[00:00.00]
فاطر
ફાતિર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૫ | આયત-૪૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
ا لْحَمْدُ لِلّٰهِ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ جَاعِلِ الْمَلٰٓئِكَةِ رُسُلًا اُولِىْۤ اَجْنِحَةٍ مَّثْنٰى وَثُلٰثَ وَرُبٰعَ ؕ يَزِيْدُ فِى الْخَلْقِ مَا يَشَآءُ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿1﴾
૧.yÕn1BŒturÕtÕÕttnu Vtítu2rhMËBttÔttítu ÔtÕyÍu2o òy2urÕtÕt3 BtÕtt9yufítu htuËtuÕtLt3 ytuÕte9 ys3Ltun1rítBt3 BtM7Ltt ÔtËtu8ÕttË7 Ôthtuçtty1, GtÍeŒtu rVÕt3 Ï1tÕfu2 BttGt~tt9ytu, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧. તમામ વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તથા ફરિશ્તાઓને તેના પયગામ પહોંચાડનાર બનાવ્યા કે જેની પાંખો બબ્બે, ત્રણ ત્રણ અને ચાર ચાર છે, અને તે જે કાંઇ ચાહે છે પોતાના સર્જનમાં વધારો કરે છે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.
[00:29.00]
مَا يَفْتَحِ اللّٰهُ لِلنَّاسِ مِنْ رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَاۚ وَمَا يُمْسِكْ ۙ فَلَا مُرْسِلَ لَهٗ مِنْۢ بَعْدِهٖؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿2﴾
૨.Btt GtV3ítrn2ÕÕttntu rÕtLLttËu rBth3 hn14BtrítLt3 VÕtt BtwBt3Ëuf Õtnt, ÔtBttGtwBt3rËf3 VÕttBtwh3ËuÕt Õtnq rBtBt3çty14Œune, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૨. અલ્લાહ ઇન્સાનો માટે જે રહેમતનો દરવાજો ખોલે તેને કોઇ અટકાવનાર નથી, અને જે (રહેમત) અટકાવે તેને તેના સિવાય કોઇ મોકલી શકનાર નથી તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
[00:46.00]
يٰۤاَيُّهَا النَّاسُ اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْؕ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللّٰهِ يَرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۖؗ فَاَنّٰى تُؤْفَكُوْنَ﴿3﴾
૩.Gtt9 yGGttunLLttËwÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 nÕt3rBtLt3 Ït1tÕturf2Lt3 ø1tGt3ÁÕÕttnu Gth3Ítuftu2fwBt3 BtuLtMËBtt9yu ÔtÕt3yÍuo2, Õtt9yuÕttn EÕÕttntuÔt VyLLtt íttuy3VfqLt
૩. અય લોકો ! તમારા ઉપર અલ્લાહની નેઅમતોને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો કોઇ ખાલિક છે જે તમને આસમાન અને ઝમીનમાંથી રોઝી આપે? તેના સિવાય કોઇ માઅબૂદ નથી એવી હાલતમાં તમે કેવી રીતે (હકથી) ફરી જાવ છો?
[01:12.00]
وَاِنْ يُّكَذِّبُوْكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ﴿4﴾
૪.ÔtEk Gttu0fÍ74Íu8çtqf Vf1Œ3 fwÍ74Íu8çtít3 htuËtuÕtwBt3 rBtLf1çÕtuf, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh
૪. અને જો તને આ લોકો જૂઠલાવે તો તારી અગાઉ રસૂલોને જૂઠલાવવામાં આવ્યા અને દરેક બાબતોને અલ્લાહની જ તરફ પાછી ફેરવવામાં આવશે.
[01:25.00]
يٰۤاَيُّهَا النَّاسُ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۥ وَلَا يَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ﴿5﴾
૫.Gtt9 yGGttunLLttËtu ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3 VÕtt ítø1twh0LLtftuBtwÕt3 n1GttítwŒ3 ŒwLGtt ÔtÕtt Gtø1twh3hLLtfwBt3 rçtÕÕttrnÕt3 øt1Yh
૫. અય લોકો ! અલ્લાહનો વાયદો હક છે, માટે દુનિયાનું જીવન તમને ધોખામાં ન નાખે, અને ધોખો દેવાવાળો તમને અલ્લાહ બાબતે ધોખો ન આપે.
[01:44.00]
اِنَّ الشَّيْطٰنَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوْهُ عَدُوًّا ؕ اِنَّمَا يَدْعُوْا حِزْبَهٗ لِيَكُوْنُوْا مِنْ اَصْحٰبِ السَّعِيْرِؕ﴿6﴾
૬.ELLt~~tGt3ít1tLt ÕtfwBt3 y1ŒwÔÔtwLt3 VíítÏtu2Í7qntu y1ŒqÔÔtLt3, ELLtBtt GtŒ3W2 rn1Í3çtnq ÕtuGtfqLtq rBtLt3 yM1n1trçtË7 ËE2h
૬. બેશક શૈતાન તમારો દુશ્મન છે બસ તમે તેને દુશ્મન રાખો, તે પોતાના સમૂહને બોલાવે છે કે તેઓ બાળનારી આગવાળા થઇ જાય.
[01:60.00]
ا لَّذِيْنَ كَفَرُوْا لَهُمْ عَذَابٌ شَدِيْدٌ۬ ؕ وَّالَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِيْرٌ۠ ﴿7﴾
૭.yÕÕtÍ8eLt fVY ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒwLt3, ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 Btøt14VuhítwkÔt3 Ôtys3ÁLt3 fçteh
૭. જે લોકો નાસ્તિક થયા તેમના માટે સખત અઝાબ છે, અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે માફી અને મોટો બદલો છે.
[02:19.00]
اَفَمَنْ زُيِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ فَرَاٰهُ حَسَنًا ؕ فَاِنَّ اللّٰهَ يُضِلُّ مَنْ يَّشَآءُ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ ۖ ؗ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرٰتٍ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِمَا يَصْنَعُوْنَ﴿8﴾
૮.yVBtLt3 ÍwGGtuLt Õtnq Ëq9ytu y1BtÕtune Vhytntu n1ËLtLt3, VELLtÕÕttn GtturÍ1ÕÕttu BtkGGt~tt9ytu ÔtGtn3Œe BtkGGt~tt9ytu VÕtt ítÍ74nçt3 LtV3Ëtuf y1ÕtGt3rnBt3 n1ËhtrítLt3, ELLtÕÕttn y1ÕteBtwLt3 çtuBtt GtMLtW2Lt
૮. શુ જેના ખરાબ કાર્યો સુશોભિત કરીને દેખાડવાના કારણે સારા જાણતો હોય (તે અલ્લાહે હિદાયત આપેલા જેવો થઇ શકે છે? ના) કારણકે અલ્લાહ જેને ચાહે ગુમરાહ કરે અને જેને ચાહે હિદાયત આપે છે. માટે તમે અફસોસને લીધે તેની પાછળ તમારી જાન ન આપો, બેશક અલ્લાહ જે કાંઇ તેઓ કરે છે તેને જાણનાર છે.
[02:51.00]
وَاللّٰهُ الَّذِىْۤ اَرْسَلَ الرِّيٰحَ فَتُثِيْرُ سَحَابًا فَسُقْنٰهُ اِلٰى بَلَدٍ مَّيِّتٍ فَاَحْيَيْنَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ كَذٰلِكَ النُّشُوْرُ﴿9﴾
૯.ÔtÕÕttnwÕÕtÍe98 yh3ËÕth3huGttn1 VíttuË8ehtu Ënt1çtLt3 VËwf14Lttntu yuÕttçtÕtrŒBt3 BtGGturítLt3 Vyn14GtGt3Ltt çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, fÍt7ÕtufLLttu~tqh
૯. અને અલ્લાહ એ જ છે કે જેણે હવાને મોકલી કે જે વાદળોને ચલાવે છે પછી અમે તેને ઉજ્જડ શહેર સુધી હાંકીયા, અને અમે તેના વડે ઉજ્જડ ઝમીનને જીવંત કરીએ છીએ અને આજ પ્રમાણે (મરણ પામેલાઓને) ફરીવાર ઉઠાડવામાં આવશે.
[03:14.00]
مَنْ كَانَ يُرِيْدُ الْعِزَّةَ فَلِلّٰهِ الْعِزَّةُ جَمِيْعًا ؕ اِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهٗ ؕ وَ الَّذِيْنَ يَمْكُرُوْنَ السَّيِّاٰتِ لَهُمْ عَذَابٌ شَدِيْدٌ ؕ وَمَكْرُ اُولٰٓئِكَ هُوَ يَبُوْرُ﴿10﴾
૧૦.BtLftLt GttuheŒwÕt3 E2Í0ít VrÕtÕÕttrnÕt3 E2Í0íttu sBtey1Lt3, yuÕtGt3nu GtM1y1ŒwÕt3 fÕtuBtwí1ít1GGtuçttu ÔtÕt3y1BtÕtwË14 Ë1tÕtuntu2 Gth3Vytu2nq, ÔtÕÕtÍ8eLt GtBftuYLtË3 ËGGtuytítu ÕtnwBt3 yÍt7çtwLt3 ~tŒeŒwLt3, ÔtBtf3htu WÕtt9yuf ntuÔt Gtçtqh
૧૦. જે કોઇ પણ ઇઝઝત ચાહતો હોય તો (તે સમજી લે કે) તમામ ઇઝઝત પરવરદિગાર માટે છે પાકીઝા કલામ તેની તરફ ઊંચે જાય છે, અને નેક અમલ તેને ઊંચે લઇ જાય છે, અને જે લોકો મક્કારીથી બૂરાઇ અંજામ આપે છે તેમના માટે સખત અઝાબ છે અને તેમની મક્કારી નાબૂદ થશે.
[03:44.00]
وَاللّٰهُ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ اَزْوَاجًا ؕ وَمَا تَحْمِلُ مِنْ اُنْثٰى وَلَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖؕ وَمَا يُعَمَّرُ مِنْ مُّعَمَّرٍ وَّلَا يُنْقَصُ مِنْ عُمُرِهٖۤ اِلَّا فِیْ كِتٰبٍؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌ﴿11﴾
૧૧.ÔtÕÕttntu Ï1tÕtf1fwBt3 rBtLíttuhtrçtLt3 Ëw7BBt rBtLt3 Ltwí1VrítLt3 Ëw7BBt sy1ÕtfwBt3 yÍ3ÔttsLt3, ÔtBttítn14BtuÕttu rBtLt3 WLËt7 ÔtÕttítÍ1ytu2 EÕÕtt çtuE2ÕBtune, ÔtBttGttuy1BBthtu rBtBt3 Bttuy1BBt®hÔt3 ÔtÕtt GtwLt3f1Ëtu2 rBtLt3 ytu2Bttuhune9 EÕÕtt Ve fuíttrçtLt3, ELLtÍt7Õtuf y1ÕtÕÕttnu GtËeh
૧૧. અને અલ્લાહે તમને માટીમાંથી પછી નુત્ફામાંથી બનાવ્યા, પછી તમારી જોડી બનાવી અને કોઇપણ માદા ગર્ભનો બોજ નથી ઉપાડતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તેના ઇલ્મમાં (હોય છે) કોઇપણની ઉમ્ર વધારવામાં કે ઘટાડવામાં નથી આવતી સિવાય કે તે (અલ્લાહની) કિતાબમાં લખાયેલ (હોય) છે, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.
[04:23.00]
وَمَا يَسْتَوِىْ الْبَحْرٰنِ ۖ ۗ هٰذَا عَذْبٌ فُرَاتٌ سَآئِغٌ شَرَابُهٗ وَ هٰذَا مِلْحٌ اُجَاجٌؕ وَمِنْ كُلٍّ تَاْكُلُوْنَ لَحْمًا طَرِيًّا وَّتَسْتَخْرِجُوْنَ حِلْيَةً تَلْبَسُوْنَهَا ۚ وَتَرَى الْفُلْكَ فِيْهِ مَوَاخِرَ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿12﴾
૧૨.ÔtBtt GtMítrÔtÕt3 çtn14htLtu ntÍt7 y1Í74çtwLt3 VtuhtítwLt3 Ët9yuø1twLt3 ~thtçttunq ÔtntÍt7 rBtÕnw1Lt3 ytuòòwLt3, ÔtrBtLt3 fwÕt3rÕtLt3 íty3ftuÕtqLt Õtn14BtLt3 ítrhGGtkÔt3 ÔtítË3ítÏ14thuòqLt rnÕt3GtítLt3 ítÕt3çtËqLtnt, ÔtíthÕt3 VwÕf Venu BtÔttÏtu2h Õtuítçt3ítø1tq rBtLt3 VÍ14Õtune ÔtÕty1ÕÕtfwBt3 ít~t3ftuYLt
૧૨. અને બે સમુદ્રો સમાન નથી, એકનુ પાણી મીઠુ, મનપસંદ અને પીવામાં મનગમતુ હોય અને બીજાનુ પાણી ખારૂ અને કડવુ હોય, અને તમે તે (બંને)માંથી તાજું ગોશ્ત ખાવ છો, અને શણગારનો સામાન કાઢીને પહેરો છો, અને તમે જહાજને જૂવો છો કે જે દરિયાના પાણીને ચીરતા આગળ વધે છે, જેથી તમે તેના ફઝલને તલાશ કરો, અને કદાચને તેના શુક્રગુઝાર બની જાવ.
[05:01.00]
يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ ۙ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ ؗ كُلٌّ يَّجْرِىْ لِاَجَلٍ مُّسَمًّى ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ وَالَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ مَا يَمْلِكُوْنَ مِنْ قِطْمِيْرٍؕ﴿13﴾
૧૩.GtqÕtuòwÕÕtGt3Õt rVLLtnthu ÔtGtqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu ÔtËÏ1Ï1th~~tBË ÔtÕt3f1Bth fwÕÕtwkGGts3he ÕtuysrÕtBt3 BttuËBt0Lt3, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 ÕtnwÕt3 BtwÕftu, ÔtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqLtune BttGtBÕtufqLt rBtLt3 rf2ít3Bt2eh3
૧૩. તે રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં. તેણે સૂરજ તથા ચાંદને તાબે કરી દીધા છે. જે દરેક પોત પોતાના નક્કી સમય મુજબ ચાલી રહ્યા છે; તે તમારો પરવરદિગાર છે, સર્વે હુકૂમત તેની જ છે. જેમને તેના સિવાય તમે પોકારો છો તેઓ ખજૂરના ઠળીયાની છાલના (પણ) માલિક નથી.
[05:30.00]
اِنْ تَدْعُوْهُمْ لَا يَسْمَعُوْا دُعَآءَكُمْ ۚ وَلَوْ سَمِعُوْا مَا اسْتَجَابُوْا لَكُمْ ؕ وَيَوْمَ الْقِيٰمَةِ يَكْفُرُوْنَ بِشِرْكِكُمْ ؕ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيْرٍ۠ ﴿14﴾
૧૪.ELt3ítŒ3W2nwBt3 ÕttGtMBtW2 Œtuyt92yfwBt3, ÔtÕtÔt3 ËBtuW2 BtMítòçtq ÕtfwBt3, ÔtGtÔt3BtÕt3 fu2GttBtítu Gtf3VtuYLt çtur~th3fufwBt3, ÔtÕtt GttuLtççtuytuf rBtM7Õttu Ï1tçteh
૧૪. જો તમે તેમને પોકારશો તો તેઓ તમને સાંભળશે નહિં અને જો સાંભળી લેશે તો પણ તમને કાંઇ જવાબ આપશે નહિં, અને કયામતના દિવસે તમારા શિર્કનો ઇન્કાર કરશે, અને જાણકાર (અલ્લાહ) સિવાય તમને કોઇ આવી ખબર આપતુ નથી.
[05:50.00]
يٰۤاَيُّهَا النَّاسُ اَنْتُمُ الْفُقَرَآءُ اِلَى اللّٰهِۚ وَاللّٰهُ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ﴿15﴾
૧૫.Gtt9yGGttunLLttËtu yLt3íttuBtwÕt3 Vtuf1ht9ytu yuÕtÕÕttnu, ÔtÕÕttntu ntuÔtÕt3 ø1trLtGGtwÕt3 n1BteŒ
૧૫. અય લોકો ! તમે સર્વે અલ્લાહના મોહતાજ છો, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
[06:03.00]
اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَاْتِ بِخَلْقٍ جَدِيْدٍۚ﴿16﴾
૧૬.EkGGt~ty3 GtwÍ74rnçt3fwBt3 ÔtGty3ítu çtuÏ1tÕt3rf2Lt3 sŒeŒ
૧૬. જો તે ચાહે તો તમો સર્વેને ઉઠાવી લે અને એક નવી ખિલ્કત લઇ આવે.
[06:11.00]
وَمَا ذٰلِكَ عَلَى اللّٰهِ بِعَزِيْزٍ﴿17﴾
૧૭.ÔtBttÍt7Õtuf y1ÕtÕÕttnu çtuy1ÍeÍ
૧૭. અને આ અલ્લાહના માટે મુશ્કેલ નથી.
[06:17.00]
وَ لَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرَىٰ ؕ وَاِنْ تَدْعُ مُثْقَلَةٌ اِلٰى حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَىْءٌ وَّلَوْ كَانَ ذَا قُرْبٰى ؕ اِنَّمَا تُنْذِرُ الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ وَمَنْ تَزَكّٰى فَاِنَّمَا يَتَزَكّٰى لِنَفْسِهٖ ؕ وَاِلَى اللّٰهِ الْمَصِيْرُ﴿18﴾
૧૮.ÔtÕttítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏ1ht, ÔtELt3 ítŒ3ytu2 BtwM7f1ÕtítwLt3 yuÕtt rn1BÕtunt ÕttGttun14BtÕt3 rBtLntu ~tGt3Wk Ôt0ÕtÔt3ftLt Ít7f14whçtt, ELLtBtt ítwLt3Íu8ÁÕÕtÍ8eLt GtÏ14t~tÔt3Lt hççtnwBt3 rçtÕt3ø1tGt3çtu Ôtyf1tBtqM1Ë1Õttít, ÔtBtLt3 ítÍf3ft VELLtBtt GtítÍf3ft ÕtuLtV3Ëune, ÔtyuÕtÕÕttrnÕt3 BtË2eh
૧૮. અને કોઇ પણ શખ્સ બીજા કોઇ(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિં, અને અગર કોઇને ઉપાડવા માટે બોલાવશે તો તેમાંથી કંઇ પણ ઊંચકશે નહિં, ભલે પછી તે તેનો સંબંધી હોય, તમે ફકત તેઓને ડરાવી શકો છો કે જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરતા હોય, તથા નમાઝ કાયમ કરતા હોય અને જે કોઇ પોતાને પાકીઝા કરશે, તે પોતાના (ફાયદા) માટે પાક થશે, અને (દરેકને) અલ્લાહની તરફ પાછુ ફરવાનું છે.
[06:54.00]
وَمَا يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ ۙ﴿19﴾
૧૯.ÔtBtt GtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2eh
૧૯. અને આંધળા તથા દેખનારા સમાન નથી:
[06:60.00]
وَلَا الظُّلُمٰتُ وَلَا النُّوْرُۙ﴿20﴾
૨૦.ÔtÕtÍ54Ítu6ÕttuBttíttu ÔtÕtLLtqh
૨૦. અને ઝુલમત (અંધકાર) અને નૂર (બંને સમાન નથી:)
[07:06.00]
وَلَا الظِّلُّ وَلَا الْحَرُوْرُۚ﴿21﴾
૨૧.ÔtÕtÍ54rÍ6ÕÕttu ÔtÕtÕt3 n1Yh
૨૧. અને છાંયો અને તડકો (સમાન નથી.)
[07:11.00]
وَمَا يَسْتَوِى الْاَحْيَآءُ وَلَا الْاَمْوَاتُ ؕ اِنَّ اللّٰهَ يُسْمِعُ مَنْ يَّشَآءُ ۚ وَمَاۤ اَنْتَ بِمُسْمِعٍ مَّنْ فِى الْقُبُوْرِ﴿22﴾
૨૨.ÔtBttGtMítrÔtÕt3 yn14Gtt9ytu ÔtÕtÕt3 yBt3Ôttíttu, ELLtÕÕttn GtwË3Btuyt2u BtkGGt~tt9ytu, ÔtBtt9yLít çtuBtwË3BtuE2Bt3 BtLt3rVÕt3 ftu2çtqh
૨૨. અને જીવતા તથા મુર્દા સમાન નથી; બેશક અલ્લાહ જેને ચાહે છે પોતાની વાત સંભળાવે છે, અને તું તેમને નથી સંભળાવી શકતો કે જેઓ કબરોની અંદર છે.
[07:35.00]
اِنْ اَنْتَ اِلَّا نَذِيْرٌ﴿23﴾
૨૩.ELt3 yLít EÕÕtt LtÍ8eh
૨૩. તું ડરાવનાર સિવાય કંઇ નથી.
[07:40.00]
اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِيْرًا وَّنَذِيْرًاؕ وَاِنْ مِّنْ اُمَّةٍ اِلَّا خَلَا فِيْهَا نَذِيْرٌ﴿24﴾
૨૪.ELLtt9 yh3ËÕLttf rçtÕt3n1f14fu2 çt~tehkÔt3 ÔtLtÍ8ehLt3, ÔtEBt3 rBtLt3 WBBtrítLt3 EÕÕtt Ï1tÕtt Vent LtÍ8eh
૨૪. બેશક અમોએ તને હકની સાથે ખુશખબરી આપનાર તથા ડરાવનાર બનાવીને મોકલ્યો છે; અને કોઇ પણ ઉમ્મત એવી પસાર નથી થઇ સિવાય કે તેમાં ડરાવનાર રહ્યો હોય.
[07:57.00]
وَاِنْ يُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْۚ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ وَبِالزُّبُرِ وَبِالْكِتٰبِ الْمُنِيْرِ﴿25﴾
૨૫.ÔtEkGGttufÍ74Íu8çtqf Vf1Œ3 fÍ74Í7çtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu ÔtrçtÍ3Ítuçttuhu ÔtrçtÕt3 fuíttrçtÕt3 BttuLteh
૨૫. અને અગર તેઓ તને જૂઠલાવે તો તેમની અગાઉના લોકોએ જૂઠલાવ્યા હતા, તેમની પાસે રસૂલો રોશન દલીલો, લખાણો અને રોશની આપનારી કિતાબ લઇને આવ્યા હતા.
[08:22.00]
ثُمَّ اَخَذْتُ الَّذِيْنَ كَفَرُوْا فَكَيْفَ كَانَ نَكِيْرِ۠ ﴿26﴾
૨૬.Ëw7Bt0 yÏ1tÍ74ítwÕÕtÍ8eLt fVY VfGt3V ftLt Ltfeh
૨૬. પછી મેં નાસ્તિકોને પકડી લીધા, પછી મારો અઝાબ કેવો હતો !
[08:32.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءًۚ فَاَخْرَجْنَا بِهٖ ثَمَرٰتٍ مُّخْتَلِفًا اَلْوَانُهَاؕ وَمِنَ الْجِبَالِ جُدَدٌۢ بِيْضٌ وَّحُمْرٌ مُّخْتَلِفٌ اَلْوَانُهَا وَغَرَابِيْبُ سُوْدٌ﴿27﴾
૨૭.yÕtBt3íth yLLtÕÕttn yLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3, VyÏ1hs3Ltt çtune Ë7BthtrítBt3 BtwÏ1ítÕtuVLt yÕÔttLttunt, ÔtBtuLtÕt3 suçttÕtu òuŒŒwBt3 çteÍw1kÔt3 Ôtn1wBt3ÁBt3 BtwÏ1ítÕtuVwLt3 yÕÔttLttunt Ôtø1thtçte çttuËqŒ
૨૭. શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી મોકલ્યું, પછી અમોએ તેના વડે જુદા જુદા રંગના ફળો પેદા કર્યા અને ડુંગરોમાં જુદા જુદા રંગોના સફેદ અને લાલ ક્યારેક એકદમ કાળા રસ્તાઓ બનાવ્યા ?
[08:60.00]
وَمِنَ النَّاسِ وَالدَّوَآبِّ وَالْاَنْعَامِ مُخْتَلِفٌ ا لْوَانُهٗ كَذٰلِكَ ؕ اِنَّمَا يَخْشَى اللّٰهَ مِنْ عِبَادِهِ الْعُلَمٰٓؤُا ؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ غَفُوْرٌ﴿28﴾
૨૮.ÔtBtuLtLLttËu ÔtŒ0Ôtt9ççtu ÔtÕt3yLy1tBtu BtwÏ1ítÕtuVwLt3 yÕÔttLttunq fÍt7Õtuf, ELLtBtt GtÏ14t~tÕÕttn rBtLt3 yu2çttŒurnÕt3 ytu2ÕtBtt9ytu, ELLtÕÕttn y1ÍeÍwLt3 ø1tVqh
૨૮. અને ઇન્સાનોમાં તથા ચોપગાઓમાં તથા જાનવરોમાં પણ આવા અલગ અલગ પ્રકારના રંગ છે, (હા હકીકત) આ જ પ્રમાણે છે અલ્લાહથી ડરવાવાળા તેના બંદાઓમાંથી ફકત આલિમો જ છે, બેશક અલ્લાહ જબરદસ્ત અને માફ કરનાર છે.
[09:25.00]
اِنَّ الَّذِيْنَ يَتْلُوْنَ كِتٰبَ اللّٰهِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً يَّرْجُوْنَ تِجَارَةً لَّنْ تَبُوْرَۙ﴿29﴾
૨૯.ELLtÕÕtÍ8eLt GtíÕtqLt fuíttçtÕÕttnu Ôtyf1tBtqM1Ë1Õttít Ôt yLVfq1 rBtBBtt hÍf14LttnwBt3 rËh3hkÔt3 Ôty1ÕttLtuGtítkGt3 Gth3òqLt ítuòhítÕt3 ÕtLt3ítçtqh
૨૯. બેશક જેઓ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે, તથા નમાઝ કાયમ કરે છે, અને અમોએ તેમને જે રોઝી આપી છે તેમાંથી છુપી અથવા જાહેર રીતે (અમારી રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરે છે, તેઓ એવા વેપારના ઉમેદવાર છે કે જે કયારેય બરબાદ નહી થાય:
[09:46.00]
لِيُوَفِّيَهُمْ اُجُوْرَهُمْ وَيَزِيْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ اِنَّهٗ غَفُوْرٌ شَكُوْرٌ﴿30﴾
૩૦.ÕtuGttu ÔtV3VuGtnwBt3 ytuòqhnwBt3 ÔtGtÍeŒnwBt3 rBtLt3 VÍ74Õtune, ELLtnq øtVqÁLt3 ~tfqh
૩૦. જેથી ખુદા તેમને પૂરેપૂરો બદલો આપે અને પોતાના ફઝલથી તેને વધારે છે, બેશક તે ખૂબ વધારે માફ કરવાવાળો અને કદર કરવાવાળો છે.
[09:59.00]
وَالَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ مِنَ الْكِتٰبِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِؕ اِنَّ اللّٰهَ بِعِبَادِهٖ لَخَبِيْرٌۢ بَصِيْرٌ﴿31﴾
૩૧.ÔtÕÕtÍe98 yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu ntuÔtÕt3 n1f14ft2u BttuË1Œu0f1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu, ELLtÕÕttn çtuyu2çttŒune ÕtÏ1tçteÁBt3 çtË2eh
૩૧. અને જે કાંઇ કિતાબમાંથી અમે તારી તરફ વહી કરી તે હક છે અને તેની અગાઉ આવેલી કિતાબોની સચ્ચાઇ ન ટેકો આપનાર છે અને બેશક અલ્લાહ તેના બંદાઓને જોનાર તથા જાણનાર છે.
[10:19.00]
ثُمَّ اَوْرَثْنَا الْكِتٰبَ الَّذِيْنَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَاۚ فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهٖۚ وَمِنْهُمْ مُّقْتَصِدٌۚ وَمِنْهُمْ سَابِقٌۢ بِالْخَيْرٰتِ بِاِذْنِ اللّٰهِؕ ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيْرُؕ﴿32﴾
૩૨.Ëw7BBt yÔt3hË74LtÕt3 fuíttçtÕt3 ÕtÍ8eLtM1ítVGt3Ltt rBtLt3 yu2çttŒuLtt, VrBtLnwBt3 Ít5ÕtuBtwÕt3 ÕtuLtV3Ëune, Ôt rBtLnwBt3 Btwf14ítËu2ŒqLt3, Ôt rBtLnwBt3 Ë1tçtuf1wBt rçtÕt3 Ï1tGt3htítu çtuEÍ74rLtÕÕttnu, Ít7Õtuf ntuÔtÕt3 VÍ14ÕtqÕt3 fçteh
૩૨. પછી અમોએ અમારા ચૂંટેલા બંદાઓને આ કિતાબના વારસદાર બનાવ્યા; તેઓમાંથી અમુક પોતાના ઉપર ઝુલ્મ કરનારા અને અમુક મઘ્યમ માર્ગી હતા અને તેઓમાંથી અમુક અલ્લાહના હુકમથી નેકીઓમાં આગળ વધી ગયા; અને હકીકતમાં તે મોટો ફઝલ છે.
[10:45.00]
جَنّٰتُ عَدْنٍ يَّدْخُلُوْنَهَا يُحَلَّوْنَ فِيْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ۚ وَلِبَاسُهُمْ فِيْهَا حَرِيْرٌ﴿33﴾
૩૩.sLLttíttu yŒ3®LtGt3 GtŒ3Ïttu2ÕtqLtnt Gttun1ÕÕtÔt3Lt Vent rBtLt3 yËtÔtuh rBtLt3 Í7nrçtkÔt3 ÔtÕttuy3ÕttuyLt3, ÔtÕtuçttËtunwBt3 Vent n1heh
૩૩. હંમેશા રહેનારી જન્નતો કે જેમાં તેઓ દાખલ થશે એવી હાલતમાં કે તેમને મોતી તથા સોનાના કડાથી શણગારવામાં આવેલા હશે, અને તેમાં તેમનો પોશાક રેશમનો હશે.
[11:02.00]
وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْۤ اَذْهَبَ عَنَّا الْحَزَنَ ؕ اِنَّ رَبَّنَا لَغَفُوْرٌ شَكُوْرُ ۙ﴿34﴾
૩૪.Ôtf1tÕtqÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍe98 yÍ74nçt y1LLtÕt3 n1ÍLt, ELLt hççtLtt Õtø1tVqÁLt3 ~tfqhtu
૩૪. અને તેઓ કહેશે કે અલ્લાહનો શુક્ર છે કે જેણે અમારાથી રંજોગમને દૂર કર્યા; બેશક અમારો પરવરદિગાર માફ કરનાર અને કદર કરનારો છે:
[11:17.00]
۟الَّذِىْۤ اَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِنْ فَضْلِهٖۚ لَا يَمَسُّنَا فِيْهَا نَصَبٌ وَّلَا يَمَسُّنَا فِيْهَا لُغُوْبٌ﴿35﴾
૩૫.rLtÕÕtÍe98 yn1ÕÕtLtt ŒthÕt3 Btf1tBtítu rBtLt3 VÍ14Õtune, ÕttGtBtMËtuLtt Vent LtË1çtwkÔt0Õtt GtBtMËtuLtt Vent Õttuø1tqçt
૩૫. તેણે અમોને પોતાના ફઝલથી એવા હંમેશના ઘરમાં રાખ્યા કે જેમાં અમને ન થાક લાગે છે અને ન કોઇ તકલીફ પહોંચે છે.
[11:34.00]
وَالَّذِيْنَ كَفَرُوْا لَهُمْ نَارُ جَهَنَّمَۚ لَا يُقْضٰى عَلَيْهِمْ فَيَمُوْتُوْا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِّنْ عَذَابِهَا ؕ كَذٰلِكَ نَجْزِىْ كُلَّ كَفُوْرٍۚ﴿36﴾
૩૬.ÔtÕÕtÍ8eLt fVY ÕtnwBt3 Ltthtu snLLtBt, ÕttGtwf14Í1t y1ÕtGt3rnBt3 VGtBtqítq ÔtÕtt GttuÏ1tV0Vtu y1LnwBt3 rBtLt3 y1Ít7çtunt, fÍt7Õtuf Lts3Íe fwÕÕt fVqh
૩૬. અને નાસ્તિકો માટે જહન્નમની આગ છે અને ન તેમના મોતનો હુકમ કરવામાં આવશે કે તેઓ મરી જાય, અને ન તેમના અઝાબને હળવો કરવામાં આવશે; અને દરેક નાશુક્રીની અમે આ રીતે સજા આપીએ છીએ.
[11:53.00]
وَهُمْ يَصْطَرِخُوْنَ فِيْهَا ۚ رَبَّنَاۤ اَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِىْ كُنَّا نَعْمَلُؕ اَوَلَمْ نُعَمِّرْكُمْ مَّا يَتَذَكَّرُ فِيْهِ مَنْ تَذَكَّرَ وَجَآءَكُمُ النَّذِيْرُؕ فَذُوْقُوْا فَمَا لِلظّٰلِمِيْنَ مِنْ نَّصِيْرٍ۠ ﴿37﴾
૩૭.ÔtnwBt3 GtM1ít1huÏ1tqLt Vent,s hçt0Ltt9 yÏt14rhs3Ltt Lty14BtÕt3 Ë1tÕtun1Lt3 ø1tGt3hÕÕtÍ8e fwLLtt Lty14BtÕttu, yÔtÕtBt3 Lttuy1Bt3rBth3fwBt3 BttGtítÍ7f3fhtu Venu BtLítÍ7f3fh Ôtò9yftuBtwLLtÍ8ehtu, VÍq7f1q VBttrÕtÍ54 Í5tÕtuBteLt rBtLLtË8eh
૩૭. અને તેઓ તેમાં ફરિયાદ કરશે કે અય અમારા પરવરદિગાર ! અમને બહાર કાઢ જેથી અમે જે અમલ અત્યાર સુધી કરતા હતા તેનાં સિવાય બીજા નેક અમલ કરીએ (કહેવામાં આવશે) શું અમોએ એટલી ઉમ્ર આપી ન હતી કે તેમાં નસીહત મેળવનારા નસીહત મેળવી લ્યે? અને તમારી પાસે ડરાવનારો આવ્યો હતો (પણ ઘ્યાન ન આપ્યુ) હવે (અઝાબની) મજા ચાખો, ઝાલિમો માટે કોઇ મદદગાર નથી!
[12:27.00]
اِنَّ اللّٰهَ عٰلِمُ غَيْبِ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿38﴾
૩૮.ELLtÕÕttn y1tÕtuBttu ø1tGt3rçtMËBttÔttítu ÔtÕyh3Íu2, ELLtnq y1ÕteBtwLt3 çtuÍt7rítM1Ëtu2Œqh
૩૮. બેશક અલ્લાહ આસમાનો તથા ઝમીનની છુપી વાતોનો જાણનાર છે; અને તે દિલોના છુપા રાઝોને જાણે છે.
[12:41.00]
هُوَ الَّذِىْ جَعَلَكُمْ خَلٰٓئِفَ فِى الْاَرْضِ ؕ فَمَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهٗ ؕ وَلَا يَزِيْدُ الْكٰفِرِيْنَ كُفْرُهُمْ عِنْدَ رَبِّهِمْ اِلَّا مَقْتًا ۚ وَلَا يَزِيْدُ الْكٰفِرِيْنَ كُفْرُهُمْ اِلَّا خَسَارًا﴿39﴾
૩૯.ntuÔtÕÕtÍ8e sy1ÕtfwBt3 Ï1tÕtt9yuV rVÕyh3Íu2, VBtLt3 fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtÕtt GtÍeŒwÕt3 ftVuheLt fwV3htunwBt3 E2LŒ hççturnBt3 EÕÕtt Btf14ítLt3, ÔtÕtt GtÍeŒwÕt3 ftVuheLt fwV3htunwBt3 EÕÕtt ÏtË1tht
૩૯. જેણે તમને ઝમીનમાં આગલાઓના વારસદાર બનાવ્યા, જે કોઇ નાસ્તિકપણું કરશે તેનુ નાસ્તિકપણું તેના જ નુકસાનમાં છે અને નાસ્તિકોનુ નાસ્તિકપણું તેના પરવરદિગાર પાસે ગઝબ સિવાય કાંઇપણ નહી વધારે અને તેઓનુ નાસ્તિકપણું (તેઓ માટે) નુકસાન સિવાય કાંઇપણ નહી વધારે.
[13:06.00]
قُلْ اَرَءَيْتُمْ شُرَكَآءَكُمُ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ اَرُوْنِىْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِى السَّمٰوٰتِ ۚ اَمْ اٰتَيْنٰهُمْ كِتٰبًا فَهُمْ عَلٰى بَيِّنَتٍ مِّنْهُ ۚ بَلْ اِنْ يَّعِدُ الظّٰلِمُوْنَ بَعْضُهُمْ بَعْضًا اِلَّا غُرُوْرًا﴿40﴾
૪૦.fw1Õt3 yhyGt3ítwBt3 ~ttuhft9yftuBtwÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, yYLte BttÍt7 Ï1tÕtfq1 BtuLtÕt3yh3Íu2 yBÕtnwBt3 r~th3fwLt3 rVMËBttÔttítu, yBt3ytítGt3LttnwBt3 fuíttçtLt3 VnwBt3 y1Õtt çtGGtuLtrítBt3 rBtLt3ntu, çtÕt3 EkGGtyu2ŒwÍ54 Ít7ÕtuBtqLt çty14Ítu2nwBt3 çty14Í1Lt3 EÕÕtt øttu2Yht
૪૦. તું કહે કે શું તમોએ તમારા શરીકોને જોયા કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો ? તો મને દેખાડો કે તેમણે ઝમીનમાં શું ખલ્ક કર્યુ ? અથવા આસમાનોમાં તેમનો હિસ્સો છે ? અથવા અમોએ તેમને કોઇ કિતાબ આપી કે જેમાં તેઓના (શિર્ક) માટે કોઇ દલીલ છે? (આવુ કાંઇપણ નથી) પરંતુ ઝુલ્મગારો એકબીજાને ફકત જૂઠા વાયદા/ફરેબ આપે છે.
[13:39.00]
اِنَّ اللّٰهَ يُمْسِكُ السَّمٰوٰتِ وَالْاَرْضَ اَنْ تَزُوْلَا۬ ۚوَلَئِنْ زَالَتَاۤ اِنْ اَمْسَكَهُمَا مِنْ اَحَدٍ مِّنْۢ بَعْدِهٖ ؕ اِنَّهٗ كَانَ حَلِيْمًا غَفُوْرًا﴿41﴾
૪૧.ELLtÕÕttn GtwBt3ËufwMËBttÔttítu ÔtÕt3yÍo2 yLt3ítÍqÕtt, ÔtÕtELt3 ÍtÕtítt9 ELt3 yBt3ËfntuBtt rBtLt3yn1rŒBt3 rBtBt3çty14Œune, ELLtnq ftLt n1ÕteBtLt3 ø1tVqht
૪૧. બેશક અલ્લાહે ઝમીન અને આસમાનોને નાશ પામવાથી રોકી રાખ્યા છે, અને જો તે બંને નાશ થવા લાગે તો તેના સિવાય કોઇપણ રોકી શકે નહી તે બુર્દબાર (સહનશીલ) અને ગફુર છે.
[14:03.00]
وَاَ قْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ لَئِنْ جَآءَهُمْ نَذِيْرٌ لَّيَكُوْنُنَّ اَهْدٰى مِنْ اِحْدَى الْاُمَمِۚ فَلَمَّا جَآءَهُمْ نَذِيْرٌ مَّا زَادَهُمْ اِلَّا نُفُوْرًا ۙ﴿42﴾
૪૨.Ôtyf14ËBtq rçtÕÕttnu sn3Œ yGt3BttLturnBt3 ÕtELt3 ò9ynwBt3 LtÍ8eÁÕt3 ÕtGtfqLtwLLt yn3Œt rBtLt3yun14ŒÕt3 ytuBtBtu, VÕtBBtt ò9ynwBt3 LtÍ8eÁBt3 BttÍtŒnwBt3 EÕÕtt LttuVqht
૪૨. અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમો ખાધી કે અમારી પાસે અગર કોઇ ડરાવનાર આવશે તો અમે બધી ઉમ્મતો કરતાં વધારે હિદાયત મેળવશું, પરંતુ જયારે તે ડરાવનાર આવ્યો ત્યારે તેઓમાં (હકથી) દૂર થવા સિવાય બીજી કોઇ વસ્તુમાં વધારો થયો નહિં:
[14:27.00]
۟اسْتِكْبَارًا فِى الْاَرْضِ وَمَكْرَ السَّيّیٴِؕ وَلَا يَحِيْقُ الْمَكْرُ السَّيِّئُ اِلَّا بِاَهْلِهٖ ؕ فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا سُنَّتَ الْاَوَّلِيْنَ ۚ فَلَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَبْدِيْلًا۬ ۚ وَلَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَحْوِيْلًا﴿43﴾
૪૩.rLtË3rítf3çtthLt3 rVÕyh3Íu2 ÔtBtf3hMËGGtuyu, ÔtÕttGtn2ef1wÕt3 Btf3ÁËGGtuytu EÕÕtt çtuyn3Õtune, VnÕt3 GtLÍtu6YLt EÕÕtt ËwLLtítÕt3 yÔÔtÕteLt, VÕtLt3 ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítçt3ŒeÕtt, ÔtÕtLt3ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítn14ÔteÕtt
૪૩. ઝમીનમાં તકબ્બૂર અને ચાલાકીનું આ પરિણામ છે. પરંતુ ચાલાકોની ચાલાકી જ તેમને ઘેરી લે છે, શુ તેઓ અગાઉની ઉમ્મતોના બારામાં જે સુન્નત હતી તેના સિવાયની રાહ જુવે છે? અને અલ્લાહની સુન્નતમાં તમે હરગિઝ ફેરફાર પામશો નહિં, અને ન તમે તેની સુન્નતમાં કંઇ બદલાવ પામશો.
[14:58.00]
اَوَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ وَكَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُعْجِزَهٗ مِنْ شَىْءٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ ؕ اِنَّهٗ كَانَ عَلِيْمًا قَدِيْرًا﴿44﴾
૪૪.yÔtÕtBt3 GtËeY rVÕt3yh3Íu2 VGtLÍt6uY fGt3V ftLt y1tfu2çtítwÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 ÔtftLt9q y~tŒ0 rBtLt3nwBt3 f1wÔt0ítLt3, ÔtBttftLtÕÕttntu ÕtuGttuy14suÍnq rBtLt3 ~tGt3ELt3 rVMËBttÔttítu ÔtÕttrVÕÕtyh3Íu2, ELLtnq ftLt y1ÕteBtLt3 f1Œeht
૪૪. શું તેઓ ઝમીનમાં સફર નથી કરતા કે જૂવે કે તેમના અગાઉના લોકોનું પરિણામ કેવું હતું ? જોકે તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા; અને આસમાનો તથા ઝમીનની કોઇ વસ્તુ એવી નથી કે તે (અલ્લાહ)ને (અઝાબ આપવાથી રોકી શકે) આજિઝ કરી શકે, બેશક તે જાણનાર અને કુદરત ધરાવનાર છે.
[15:30.00]
وَلَوْ يُؤَاخِذُ اللّٰهُ النَّاسَ بِمَا كَسَبُوْا مَا تَرَكَ عَلٰى ظَهْرِهَا مِنْ دَآ بَّةٍ وَّلٰكِنْ يُّؤَخِّرُهُمْ اِلٰٓى اَجَلٍ مُّسَمًّىۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ فَاِنَّ اللّٰهَ كَانَ بِعِبَادِهٖ بَصِيْرًا۠ ﴿45﴾
૪૫.ÔtÕtÔt3 GttuytÏtu2Í7wÕÕttnwLLttË çtuBtt fËçtq Bttíthf y1Õtt Í5n3hunt rBtLŒt9çt0®ítÔt3 ÔtÕttrfkGGttu yÏ1ÏtuhtunwBt3 yuÕtt9 ys3rÕtBt3 BttuËBt0Lt3, VyuÍt7ò9y ys3ÕttunwBt3 VELLtÕÕttn ftLt çtuyu2çttŒune çtË2eht
૪૫. જો અલ્લાહ લોકોને તેના અમલના કારણે પકડે તો ઝમીન ઉપર કોઇ જીવ બાકી ન રહે, પરંતુ તે એક નકકી સમય સુધી ઢીલ આપે છે, પછી જયારે સમય આવી પહોંચશે, (ત્યારે પકડશે કારણકે) પરવરદિગાર પોતાના બંદાઓ પર નજર રાખવાવાળો છે.