[00:00.00]
لقمان
લુકમાન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૧ | આયત-૩૪
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
الٓمّٓ ۚ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt
૧. અલીફ લામ મીમ.
[00:07.00]
تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ الْحَكِيْمِۙ﴿2﴾
૨.rítÕf ytGttítwÕt3 fuíttrçtÕn1f2eBt
૨. આ હિકમતવાળી કિતાબની આયતો છે
[00:12.00]
هُدًى وَّرَحْمَةً لِّلْمُحْسِنِيْنَۙ﴿3﴾
૩.ntuŒkÔt3 Ôthn14BtítÕt3 rÕtÕt3 Bttun14ËuLteLt
૩. તે નેકી કરનારાઓ માટે હિદાયત અને રહેમત છે :
[00:18.00]
الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ يُوْقِنُوْنَؕ﴿4﴾
૪.ÕÕtÍ8eLt Gttuf2eBtqLtË0Õttít ÔtGttuy3ítqLt Í0ftít ÔtnwBt3 rçtÕt3 ytÏtu2hítu nwBt3 Gtqfu2LtqLt
૪. જેઓ નમાઝ કાયમ કરે છે તેમજ ઝકાત આપે છે અને તેઓ આખેરત ઉપર યકીન રાખે છે.
[00:30.00]
اُولٰٓئِكَ عَلٰى هُدًى مِّنْ رَّبِّهِمْ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿5﴾
૫.ytuÕtt9yuf y1Õtt ntuŒBt3 rBth0ççturnBt3 ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt
૫. એ તેઓ તેમના પરવરદિગાર તરફથી હિદાયત ઉપર છે અને તેઓ સફળતા પામનારા છે.
[00:42.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّشْتَرِىْ لَهْوَ الْحَدِيْثِ لِيُضِلَّ عَنْ سَبِيْلِ اللّٰهِ بِغَيْرِ عِلْمٍۖۗ وَّيَتَّخِذَهَا هُزُوًا ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِيْنٌ﴿6﴾
૬.ÔtBtuLtLLttËu BtkGGt~t3íthe Õtn3ÔtÕt3 n1ŒeËu8 ÕtuGtturÍ2ÕÕt y1Lt3ËçterÕtÕÕttnu çtuø1tGt3hu E2ÂÕBtkÔt3 ÔtGtíítÏtu2Í7nt ntuÍtuÔtLt3, ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBBttuneLt
૬. અને લોકોમાંથી અમુક બેહુદી (નકામી) વાત ખરીદે છે જેથી ઇલ્મ વગર લોકોને અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે અને અલ્લાહની આયતોની મજાક ઉડાડે, એવા લોકો માટે ઝિલ્લત આપનારો અઝાબ છે.
[01:04.00]
وَاِذَا تُتْلٰى عَلَيْهِ اٰيٰتُنَا وَلّٰى مُسْتَكْبِرًا كَاَنْ لَّمْ يَسْمَعْهَا كَاَنَّ فِیْۤ اُذُنَيْهِ وَقْرًاۚ فَبَشِّرْهُ بِعَذَابٍ اَلِيْمٍ﴿7﴾
૭.ÔtyuÍt7 ítwíÕtt y1ÕtGt3nu ytGttíttuLtt ÔtÕÕtt BtwMítf3çtuhLt3 fyÕt0Bt3 GtË3Bty14nt fyLLt Ve9 ytuÍtu8LtGt3nu Ôtf14hLt3, Vçt~t3r~th3ntu çtuy1Ít7rçtLt3 yÕteBt
૭. અને જયારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે તકબ્બૂર કરી મોઢું ફેરવે છે, જાણે તેણે કાંઇ સાંભળ્યું જ નથી. જાણે કે તેના કાન બહેરા છે, તેને દર્દનાક અઝાબની ખુશખબરી આપ!
[01:23.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ لَهُمْ جَنّٰتُ النَّعِيْمِۙ﴿8﴾
૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 sLLttítwLt3 LtE2Bt
૮. ખરેખર જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમના માટે નેઅમતોવાળી જન્નતો છે:
[01:34.00]
خٰلِدِيْنَ فِيْهَا ؕ وَعْدَ اللّٰهِ حَقًّاؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿9﴾
૯.Ït1tÕtuŒeLt Vent, Ôty14ŒÕÕttnu n1f14f1Lt3, ÔtntuuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૯. તેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહનો વાયદો હક છે; અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
[01:43.00]
خَلَقَ السَّمٰوٰتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا وَاَ لْقٰى فِى الْاَرْضِ رَوَاسِىَ اَنْ تَمِيْدَ بِكُمْ وَبَثَّ فِيْهَا مِنْ كُلِّ دَآ بَّةٍ ؕ وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَنْۢبَتْنَا فِيْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيْمٍ﴿10﴾
૧૦.Ï1tÕtf1MËBttÔttítu çtuø1tGt3hu y1BtrŒLt3 íthÔt3Ltnt ÔtyÕf1t rVÕt3yÍuo2 hÔttËuGt yLt3ítBteŒ çtufwBt3 ÔtçtM7Ë7 Vent rBtLt3 fwÕÕtu Œt9ççtrítLt3, ÔtyLt3ÍÕLtt BtuLtË0Btt9yu Btt9yLt3 VyBt3çtíLtt Vent rBtLt3fwÕÕtu ÍÔt3rsLt3 fheBt
૧૦. તેણે આસમાનોને તમે જોઇ શકો તેવા થાંભલા વગર પેદા કર્યા અને ઝમીનમાં મોટામોટા પહાડો જમાવી દીધા જેથી તમોને ન ડગમગાવે અને તેમાં દરેક જાતના જાનવરો ફેલાવી દીધા અને અમોએ આસમાનથી પાણી વરસાવ્યુ અને તે (ઝમીન)માં દરેક જાત(ની વનસ્પતિ)ના ઉમદા જોડાઓ ઊગાવ્યા.
[02:17.00]
هٰذَا خَلْقُ اللّٰهِ فَاَرُوْنِىْ مَاذَا خَلَقَ الَّذِيْنَ مِنْ دُوْنِهٖؕ بَلِ الظّٰلِمُوْنَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ۠ ﴿11﴾
૧૧.ntÍt7 Ï1tÕf1wÕÕttnu VyYLte BttÍt7 Ï1tÕtf1ÕÕtÍ8eLt rBtLŒqLtune, çtrÕtÍ54 Ít5ÕtuBtqLt Ve Í5ÕttrÕtBBttuçteLt
૧૧. આ અલ્લાહની ખિલ્કત છે પછી મને તમે બતાવો કે આ (અલ્લાહ) સિવાયના (ખુદા)ઓએ શું પેદા કર્યુ છે? બલ્કે ઝાલિમો ખુલ્લી ગુમરાહીમાં છે.
[02:33.00]
وَلَقَدْ اٰتَيْنَا لُقْمٰنَ الْحِكْمَةَ اَنِ اشْكُرْ لِلّٰهِؕ وَمَنْ يَّشْكُرْ فَاِنَّمَا يَشْكُرُ لِنَفْسِهٖۚ وَمَنْ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ حَمِيْدٌ﴿12﴾
૧૨.ÔtÕtf1Œ3 ytítGt3Ltt Õtwf14BttLtÕt3 rnf14Btít yrLt~t3fwh3rÕtÕÕttnu, ÔtBtkGGt~t3fwh3 VELLtBtt Gt~ftuhtu ÕtuLtV3Ëune, ÔtBtLt3 fVh VELLtÕÕttn ø1trLtGt0wLt3 n1BteŒ
૧૨. અને ખરેખર અમોએ લુકમાનને હિકમત અતા કરી કે અલ્લાહનો શુક્ર કરે; અને જે કોઇ શુક્ર કરે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કર્યો; અને જે નાશુક્રી કરે તો બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
[02:55.00]
وَاِذْ قَالَ لُقْمٰنُ لِا بْنِهٖ وَهُوَ يَعِظُهٗ يٰبُنَىَّ لَا تُشْرِكْ بِاللّٰهِ ؔؕ اِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيْمٌ﴿13﴾
૧૩.ÔtEÍ74f1tÕt Õtwf14BttLttu rÕtçLtune ÔtntuÔt Gtyu2Ít6unq Gtt çttuLtGGt Õttítw~t3rhf3 rçtÕÕttnu, ELLt~t3r~th3f ÕtÍ5wÕBtwLt3 y1Í6eBt
૧૩. અને તે સમયને યાદ કરો કે જ્યારે લુકમાને પોતાના ફરઝંદને નસીહત કરતા કહ્યું કે "અય મારા ફરઝંદ! કોઇને અલ્લાહનો શરીક ન બનાવજે; બેશક શિર્ક મોટો ગુનોહ છે."
[03:11.00]
وَوَصَّيْنَا الْاِنْسٰنَ بِوَالِدَيْهِۚ حَمَلَتْهُ اُمُّهٗ وَهْنًا عَلٰى وَهْنٍ وَّفِصٰلُهٗ فِیْ عَامَيْنِ اَنِ اشْكُرْ لِىْ وَلِوَالِدَيْكَؕ اِلَىَّ الْمَصِيْرُ﴿14﴾
૧૪.Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELËtLt çtuÔttÕtuŒGt3nu, n1BtÕtíntu WBBttunq Ôtn3LtLt3 y1Õtt Ôtn3®LtÔt3 ÔtVuË1tÕttunq Vey1tBtGt3Ltu yrLt~fwh3Õte ÔtÕtuÔttÕtuŒGt3f, yuÕtGGtÕt3 BtË2eh
૧૪. અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈન વિશે નસીહત કરી કે તેની વાલેદાએ કમજોરી ઉપર કમજોરી(ની હાલત)માં (તેનો) ભાર ઉપાડ્યો, અને બે વર્ષ બાદ તેનું દૂધ છુટે છે (માટે તને નસીહત કરી) કે તું મારો અને તારા વાલેદૈનનો શુક્ર કર કે (તમો સૌનું) પાછું ફરવું મારી જ તરફ છે.
[03:40.00]
وَاِنْ جَاهَدٰكَ عَلٰٓى اَنْ تُشْرِكَ بِىْ مَا لَيْسَ لَكَ بِهٖ عِلْمٌ ۙ فَلَا تُطِعْهُمَا وَصَاحِبْهُمَا فِى الدُّنْيَا مَعْرُوْفًاؗ وَّاتَّبِعْ سَبِيْلَ مَنْ اَنَابَ اِلَىَّ ۚ ثُمَّ اِلَىَّ مَرْجِعُكُمْ فَاُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿15﴾
૧૫.ÔtELt3 ònŒtf y1Õtt9 y3Lt ítw~t3hufçte BttÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3 VÕtt íttuít2uy14ntuBtt ÔtË1trn1çntuBtt VeŒw0LGtt Bty14YVkÔt3 Ôtíítçtuy14 ËçteÕt BtLt3yLttçt yuÕtGGt, Ëw7Bt0 yuÕtGGt Bth3suytufwBt3 VytuLtççtuytufwBt3 çtuBtt fwLt3ítwBt3 íty14BtÕtqLt
૧૫. અને જો તે બંને કોશિશ કરે કે એવા કોઇને મારો શરીક બનાવે કે જેનું તમને ઇલ્મ નથી તો તેમની ઇતાઅત ન કર, પરંતુ દુનિયામાં તેમની સાથે નેકી સાથે પેશ આવજે અને તેનો રસ્તો અપનાવજે જે તોબા કરતો મારી તરફ (પાછો) ફરે છે અને ત્યારબાદ તમારા સર્વેનું પાછુ ફરવું મારી જ તરફ છે અને હું જણાવીશ કે તમે લોકો શું કરતા હતા.
[04:14.00]
يٰبُنَىَّ اِنَّهَاۤ اِنْ تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُنْ فِیْ صَخْرَةٍ اَوْ فِى السَّمٰوٰتِ اَوْ فِى الْاَرْضِ يَاْتِ بِهَا اللّٰهُ ؕ اِنَّ اللّٰهَ لَطِيْفٌ خَبِيْرٌ﴿16﴾
૧૬.Gtt çttuLtGGt ELLtnt9 ELt3ítftu rBtË74f1tÕt n1ççtrítBt3 rBtLt3 Ï1th3ŒrÕtLt3 VítfwLt3 VeË1Ï14thrítLt3 yÔt3 rVMËBttÔttítu yÔt3 rVÕt3yÍuo2 Gty3ítu çtunÕÕttntu, ELLtÕÕttn Õtít2eVwLt3 Ï1tçteh
૧૬. અય મારા ફરઝંદ ! જો (નેકી અથવા બદી) એક રાઇના દાણા બરાબર -ભલે પછી તે કોઇ પત્થરમાં અથવા આસમાનોમાં અથવા ઝમીનમાં- હશે અલ્લાહ તેને (કયામતમાં) જરૂર હાજર કરશે, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોથી માહિતગાર છે.
[04:42.00]
يٰبُنَىَّ اَقِمِ الصَّلٰوةَ وَاْمُرْ بِالْمَعْرُوْفِ وَانْهَ عَنِ الْمُنْكَرِ وَاصْبِرْ عَلٰى مَاۤ اَصَابَكَؕ اِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِۚ ﴿17﴾
૧૭.Gtt çttuLtGGt yf2urBtM1Ë1Õttít Ôty3Btwh3 rçtÕt3Bty14YVu ÔtLt3n y1rLtÕt3 BtwLfhu ÔtÂM2çth3 y1Õtt Btt9yË1tçtf, ELLt Ít7Õtuf rBtLt3 y1Í3rBtÕt3 ytuBtqh
૧૭. અય મારા ફરઝંદ ! નમાઝને કાયમ કર અને નેકીનો હુકમ કર, અને બૂરાઇની મનાઇ કર અને જે મુસીબત તારા ઉપર આવી પડે તેના ઉપર સબર કર; બેશક આ મહત્વપૂર્ણ કામોમાંથી છે!
[05:01.00]
وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِى الْاَرْضِ مَرَحًا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرٍۚ﴿18﴾
૧૮.ÔtÕttíttuËE10h3 Ï1tŒ0f rÕtLLttËu ÔtÕtt ítB~tu rVÕt3yÍ2uo Bthn1Lt3, ELLtÕÕttn ÕttGtturn1ççttu fwÕÕt BtwÏ1íttrÕtLt3 VÏ1tqh
૧૮. અને હલકા સમજીને લોકોથી મોઢુ ન ફેરવ, અને ઝમીન પર અકડાઇને ન ચાલ; બેશક અલ્લાહ કોઇ પણ અકડનાર અને મગરૂરને દોસ્ત નથી રાખતો.
[05:17.00]
وَاقْصِدْ فِیْ مَشْيِكَ وَاغْضُضْ مِنْ صَوْتِكَؕ اِنَّ اَنْكَرَ الْاَصْوَاتِ لَصَوْتُ الْحَمِيْرِ۠ ﴿19﴾
૧૯.Ôtf14rË1Œ3 Ve Bt~t3Gtuf Ôtø14tÍ1wÍ14 rBtLt3Ë1Ôt3ítuf, ELLt yLt3fhÕt3 yM1Ôttítu ÕtË1Ôt3ítwÕt3 n1Bteh
૧૯. અને તારી ચાલ મઘ્યમ રાખ અને તારા અવાજને ધીમો રાખ કે સૌથી ખરાબ અવાજ ગધેડાનો અવાજ છે.
[05:30.00]
اَلَمْ تَرَوْا اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَاَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهٗ ظَاهِرَةً وَّبَاطِنَةً ؕ وَمِنَ النَّاسِ مَنْ يُّجَادِلُ فِى اللّٰهِ بِغَيْرِ عِلْمٍ وَّلَا هُدًى وَّلَا كِتٰبٍ مُّنِيْرٍ﴿20﴾
૨૦.yÕtBt3íthÔt3 yLLtÕÕttn Ë1ÏÏt1hÕtfwBt3 BttrVË0BttÔttítu ÔtBttrVÕt3 yÍuo2 ÔtyË3çtø1t y1ÕtGt3fwBt3 Ltuy1Btnq Ít5nuhítkÔt3 Ôtçttítu2LtítLt3, ÔtBtuLtLLttËu BtkGGttuòŒuÕttu rVÕÕttnu çtuø1tGt3hu E2®ÕBtÔt3 ÔtÕttntuŒkÔt3 ÔtÕtt fuíttrçtBBttuLteh
૨૦. શું તમોએ નથી જોયું કે અલ્લાહે ઝમીન અને આસમાનની બધી વસ્તુઓને તમારા તાબે કરી અને તમારા માટે જાહેરી અને છુપી ઘણી બધી નેઅમતો આપેલ છે? પરંતુ લોકોમાંથી અમુક એવા છે કે જે કોઇપણ ઇલ્મ હિદાયત અને રોશન કિતાબ વગર ખુદાના બારામાં તકરાર કરે છે.
[05:58.00]
وَ اِذَا قِيْلَ لَهُمُ اتَّبِعُوْا مَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ اٰبَآءَنَا ؕ اَوَلَوْ كَانَ الشَّيْطٰنُ يَدْعُوْهُمْ اِلٰى عَذَابِ السَّعِيْرِ﴿21﴾
૨૧.ÔtyuÍt7 f2eÕt ÕtntuBtwíítçtuW2 Btt9yLÍÕtÕÕttntu f1tÕtq çtÕt3 Ltíítçtuytu2 BttÔtsŒ3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3 ftLt~~tGt3ít1tLttuu GtŒ3W2nwBt3 yuÕtt y1Ít7rçtË3 ËE2h
૨૧. અને જયારે તેમને કહેવામાં આવે છે કે જે કંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેની તાબેદારી કરો! ત્યારે તેઓ કહે છે કે (ના,) બલ્કે અમે ફકત તેની તાબેદારી કરશુ જેના પર અમારા બાપદાદાઓને પામ્યા છે, શું શૈતાન તેઓને (બાપદાદાઓને) ભડકતી જ્વાળાઓની સજા તરફ બોલાવતો હોય (તો પણ)?!
[06:21.00]
وَمَنْ يُّسْلِمْ وَجْهَهٗۤ اِلَى اللّٰهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰىؕ وَاِلَى اللّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ﴿22﴾
૨૨.ÔtBtkGt0wÂMÕtBt3 Ôtsnnq9 yuÕtÕÕttnu ÔtntuÔt Bttun14ËuLtwLt3 Vf1rŒË3 ítBt3Ëf rçtÕt3W2h3ÔtrítÕt3 ÔtwM7f1t, ÔtyuÕtÕÕttnu y1tf2uçtítwÕt3 ytuBtqh
૨૨. અને જે કોઇ પોતાના ચહેરાને અલ્લાહને સમર્પિત કરે એવી હાલતમાં કે નેકી કરાવનાર હોય બસ હકીકતમાં તેણે મજબૂત દોરી (રસ્સી)ને પકડી લીધી અને તમામ કાર્યોનો અંજામ અલ્લાહની તરફ છે.
[06:37.00]
وَمَنْ كَفَرَ فَلَا يَحْزُنْكَ كُفْرُهٗ ؕ اِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿23﴾
૨૩.ÔtBtLt3 fVh VÕtt Gtn14ÍwLf fwV3htunq, yuÕtGt3Ltt Bth3suytu2nwBt3 VLttuLtççtuytunwBt3 çtuBtt y1BtuÕtq, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh
૨૩. અને જે કોઇ નાસ્તિક થાય (તો પછી) તેનુ નાસ્તિક થવુ તને ગમગીન ન કરે (કારણકે) તેઓનુ પાછુ ફરવુ અમારી તરફ જ છે પછી તેઓએ જે કાંઇ કર્યુ તેની ખબર આપીશુ અને હકીકતમાં અલ્લાહ દિલોના ભેદોને જાણે છે.
[06:55.00]
نُمَتِّعُهُمْ قَلِيْلًا ثُمَّ نَضْطَرُّهُمْ اِلٰى عَذَابٍ غَلِيْظٍ﴿24﴾
૨૪.LttuBtíítuyt2unwBt3 f1ÕteÕtLt3 Ë7wBt0 LtÍ14ít1htuonwBt3 yuÕtt y1Ít7rçtLt3 ø1tÕteÍ5
૨૪. તેમને અમે થોડાક દિવસ (દુન્યવી નેઅમતનો) ફાયદો આપશું, પછી તેમને સખ્ત અઝાબ સહન કરવા માટે મજબૂર કરીશું.
[07:05.00]
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَيَقُوْلُنَّ اللّٰهُ ؕ قُلِ الْحَمْدُ لِلّٰهِ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْلَمُوْنَ﴿25﴾
૨૫.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1MËBttÔttítu ÔtÕt3yh3Í1 ÕtGtf1qÕtwLLtÕÕttntu, ft2urÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3yf3Ë7htunwBt3 ÕttGty14ÕtBtqLt
૨૫. અને જ્યારે તું તેમને સવાલ કરીશ કે આસમાનો તથા ઝમીનને કોણે પેદા કર્યા ? ત્યારે તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે"; તું કહે કે દરેક વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાં મોટા ભાગના જાણતા નથી.
[07:25.00]
لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اِنَّ اللّٰهَ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ﴿26﴾
૨૬.rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ELLtÕÕttn ntuÔtÕt3 øt1LteGGtwÕt3 n1BteŒ
૨૬. આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બધું અલ્લાહનું જ છે; બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
[07:35.00]
وَلَوْ اَنَّ مَا فِى الْاَرْضِ مِنْ شَجَرَةٍ اَقْلَامٌ وَّالْبَحْرُ يَمُدُّهٗ مِنْۢ بَعْدِهٖ سَبْعَةُ اَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمٰتُ اللّٰهِؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ﴿27﴾
૨૭.ÔtÕtÔt3 yLLt BttVeÕt3 yh3Íu2 rBtLt3 ~tshrítLt3 yf14ÕttBtwkÔt3 ÔtÕt3çtn14htuu GtBtwŒTtunq rBtBt3 çtty14Œune Ëçt3y1íttu yçt3nt2urhBt3 BttLtVuŒít3 fÕtuBttítwÕÕttnu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૭. અગર જો ઝમીનમાં જેટલા વૃક્ષ છે તે કલમ થઇ જાય અને (સર્વે) સમુદ્રો શાહી બની જાય અને બીજા સાત સમુદ્રો તેમાં ઉમેરવામાં આવે (તે બધા ખત્મ થઇ જાય તો પણ) અલ્લાહના કલેમાત (શબ્દો) પૂરાં નહી થાય; બેશક અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
[07:58.00]
مَا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ اِلَّا كَنَفْسٍ وَّاحِدَةٍ ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌۢ بَصِيْرٌ﴿28﴾
૨૮.Btt Ï1tÕftu2ufwBt3 ÔtÕtt çty14Ëtu8fwBt3 EÕÕtt fLtV3®ËÔt3 Ôttnu2ŒrítLt3, ELLtÕÕttn ËBteW2Bt3 çtË2eh
૨૮. તમારી ખિલ્કત અને તમારૂં ફરી જીવતા થવું એક જ નફસ(ને પેદા કરીને સજીવન કરવા) જેવું છે અને અલ્લાહ બેશક સાંભળનાર અને જોનાર છે.
[08:11.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَؗ كُلٌّ يَّجْرِىْۤ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى وَّاَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿29﴾
૨૯.yÕtBt3íth yLLtÕÕttn GtqÕtuòwÕÕtGt3Õt rVLLtnthu ÔtGtqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu ÔtËÏ1Ï1th~t3 ~tBË ÔtÕt3f1Bth fwÕÕtwkGt3Gts3he9 yuÕtt9ysrÕtBt3 BttuËBBtkÔt3 ÔtyLLtÕÕttn çtuBttíty14BtÕtqLt Ï1tçteh
૨૯. શું તેં નથી જોયું કે અલ્લાહ રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂરજ તથા ચાંદને તેણે તાબે કરી દીધા છે કે જે દરેક નક્કી મુદ્દત સુધી ચાલતા રહેશે?! અને અલ્લાહ તમારા કાર્યોને જાણે છે.
[08:39.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا يَدْعُوْنَ مِنْ دُوْنِهِ الْبَاطِلُ ۙ وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِىُّ الْكَبِيْرُ۠ ﴿30﴾
૩૦.Ít7Õtuf çtuyLLtÕÕttn ntuÔtÕt3 n1f14ftu2 ÔtyLLtBtt GtŒ3W2Lt rBtLŒqLturnÕt3 çttítu2Õttu ÔtyLLtÕÕttn ntuÔtÕt3 y1rÕtGt0wÕt3 fçteh
૩૦. આ એ માટે છે (કે જાણી લો) કે અલ્લાહ હક છે અને તેના સિવાય જેને તેઓ (ખુદા તરીકે) પોકારે છે તે બાતિલ છે અને અલ્લાહ બુલંદ અને મહાન છે.
[08:54.50]
اَلَمْ تَرَ اَنَّ الْفُلْكَ تَجْرِىْ فِى الْبَحْرِ بِنِعْمَتِ اللّٰهِ لِيُرِيَكُمْ مِّنْ اٰيٰتِهٖؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ﴿31﴾
૩૧.yÕtBíth yLLtÕt3VwÕf íts3he rVÕçtn14hu çtuLtuy14BtrítÕÕttnu ÕtuGttuhuGtfwBt3 rBtLt3 ytGttítune, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1çtt0rhLt3 ~tfqh
૩૧. શું તમે નથી જોયું કે અલ્લાહની નેઅમતથી દરિયામાં કશ્તીઓ ચાલે છે કે જેથી તમને પોતાની અમુક નિશાનીઓ બતાવે?! તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે!
[09:13.00]
وَاِذَا غَشِيَهُمْ مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ فَلَمَّا نَجّٰٮهُمْ اِلَى الْبَرِّ فَمِنْهُمْ مُّقْتَصِدٌ ؕ وَمَا يَجْحَدُ بِاٰيٰتِنَاۤ اِلَّا كُلُّ خَتَّارٍ كَفُوْرٍ﴿32﴾
૩૨.ÔtyuÍt7 ø1t~tuGtnwBt3 BtÔt3òwLt3 fÍ54Ítu6ÕtÕtu Œy1ÔtqÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, VÕtBBtt LtsònwBt3 yuÕtÕt3çthuo VrBtLt3nwBt3 Btwf14ítËu2ŒwLt3, ÔtBttGts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtt fwÕÕttu Ï1tííttrhLt3 fVqh
૩૨. અને જયારે કોઇ મોજું વાદળની જેમ તેમને ઢાંકી દ્યે છે ત્યારે ખુલુસ દીનદારી સાથે અલ્લાહને પોકારે છે પરંતુ જયારે અલ્લાહ તેને બચાવીને ઝમીન પર પહોંચાડે છે ત્યારે અમુક ઇન્સાફનો રસ્તો અપનાવે છે, અને અમારી આયતોનો ઇન્કાર ગદ્દાર અને નાશુક્રાઓ સિવાય કોઇ કરતું નથી.
[09:44.00]
يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ وَاخْشَوْا يَوْمًا لَّا يَجْزِىْ وَالِدٌ عَنْ وَّلَدِهٖؗ وَلَا مَوْلُوْدٌ هُوَ جَازٍ عَنْ وَّالِدِهٖ شَيْئًا ؕ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۥ وَلَا يَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ﴿33﴾
૩૩.Gtt9 yGGttunLLttËwíítf1q hççtfwBt3 ÔtÏ1~tÔt3 GtÔt3BtÕÕttGts3Íe ÔttÕtuŒwLt3 y1kÔt0ÕtŒune ÔtÕtt BtÔt3ÕtqŒwLt3 ntuÔt òrÍLt3 y1kÔtt0ÕtuŒune ~tGt3yLt3, ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3 VÕtt ít1øt0whLLtftuBtwÕt3 n1GttítwŒw0LGtt ÔtÕttGtø1twh0LLtfwBt3 rçtÕÕttrnÕt3 ø1tYh
૩૩. અય લોકો ! તમારા પરવરદિગારથી ડરો અને તે દિવસથી ડરો કે જે દિવસે કોઇ વાલિદ ફરઝંદ(ની સજા)નો જવાબદાર નહી બને અને કોઇ ફરઝંદ વાલિદ(ની સજા)નો જવાબદાર નહિ બને; બેશક અલ્લાહનો વાયદો સાચો છે, માટે તમને દુનિયાની ઝિંદગી ધોખામાં ન નાખે, અને ન અલ્લાહના સંબંધમાં કોઇ ધોખો આપનાર તમને ધોખો આપવા પામે.
[10:19.00]
اِنَّ اللّٰهَ عِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ وَيُنَزِّلُ الْغَيْثَ ۚ وَيَعْلَمُ مَا فِى الْاَرْحَامِ ؕ وَمَا تَدْرِىْ نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ؕ وَّمَا تَدْرِىْ نَفْسٌۢ بِاَىِّ اَرْضٍ تَمُوْتُ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ خَبِيْرٌ۠ ﴿34﴾
૩૪.ELLtÕÕttn E2LŒnq E2ÕBtwË3Ëty1ítu, ÔtGttuLtÍ3ÍuÕtwÕt3 ø1tGt3Ë7, ÔtGty14ÕtBttu BttrVÕt3 yh3n1tBtu, ÔtBttítŒ3he LtV3ËwBt3 BttÍt7 ítf3Ëuçttu ø1tŒLt3, ÔtBttítŒ3he LtV3ËwBt3 çtuyGGtu yh3rÍ1Lt3 ítBtqíttu, ELLtÕÕttn y1ÕteBtwLt3 Ï1tçteh
૩૪. બેશક (કયામતની) ઘડીની જાણકારી અલ્લાહ પાસે જ છે, અને એ જ વરસાદ વરસાવે છે, અને ગર્ભમાં શું છે તે જાણે છે: અને કોઇ શખ્સ નથી જાણતો કે કાલે તે શું હાંસિલ કરશે; અને કોઇ શખ્સ નથી જાણતો કે તે કઇ જગ્યાએ મરશે; બેશક અલ્લાહ જાણનાર અને માહિતગાર છે.