ગુંબજના દરવાજા પર

[00:09.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી રવામાં દાખલ થાય અને પોતાનો જમણો પગ પહેલા મૂકે અને રવાકના બીજા દરવાજા પર પહોંચી પઢે

[00:13.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:16.00]

أَشْهَدُ أَنْ لاََ إِلٰهَ إِلاَّ ٱللَّهُ وَحْدَهُ لاََ شَرِيكَ لَهُ

અશહદો અલ લા ઈલાહ ઈલ્લલ્લાહો વહદહૂ લા શરીક લહૂ

હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.તે એકલો છે અને તેનો કોઇ ભાગીદાર નથી.

 

[00:25.00]

وَأَشْهَدُ أَنَّ مُحَمَّداً عَبْدُهُ وَرَسُولُهُ جَاءَ بِٱلْحَقِّ مِنْ عِنْدِهِ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ

વ અશહદો અન્ન વ મોહમ્મદન અબદોહુ વ રસૂલોહુ જાઅ બિલ હકકે મિન ઇનદેહી વ સદદકલ મુરસલીન.

અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. તેના ખાસ બંદા અને રસૂલ છે. તેઓ ખુદા પાસેથી હક લઇને પધાર્યા અને બધા રસૂલોની તેમણે તસ્દીક કરી (સચ્ચાઇની સાક્ષી આપી)

 

[00:39.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ ٱللَّهِ

અસ્સલામો અલયક યા રસૂલલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ.

 

[00:43.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَبِيبَ ٱللَّهِ وَخِيَرَتَهُ مِنْ خَلْقِهِ

અસ્સલામો અલયેક યા હબીબલ્લાહે વ ખિયરતહૂ મિન ખલકેહી.

સલામ હો આપ પર અય અલ્લાહના દોસ્ત અને તેના સર્જનોમાં સૌથી શ્રેષ્ઠ.

 

[00:49.00]

اَلسَّلاَمُ عَلَىٰ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ عَبْدِ ٱللَّهِ وَأَخِي رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલા અમીરિલ મુઅમેનીન અબદિલ્લાહે વ અખી રસૂલિલ્લાહે

સલામ હો આપ પર અય અમીરૂલ મોઅમેનીન અને અલ્લાહના ખાસ બંદા અને અલ્લાહના રસૂલના ભાઇ.

 

[00:56.00]

يَا مَوْلاَيَ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ عَبْدُكَ وَٱبْنُ عَبْدِكَ وَٱبْنُ أَمَتِكَ

યા મવલાય યા અમીરલ મુઅમેનીન અબદોક વબનો અબદેક વબનો અમતેક

અય મારા મૌલા ! અય અમીરૂલ મોઅમેનીન ! આપનો ગુલામ, આપના ગુલામનો બેટો અને આપની કનીઝનો પુત્ર હાજર થયો છે.

 

[01:09.00]

جَاءَكَ مُسْتَجِيراً بِذِمَّتِكَ قَاصِداً إِلَىٰ حَرَمِكَ

જાઅક મુસતજીરન બે ઝિમ્મતેક કાસેદન ઈલા હરમેક

આપના આશરા નીચે શરણ લેવા, આપના હરમની ઝિયારત કરવાના ઇરાદાથી આપના મરતબાને ધ્યાનમાં રાખી,

 

[01:18.00]

مُتَوَجِّهاً إِلَىٰ مَقَامِكَ مُتَوَسِّلاًَ إِلَىٰ ٱللَّهِ تَعَالَىٰ بِكَ

મોતવજજેહન ઈલા મકામેક મોતવસ્સેલન ઈલલ્લાહે તઆલા બેંક.

આપના વસીલાથી ખુદાની નઝદીકી મેળવવા.

 

[01:21.00]

أَأَدْخُلُ يَا مَوْلاَيَ

અ અદખોલો યા મવલાય,

અય મૌલા ! શું મને અંદર આવવાની રજા છે ?

 

[01:26.00]

أَأَدْخُلُ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ

અ અદખોલો યા અમીરલ મુઅમેનીન

અય અમીરૂલ મોઅમેનીન ! શું હું અંદર દાખલ થઇ શકું છું ?

 

[01:30.00]

أَأَدْخُلُ يَا حُجَّةَ ٱللَّهِ

અ અદખોલો યા હુજજતલ્લાહ

અય હુજ્જતે ખુદા મને ઇજાઝત આપો તો હું દાખલ થાઉં.

 

[01:36.00]

أَأَدْخُلُ يَا أَمِينَ ٱللَّهِ

અ અદખોલો યા અમીનલ્લાહ

અય ખુદાના અમાનતદાર, શું હું અંદર આવી શકું છું ?

 

[01:41.00]

أَأَدْخُلُ يَا مَلاَئِكَةَ ٱللَّهِ ٱلْمُقِيمِينَ فِي هٰذَا ٱلْمَشْهَدِ

અ અદખોલો યા મલાએકતલ્લાહિલ મોકીમીન ફી હાઝલ મશહદ

અય આ પવિત્ર મઝારના રખેવાળ ફરિશ્તાઓ શું મને અંદર દાખલ થવાની ઇજાઝત છે ?

 

[01:48.00]

يَا مَوْلاَيَ أَتَأْذَنُ لِي بِٱلدُّخُولِ أَفْضَلَ مَا أَذِنْتَ لأَحَدٍ مِنْ أَوْلِيَائِكَ

યા મવલાય અ તઅઝનો લી બિદ દોખૂલે અફઝલ મા અઝિનત લે અહદિન મિન અવલેયાએક

અય મૌલા ! હું આપના પાસે દાખલ થવાની ઇજાઝત ચાહું છું જે તમે તમારા કોઇ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દોસ્તને આપી હોય.

 

[01:58.00]

فَإِنْ لَمْ أَكُنْ لَهُ أَهْلاًَ فَأَنْتَ أَهْلٌ لِذٰلِكَ

ફ ઈન લમ અકુન લહૂ અહલન ફ અનત અહલુન લે ઝાલેક.

જો કે હું આ વાતને લાયક નથી પણ તમને તો અધિકાર છે.

 

[02:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,