જનાબે અકીલ અને અબ્દુલ્લાહ બિન જઅફર અ.સ.ની ઝિયારત

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلَامُ عَلَیْكَ یَا سَیِّدَنَا یَا عَقِیْلَ بْنَ اَبِیْطَالِبٍ

અસ્સલામો અલયક યા સય્યદેના યા અકિલબન અબી તાલેબીન.

સલામ થાય આપ પર અય અમારા આકા અકીલ ઈબ્ને અબિ તાલિબ અ.સ.,

اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ عَمِّ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયક ચબન અમ્મે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.વ. ના પિત્રાઈ ભાઈ,

اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ عَمِّ نَبِیِّ اللّٰهِ

અસ્સલામો અલયક યબન અમ્મે નબીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર અય પયગમ્બરે ખુદાના પિત્રાઈ ભાઈ,

اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ عَمِّ حَبِیْبِ اللّٰهِ

અસ્સલામો અલયક યબન અમે હબીબિલ્લાહ.

સલામ થાય આપ પર અય હબીબે ખુદાના પિત્રાઈ ભાઈ,

اَلسَّلَامُ عَلَیْكَ یَابْنَ عَمِّ الْمُصْطَفٰی

અસ્સલામો અલયક યબન અમમિલ મુસતફા.

સલામ થાય આપ પર અય મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ.ના પિત્રાઈ ભાઈ,

اَلسَّلَامُ عَلَیْكَ یَا اَخَا عَلِیٍّ الْمُرْتَضٰی

અસ્સલામો અલયક અખા અલીએનિલ મુરતઝા.

સલામ થાય આપ પર અય અલીયે મુરર્તઝા અ.સ.ના ભાઈ.

اَلسَّلَامُ عَلٰی عَبْدِ اللّٰهِ بْنِ جَعْفَرِ الطَّیَّارِ

અસ્સલામો અલા અબદિલ્લાહ ઈબને જઅફરિત તૈય્યારે

સલામ થાય આપ પર અય અબ્દુલ્લાહ બિન જઅફરે તૈયાર અ.સ.,

فِی الْجِنَانِ وَ عَلٰی مَنْ حَوْلَكُمَا مِنْ اَصْحَابِ رَسُوْلِ اللّٰهِ

ફિલે જેનાને વ અલા મન હવલકોમા મિન અસહાબે રસૂલિલ્લાહ,

સલામ થાય આપ પર અને રસુલે ખુદા સ.અ.વ. વ.ના અસહાબો ઉપર જેઓ આપની આજુ બાજુ દફન થયા છે, તેમના પર પણ સલામ થાય,

رَضِيَ اللّٰهُ تَعَالٰی عَنْكُمْ

રઝેયલ્લાહ તઆલા અનકુમ,

ખુદાવંદે આલમ આપ લોકોથી રાજી રહે

وَ اَرْضَاكُمْ اَحْسَنَ الرِّضَا وَ جَعَلَ الْجَنَّۃَ مَنْزِلَكُمْ وَ مَسْكَنَكُمْ وَ مَحَلَّكُمْ وَمَأْوٰیكُمْ

વ અરઝાકુમ અહસનર રેઝો વ જઅલલ જન્નત મનઝેલકુમ વ મસકનકુમ વ મહલ્લકુમ વ આઅવાકુમ.

અને આપને ઘણા ખૂશી રાખે અને આપનું સ્થાન જન્નતમાં નક્કી કરે,

اَلسَّلَامُ عَلَیْكُمْ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔

અસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય તમારા પર અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,