[00:00.00]
>
ઝિયારતએ ઇમામ હસન અસ્કરી અ.સ.
[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:11.00]
ઈમામ હસન અસ્કરી અ.સ.ની ઝરીહ પાસે ઉભા રહે અને પઢે :
[00:14.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:18.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:21.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَاۤ اَبَا مُحَمَّدٍ ۟اِلْحَسَنَ بْنَ عَلِيٍّ ۟اِلْهَادِيَ الْمُهْتَدِيَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
અસ્સલામો અલયક યા મવલાય યા અબા મોહમ્મદિલ હસનબન અલીયયિનિલ હાદેયલ મુહતદેય વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ થાય આપ પર અય મારા મૌલા હસન ઈબ્ને અલી અ.સ., હિદાયત કરનાર અને હિદાયત પામેલા આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.
[00:33.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ وَ ابْنَ اَوْلِيَاۤئِهِ
અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહે વબન અવલેયાએહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના વલી અને તેના વલીઓના ફરઝંદ.
[00:38.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ وَ ابْنَ حُجَجِهِ
અસ્સલામો અલયક યા હુજજતલ્લાહે વબન હોજજહ.
સલામ થાય આપ પર અય અલ્લાહની હુજ્જત અને તેની હુજ્જતના પુત્ર,
[00:44.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا صَفِيَّ اللّٰهِ وَ ابْنَ اَصْفِيَاۤئِهِ
અસ્સલામો અલયક યા સફય્યલ્લાહે વબન અસફેયાએહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા અને તેના ચૂંટેલાઓના ફરઝંદ.
[00:50.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَلِيْفَةَ اللّٰهِ وَ ابْنَ خُلَفَاۤئِهِ وَ اَبَا خَلِيْفَتِهِ
અસ્સલામો અલયક યા ખલીફતલ્લાહે વબન ખોલફાએહ વ અબા ખલીફતેહી.
સલામ થાય આપ પર અય અલ્લાહના ખલીફા અને તેના ખલીફાઓના પુત્ર અને ખલીફાના પિતા.
[00:57.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ خَاتَمِ النَّبِيِّيْنَ
અસ્સલામો અલયક યબન ખાતમિન નબીય્યીન.
સલામ થાય આ૫ પર અય ખાતેમુન્નબી સ.અ.વ.ના ફરઝંદ.
[01:04.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدِ الْوَصِيِّيْنَ
અસ્સલામો અલયક યબન સય્યેદિલ વસીય્યીન.
સલામ થાય આપ પર અય વસીઓના સરદારના ફરઝંદ
[01:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્લામો અલયક યબન અમીરિલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ.
[01:14.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયક યબન સય્યદતે નિસાઇલ આલમીન.
સલામ થાય આપ પર અય વિશ્વોની સ્ત્રીઓની સરદારના ફરઝંદ.
[01:20.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْاَئِمَّةِ الْهَادِيْنَ
અસ્સલામો અલયક યબનલ અઇમ્મતિલ હાદીન.
સલામ થાય આપ પર અય દિગદર્શક ઈમામોના ફરઝંદ.
[01:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْاَوْصِيَاۤءِ الرَّاشِدِيْنَ
અસ્સલામો અલયક યબનલ અવસયાઈર રાશેદીન.
સલામ થાય આપ પર અય માર્ગદર્શક ઈમામોના ફરઝંદ.
[01:29.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا عِصْمَةَ الْمُتَّقِيْنَ
અસ્સલામો અલયક યા ઇસમતલ મુત્તકીન.
સલામો થાય આપ પર અય પરહેઝગારોના રક્ષણહાર.
[01:33.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا اِمَامَ الْفَاۤئِزِيْنَ
અસ્સલામો અલયક યા ઈમામલ ફાએઝીન.
સલામ થાય આપ પર અય ઉત્તીર્ણ લોકોના ઇમામ.
[01:37.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا رُكْنَ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યા રૂકનલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય મોઅમીનોના સ્તંભ.
[01:41.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا فَرَجَ الْمَلْهُوْفِيْنَ
અસ્સલામો અલયક યા ફરજલ મલહૂફીન.
સલામ થાય આપ પર અય શોકગ્રસ્તોની મદદ કરનાર.
[01:45.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ الْاَنْبِيَاۤءِ الْمُنْتَجَبِيْنَ
અસ્સલામો અલયક યા વારેસલ અમબેયાઈલ મુનતજબીન.
સલામ થાય આપ પર અય શરીફ અંબિયાના વારિસ.
[01:49.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَازِنَ عِلْمِ وَصِيِّ رَسُوْلِ اللّٰهِ،
અસ્સલામો અલયક યા ખાઝેન ઈલમે વસિય્યે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલના વસીના ઈલ્મના ખજાનચી.
[01:55.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الدَّاعِيْ بِحُكْمِ اللّٰهِ
અસ્સલામો અલયક અય્યોહદ દાઈ બે હુકમિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના અદલની દાવત આપનાર.
[02:00.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا النَّاطِقُ بِكِتَابِ اللّٰهِ
અસ્સલામો અલયક અય્યોહન નાતેકો બે કિતાબિલ્લાહ.
સલામ થાય આપ પર અય કલામે ઈલાહી દ્વારા વાત કરનાર.
[02:05.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ الْحُجَجِ
અસ્સલામો અલયક યા હુજજતલ હોજજે
સલામ થાય આપ પર અય દલીલોની દલીલ.
[02:09.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا هَادِيَ الْاُمَمِ
અસ્સલામો અલયક યા હાદેયલ ઓમમ.
સલામ થાય આપ પર અય તમામ ઉમ્મતોની હિદાયત કરનારા.
[02:13.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ النِّعَمِ
અસ્સલામો અલયક યા વલીય્યન નેઅમ.
સલામ થાય આપ પર અય નેઅમતોના માલિક.
[02:17.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا عَيْبَةَ الْعِلْمِ
અસ્સાલમો અલયક યા અયબતલ ઇલમ.
સલામ થાય આપ પર અય જ્ઞાન પામેલા.
[02:21.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا سَفِيْنَةَ الْحِلْمِ
અસ્સલામો અલયક યા સફીનતલ હિલમ.
સલામ થાય આપ પર અય હિલમની કશ્તી. (સહનશીલતાની નાવ).
[02:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا اَبَا الْاِمَامِ الْمُنْتَظَرِ
અસ્સલામો અલયક યા અબલ ઇમામમિલ મુનતઝરિઝ
સલામ થાય આપ પર અય ઈમામે મુન્તઝરના પિતા
[02:29.00]
الظَّاهِرَةِ لِلْعَاقِلِ حُجَّتُهُ وَ الثَّابِتَةِ فِي الْيَقِيْنِ مَعْرِفَتُهُ
ઝાહેરતે લિલ આકેલે હુજજતોહૂ, વસ સાબેતતે ફિલ યકીને, મઅરેફતોહુલ
જેની દલીલ બુદ્ધિશાળીઓ સામે સ્પષ્ટ છે. જે વિશ્વાસમાં અડગ છે
[02:35.00]
الْمُحْتَجَبِ عَنْ اَعْيُنِ الظَّالِمِيْنَ وَ الْمُغَيَّبِ عَنْ دَوْلَةِ الْفَاسِقِيْنَ
મુહતજબે અન અયોનિઝ ઝાલેમીન , વલ મોગય્યબે અન દવલતિલ ફાસેકીન
અને જેની ઓળખ ઝાલિમોની આંખોથી અદ્રશ્ય છે અને જે દુષ્ટો હકૂમતથી દૂર છે.
[02:43.00]
وَ الْمُعِيْدِ رَبُّنَا بِهِ الْاِسْلَامَ جَدِيْدًا بَعْدَ الْاِنْطِمَاسِ،
વલ મોઈદે રબ્બોના બેહિલ ઇસલામ જદીદન બઅદલ ઈનતેમાસે
જેનાથી પરવરદિગાર ઈસ્લામને ફરી સજીવન કરશે અને નવજીવન આપશે. જ્યારે કે તે ખતમ થઇ રહ્યો હશે,
[02:50.00]
وَ الْقُرْاٰنَ غَضًّا بَعْدَ الْاِنْدِرَاسِ
વલકુરઆન ગઝઝન બઅદલ ઇનદેરાસ.
અને કુરઆનના સિદ્ધાંતોને તાજા કરશે જ્યારે તે ભૂલાઈ રહ્યા હશે.
[02:56.00]
اَشْهَدُ يَا مَوْلَايَ اَنَّكَ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ
અશહદો યા મવલાય અન્નક અકમતસ સલાત વ આતયતઝ ઝકાત
હું ગવાહી આપુ છું કે અય મારા મૌલા, ખરેખર તમે નમાઝ કાયમ કરી અને ઝકાત અદા કરી
[03:04.00]
وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ
વ અમરત બિલ મઅરૂફે વ નહયત અનિલ મુનકરે
અને નેકીઓના હુકમ આપ્યા અને બૂરાઈથી લોકોને રોક્યા
[03:08.00]
وَ دَعَوْتَ اِلٰى سَبِيْلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَ الْمَوْعِظَةِ الْحَسَنَةِ
વ દઅવત ઇલા સબીલે રબ્બેક બિલ હિકમતે વલ મવએઝતિલ હસનતે
અને પોતાના પાલનહારના માર્ગ પર બોધની અને મીઠી વાણીથી લોકોને બોલાવ્યા
[03:15.00]
وَ عَبَدْتَ اللّٰهَ مُخْلِصًا حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ
વ અબદતલ્લાહ મુખલેસન હત્તા અતાકલ યકીન.
અને અલ્લાહની શુદ્ધ બંદગી કરી ત્યાં સુધી કે આપ શહાદતને ભેટયા.
[03:21.00]
اَسْاَلُ اللّٰهَ بِالشَّأْنِ الَّذِيْ لَكُمْ عِنْدَهُ اَنْ يَتَقَبَّلَ زِيَارَتِيْ لَكُمْ
અસઅલુલ્લાહ બિશ શઅનિલ લઝી લકુમ ઇનદહૂ અન યતકબ્બલ ઝિયારતી લકુમ
અલ્લાહ પાસે આપનો જે માન અને મોભો છે તેનો વાસ્તો આપી હું અલ્લાહથી માંગુ છું કે તે મારી આ ઝિયારત કબૂલ કરે.
[03:30.00]
وَ يَشْكُرَ سَعْيِيۤ اِلَيْكُمْ وَ يَسْتَجِيْبَ دُعَاۤئِيْ بِكُمْ
વ યશકોર સઅયી ઇલયકુમ વ યસતજીબ દુઆઈ બેકુમ
અને આપની બારગાહમાં મારી હાજરીને પસંદ કરે. મારી દુઆઓ આપના વાસ્તાથી કબૂલ ફરમાવે
[03:37.00]
وَ يَجْعَلَنِيْ مِنْ اَنْصَارِ الْحَقِّ وَ اَتْبَاعِهِ وَ اَشْيَاعِهِ
વ યજઅલની મિન અનસારિલ હકક વ અતબાએહી વ અશયાએહી
અને મને હકના મદદગારોમાં, તેની પૈરવી કરનારાઓમાં, તેના ટોળામાં,
[03:43.00]
وَ مَوَالِيْهِ وَ مُحِبِّيْهِ وَ السَّلَامُ عَلَيْكَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔
વ મવાલીહે વ મોહિબ્બીહે વસ્સલામો અલયક વ રહમતુલ્લાહે વ બરકાતોહ
તેના દોસ્તોમાં અને તેનાથી મોહબ્બત કરનારાઓમાં ગણી લે અને આપ પર સલામ થાય અને અલ્લાહની રહેમત તથા બરકતો નાઝિલ થાય.
[03:54.00]
પછી ઝરીહ મુબારકને ચૂમે અને પોતાનું મોઢું ઝરીહ પર ઘસે પછી કહેઃ
[04:01.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[04:04.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ
અલ્લાહુમ્મ સંલ્લે અલા સય્યેદના મોહમ્મદિવ વ અહલે બયતેહી
અય અલ્લાહ સલવાત મોકલ અમારા સરદાર મોહમ્મદ સ.અ.વ. અને તેમની એહલેબૈત પર
[04:14.00]
وَ صَلِّ عَلَى الْحَسَنِ بْنِ عَلِيٍّ
વ સલ્લે અલલ હસનિબને અલીય્યનિલ
અને સલવાત મોકલ હસન ઈબ્ને અલી અ.સ. પર
[04:18.00]
۟اِلْهَادِيۤ اِلٰى دِيْنِكَ وَ الدَّاعِيۤ اِلٰى سَبِيْلِكَ
હાદી ઇલા દીનેક વદદાઈં ઇલા સબીલેક
જે તારા દીનની હિદાયત કરનારા છે અને તારા માર્ગ પર બોલનાર છે.
[04:23.00]
عَلَمِ الْهُدٰى وَ مَنَارِ التُّقٰى وَ مَعْدِنِ الْحِجٰى
અલમિલ હોદા વ મનારિત તોકા વ મઅદેનિલ હેજા
જે માર્ગદર્શનના નિશાન, પરહેઝગારીના મિનારા, બુદ્ધિની ખાણ
[04:29.00]
وَ مَأْوَى النُّهٰى وَ غَيْثِ الْوَرٰى وَ سَحَابِ الْحِكْمَةِ
વ મઅવન નોહા વ ગયસિલ વરા વ સહાબિલ હિકમતે
અને સમજણનું આશ્રય સ્થાન, સર્જનોની ફરિયાદે પહોંચનારા, હિકમત (ચાતૂર્ય) ના વાદળ,
[04:36.00]
وَ بَحْرِ الْمَوْعِظَةِ وَ وَارِثِ الْاَئِمَّةِ وَ الشَّهِيْدِ عَلَى الْاُمَّةِ
વ બહરિલ મવઝતે વ વારેસિલ અઇમ્મતે વશ શહીદે અલલ ઉમ્મતિલ
શિખામણના સમુદ્ર, ઈમામોના વારિસ, ઉમ્મત પર ગવાહ, જે નિર્દોષ અને સંસ્કારી છે,
[04:43.00]
الْمَعْصُوْمِ الْمُهَذَّبِ وَ الْفَاضِلِ الْمُقَرَّبِ وَ الْمُطَهَّرِ مِنَ الرِّجْسِ
મઅસૂમિલ મોહઝઝબે વલ ફાઝિલિલ મોકરરબે, વલ મોતહહરે મેનર રિજસિલ
ફઝલવાળા અને (અલ્લાહ)ની નજદીક તથા ગુનાહોથી પાક છે,
[04:48.00]
الَّذِيْ وَرَّثْتَهُ عِلْمَ الْكِتَابِ وَ اَلْهَمْتَهُ فَصْلَ الْخِطَابِ
લઝી વરરસતહૂ ઈલમલ કિતાબે વ અલહમતહૂ ફસલલ ખેતાબે
કિતાબ (કુરઆન)ના ઈલ્મના વારિસ છે, અને તેમને વકતૃત્વકળા આપવામાં આવી છે
[04:55.00]
وَ نَصَبْتَهُ عَلَمًا لِاَهْلِ قِبْلَتِكَ
વ નસબતહૂ અલમન લે અહલે કિબલતેક,
અને એહલે કિબ્લા (નમાઝીઓ) માટે નિશાન બનાવવામાં આવ્યા છે
[04:59.00]
وَ قَرَنْتَ طَاعَتَهُ بِطَاعَتِكَ وَ فَرَضْتَ مَوَدَّتَهُ عَلٰى جَمِيْعِ خَلِيْقَتِكَ
વ કરનત તાઅતહૂ બે તાઅતેક વ ફરઝત મવદદતહૂ અલા જમીએ ખલીકતેક.
અને તેમની તાબેદારીને પોતાની ઈતાઅત સાથે સાંકળી લેવામાં આવી છે અને તેમની મોહબ્બત બધા લોકો પર ફરજીયાત કરવામાં આવી છે.
[05:08.00]
اَللّٰهُمَّ فَكَمَاۤ اَنَابَ بِحُسْنِ الْاِخْلَاصِ فِي تَوْحِيْدِكَ
અલ્લાહુમ્મ ફ કમા અનાબ બે હુસનિલ ઈખલાસે ફી તવહીદેક
અય અલ્લાહ જેવી રીતે તેઓએ તારી તૌહીદને ખાલિસ કરી
[05:13.00]
وَ اَرْدٰى مَنْ خَاضَ فِيْ تَشْبِيْهِكَ وَ حَامٰى عَنْ اَهْلِ الْاِيْمَانِ بِكَ
વ અરદા મન ખાઝ ફી તશબીહેક વ હામા અન અહલિલ ઇમાને બેક
અને જેણે તારી મિસાલ માટે ઉદાહરણનો વિચાર કર્યો તેને કાપી નાખ્યા, અને તારા ખાતર ઈમાનવાળાઓની તરફદારી કરી.
[05:22.00]
فَصَلِّ يَا رَبِّ عَلَيْهِ صَلَاةً يَلْحَقُ بِهَا مَحَلَّ الْخَاشِعِيْنَ
ફ સલ્લે યા રબ્બે અલયહે સલાતન યલહકો બેહા મહલ્લમ ખાશેઈન
તો અય પાલનહાર તેમની પર સલવાત મોકલજે તેમને ખાશેઈન (અલ્લાહથી ડરનારાઓ)ના સ્થાને પહોંચાડ
[05:29.00]
وَ يَعْلُوْ فِي الْجَنَّةِ بِدَرَجَةِ جَدِّهِ خَاتَمِ النَّبِيِّيْنَ
વ યઅલૂ ફિલ જન્નતે બે દરજતે જદદેહી ખાતમિન નબીય્યીન
અને જન્નતમાં તેમના દાદા ખાતેમુન્નબી સ.અ.વ.ના દરજે પહોંચાડ
[05:36.00]
وَ بَلِّغْهُ مِنَّا تَحِيَّةً وَ سَلَامًا وَ اٰتِنَا مِنْ لَدُنْكَ فِيْ مُوَالَاتِهِ
વ બલલિગહૂ મિન્ના તહીય્યતન વ સલામંવ વ આતેના મિન લદુનક ફી મોવાલાતેહી
અને મારા તરફથી તેમને સલામ અને નેકવચન પહોંચાડ અને તારી પાસેથી મને તેમની મહોબ્બતમાં
[05:43.00]
فَضْلًا وَ اِحْسَانًا وَ مَغْفِرَةً وَ رِضْوَانًا اِنَّكَ ذُوْ فَضْلٍ عَظِيْمٍ وَ مَنٍّ جَسِيْمٍ۔
ફઝલવ વ એહસાનંવ વ મગફેરતવ વ રિઝવાનન ઈન્ન ઝૂ ફઝલિન અઝીમિન વ મનનિન જસીમ.
તારા ફઝલ, ઉપકાર, તારી માફી અને ખુશ્બુદી આપ. ખરેખર તું મોટો ફઝલ કરવાવાળો અને મોટો ઉપકાર કરનારો છે.
[05:54.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,