اَلسَّلَامُ عَلٰی رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલા રસુલિલ્લાહ.
સલામ થાય હઝરત રસૂલ ખુદા સ.અ.વ. પર.
اَلسَّلَامُ عَلٰی نَبِیِّ اللّٰهِ
અસ્સલામો અલા નબીયિલ્લાહ.
સલામ થાય અલ્લાહના પયગમ્બર પર,
اَلسَّلَامُ عَلٰی مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ
અસ્સલામો અલા મોહમ્મદિબને અબદિલ્લાહ.
સલામ થાય હઝરત મોહમ્મદ સ.અ.વ. ઈબ્ને અબ્દુલ્લાહ
اَلسَّلَامُ عَلٰی اَھْلِ بَیْتِهِ الطَّاھِرِیْنَ
અસ્સલામો અલા અહલે બ્યતેહિત તાહેરીન.
સલામ થાય તેમની પાફ એહલેબયત અ.સ. પર,
اَلسَّلَامُ عَلَیْكُمْ اَیُّھَا الشُّھَدَآئُ الْمُؤْمِنُوْنَ
અસ્સલામો અલયકુમ અય્યોહશ શોહદાઉલ મૂઅમેનૂન.
સલામ થાય આપ પર અય એહલેબયતના ખાનદાનના ઈમાનદાર શહીદો.
اَلسَّلَامُ عَلَیْكُمْ یَا اَھْلَ بَیْتِ الْاِیْمَانِ وَ التَّوْحِیْدِ
અસ્સલામો અલયકુમ યા અહલ બયતિલ ઇમાને વત તવહીદ.
સલામ થાય આપ પર અય તવહીદના માનવાવાળા,
اَلسَّلَامُ عَلَیْكُمْ یَا اَنْصَارَ دِیْنِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ યા અનસાર દીનિલ્લાહે
સલામ થાય આપ પર અય ખુદાના દીન
وَ اَنْصَارَ رَسُوْلِهٖ عَلَیْهِ وَ اٰلِهِ السَّلَامُ
વ અનસાર રસૂલેહી અલયહે વ આલેહિસ સલામ
અને ખુદાના રસૂલ સ.અ.વ.ની મદદ કરનારાઓ.
سَلَامٌ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبیَ الدَّارِ
સલામુન અલયકુમ બે મા સબરતુમ ફ નેઅમ ઉકબદદાર.
સબર કરવાના કારણે આપને જન્નત જેવું રહેવાનું સ્થાન મળ્યું છે.
اَشْھَدُ اَنَّ اللّٰهَ اخْتَارَكُمْ لِدِیْنِهٖ وَ اصْطَفَاكُمْ لِرَسُوْلِهٖ
અશહદો અન્નલ્લાહખ તારકુમ લે દીનેહી વસતફાકુમ લે રસૂલેહી
હું ગવાહી આપું છું કે ખુદાએ આપને પોતાના દીન માટે ચૂંટયા અને પોતાના રસૂલ સ.અ.વ. માટે આપને પસંદ કર્યાં.
وَ اَشْھَدُ اَنَّكُمْ قَدْ جَاھَدْتُمْ فِی اللّٰهِ حَقَّ جِھَادِهٖ
વ અશહદો અન્નકુમ કદ જાહદકુમ ફિલ્લાહે હક્કે જેહાદેહી
હું ગવાહી આપું છું કે આપે અલ્લાહના માર્ગમાં જેહાદનો હક અદા કરી દીધો. જેવો જેહાદ કરવાનો હક હતો.
وَ ذَبَبْتُمْ عَنْ دِیْنِ اللّٰهِ وَ عَنْ نَبِیِّهٖ
વ ઝબબતુમ અન દીનિલ્લાહે વ અન નબીયેહી
આપે અલ્લાહના દીન અને ખુદાના રસૂલ સ.અ.વ.નું રક્ષણ કર્યું
وَ جُدْتُمْ بِاَنْفُسِكُمْ دُوْنَهٗ
વ જુાદતુમ બે અનફોસેકુમ દૂનહૂ
અને તેમના દુશ્મનો સામે આપ જાન પર ખેલી ગયા.
وَ اَشْھَدُ اَنَّكُمْ قُتِلْتُمْ عَلٰی مِنْھَاجِ رَسُوْلِ اللّٰهِ
વ અશહદો અન્નકુમ કોતિલતુમ અલા મિનહાજે રસુલિલ્લાહે
હું ગવાહી આપું છું કે આપ રસુલ સ.અ.વ.ના તરીકા ઉપર શહાદત પામ્યા.
فَجَزَاكُمُ اللّٰهُ عَنْ نَبِیِّهٖ
ફ જઝાકોમુલ્લાહો અન નબીય્યેહી
ખુદા આપને પોતાના રસૂલ સ.અ.વ.
وَ عَنِ الْاِسْلَامِ وَ اَھْلِهٖ اَفْضَلَ الْجَزَآئِ
વ અનિલ ઇસ્લામે વ અહલેહી અફઝલલ જઝાએ
અને ઈસ્લામ તથા ઈસ્લામવાળાઓ તરફથી શ્રેષ્ઠ બદલો અતા કરે
وَ عَرَّفْنَا وُجُوْھَكُمْ فِیْ مَحَلِّ رِضْوَانِهٖ
વ અરરફના વોજૂહકુમ ફી મહલ્લે રિઝવાનેહી
અને રિઝવાનના અને ઈકરામના સ્થળે આપના દરજજાઓ ઊંચા કરે.
وَ مَوضِعِ اِكْرَامِهٖ مَعَ النَّبِیِّیْنَ وَ الصِّدِّیْقِیْنَ
વ મવઝેએ ઇકરામેહી મઅન નબીયયિન વસસિદદીકીન
જયાં આપ નબીઓ, સીદ્દીકો,
وَ الشُّھَدَآئِ وَ الصَّالِحِیْنَ وَ حَسُنَ اُولٰٓئِكَ رَفِیْقًا
વશ શોહદાએ વસ્સાલેહીન વ હસોન ઓલાએક રફીકન.
શહીદો અને નેક બંદાઓ સાથે છો. આ કેટલા સુંદર સાથીઓ છે.
اَشْھَدُ اَنَّكُمْ حِزْبُ اللّٰهِ
અશહદો અન્નકુમ હિઝબુલ્લાહે
હું ગવાહી આપું છું કે આપ અલ્લાહના લશ્કરમાં છો
وَ اَنَّ مَنْ حَارَبَكُمْ فَقَدْ حَارَبَ اللّٰهَ
વ અન્ન મન હારબકુમ ફ કદ હારબલલહે
જેણે પણ આપથી જંગ કરી તેણે ખુદાથી જંગ કરી,
وَ اَنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِیْنَ الْفَآئِزِیْنَ الَّذِیْنَ ھُمْ اَحْیٰآئٌ عِنْدَ رَبِّھِمْ یُرْزَقُوْنَ
વ અન્નકુમ લ મેનલ મોકરરબીનલ ફાએઝીનલ લઝીનહુમ અયહાઉન ઇનદ રબબેહીમ યુરઝકુન
અને હું ગવાહી આપું છું કે આપ કામયાબ છો અને ખુદાના મુકર્રબ બંદાઓ છો. આપ જીવતા છો અને આપના પાલણહાર પાસેથી રોજી મેળવી રહ્યા છો.
فَعَلٰی مَنْ قَتَلَكُمْ لَعْنَۃُ اللّٰهِ
ફ અલા મન કતલકુમ લઅનતુલ્લાહે
એટલે જેણે આપને કતલ કર્યાં તેઓ પર અલ્લાહની,
وَ الْمَلٰٓئِكَۃِ وَ النَّاسِ اَجْمَعِیْنَ
વલ મલાએકતે વન્નાસે અજમઇન
અને અલ્લાહના ફરિશ્તાઓની અને
اَتَیْتُكُمْ یَا اَھْلَ التَّوْحِیْدِ زَآئِرًا وَ بِحَقِّكُمْ عَارِفًا
અતયતોકુમ યા અહલત તવહીદે ઝાએરન વ બે હક્કેકુમ આરેફવ
તમામ લોકોની લાનત થાય. અય તવહીદવાળાઓ આપના હક્કોને ઓળ ખીને
وَ بِزِیَارَتِكُمْ اِلیَ اللّٰهِ مُتَقَرِّبًا
વ બે ઝેયારતેકુમ એલ્લાહે મોતકરરેબવ
હું આપ લોકોની ઝિયારત કરવા આવ્યો છું અને આપની ઝિયારતના લીધે ખુદાની નઝદીકી ઈચ્છું છું
وَ بِمَا سَبَقَ مِنْ شَرِیْفِ الْاَعْمَالِ وَ مَرْضِیِّ الْاَفْعَالِ عَالِمًا
વ બે માં સબક મિન શરીફિલ અઅમાલે વ મરઝીયયિલ અફઆલે આલેમન
અને આપના ભલા કામો અને પસંદ કરાએલા કાર્યોનું મને જ્ઞાન છે.
فَعَلَیْكُمْ سَلَامُ اللّٰهِ وَ رَحْمَتُهٗ وَ بَرَكَاتُهٗ
ફ અલયકુમ સલામુલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
આપ પર અલ્લાહના સલામ થાય અને તેમની રહેમતો અને બરકતો ઉતરે
وَ عَلٰی مَنْ قَتَلَكُمْ لَعْنَۃُ اللّٰهِ وَ غَضَبُهٗ وَ سَخَطُهٗ
વ અલા મન કતલકુમ લઅનતુલ્લાહે વ ગઝબોહુ વ સખતોહુ
અને જે લોકોએ આપને શહીદ કર્યા તેઓ પર અલ્લાહની લાનત.તેનો કોપ અને સખ્તી ઉતરે.
اَللّٰھُمَّ انْفَعْنِیْ بِزِیَارِتِھِمْ وَ ثَبِّتْنِیْ عَلٰی قَصْدِھِمْ
અલ્લાહુમ્મન ફઅની બે ઝેયારતેહિમ વ સબબિતની અલા કસદેહિમ
મારા માલિક ! તેમની ઝિયારતનો લાભ મને મળે તેમના ઈરાદા અને નિય્યત પર મને અડગ રાખ જે
وَ تَوَفَّنِیْ عَلٰی مَا تَوَفَّیْتَھُمْ عَلَیْهِ وَ اجْمَعْ بَیْنِیْ وَ بَیْنَھُمْ
વ તવફફની અલા મા તવફફયતહુમ અલયહે વજમઅ બયની વ બયનહુમ
હક પર તેઓ મર્યાં છે મને પણ તેવું જ મોત દેજે.
فِیْ مُسْتَقَرِّ دَارِ رَحْمَتِكَ اَشْھَدُ اَنَّكُمْ لَنَا فَرَطٌ وَ نَحْنُ بِكُمْ لَاحِقُوْنَ۔
ફી મુસતકરર દારે રહમતેક. અશહદો અન્નકુમ લના ફરતુન વ નહનો બે કુમ લાહેકુન.
ખુદાયા ! તારી રહેમતના પાલવમાં મને તેઓ સાથે ભેગો કર. હું ગવાહી આપું છું કે આપ અમારાથી આગળ આગળ ગયા છો અને અમે પણ તમારી પાછળ આવી રહ્યા છીએ.
સૂરએ ઈન્ના અન્ઝલના પઢે,બે રકાત નમાઝ ઝિયારતની પઢે,
પોતાની હાજતો અલ્લાહ તઆલાથી માગે ઈન્શાઅલ્લાહ જરૂર પૂરી થશે.