જનાબે અબ્દુલ્લાહ અ.સ.ની ઝિયારત (પયગમ્બર સ.અ.વ.વ.ના પિતાજી)

 

 

 

આ ઝિયારત મસ્જિદે નબવીના બાબુસ્સલામ નામના દરવાજાની બહાર નીકળીને પઢવી.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَلِیَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا اَمِیْنَ اللّٰهِ

અસ્સલામો અલયક યા અમીનલ્લાહ.

સલામ થાય આપ પર અય અમાનતદાર.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا نُوْرَ اللّٰهِ

અસ્સલામો અલયક યા નૂરલ્લાહ.

અલ્લાહના સલામ થાય આપ પર અય અલ્લાહના નૂર.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا مُسْتَوْدَعَ نُوْرِ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયક યા મસતવદએ નૂરે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય રસૂલ સ.અ.વ.વ.ના નૂરની હિફાઝત કરનાર.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَالِدَ خَاتَمِ الْاَنْبِیَآئِ

અસ્સલામો અલયક યા વાલેદ ખાતેમલ અમબેયાઅ.

સલામ થાય આપ પર અય આખરી નબી સ.અ.વ.વ.ના મહાન પિતાજી.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا مَنِ انْتَهٰی اِلَیْهِ الْوَدِیْعَۃُ وَ الْاَمَانَۃُ الْمَنِیْعَۃُ

અસ્સલામો અલયક યા મનિનતહા એલયહિલ વદીઅતો વલ અમાનતુલ મનીઅહ.

સલામ થાય આપ પર અય મજબૂત અમાનત (નૂરે મોહમ્મદીસ.અ.વ.વ.)ના છેલ્લા અમાનતદાર.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا مَنْ اَوْدَعَ اللّٰهُ فِیْ صُلْبِهِ

અસ્સલામો અલયક યા મન અવદ અલ્લાહો ફી સુલબેહત

સલામ થાય આપ પર અય તેઓ કે જેમની પીઠમાં અલ્લાહ તઆલાએ સાદિક

 

الطَّیِّبِ الطَّاهِرِ الْمَكِیْنِ نُوْرَ رَسُوْلِ اللّٰهِ الصَّادِقَ الْاَمِیْنِ

તમ્યેબિત તાહેરિલ મકીને નૂર રસૂલિલ્લાહિસ સાદેકિલ અમીન.

અને અમીન રસૂલે ખુદા સ.અ.વ.વ.ના નૂરને અમાનત રાખ્યું.

 

اَلسَّلَامُ عَلَیْكَ یَا وَالِدَ سَیِّدِ الْاَنْبِیَآئِ وَ الْمُرْسَلِیْنَ

અસ્સલામો અલયક યા વાલેદ સમ્મેદિલ અમબેયાએ વલ મુરસલીન.

સલામ થાય આપ પર અય બધા નબીઓ અને રસૂલોના સરદારના માનવંત પિતાજી.

 

اَشْهَدُ اَنَّكَ قَدْ حَفِظْتَ الْوَصِیَّۃَ

અશહદો અન્નક કદ હફિઝતલ વસીય્યત

હું ગવાહી આપું છું કે આપે વસીય્યત જાળવી રાખી

 

وَ اَدَّیْتَ الْاَمَانَۃَ عَنْ رَبَّ الْعَالَمِیْنَ فِیْ رَسُوْلِهٖ

વ અદદયતલ અમાનત અન રબ્બિલ આલમીન ફી રસૂલેહી

બન્ને જગતના માલિકની અને રસૂલે ખુદા સ.અ.વ.વ. વિશેની અમાનત અદા કરી દીધી.

 

وَ كُنْتَ فِیْ دِیْنِكَ عَلٰی یَقِیْنٍ

વ કુનત ફી દીનેક અલા યકીનિન

આપ યકીનન સાચા દીન પર કાયમ હતા.

 

وَ اَشْهَدُ اَنَّكَ اتَّبَعْتَ دِیْنَ اللّٰهِ عَلٰی مِنْهَاجِ جَدِّكَ اِبْرَاهِیْمَ خَلِیْلِ اللّٰهِ

વ અશહદો અન્નકત તબઅત દીનલ્લાહે અલા મિનહાજે જદદેક ઈબરાહીમ ખલીલિલ્લાહે

હું ગવાહી આપું છું કે આપે આપના દાદા હઝરત ઈબ્રાહીમ ખલીલુલ્લાહ અ.સ.ના તરીકા પર દીનની પયરવી કરી.

 

فِیْ حَیَاتِكَ وَ بَعْدَ وَفَاتِكَ عَلٰی مَرْضَاتِ اللّٰهِ فِی رَسُوْلِهٖ

ફી હયાતેક વ બઅદ વફાતેક અલા મરઝાતિલ્લાહે ફી રસૂલેહી

આપે આપની ઝિંદગી અને મોતથી ખુદાનો રાજીપો મેળવ્યો

 

وَ اَقْرَرْتَ وَ صَدَّقْتَ بِنُبُوَّۃِ رَسُوْلِ اللّٰهِ صَلَّی اللّٰهِ عَلَیْهِ وَ آلِهٖ

વ અકરરત વ સદદકત બે નબુવ્વતે રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી

અને જનાબે રસૂલે ખુદા સ.અ.વ. વ.ની નબૂવ્વત

 

وَ وِلَایَۃِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلَیْهِ السَّلَامُ

વ વેલાય તે અમીરિલ મુઅમેનીન અલયહિસ સલામો

અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ની વિલાયત

 

وَ الْاَئِمَّۃِ الطَّاهِرِیْنَ عَلَیْهِمُ السَّلَامُ

વલે અઈમ્મતિત તાહેરીન અલયહેમુસ સલામો

અને બધા ઈમામોની અમાનતોનો આપે ઈકરાર કર્યો.

 

فَصَلَّی اللّٰهُ عَلَیْكَ حَیًّا وَ مَیِّتًا وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔

વ સલ્લલ્લાહો અલયક હય્યન વ મય્યેતંવ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને અલ્લાહ તમારા પર ઝિંદગીમાં અને પછી રહમત મોકલે. આપ પર ખુદાની રહેમતો અને બરકતો ઉતરે.

 

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,