન મિન કુલ્લે દનસિન
અને દરેક નજાસત અને ભ્રષ્ટતાથી દૂર રાખ્યા અને એ ઘરમાં મોકલી આપ્યા
وَ بَوَّأَكَ جَنَّۃَ الْمَاوٰی وَ رَفَعَكَ اِلَی الدَّرَجَاتِ الْعُلٰی
વ બવ્યઅક જન્નતલ મઅવા વ રફઅક એલદ દરજાતિલ ઓલા,
અને તેણે આપના અંતિમ સ્થાન જન્નતમાં જગ્યા આપી અને આપના દરજજાઓ બુલંદ કર્યાં.
وَ صَلَّی اللّٰهُ عَلَیْكَ صَلَاۃً تَقَرُّ بِهَا عَیْنُ رَسُوْلِهٖ وَ تُبَلِّغُهٗ اَكْبَرَ مَأْمُوْلِهٖ
વ સલ્લલ્લાહો અલયક સલાતન તકરરો બેહા અયનો રસૂલેહી વ તોબલેગોહૂ અકબર માઅમૂલેહી
આપ પર ખુદાની રહેમતો, એવી રહેમતો જેનાથી રસૂલે ખુદા સ.અ.વ.વ.ની આંખો ઠરે અને પોતાની મહાન ઉમ્મીદોને પામે. ખુદાવંદા !
اَللّٰهُمَّ اجْعَلْ اَفْضَلَ صَلَوَاتِكَ وَ اَزْكٰیهَا وَ اَنْمٰی بَرَكَاتِكَ وَ اَوْفٰیهَا عَلٰی رَسُوْلِكَ وَ نَبِیِّكَ
અલ્લાહુમ્મ મજઅલ અફઝલ સલવાતેક વ અઝકહા વ અનમા બરકાતેક વ અવફાહા અલા રસૂલેક વ નબીય્યક
ખુદાવંદા !તું તારી શ્રેષ્ઠ રહેમતો અને ઘણી જ ઉત્તમ બરકતો પોતાના રસુલ સ.અ.વ.વ.
وَ خِیَرَتِكَ مِنْ خَلْقِكَ مُحَمَّدٍ خَاتَمِ النَّبِیِّیْنَ
વ ખેયરતેક મિન ખલકેક મોહમ્મદિન ખાતમિન નબીય્યિન
અને મખલૂકમાંથી ચૂંટી લીધેલા આખરી નબી મોહમ્મદ સ.અ.વ.વ.ના માટે
وَ عَلٰی مَنْ نَسَلَ مِنْ اَوْلَادِهِ الطَّیِّبِیْنَ
વ અલા મન નસલ મિન અવલાદેહિત તચ્ચેબીન
અને તેમના વંશમાં તેમની પાક અવલાદ
وَ عَلٰی مَنْ خَلَّفَ مِنْ عِتْرَتِهِ الطَّاهِرِیْنَ بِرَحْمَتِكَ یَا اَرْحَمَ الرَّاحِمِیْنَ
વ અલા મન ખલ્લફ મિન ઇતરતેહિત તાહેરીન બે રહમતેક યા અરહમર રાહેમીન.
અને તેમના નાયબો પાક ઈતરત માટે નિર્માણ કર. એ વધારે રહેમ કરવાવાળા ! અય ખુદા !
اَللّٰهُمَّ اِنِّیْ اَسْئَلُكَ بِحَقِّ مُحَمَّدٍ صَفِیِّكَ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક બે હકકે મોહમ્મદિન સફીએક
હું સવાલ કરૂં છું હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ.ના વાસ્તાથી
وَ اِبْرَاهِیْمَ نَجْلِ نَبِیِّكَ اَنْ تَجْعَلَ سَعْیِیْ بِهِمْ مَشْكُوْرًا
વ ઈબરાહીમ નજલે નબીય્યક અન તજઅલ સઅયી બેહિમ મશકૂરવ
અને તેમના ફરઝંદ ઈબ્રાહીમ અ.સ.ના વાસ્તાથી કે મારી કોશિશો કબૂલ કરી લે.
وَ ذَنْبِیْ بِهِمْ مَغْفُوْرًا وَ حَیَاتِیْ بِهِمْ سَعِیْدَۃً
વ ઝમબી બેહિમ મગફુરવ વ હયાતી બેહિમ સઇદતવ
મારા ગુનાહો માફ કરી દે. મારા જીવનને નેક બનાવ અને મારો અંજામ સારો કર.
وَ عَافِیَتِیْ بِهِمْ حميدة وحوائجي بهم مَقْضِيَّةً
વ આકેબતી બેહિમ હમીદતન વ હવાએજી બેહિમ મકઝીય્યતન
મારી હાજતો પૂરી કર. તેમના વાસ્તાથી મારા કાર્યોને પસંદ કર.
وَاَفْعالِي بِهِمْ مَرْضِيَّةً وَاُمُوري بِهِمْ مَسْعُودَةً
વ અફઆલી બેહિમ મરઝીય્યતન વ ઓમૂરી બેહિમ મસઊદતન
મારા બધા કામોની તારી ભલાઈ સાથે ભેળવ.
وَ شُئُوْنِیْ بِهِمْ مَحْمُوْدَۃً
વ શોઊની બેહિમ મહમૂદતન
અને મારી સ્થિતિને વખાણ કરવા લાયક બનાવ.
اَللّٰهُمَّ وَ اَحْسِنْ لِیَ التَّوْفِیْقَ
અલ્લાહુમ્મ અહસિન લેયત તવફીકે
ખુદાવંદા ! મને ઉત્તમ સદ્દબુદ્ધિ આપ
وَ نَفِّسْ عَنِّیْ كُلَّ هَمٍّ وَ ضِیْقٍ
વ નફફિસ અત્રી કુલ્લ હમમિન વ ઝીકિન.
અને મારાથી બધા રંજોગમને દુર કર.
اَللّٰهُمَّ جَنِّبْنِیْ عِقَابَكَ
અલ્લાહુમ્મ જનનિબની એકાબક
ખુદાવંદા ! મને તારા અઝાબથી નજાત આપ
وَ امْنَحْنِیْ ثَوَابَكَ وَ اَسْكِنِّیْ جِنَانَكَ
વમ નહની સવાબક વ અસન્નિી જેનાનક
અને સવાબ આપી જન્નતમાં તારી ખુશનુદી
وَ ارْزُقْنِیْ رِضْوَانَكَ وَ اَمَانَكَ
વર ઝુકની રિઝવાનક વ અમાનક
અને ઈમાન સાથે મકામ અતા કર
وَ اَشْرِكْ لِیْ فِیْ صَالِحِ دُعَآئِیْ وَالِدَیَّ وَ وُلْدِیْ
વ અશરિક લી ફી સાલેહે દોઆઈ વાલેદચ્ય વ વુલદી
અને મારી ભલી દુઆઓમાં મારા મા-બાપ, મારી અવલાદ,
وَ جَمِیْعَ الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنَاتِ
વ જમીઅલ મુઅમેનીન વલ મુઅમેનાતિલ,
અને બધા મોઅમિનો અને મોઅમેનાતને ભાગીદાર બનાવ
الْاَحْیَآئَ مِنْهُمْ وَ الْاَمْوَاتَ اِنَّكَ وَلِیُّ الْبَاقِیَاتِ الصَّالِحَاتِ
અહયાએ મનહુમ વલ અમવાતે ઈન્નક વલીચ્યુલ બાકેયાતિસ સાલેહાત.
કેમકે તું જ અમર વસ્તુઓનો રખેવાળ છે.અય બધી દુન્યાઓના પાલણહાર
آمِیْنَ رَبَّ الْعَالَمِیْنَ۔
આમીન રબ્બલ આલમીન.
મારી દુઆ કબૂલ કર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
ખુદા પાસે પોતાની હાજતો માગે. ઈન્શાઅલ્લાહ જરૂર પૂરી થશે.