સિપારો ૨૮

[00:00.01]

 

 

 

સિપારો ૨૮
الذارياالمجادلة / અલ મુજાદેલાહ
સુરા-૫૮ | આયત- ૧ થી ૨૨
الحشر /અલ હશ્ર
સુરા ૫૯ | આયત- ૧ થી ૨૪
الممتحنة / અલ મુમતહેના
સુરા-૬૦ | આયત- ૧ થી ૧૩
الصف / અસ સફ
સુરા ૬૧| આયત- ૧ થી ૧૪
الجمعة / અલ જુમઆ
સુરા -૬૨ | આયત – ૧ થી ૧૧
المنافقون / અલ મુનાફેકુન
સુરા-૬૩| આયત – ૧ થી ૧૧
التغابن / અત તગાબુન
સુરા ૬૪| આયત- ૧ થી ૧૮
الطلاق / અત તલાક
સુરા-૬૫ | આયત- ૧ થી ૧૨
التحريم / અત તહરીમ
સુરા ૬૬ | આયત- ૧ થી ૧૨
10- ૧/૪ સિપારો પુરું
13-૧/૨ સિપારો પુરું
10- ૩/૪ સિપારો પુરું

[00:01.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

સુરા-૫૮/الذارياالمجادلة / અલ મુજાદેલાહ

[00:03.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:05.00]

قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِىْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَ تَشْتَكِىْۤ اِلَى اللّٰهِ ‌ۖۗ وَاللّٰهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا‌ ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ ۢ بَصِيْرٌ‏﴿1﴾‏

૧.f1Œ3 ËBtuy1ÕÕttntu f1Ôt3ÕtÕÕtíte íttuòŒuÕttuf Ve ÍÔt3sunt Ôt ít~ítfe9 yuÕtÕÕttnu ÔtÕÕttntu GtMBtytu2 ítn1tÔttuhftuBtt, ELLtÕÕttn ËBteW2Bt3 çtË2eh

૧.બેશક અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે તેના શોહરના બારામાં બહેસ કરતી હતી અને અલ્લાહથી ફરિયાદ કરતી હતી, અને અલ્લાહ તમો બંનેની વાત સાંભળતો હતો; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.

 

[00:25.00]

اَلَّذِيْنَ يُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآئِهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْ‌ؕ اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓىِئْ وَلَدْنَهُمْ‌ؕ وَاِنَّهُمْ لَيَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَزُوْرًا‌ؕ وَ اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ‏﴿2﴾‏

૨.yÕÕtÍ8eLt GttuÍ5tnuYLt rBtLfwBt3 rBtLt3 LtuËt9yurnBt3 Btt nwLLt WBBtntíturnBt3, ELt3 WBBtntíttunwBt EÕÕtÕt3Õtt9E ÔtÕtŒ3LtnwBt3, ÔtELLtnwBt3 ÕtGtf1qÕtqLt BtwLt3fhBt3 BtuLtÕt3 f1Ôt3Õtu ÔtÍqhLt3, ÔtELLtÕÕttn Õty1VwÔÔtwLt3 ø1tVqh

૨.જે લોકો પોતાની ઔરતોને પોતાની "મા" બરાબર છે એમ કહીને (ઝેહાર કરે છે) તેણીઓ તેમની "મા"ઓ નથી, તેમની "મા"ઓ ફકત તેણીઓ છે કે જેણીઓએ તેમને જન્મ આપ્યો છે! ખરેખર તેઓ અણગમતો અને બાતિલ કલામ કરે છે; અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[00:52.00]

وَالَّذِيْنَ يُظٰهِرُوْنَ مِنْ نِّسَآئِهِمْ ثُمَّ يَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِيْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ يَّتَمَآسَّا‌ ؕ ذٰ لِكُمْ تُوْعَظُوْنَ بِهٖ‌ ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ‏﴿3﴾‏

૩.ÔtÕÕtÍ8eLt GttuÍ5tnuYLt rBtLLtuËt9yurnBt3 Ëw7BBt GtW2ŒqLt ÕtuBtt f1tÕtq Vítn14hehtu hf1çtrítBt3 rBtLt3 f1çÕtu ykGGtítBtt9MËt, Ít7ÕtufwBt3 ítqy1Íq5Lt çtune, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૩.જે લોકો પોતાની પત્નીઓને ઝેહાર કરે છે. પછી પોતાની વાતથી ફરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે તેણી સાથે સંબંધ બાંધવા પહેલા એક ગુલામ આઝાદ કરે, આ હુકમ છે જેની તમને નસીહત કરવામાં આવેલ છે, અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

 

[01:17.00]

فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِنْ قَبْلِ اَنْ يَّتَمَآسَّاؕ فَمَنْ لَّمْ يَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّيْنَ مِسْكِيْنًا‌ؕ ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ‌ؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ‌ؕ وَلِلْكٰفِرِيْنَ عَذَابٌ اَلِیْمٌ‏﴿4﴾‏

૪.VBtÕÕtBt3 GtrsŒ3 VËu2GttBttu ~tn3hGt3Ltu Bttuítíttçtu y1Gt3Ltu rBtLt3 f1çÕtu ykGGtítBtt9MËt, VBtÕÕtBt3 GtMítítu2y14 VE2íy1tBttu rËííteLt rBtMfeLtLt3, Ít7Õtuf Õtuíttuy3BtuLtq rçtÕÕttnu ÔthËqÕtune, ÔtrítÕf nt2uŒqŒwÕÕttnu, ÔtrÕtÕt3 ftVuheLt y1Ít7çtwLt3 yÕteBt

૪.પછી કોઇ શખ્સ માટે ગુલામ શકય ન હોય, તો એકબીજાથી સંબંધ બાંધવા પહેલા તે મર્દ સતત બે મહિના રોઝા રાખે, અને જો તે શકય ન હોય તો સાઇઠ ગરીબોને જમાડે, આ એ માટે કે તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને આ અલ્લાહની હદો છે; અને જેઓ આ હુકમ નહિ માને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

 

[01:45.00]

اِنَّ الَّذِيْنَ يُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ وَقَدْ اَنْزَلْنَاۤ اٰيٰتٍۢ بَيِّنٰتٍ‌ ؕ وَ لِلْكٰفِرِيْنَ عَذَابٌ مُّهِيْنٌ‌ ۚ‏﴿5﴾‏

૫.ELLtÕÕtÍ8eLt Gttun2t9Œq0LtÕÕttn ÔthËqÕtnq ftuçtuítq fBtt ftuçtuítÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 Ôtf1Œ3 yLt3ÍÕLtt ytGttrítBt3 çtGGtuLttrítLt3, ÔtrÕtÕt3 ftVuheLt y1Ít7çtwBt3 BttuneLt

૫.બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ એવી જ રીતે ઝલીલ થાશે જેવી રીતે તેમની પહેલાના લોકોને ઝલીલ થયા, અને અમોએ ખુલ્લી નિશાનીઓ નાઝિલ કરી, અને નાસ્તિકો માટે ઝિલ્લતવાળો અઝાબ છે.

 

[02:09.00]

يَوْمَ يَبْعَثُهُمُ اللّٰهُ جَمِيْعًا فَيُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا‌ ؕ اَحْصٰٮهُ اللّٰهُ وَنَسُوْهُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ‌۠ ‏‏﴿6﴾‏

૬.GtÔt3Bt Gtçt3y1Ëtu8 ntuBtwÕÕttntu sBtey1Lt3 VGttuLtççtu ytunwBt3 çtuBtt y1BtuÕtq, yn14Ët1nwÕÕttntu ÔtLtËqntu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૬.જે દિવસે અલ્લાહ સર્વોને ઉઠાડશે, અને તેઓને તેમના કરેલા આમાલ વિશે ખબર આપશે, જેને તે અલ્લાહે ગણીને રાખેલ છે અને તેઓ ભૂલી ગયા; અને અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

 

[02:39.00]

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ؕ مَا يَكُوْنُ مِنْ نَّجْوٰى ثَلٰثَةٍ اِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ اِلَّا هُوَ سَادِسُهُمْ وَلَاۤ اَدْنٰى مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْثَرَ اِلَّا هُوَ مَعَهُمْ اَيْنَ مَا كَانُوْا‌ۚ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا يَوْمَ الْقِيٰمَةِ‌ ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿7﴾‏

૭.yÕtBíth yLLtÕÕttn Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3 yÍo2, BttGtfqLttu rBtLLts3Ôtt Ë7ÕttË7rítLt3 EÕÕtt ntuÔt htçtuytu2nwBt3 ÔtÕtt Ï1tBËrítLt3 EÕÕtt ntuÔt ËtŒuËtunwBt3 ÔtÕtt9 yŒ3Ltt BteLt3 Ít7Õtuf ÔtÕtt9 yf3Ë7h EÕÕtt ntuÔt Bty1nwBt3 yGt3Lt BttftLtq, Ëw7BBt GttuLtççtuytunwBt3 çtuBtt y1BtuÕtq GtÔt3BtÕt3 fu2GttBtítu, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૭.શું તું નથી જાણતો કે અલ્લાહ ઝમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે, કોઇ પણ સમયે ત્રણ જણાં કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો ચોથો હોય છે અને પાંચ જણાંની કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો છઠ્ઠો હોય છે, ન તેના કરતાં ઓછા કે ન તેના કરતા વધારે સિવાય કે તે તેઓની સાથે જરૂર હોય છે, ચાહે તેઓ કોઇ પણ જગ્યાએ હોય, તે પછી કયામતના દિવસે તેઓને તેઓના આમાલ જણાવશે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

 

[03:25.00]

اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ نُهُوْا عَنِ النَّجْوٰى ثُمَّ يَعُوْدُوْنَ لِمَا نُهُوْا عَنْهُ وَيَتَنٰجَوْنَ بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُوْلِؗ وَاِذَا جَآءُوْكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللّٰهُۙ وَيَقُوْلُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللّٰهُ بِمَا نَقُوْلُ‌ؕ حَسْبُهُمْ جَهَنَّمُ‌ۚ يَصْلَوْنَهَا‌ۚ فَبِئْسَ الْمَصِيْرُ‏﴿8﴾‏

૮.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Lttunq y1rLtLt0s3Ôtt Ëw7BBt GtW2ŒqLt ÕtuBtt Lttunq y1Lntu Ôt GtítLttsÔt3Lt rçtÕt3 EM7Btu ÔtÕt3W2Œ3ÔttLtu ÔtBty14Ëu2Gtríth3 hËqÕtu ÔtyuÍt7ò9Wf n1GGtÔt3f çtuBtt ÕtBt3 Gttun1GGtuf çturnÕÕttntu ÔtGtfq1ÕtqLt Ve9 yLt3VtuËurnBt3 ÕtÔt3Õtt Gttuy1Í74Íu8çttuLtÕÕttntu çtuBtt Ltf1qÕttu, n1MçttunwBt3 snLLtBttu, GtM1ÕtÔt3Ltnt, Vçtuy3ËÕt3 BtË2eh

૮.શું તુંએ તે લોકોને નથી જોયા જેમને કાનાફૂસી રોકવામાં આવ્યા હતા ? પછી જેનાથી રોકવામાં આવ્યા હતા તે કામ તરફ પલટે છે અને ગુનાહ તથા ઝુલ્મ તથા રસૂલની નાફરમાની માટે કાનાફૂસી કરે છે અને જયારે તમારી પાસે આવે છે ત્યારે એવા કલેમાતથી સલામ કરે છે જેવા કલેમાતથી અલ્લાહે તમને સલામ નથી કરેલ અને પોતાના મનમાં કહે છે શા માટે અલ્લાહ અમને અઝાબ આપતો નથી? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ દાખલ થશે આ કેવી ખરાબ પલટવાની જગ્યા છે!

 

[04:08.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُوْلِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوٰى‌ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿9﴾‏

૯.Gtt yGGttunÕt3ÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 ítLttsGt3ítwBt3 VÕtt ítítLttsÔt3 rçtÕt3 EM7BtuÔtÕt3 W2Œ3ÔttLtu ÔtBty14Ëu2Gtríth3 hËqÕtu ÔtítLttsÔt3 rçtÕt3rçth3hu Ôtíítf14Ôtt, Ôtíítf1wÕÕttnÕÕtÍe98 yuÕtGt3nu íttun14~tYLt

૯.અય ઇમાનવાળાઓ ! જયારે તમે કાનાફૂસી કરો ત્યારે ગુનાહ, ઝુલ્મ અને રસૂલની નાફરમાનીમાં ન કરો અને ભલાઇ તથા પરહેઝગારી વિશે કાનાફૂસી કરો, અને અલ્લાહથી ડરો કે જેની તરફ મહેશૂર કરવામાં આવશો.

 

[04:40.00]

اِنَّمَا النَّجْوٰى مِنَ الشَّيْطٰنِ لِيَحْزُنَ الَّذِيْنَ اٰمَنُوْا وَلَيْسَ بِضَآرِّهِمْ شَيْئًا اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿10﴾‏

૧૦.ELLt BtLt3 LtsÔtt BtuLt~~tGt3ít1tLtu ÕtuGtn14Ítu8LtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕtGt3Ë çtuÍt92h3hurnBt3 ~tGt3yLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, Ôty1ÕtÕÕttnu VÕt3 GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૦.કાનાફૂસી શૈતાન તરફથી છે જેથી ઇમાનવાળાઓ ગમગીન થાય, પરંતુ અલ્લાહની રજા સિવાય કોઇ (કાનાફૂસી) તેઓને નુકસાન પહોંચાડતી શકતી નથી અને ઇમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

 

[05:09.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا قِيْلَ لَكُمْ تَفَسَّحُوْا فِى الْمَجٰلِسِ فَافْسَحُوْا يَفْسَحِ اللّٰهُ لَكُمْ‌ ۚ وَاِذَا قِيْلَ انْشُزُوْا فَانْشُزُوْا يَرْفَعِ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ ۙ وَالَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ دَرَجٰتٍ ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ‏﴿11﴾‏

૧૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLt9q yuÍt7 f2eÕt ÕtfwBt3 ítVMËnq1 rVÕt3 BtòÕtuËu VV3Ënq1 GtV3Ërn2ÕÕttntu ÕtfwBt3, ÔtyuÍt7 f2eÕtLt3~ttuÍq VL~ttuÍq Gth3VE2ÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq rBtLt3fwBt3 ÔtÕÕtÍ8eLt WítwÕt3 E2ÕBt ŒhòrítLt3, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૧૧.અય ઇમાનવાળાઓ જયારે તમને મજલીસમાં (બેઠકમાં) જગ્યા આપવાનું કહેવામાં આવે ત્યારે જગ્યા આપો. અલ્લાહ તમને (જન્નતમાં) જગ્યા આપશે અને જયારે તમને ઊભા થવાનુ કહેવામાં આવે ત્યારે ઊભા થઇ જાવ, (કારણકે ખાસ જગ્યાએ બેઠવામાં બુઝુર્ગી નથી) અલ્લાહ તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને જેઓને ઇલ્મ આપવામાં આવ્યુ તેને બુલંદ દરજ્જાઓ આપે છે અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

 

[05:40.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نَاجَيْتُمُ الرَّسُوْلَ فَقَدِّمُوْا بَيْنَ يَدَىْ نَجْوٰٮكُمْ صَدَقَةً  ‌ؕ ذٰلِكَ خَيْرٌ لَّكُمْ وَاَطْهَرُ ‌ؕ فَاِنْ لَّمْ تَجِدُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿12﴾‏

૧૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q yuÍt7 LttsGt3íttuBtwh3 hËqÕt Vf1Œu0Btq çtGt3Lt GtŒGt3 LtsÔttfwBt3 Ë1Œf1ítLt3, Ít7Õtuf Ï1tGt3ÁÕÕtfwBt3 Ôtyít14nhtu, VEÕt0Bt3 ítsuŒq VELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૧૨.અય ઇમાનવાળાઓ ! જયારે પણ તમે રસૂલ સાથે કાનમાં વાત કરો તે પહેલા સદકો આપો તે તમારા માટે બહેતર અને વધારે પાકીઝા છે, અને અગર (સદકા માટે માલ) ન પામો તો અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[06:00.00]

ءَاَشْفَقْتُمْ اَنْ تُقَدِّمُوْا بَيْنَ يَدَىْ نَجْوٰٮكُمْ صَدَقٰتٍ‌ ؕ فَاِذْ لَمْ تَفْعَلُوْا وَتَابَ اللّٰهُ عَلَيْكُمْ فَاَقِيْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏‏﴿13﴾‏

૧૩.y y~t3Vf14ítwBt3 yLt3 íttuf1Œ3ŒuBtq çtGt3Lt GtŒGt3 Lts3ÔttfwBt3 Ë1Œf1trítLt3, VEÍ74 ÕtBt3 ítV3y1Õtq Ôt íttçtÕÕttntu y1ÕtGt3fwBt3 Vy1feBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít Ôt yít2eW2ÕÕttn ÔthËqÕtnq, ÔtÕÕttntu Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૩.શું ફકીર થવાનો ડર લાગ્યો કે કાનમાં વાત કરવા પહેલા સદકો આપવાથી પરહેઝ કરી? અત્યારે કે આ કામ નથી કર્યુ અને અલ્લાહે તમારી તોબા કબૂલ કરી, નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.

 

[06:26.00]

اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَيْهِمْؕ مَّا هُمْ مِّنْكُمْ وَلَا مِنْهُمْۙ وَيَحْلِفُوْنَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُوْنَ‏﴿14﴾‏

૧૪.yÕtBíth yuÕtÕÕtÍ8eLt ítÔtÕÕtÔt3 f1Ôt3BtLt3 ø1tÍ2uçtÕÕttntu y1ÕtGt3rnBt3, BttnwBt3 rBtLfwBt3 ÔtÕtt rBtLnwBt3 ÔtGtn14ÕtuVqLt y1ÕtÕt3 fÍ8uçtu ÔtnwBt3 Gty14ÕtBtqLt

૧૪.શું તુંએ તે લોકોને નથી જોયા તેમણે એ લોકો સાથે દોસ્તી કરી લીધી કે જેમના ઉપર અલ્લાહે ગઝબ કર્યો હતો? ન તેઓ તમારામાંથી છે અને ન તેઓમાંથી છે! અને તેઓ જાણીજોઇને જૂઠી કસમ ખાય છે.

 

[06:45.00]

اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِيْدًا‌ ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿15﴾‏

૧૫.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt

૧૫.અલ્લાહે તેમના માટે સખત અઝાબ તૈયાર રાખ્યો છે કારણકે ખરાબ આમાલ કરતા હતા.

 

[06:58.00]

اِتَّخَذُوْۤا اَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ فَلَهُمْ عَذَابٌ مُّهِيْنٌ‏﴿16﴾‏

૧૬.EíítÏ1tÍq98 yGt3BttLttunwBt3 òwLLtítLt3 VË1Œ0w y1Lt3 ËçterÕtÕÕttnu VÕtnwBt3 y1Ít7çtwBt3 BttuneLt

૧૬.તેઓ પોતાની કસમોને ઢાલ બનાવી, અને (આ કસમો થકી) લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, આ કારણે તેમના માટે ઝિલ્લતભર્યો અઝાબ છે!

 

[07:15.00]

لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًا‌ ؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ‌ ؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿17﴾‏

૧૭.ÕtLt3 ítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt3, WÕtt9yuf yË14n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૧૭.અલ્લાહના અઝાબથી તેમનો માલ અને ઓલાદ તેમને બચાવશે નહિ, તેઓ જહન્નમી છે અને તેઓ તેમાં હંમેશા રહેશે!

 

[07:37.00]

يَوْمَ يَبْعَثُهُمُ اللّٰهُ جَمِيْعًا فَيَحْلِفُوْنَ لَهٗ كَمَا يَحْلِفُوْنَ لَكُمْ‌ وَيَحْسَبُوْنَ اَنَّهُمْ عَلٰى شَىْءٍ‌ ؕ اَلَاۤ اِنَّهُمْ هُمُ الْكٰذِبُوْنَ‏﴿18﴾‏

૧૮.GtÔt3Bt Gtçt3y1Ët8untuBtwÕÕt0tntu sBtey1Lt3 VGtn14ÕtuVqLt Õtnq fBtt Gtn14ÕtuVqLt ÕtfwBt3 ÔtGtn14ËçtqLt yLLtnwBt3 y1Õtt ~tGt3ELt3, yÕtt9 ELLtnwBt3 ntuBtwÕt3 ftÍu8çtqLt

૧૮.જે દિવસે અલ્લાહ તેઓ બધાને ઉઠાડશે, અને તે (અલ્લાહ) માટે એવી જ કસમો ખાશે જેવી તમારી માટે ખાય છે, અને તેઓ એમ ગુમાન કરે છે તેઓ કંઇક કરી શકે છે, જાણી લો કે તેઓ જૂઠ્ઠા છે.

 

[08:02.00]

اِسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطٰنُ فَاَنْسٰٮهُمْ ذِكْرَ اللّٰهِ‌ؕ اُولٰٓئِكَ حِزْبُ الشَّيْطٰنِ‌ؕ اَلَاۤ اِنَّ حِزْبَ الشَّيْطٰنِ هُمُ الْخٰسِرُوْنَ‏﴿19﴾‏

૧૯.EMítn14ÔtÍ7 y1ÕtGt3nuBtw~t3 ~tGt3ít1tLttu VyLËtnwBt3 rÍ7f3hÕt0tnu, WÕtt9yuf rnÍ14çtw~t0Gt3ít1tLtu, yÕtt9 ELLt rn1Í3çt~t0Gt3ít1tLtu ntuBtwÕt3 Ït1tËuYLt

૧૯.તેઓની ઉપર શૈતાન ગાલિબ આવી ગયો છે, અને તેઓને અલ્લાહની યાદ ભૂલાવી દીધી છે, તેઓ શૈતાનના સમૂહ છે! ખરેખર શૈતાનનો સમૂહ નુકસાનમાં છે!

 

[08:26.00]

اِنَّ الَّذِيْنَ يُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗۤ اُولٰٓئِكَ فِى الْاَذَلِّيْنَ‏﴿20﴾‏

૨૦.ELLtÕÕtÍ8eLt Gttunt92Œ0qLtÕÕttn ÔthËqÕtnq WÕtt9yuf rVÕt3 yÍ7ÕÕteLt

૨૦.બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ સૌથી ઝલીલ તરીન લોકોમાં છે.

 

[08:44.00]

كَتَبَ اللّٰهُ لَاَغْلِبَنَّ اَنَا وَرُسُلِىْ‌ؕ اِنَّ اللّٰهَ قَوِىٌّ عَزِيْزٌ‏﴿21﴾‏

૨૧.fítçtÕÕttntu Õtyø1Õtu çtLLt yLtt ÔthtuËtuÕte, ELLtÕÕttn f1ÔteGtwLt3 y1ÍeÍ

૨૧.અલ્લાહે લખી દીધું (મુકર્રર કર્યુ) છે કે હું અને મારો રસૂલ જરૂર ગાલિબ થશુ, બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે!

 

[09:11.00]

لَا تَجِدُ قَوْمًا يُّؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ يُوَآدُّوْنَ مَنْ حَآدَّ اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَوْ كَانُوْۤا اٰبَآءَهُمْ اَوْ اَبْنَآءَهُمْ اَوْ اِخْوَانَهُمْ اَوْ عَشِيْرَتَهُمْ‌ؕ اُولٰٓئِكَ كَتَبَ فِیْ قُلُوْبِهِمُ الْاِيْمَانَ وَاَيَّدَهُمْ بِرُوْحٍ مِّنْهُ‌ ؕ وَيُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ‌ ؕ اُولٰٓئِكَ حِزْبُ اللّٰهِ‌ ؕ اَلَاۤ اِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْمُفْلِحُوْنَ۠ ‏‏﴿22﴾‏

૨૨.ÕttítsuŒtu f1Ôt3BtkGt3 Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu GttuÔtt9Œq0Lt BtLt3 n2t9Œ0ÕÕttn ÔthËqÕtnq ÔtÕtÔt3 ftLt9q ytçtt9ynwBt3 yÔt3 yçLtt9ynwBt3 yÔt3 EÏ1ÔttLtnwBt3 yÔt3 y1~tehítnwBt3, WÕtt9yuf fítçt Ve ftu2ÕtqçtunuBtwÕt3 EBttLt ÔtyGGtŒnwBt3 çtuYrn1Bt3 rBtLt3ntu, ÔtGtwŒ3Ït2uÕttunwBt3 sLLttrítLt3 ítshe rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent, hÍu2GtÕÕttntu y1Lt3nwBt3 ÔthÍq1 y1Lntu, WÕtt9yuf rnÍ14çtwÕÕttnu, yÕtt9 ELLt rn1Í3çtÕÕttnu ntuBtwÕt3 BtwV3Õtunq1Lt

૨૨.જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહિં પામ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઇઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય, તેઓ એ લોકો છે કે જેમના દિલોમાં અલ્લાહે ઇમાન લખી દીધું છે, અને પોતાની (ખાસ) રૂહ વડે તેમની મદદ કરી છે, અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે; જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, તેઓ જ અલ્લાહનો સમૂહ છે, જાણી લો! બેશક અલ્લાહનો સમૂહ જ સફળ છે.

 

[10:31.00]

 

 

 

સુરા-૫૯/الحشر /અલ હશ્ર

[10:32.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[10:34.00]

سَبَّحَ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿1﴾‏

૧.Ëçt0n1 rÕtÕÕttnu BttrVË0BttÔttítu ÔtBtt rVÕyh3Íu2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧.જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે સર્વે અલ્લાહની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[10:42.00]

هُوَ الَّذِىْۤ اَخْرَجَ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ مِنْ دِيَارِهِمْ لِاَوَّلِ الْحَشْرِ‌ؔؕ مَا ظَنَنْتُمْ اَنْ يَّخْرُجُوْا‌ وَظَنُّوْۤا اَنَّهُمْ مَّانِعَتُهُمْ حُصُوْنُهُمْ مِّنَ اللّٰهِ فَاَتٰٮهُمُ اللّٰهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوْاۗ وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ يُخْرِبُوْنَ بُيُوْتَهُمْ بِاَيْدِيْهِمْ وَاَيْدِى الْمُؤْمِنِيْنَۗ فَاعْتَبِرُوْا يٰۤاُولِى الْاَبْصَارِ‌‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍe98 yÏ1hsÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu rBtLt3 ŒuGtthurnBt3 ÕtuyÔt0ÕteÕt3 n1~t3hu, BttÍ5LtLt3ítwBt3 ykGt3GtÏ1htuòq ÔtÍ5LLt9q yLLtnwBt3 BttLtuy1íttunwBt3 ntu2Ëq1LttunwBt3 BtuLtÕÕttnu VyíttntuBtwÕÕttntu rBtLt3 n1Gt3Ët8u ÕtBt3 Gtn14ítËuçtq Ôtf1Í7V Ve ftuÕtq çtunuBtwh3 htuy14çt GtwÏ1huçtqLt çttuGtqítnwBt3 çtuyGt3ŒernBt3 ÔtyGt3rŒÕt3 Bttuy3BtuLteLt Vy3ítçtuY Gtt9yturÕtÕt3 yçË1th

૨.તે એ જ છે કે જેણે અહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક થઇ ગયા હતા તેમને પહેલી જ વખતમાં જીલાવતન કરી મૂકયા અને તમે ગુમાન કરતા ન હતા કે તેઓ નીકળી જશે, અને તેઓ ગુમાન કરતા હતા કે તેમના કિલ્લાઓ અલ્લાહના અઝાબ માટે રૂકાવટ બનશે, પરંતુ અલ્લાહનો અઝાબ એવી જગ્યાએથી આવ્યો જ્યાંથી તેઓને ગુમાન ન હતુ અને તેમના દિલોમાં (એવો) ડર પેદા કરી દીધો કે તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે અને મોઅમીનોના હાથો વડે પાયમાલ કરતા હતા; તેથી અય બસીરત રાખનારાઓ ઇબ્રત હાંસિલ કરો.

 

[11:22.00]

وَلَوْلَاۤ اَنْ كَتَبَ اللّٰهُ عَلَيْهِمُ الْجَلَاۤءَ لَعَذَّبَهُمْ فِى الدُّنْيَا‌ؕ وَلَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابُ النَّارِ‏﴿3﴾‏

૩.ÔtÕtÔt3Õtt9 yLt3 fítçtÕÕttntu y1ÕtGt3nuBtwÕt3 sÕtt9y Õty1Í70çtnwBt3 rVŒw0LGtt, ÔtÕtnwBt3 rVÕt3 ytÏtu2hítu y1Ít7çtwLLtth

૩.અને અગર અલ્લાહે તેમના માટે જીલાવતનીની સજા લખી દીધી ન હોત તો તેમને દુનિયામાં જરૂર અઝાબ કરત, અને આખેરતમાં તેમના માટે આગનો અઝાબ પણ છે!

 

[11:36.00]

ذٰلِكَ بِاَنَّهُمْ شَآقُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ۚ وَمَنْ يُّشَآقِّ اللّٰهَ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‏﴿4﴾‏

૪.Ít7Õtuf çtuyLLtnwBt3 ~tt9f14f1wÕÕttn ÔthËqÕtnq, ÔtBtkGGttu~tt9f14rf2ÕÕttn VELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt

૪.આ એ માટે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની દુશ્મની કરી, અને જે અલ્લાહની દુશ્મની કરશે (તો તે જાણી લે કે) જરૂર અલ્લાહનો અઝાબ સખ્ત છે!

 

[11:55.00]

مَا قَطَعْتُمْ مِّنْ لِّيْنَةٍ اَوْ تَرَكْتُمُوْهَا قَآئِمَةً عَلٰٓى اُصُوْلِهَا فَبِاِذْنِ اللّٰهِ وَلِيُخْزِىَ الْفٰسِقِيْنَ‏﴿5﴾‏

૫.Bttf1ít1y14ítwBt3 rBtÕÕteLtrítLt3 yÔt3íthf3íttuBtqnt ft92yuBtítLt3 y1Õtt9 ytuËq1Õtunt VçtuE2Í74rLtÕÕttnu ÔtÕtuGtwÏ1ÍuGtÕt3 VtËuf2eLt

૫.(મુસલમાનો) તમોએ જે ખજૂરીને કાપી અથવા તેના મૂળ પર રહેવા દીધી તે બધુ અલ્લાહની રજાથી હતુ, આ એ માટે કે અલ્લાહ ફાસિકોને ઝલીલ કરે.

 

[12:10.00]

وَمَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ مِنْهُمْ فَمَاۤ اَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَّلَا رِكَابٍ وَّلٰڪِنَّ اللّٰهَ يُسَلِّطُ رُسُلَهٗ عَلٰى مَنْ يَّشَآءُ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿6﴾‏

૬.ÔtBtt9 yVt9yÕÕttntu y1Õtt hËqÕtune rBtLt3nwBt3 VBtt9 yÔt3sV3ítwBt3 y1ÕtGt3nu rBtLt3 Ï1tGt3®ÕtÔt3 ÔtÕtt huft®çtÔt3 ÔtÕttrfLLtÕÕttn GttuËÕÕtuítt2u htuËtuÕtnq y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૬.અને જે માલે ગનીમત અલ્લાહે તેના રસૂલને તેઓ પાસેથી પાછો અપાવ્યો કે જેના માટે તમે ઘોડા અને ઊંટ થકી કોઇ મહેનત નથી કરી, પરંતુ અલ્લાહ તેના રસૂલોને જેના ઉપર ચાહે સત્તા આપે છે અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

 

[12:37.00]

مَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ مِنْ اَهْلِ الْقُرٰى فَلِلّٰهِ وَلِلرَّسُوْلِ وَلِذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِۙ كَىْ لَا يَكُوْنَ دُوْلَةًۢ بَيْنَ الْاَغْنِيَآءِ مِنْكُمْ‌ ؕ وَمَاۤ اٰتٰٮكُمُ الرَّسُوْلُ فَخُذُوْهُۗ وَ مَا َنَهٰٮكُمْ عَنْهُ فَانْتَهُوْا‌ ۚ وَاتَّقُوا اللّٰهَ ‌ؕ اِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‌ۘ‏﴿7﴾‏

૭.Btt9 yVt9yÕÕttntu y1Õtt hËqÕtune rBtLt3 yn3rÕtÕt3ftu2ht VrÕtÕÕttnu ÔtrÕth0ËqÕtu ÔtÕturÍ7Õt3 f1wh3çtt ÔtÕt3 GtíttBtt ÔtÕt3 BtËtfeLtu ÔtÂçLtË3 ËçteÕtu fGt3Õtt GtfqLt ŒqÕtítBt3 çtGt3LtÕt3 yø1LtuGtt9yu rBtLfwBt3, ÔtBtt9 ytíttftuBtwh3 hËqÕttu V Ïttu2Íq7ntu, ÔtBtt LtntfwBt3 y1Lntu VLítnq, Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt

૭.જે કાંઇ અલ્લાહે આ વસ્તીવાળાઓ પાસેથી તેના રસૂલને પાછુ અપાવ્યું છે, તે અલ્લાહ, રસૂલ અને રસૂલના કરાબતદાર, યતીમો, ગરીબો અને ગરીબ મુસાફરો માટે છે જેથી બધો માલ હરીફરીને ફકત માલદારોના વચ્ચે રહી ન જાય અને રસૂલ તમારા માટે જે કાંઇ (હુકમ) લાવ્યા છે તે લઇ લો (તેના ઉપર અમલ કરો), અને જેનાથી તમને રોકે અટકી જાઓ, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો, બેશક અલ્લાહનો અઝાબ સખ્ત છે.

 

[13:14.00]

لِلْفُقَرَآءِ الْمُهٰجِرِيْنَ الَّذِيْنَ اُخْرِجُوْا مِنْ دِيَارِهِمْ وَاَمْوَالِهِمْ يَبْتَغُوْنَ فَضْلًا مِّنَ اللّٰهِ وَرِضْوَانًا وَّيَنْصُرُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ‌ؕ اُولٰٓئِكَ هُمُ الصّٰدِقُوْنَ‌ۚ‏﴿8﴾‏

૮.rÕtÕt3 Vtuf1ht9EÕt3 BttuntsuheLtÕt3ÕtÍ8eLt WÏ1huòq rBtLt3ŒuGtthurnBt3 Ôt yBÔttÕturnBt3 Gtçítø1tqLt VÍ14ÕtBt3 BtuLtÕÕttnu Ôt rhÍ14ÔttLtkÔt3 ÔtGtLt3 Ëtu2YLtÕÕttn ÔthËqÕtnq, ytuÕtt9yuf ntuBtwM1Ë1tŒuf1qLt

૮.આ માલ તે હિજરત કરનારા હાજતમંદો માટે છે, કે જેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકાયા અને પોતાના માલથી અલગ કરી દેવાયા એવી હાલતમાં કે તેઓ અલ્લાહની મહેરબાની અને તેની ખુશીને ચાહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની મદદ કરે છે, અને તેઓ સાચા છે.

 

[13:39.00]

وَالَّذِيْنَ تَبَوَّؤُ الدَّارَ وَالْاِيْمَانَ مِنْ قَبْلِهِمْ يُحِبُّوْنَ مَنْ هَاجَرَ اِلَيْهِمْ وَلَا يَجِدُوْنَ فِیْ صُدُوْرِهِمْ حَاجَةً مِّمَّاۤ اُوْتُوْا وَيُؤْثِرُوْنَ عَلٰٓى اَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ؕ وَمَنْ يُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‌ۚ‏﴿9﴾‏

૯.ÔtÕÕtÍ8eLt ítçtÔt3ÔtWŒt0h ÔtÕt3 EBttLt rBtLt3 f1çÕturnBt3 Gtturn1çtq0Lt BtLt3ntsh yuÕtGt3rnBt3 ÔtÕtt GtsuŒqLt Ve Ëtu2ŒqhurnBt3 n1tsítBt3 rBtBBtt9 Wítq ÔtGttuy3Ëu8YLt y1Õtt9 yLVtuËurnBt3 ÔtÕtÔt3 ftLt çturnBt3 Ï1tË1tË1ítwLt3, ÔtBtkGGtqf1 ~ttun10LtV3Ëune VWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૯.અને જેઓએ દારૂલ હિજરત (મદીના) અને ઇમાનના ઘરને મુહાજીરો પહેલા રહેવા માટે પસંદ કર્યુ અને જેઓ તેની તરફ હિજરત કરે છે તેને ચાહે છે અને જે કાંઇ તેઓ/મોહાજીરોને આપવામાં આવેલ છે તેની જરૂરત તેઓના દિલમાં મહેસૂસ નથી કરતા, અને પોતાની જાત ઉપર તેઓને મુકદ્દમ કરે છે (ઇસાર કરે), ભલે તેઓ પોતે જરૂરતમંદ હોય, અને જેઓ પોતાની જાતને લાલચથી બચાવી લીધી તેઓ સફળ થનારાઓ છે.

 

[14:09.00]

وَالَّذِيْنَ جَآءُوْ مِنْۢ بَعْدِهِمْ يَقُوْلُوْنَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِاِخْوَانِنَا الَّذِيْنَ سَبَقُوْنَا بِالْاِيْمَانِ وَلَا تَجْعَلْ فِیْ قُلُوْبِنَا غِلًّا لِّلَّذِيْنَ اٰمَنُوْا رَبَّنَاۤ اِنَّكَ رَءُوْفٌ رَّحِيْمٌ۠ ‏‏﴿10﴾‏

૧૦.ÔtÕÕtÍ8eLt ò9W rBtBt3 çty14ŒurnBt3 Gtfq1ÕtqLt hççtLtø14t rVh3ÕtLtt ÔtÕtuEÏ1ÔttLtuLtÕt3 ÕtÍ8eLt Ëçtf1qLt rçtÕt3 EBttLtu ÔtÕtt íts3y1Õt3 Ve ftu2ÕtqçtuLtt røt1ÕÕtÕt3 rÕtÕÕtÍ8eLt ytBtLtq hççtLtt9 ELLtf hWVwh3 hn2eBt

૧૦.અને જેઓ તેમના પછી આવ્યા, અને કહે છે કે : અય અમારા પરવરદિગાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ જેઓ ઇમાનમાં અમારા કરતા આગળ વધી ગયા અને અમારા દિલોમાં મોમીનો માટે કીનો ન રાખજે બેશક તું દયાળુ અને મહેરબાન છો.

 

[14:41.00]

اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ نَافَقُوْا يَقُوْلُوْنَ لِاِخْوَانِهِمُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ لَئِنْ اُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيْعُ فِيْكُمْ اَحَدًا اَبَدًاۙ وَّاِنْ قُوْتِلْتُمْ لَنَنْصُرَنَّكُمْ ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿11﴾‏

૧૧.yÕtBt3íth yuÕtÕÕtÍ8eLt LttVf1q Gtfq1ÕtqLt Õtu EÏ1ÔttLtunu BtwÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtELt3 WÏ14trhs3ítwBt3 ÕtLtÏ14thtusLLt Bty1fwBt3 ÔtÕtt Lttuít2eytu2 VefwBt3 yn1ŒLt3 yçtŒkÔt3 ÔtELt3 f1qrítÕítwBt3 ÕtLtLt3Ët2uhLLtfwBt3, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૧૧.શું તે મુનાફીકોને નથી જોયા કે જેઓ અહલે કિતાબમાંથી પોતાના નાસ્તિક ભાઇઓને સતત કહેતા હતા કે "અગર તમને કાઢી મુકવામાં આવશે, તો અમે પણ તમારી સાથે નીકળી જશું અને હરગિઝ તમારા બારામાં કોઇની તાબેદારી નહિં કરીએ અને અગર તમારી સાથે લડાઇ કરવામાં આવશે તો અમે તમારી મદદ કરશું!" અને અલ્લાહ ગવાહી આપે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

  ૧/૪ સિપારો પુરું

[15:13.00]

لَئِنْ اُخْرِجُوْا لَا يَخْرُجُوْنَ مَعَهُمْ‌ۚ وَلَئِنْ قُوْتِلُوْا لَا يَنْصُرُوْنَهُمْ‌ۚ وَلَئِنْ نَّصَرُوْهُمْ لَيُوَلُّنَّ الْاَدْبَارَ ثُمَّ لَا يُنْصَرُوْنَ‏﴿12﴾‏

૧૨.ÕtELt3 WÏ1huòq Õtt GtÏ1htuòqLt Bty1nwBt3, ÔtÕtELt3 ftu2ítuÕtq ÕttGtLËtu2YLtnwBt3, ÔtÕtELt3 LtË1YnwBt3 ÕtGttuÔtÕÕtwLLtÕt3 yŒ3çtth Ëw7BBt Õtt GtwLt3Ë1YLt

૧૨.અગર તેઓને કાઢી મૂકવામાં આવશે તો તેઓ તેમની સાથે નહિં નીકળે, અને અગર તેમની સાથે લડાઇ કરવામાં આવશે તો હરગિઝ તેમની મદદ નહિં કરે, અને અગર મદદ પણ કરશે તો (જરૂરતના સમયે) પીઠ ફેરવી ભાગી જશે; તે પછી કોઇ તેઓની મદદ નહીં કરે!

 

[15:28.00]

لَاَنْتُمْ اَشَدُّ رَهْبَةً فِیْ صُدُوْرِهِمْ مِّنَ اللّٰهِ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿13﴾‏

૧૩.ÕtyLt3ítwBt3 y~tŒ3Œtu hn3çtítLt3 Ve Ëtu2ŒqhurnBt3 BtuLtÕÕttnu, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 Õtt GtV3f1nqLt

૧૩.મુસલમાનો ખરેખર તેમના દિલોમાં અલ્લાહ કરતા પહેલા તમારો ડર છે; આ એ માટે કે તેઓ સમજતા નથી / નાદાન છે.

 

[15:42.00]

لَا يُقَاتِلُوْنَكُمْ جَمِيْعًا اِلَّا فِیْ قُرًى مُّحَصَّنَةٍ اَوْ مِنْ وَّرَآءِ جُدُرٍؕ بَاْسُهُمْ بَيْنَهُمْ شَدِيْدٌ‌ؕ تَحْسَبُهُمْ جَمِيْعًا وَّقُلُوْبُهُمْ شَتّٰى‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُوْنَ‌ۚ‏﴿14﴾‏

૧૪.ÕttGttuf1títuÕtq LtfwBt3 sBtey1Lt3 EÕÕtt Veftu2hBt3 Bttun1Ë02LtrítLt3 yÔt3rBtkÔt3Ôtht9yu òuŒturhLt3, çty3ËtunwBt3 çtGt3LtnwBt3 ~tŒeŒwLt3, ítn14ËçttunwBt3 sBtey1Ôt3 Ôt ftu2ÕtqçttunwBt3 ~tíítt, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 Õtt Gty14fu2ÕtqLt

૧૪.તેઓ કયારે પણ તમારાથી એક સાથે મળી જંગ નહિં કરે સિવાય કે મહેફૂઝ કિલ્લાવાળી વસ્તીઓમાં રહીને અથવા દિવાલોની પાછળ રહીને લડશે, તેમની લડાઇ આપસમાં સખત છે; અને તમે તેમને મુત્તહીદ (સંગઠિત) સમજો છો, એવી હાલતમાં કે તેઓના દિલો વિખરાયેલા છે આ એટલા માટે કે તે કોમ વિચારતી નથી!

 

[16:08.00]

كَمَثَلِ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ قَرِيْبًا‌ ذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ‌ۚ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‌ۚ‏﴿15﴾‏

૧૫.fBtË7rÕtÕt3 ÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 f1heçtLt3 Ít7f1q ÔtçttÕt yBhurnBt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૧૫.તેમનો દાખલો તે લોકોના જેવો છે કે જેઓ તેમની થોડાક પહેલાં પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખી ચૂક્યા અને તેમના માટે દર્દનાક અઝાબ છે!

 

[16:17.00]

كَمَثَلِ الشَّيْطٰنِ اِذْ قَالَ لِلْاِنْسَانِ اكْفُرْ‌ۚ فَلَمَّا كَفَرَ قَالَ اِنِّىْ بَرِىْٓءٌ مِّنْكَ اِنِّىْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِيْنَ‏﴿16﴾‏

૧૬.fBtË7rÕt~t3 ~tGt3ít1tLtu EÍ74f1tÕt rÕtÕt3 ELËtrLtf3Vwh3, VÕtBt0t fVh f1tÕt ELLte çthe9WBt3 rBtLf ELLte9 y1ÏttVwÕÕttn hçt0Õt3 y1tÕtBteLt

૧૬.અથવા તેમનો દાખલો શૈતાનના જેવો છે કે જેણે ઇન્સાનને કહ્યું કે તું નાસ્તિક થા, (જેથી તારી મુશ્કેલી દૂર કરૂ) પરંતુ જ્યારે તે નાસ્તિક થયો ત્યારે તેણે કહ્યું કે ખરેખર હું તારાથી બેઝાર છું; બેશક હું દુનિયાઓના પરવરદિગાર અલ્લાહથી ડરૂં છું.

 

[16:35.00]

فَكَانَ عَاقِبَتَهُمَاۤ اَنَّهُمَا فِى النَّارِ خَالِدَيْنِ فِيْهَا‌ ؕ وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِيْن‏﴿17﴾‏

૧૭.VftLt y1tfu2çtít ntuBtt yLLtntuBtt rVLLtthu Ït1tÕtuŒGt3Ltu Vent, ÔtÍt7Õtuf sÍt9WÍ54 Í5tÕtuBteLt

૧૭.પછી તે બંનેનું પરિણામ એ છે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે અને આ ઝાલિમોની સજા છે.

 

[16:47.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا اتَّقُوا اللّٰهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ‌ ۚ وَاتَّقُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ‏﴿18﴾‏

૧૮.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtwíítfw1ÕÕttn ÔtÕt3ítLt3Í5wh3 LtV3ËwBt3 Btt f1Œ0Btít3 Õtuø1trŒLt3, Ôtíítf1wÕÕttn, ELLtÕÕttn Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૮.અય ઇમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો; અને દરેક જોવે કે તેણે કાલ માટે કંઇ ચીઝ મોકલાવેલ છે? અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો, બેશક તમે જે કાંઇ કરો છો અલ્લાહ તેને જાણે છે.

 

[17:34.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ نَسُوا اللّٰهَ فَاَنْسٰٮهُمْ اَنْفُسَهُمْ‌ؕ اُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ‏﴿19﴾‏

૧૯.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt LtËwÕÕttn VyLtËtnwBt3 yLVtuËnwBt3, ytuÕtt9yuf ntuBtwÕt3 VtËuf1qLt

૧૯.અને તેઓ જેવા ન બનો કે જેઓ અલ્લાહને ભૂલી ગયા પછી અલ્લાહે તેઓને પોતાની જાત ભૂલાવી દીધી અને તેઓ હકીકતમાં નાફરમાન છે.

 

[17:47.00]

لَا يَسْتَوِىْۤ اَصْحٰبُ النَّارِ وَاَصْحٰبُ الْجَنَّةِ‌ؕ اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآئِزُوْنَ‏﴿20﴾‏

૨૦.Õtt GtMítÔte9 yM1n1tçtwLLtthu ÔtyM1n1tçtwÕt3 sLLtítu, yM1n1tçtwÕt3 sLLtítu ntuBtwÕt3 Vt9yuÍqLt

૨૦.જહન્નમવાસીઓ અને જન્નતવાસીઓ સમાન નથી; જન્નતવાસીઓ કામ્યાબ છે!

 

[18:11.00]

لَوْ اَنْزَلْنَا هٰذَا الْقُرْاٰنَ عَلٰى جَبَلٍ لَّرَاَيْتَهٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللّٰهِ‌ؕ وَتِلْكَ الْاَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُوْنَ‏﴿21﴾‏

૨૧.ÕtÔt3 yLÍÕtLtt ntÍ7Õt3 f1wh3ytLt y1Õtt sçtrÕtÕt3 ÕthyGt3ítnq Ït1t~tuy1Bt3 BttuítË1Œu0y1Bt3 rBtLt3 Ï1t~t3GtrítÕÕttnu, ÔtrítÕfÕt3 yBË7tÕttu LtÍ14huçttunt rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítVf3fYLt

૨૧.જો અમે આ કુરઆનને કોઇ પહાડ ઉપર નાઝિલ કરતા તો તુ જોત કે તે તેની સામે (નમ્રતાપૂર્વક) જૂકે છે અને તેના ડરથી ફાટે છે! અને આ દાખલાઓ અમે લોકો માટે બયાન કરીએ છીએ કે કદાચ તેઓ ગૌરો ફિક્ર કરે.

 

[18:32.00]

هُوَ اللّٰهُ الَّذِىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ ۚ عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ‌ ۚ هُوَ الرَّحْمٰنُ الرَّحِيْمُ‏﴿22﴾‏

૨૨.ntuÔtÕÕttnwÕÕtÍ8e Õtt9yuÕttn EÕÕtt ntuÔt, y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu, ntuÔth3 hn14BttLtwh3 hn2eBt

૨૨.તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે ગૈબ તથા હાજરનો જાણકાર, તે રહમાન અને રહીમ છે.

 

[18:45.00]

هُوَ اللّٰهُ الَّذِىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ اَلْمَلِكُ الْقُدُّوْسُ السَّلٰمُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيْزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ‌ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا يُشْرِكُوْنَ‏﴿23﴾‏

૨૩.ntuÔtÕÕttnwÕÕtÍ8e Õtt9yuÕttn EÕÕtt ntuÔt, yÕt3BtÕtufwÕt3 f1wŒ3ŒwËwË3 ËÕttBtw3Õt Bttuy3BtuLtwÕt3 BttunGt3BtuLtwÕt3 y1ÍeÍwÕt3 sççttÁÕt3 Bttuítfççtuhtu, Ëwçt3n1tLtÕÕttnu y1BBtt Gtw~t3hufqLt

૨૩.તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે બાદશાહ, પાકીઝા, સલામતી આપનાર, અમાન દેનાર, ઘ્યાન રાખનાર (નિગેહબાન), જબરદસ્ત, ઇસ્લાહ (સુધારણા) કરનાર કીબ્રીયાઇનો માલિક છે; અને જે કાંઇ તેના શરીક બનાવવામાં આવે છે તેનાથી તે પાક છે.

 

[19:15.00]

هُوَ اللّٰهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ‌ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى‌ؕ يُسَبِّحُ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ‏‏﴿24﴾‏

૨૪.ntuÔtÕÕttnwÕt3 Ït1tÕtuf1wÕt3 çtthuWÕt3 BttuË1ÔÔtuhtu ÕtnwÕt3 yMBtt9WÕt3 n1wMLtt, GttuËççtuntu2 Õtnq BttrVMËBttÔttítu ÔtÕt3yÍ2o, Ôt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૨૪.તે અલ્લાહ એ જ છે જે પેદા કરનાર અને સૂરત બનાવનાર છે, અસ્માએ હુસ્ના (નેક નામો) ફકત તેના માટે જ છે આસમાનો અને ઝમીનમાં જે કાંઇ છે તે તેની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[19:34.00]

 

 

 

સુરા-૬૦/ الممتحنة / અલ મુમતહેના

[19:36.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[19:39.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا عَدُوِّىْ وَعَدُوَّكُمْ اَوْلِيَآءَ تُلْقُوْنَ اِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوْا بِمَا جَآءَكُمْ مِّنَ الْحَقِّ‌ ۚ يُخْرِجُوْنَ الرَّسُوْلَ وَاِيَّاكُمْ‌ اَنْ تُؤْمِنُوْا بِاللّٰهِ رَبِّكُمْ ؕ اِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهَادًا فِیْ سَبِيْلِىْ وَ ابْتِغَآءَ مَرْضَاتِىْ ‌ۖ ۗ تُسِرُّوْنَ اِلَيْهِمْ بِالْمَوَدَّةِ ‌ۖ ۗ وَاَنَا اَعْلَمُ بِمَاۤ اَخْفَيْتُمْ وَمَاۤ اَعْلَنْتُمْ‌ؕ وَمَنْ يَّفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيْلِ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏt2uÍ7q y1ŒwÔte0 Ôt y1ŒwÔt0fwBt3 yÔt3ÕtuGtt9y ítwÕfq1Lt yuÕtGt3rnBt3 rçtÕt3 BtÔtŒ0ítu Ôtf1Œ3 fVY çtuBtt ò9yfwBt3 BtuLtÕt3 n1f14fu2, GtwÏ14thuòqLth3 hËqÕt ÔtEGGttfwBt3 yLíttuy3BtuLtq rçtÕÕttnu hççtufwBt3, ELt3 fwLítwBt3 Ï1ths3ítwBt3 suntŒLt3 VeËçteÕte Ôtçítuøtt92y Bth3Í1títe ítturËh3YLt yuÕtGt3rnBt3 rçtÕt3 BtÔtŒ0ítu ÔtyLtt yy14ÕtBttu çtuBtt9 yÏ14tVGt3ítwBt3 ÔtBtt9 yy14ÕtLítwBt3, ÔtBtkGt3 GtV3y1Õntu rBtLt3fwBt3 Vf1Œ3 Í1ÕÕt ËÔtt9yMËçteÕt

૧.અય ઇમાન લાવનારાઓ ! તમે મારા અને તમારા દુશ્મનોને દોસ્ત ન બનાવો, કે તેઓની તરફ દોસ્તીનો પયગામ આપો છો એવી હાલતમાં કે જે હક તમારી પાસે આવ્યું છે તેનો તેઓ ઇન્કાર કરી ચૂકયા છે, તેઓ તમને તથા રસૂલને ફકત તમારા પરવરદિગાર અલ્લાહ પર ઇમાન લાવવાના કારણે કાઢી મૂકે છે, અગર તમે ખરેખર મારી રાહમાં જેહાદ કરવા માટે અને મારી ખુશી હાંસિલ કરવા માટે હિજરત કરી છે તો તેઓ સાથે છુપી રીતે દોસ્તીનો સંબંધ ન બાંધો એવી હાલતમાં કે જે કાંઇ તમે છુપાવો છો અને જે કાંઇ જાહેર કરો છો તેને હું સારી રીતે જાણું છું; અને તમારામાંથી જે કોઇ તેમ કરશે તે ખરેખર સીધા રસ્તાથી ભટકી ગયો છે.

 

[20:43.00]

اِنْ يَّثْقَفُوْكُمْ يَكُوْنُوْا لَكُمْ اَعْدَآءً وَّيَبْسُطُوْۤا اِلَيْكُمْ اَيْدِيَهُمْ وَاَلْسِنَتَهُمْ بِالسُّوْٓءِ وَوَدُّوْا لَوْ تَكْفُرُوْنَؕ‏﴿2﴾‏

૨.EkGGtM7f1VqfwBt3 GtfqLtq ÕtfwBt3 yy14Œt9ykÔt3 ÔtGtçËtuítq92 yuÕtGt3fwBt3 yGt3ŒuGtnwBt3 ÔtyÕËuLtítnwBt3 rçtMË9qyu ÔtÔtŒq0 ÕtÔt3 ítf3VtuYLt

૨.અગર તેઓ તમારા ઉપર કાબૂ મેળવી લેશે તો તેઓ તમારા દુશ્મન બની જશે, અને તેમના હાથ અને જબાનને બદી માટે તમારા તરફ લંબાવશે અને એવું ચાહે છે કે તમે નાસ્તિક બની જાવ.

 

[21:01.00]

لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ ۛۚ يَوْمَ الْقِيٰمَةِ ۛۚ يَفْصِلُ بَيْنَكُمْ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿3﴾‏

૩.ÕtLt3ítLt3 Vy1fwBt3 yh3n1tBttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3, GtÔt3BtÕt3 fu2GttBtítu, GtV3Ëu2Õttu çtGt3LtfwBt3, ÔtÕÕttntu çtuBtt íty1BtÕtqLt çtË2eh

૩.કયામતને દિવસે તમારા રિશ્તેદારો અને તમારી ઓલાદ તમને કંઇ ફાયદો નહી પહોંચાડે અને (અલ્લાહ) તમારી વચ્ચે જુદાઇ નાખી દેશે અને તમે જે કાંઇ અમલ કરો છો તેને અલ્લાહ જૂએ છે.

 

[21:31.00]

قَدْ كَانَتْ لَكُمْ اُسْوَةٌ حَسَنَةٌ فِیْۤ اِبْرٰهِيْمَ وَالَّذِيْنَ مَعَهٗ‌ۚ اِذْ قَالُوْا لِقَوْمِهِمْ اِنَّا بُرَءٰٓؤُا مِنْكُمْ وَمِمَّا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِؗ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَآءُ اَبَدًا حَتّٰى تُؤْمِنُوْا بِاللّٰهِ وَحْدَهٗۤ اِلَّا قَوْلَ اِبْرٰهِيْمَ لِاَبِيْهِ لَاَسْتَغْفِرَنَّ لَكَ وَمَاۤ اَمْلِكُ لَكَ مِنَ اللّٰهِ مِنْ شَىْءٍ ‌ؕ رَبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَاِلَيْكَ اَنَبْنَا وَاِلَيْكَ الْمَصِيْرُ‏﴿4﴾‏

૪.f1Œ3 ftLtít3 ÕtfwBt3 WMÔtítwLt3 n1ËLtítwLt3 Ve9 EçtútneBt ÔtÕÕtÍ8eLt Bty1nq, EÍ74 f1tÕtq Õtuf1Ôt3BturnBt3 ELLtt çttuhyt9ytu rBtLt3fwBt3 ÔtrBtBBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu fVh3Ltt çtufwBt3 ÔtçtŒt çtGt3LtLtt ÔtçtGt3Lt ftuBtwÕt3 y1ŒtÔtíttu ÔtÕt3 çtø14tÍt92ytu yçtŒLt3 n1íítt íttuy3BtuLtq rçtÕÕttnu Ôtn14Œnq EÕÕtt f1Ôt3Õt EçhtneBt Õtuyçtenu Õt yMítø1VuhLLt Õtf ÔtBtt9 yBÕtuftu Õtf BtuLtÕÕttnu rBtLt3 ~tGt3ELt3, hççtLtt y1ÕtGt3f ítÔtf3fÕLtt ÔtyuÕtGt3f yLtçt3Ltt ÔtyuÕtGt3fÕt3 BtË2eh

૪.તમારા માટે બહેતરીન મિસાલ ઇબ્રાહીમ અને તેના સાથીઓમાં હતી જયારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી અને તમે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરો છો તેઓથી બેઝાર છીએ, અમોએ તમને જૂઠલાવ્યા, અને જ્યાં સુધી તમે એક અલ્લાહ પર ઇમાન નહિં લાવો ત્યાં સુધી અમારી અને તમારી વચ્ચે દુશ્મની અને કીનો એકદમ વાઝેહ છે. સિવાય કે ઇબ્રાહીમનુ વચન જે તેના (પાલક) પિતાને આપ્યુ હતુ કે જરૂર હું તમારા માટે ઇસ્તિગફાર કરીશ એવી હાલતમાં કે હુ મારા રબ પાસે તારા માટે કંઇપણ ચીજનો માલિક નથી. અમારા પરવરદિગાર! અમે તારા પર જ આધાર રાખીએ છીએ અને તારી જ તરફ પાછા ફર્યા અને દરેકનો અંજામ તારી તરફ જ છે!

 

[22:25.00]

رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِيْنَ كَفَرُوْا وَاغْفِرْ لَنَا رَبَّنَا‌ ۚ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿5﴾‏

૫.hççtLtt Õttíts3y1ÕLtt rVít3LtítÕt3 rÕtÕÕtÍ8eLt fVY Ôtø14trVh3 ÕtLtt hçt0Ltt, ELLtf yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૫.અય અમારા પરવરદિગાર ! અમને નાસ્તિકો માટે ગુમરાહીનુ કારણ ન બનાવ, અને અય અમારા પરવરદિગાર ! અમને માફ કર, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[22:40.00]

لَقَدْ كَانَ لَكُمْ فِيْهِمْ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ يَرْجُوا اللّٰهَ وَالْيَوْمَ الْاٰخِرَ‌ ؕ وَمَنْ يَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ۠ ‏‏﴿6﴾‏

૬.Õtf1Œ3f1tLt ÕtfwBt3 VernBt3 WMÔtítwLt3 n1ËLtítwÕt3 ÕtuBtLt3 ftLt Gth3òwÕÕttn ÔtÕt3GtÔt3BtÕt3 ytÏt2uh, ÔtBtkGt3 GtítÔtÕÕt VELLtÕÕttn ntuÔtÕt3 ø1trLtGGtwÕt3 n1BteŒ

૬.(હા) તમારા માટે તે લોકોમાં બહેતરીન નમૂનો હતો તેના માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઉમ્મીદ રાખે છે; પરંતુ જે કોઇ ફરી જશે (તેને પોતાનુ જ નુકસાન કર્યુ કારણ કે) અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે.

 

[22:54.00]

عَسَى اللّٰهُ اَنْ يَّجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِيْنَ عَادَيْتُمْ مِّنْهُمْ مَّوَدَّةً ؕ وَاللّٰهُ قَدِيْرٌ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿7﴾‏

૭.y1ËÕÕttntu ykGGts3y1Õt çtGt3LtfwBt3 ÔtçtGt3LtÕt3 ÕtÍ8eLt y1tŒGt3ítwBt3 rBtLnwBt3 BtÔtŒ0ítLt3, ÔtÕÕttntu f1ŒeÁLt3, ÔtÕÕttntu ø1tVwÁh3 hn2eBt

૭.ઉમ્મીદ છે કે અલ્લાહ તમારી અને તે લોકોની વચ્ચે કે જેમની સાથે તમે દુશ્મની કરી, દોસ્તી પેદા કરે અને અલ્લાહ શક્તિમાન છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[23:08.00]

لَا يَنْهٰٮكُمُ اللّٰهُ عَنِ الَّذِيْنَ لَمْ يُقَاتِلُوْكُمْ فِى الدِّيْنِ وَلَمْ يُخْرِجُوْكُمْ مِّنْ دِيَارِكُمْ اَنْ تَبَرُّوْهُمْ وَ تُقْسِطُوْۤا اِلَيْهِمْ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُقْسِطِيْنَ‏﴿8﴾‏

૮.ÕttGtLnt ftuBtwÕÕttntu yrLtÕÕtÍ8eLt ÕtBt3 Gttuf1títuÕtqfwBt3 rVŒTeLtu ÔtÕtBt3 GtwÏ1huòqfwBt3 rBtLt3 ŒuGtthufwBt3 yLt3ítçtY3nwBt3 Ôtítwf14Ëuí2t9w yuÕtGt3rnBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwf14ËuíteLt

૮.જે લોકો દીનના સંબંધમાં તમારી સાથે લડ્યા નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી તેમની સાથે નેકી કરવા અને ઇન્સાફથી પેશ આવવાની અલ્લાહ તમને મનાઇ કરતો નથી કારણકે અલ્લાહ ઇન્સાફ કરનારાઓને ચાહે છે.

 

[23:28.00]

اِنَّمَا يَنْهٰٮكُمُ اللّٰهُ عَنِ الَّذِيْنَ قَاتَلُوْكُمْ فِى الدِّيْنِ وَاَخْرَجُوْكُمْ مِّنْ دِيَارِكُمْ وَظَاهَرُوْا عَلٰٓى اِخْرَاجِكُمْ اَنْ تَوَلَّوْهُمْ‌ۚ وَمَنْ يَّتَوَلَّهُمْ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿9﴾‏

૯.ELLtBtt GtLnt ftuBtwÕÕttntu y1rLtÕÕtÍ8eLt f1títÕtqfwBt3 rVŒe0Ltu ÔtyÏ1hòqfwBt3 rBtLt3 ŒGtthufwBt3 ÔtÍ5tnY y1Õtt9 EÏ1htsufwBt3 yLt3 ítÔtÕÕtÔt3nwBt3, ÔtBtkGGtítÔtÕÕtnwBt3 VWÕtt9yuf ntuBtwÍt50ÕtuBtqLt

૯.અલ્લાહ તમને ફકત તે લોકો(ની દોસ્તી)થી રોકે છે કે જેઓ તમારી સાથે દીન બાબતે લડયા તથા તમને તમારા ઘરોમાંથી કાઢી મૂકયા તથા તમને કાઢવામાં (દુશ્મનોની) મદદ કરી અને જે કોઇ તેમની સાથે દોસ્તી રાખે તો બેશક તેઓ ઝાલિમો છે.

 

[23:53.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا جَآءَكُمُ الْمُؤْمِنٰتُ مُهٰجِرٰتٍ فَامْتَحِنُوْهُنَّ‌ ؕ اَللّٰهُ اَعْلَمُ بِاِيْمَانِهِنَّ‌ ۚ فَاِنْ عَلِمْتُمُوْهُنَّ مُؤْمِنٰتٍ فَلَا تَرْجِعُوْهُنَّ اِلَى الْكُفَّارِ‌ ؕ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّوْنَ لَهُنَّ‌ ۚ وَاٰ تُوْهُمْ مَّاۤ اَنْفَقُوْا‌ ؕ وَلَا جُنَاحَ عَلَيْكُمْ اَنْ تَنْكِحُوْهُنَّ اِذَاۤ اٰ تَيْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ‌ ؕ وَلَا تُمْسِكُوْا بِعِصَمِ الْكَوَافِرِ وَسْئَلُوْا مَاۤ اَنْفَقْتُمْ وَلْيَسْئَلُوْا مَاۤ اَنْفَقُوْا‌ ؕ ذٰ لِكُمْ حُكْمُ اللّٰهِ‌ ؕ يَحْكُمُ بَيْنَكُمْ‌ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿10﴾‏

૧૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 ò9yftuBtwÕt3 Bttuy3BtuLttíttu BttuntsuhtrítLt3 VBt3ítnu2Ltq nwLLt, yÕÕttntu yy14ÕtBttu çtuEBttLtu rnLLt, VELt3 y1rÕtBíttuBtq nwLLt Bttuy3BtuLttrítLt3 VÕtt íth3suW2 nwLLt yuÕtÕt3 fwV0thu, ÕttnwLLt rn1ÕÕtwÕÕtnwBt3 ÔtÕttnwBt3 Gtturn1ÕÕtqLt ÕtnwLLt, ÔtytítqnwBt3 Btt9yLVf1q, ÔtÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 yLítLfun1q nwLLt yuÍt98 ytítGt3íttuBtq nwLLt ytuòqhnwLLt, ÔtÕttítwBËufq çtuyu2Ë1rBtÕt3 fÔttVuhu ÔtMyÕtq Btt9 yLt3Vf14ítwBt3 ÔtÕt3GtMyÕtq Btt9 yLtVfq1, Ít7ÕtufwBt3 n1wf3BtwÕÕttnu, Gtn14ftuBttu çtGt3LtfwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૦.અય ઇમાનવાળાઓ ! જયારે તમારી પાસે હિજરત કરનારી મોઅમેના ઔરતો આવે તો પહેલા તમે તેમની અજમાઇશ કરો, -અલ્લાહ તેમના ઇમાનને સારી રીતે જાણે છે,- પછી અગર તમે જાણી લો કે તેણીઓ મોઅમેના છે તો તેમને નાસ્તિકો તરફ પાછી ન મોકલો, ન તેણીઓ તેમના માટે હલાલ છે અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે, અને જે રકમ નાસ્તિકોએ મહેરમાં આપી છે તે તેમને પાછી આપી દ્યો, અને જ્યારે તેણીઓને મહેર આપો ત્યારે તેણીઓ સાથે નિકાહ કરવામાં કોઇ હરજ નથી, અને નાસ્તિક ઔરતો સાથેના શાદીશુદા સંબંધને આગળ ન વધારો અને તમે જે મહેર આપી છે તે (નાસ્તિકો પાસેથી) માંગી લ્યો જેવી રીતે તેઓને હક છે કે તેઓ (પોતાની હિજરત કરીને આવેલ ઔરતોની) મહેર માંગે આ અલ્લાહનો ફેસલો છે જે તે તમારા વચ્ચે કરે છે, અને તે જાણનાર અને હિકમતવાળો છે.

 

[24:50.00]

وَاِنْ فَاتَكُمْ شَىْءٌ مِّنْ اَزْوَاجِكُمْ اِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَاٰ تُوا الَّذِيْنَ ذَهَبَتْ اَزْوَاجُهُمْ مِّثْلَ مَاۤ اَنْفَقُوْا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ‏﴿11﴾‏

૧૧.ÔtELt3 VtítfwBt3 ~tGt3WBt3 rBtLt3 yÍ3ÔttsufwBt3 yuÕtÕt3fwV0thu Vy1tf1çítwBt3 VytítwÕÕtÍ8eLt Í7nçtít3 yÍ7Ôttòu nwBt3 rBtM7Õt Btt9 yLVfq1, Ôtíítfw1ÕÕttnÕÕtÍe98 yLítwBt3 çtune Bttuy3BtuLtqLt

૧૧.અને અગર તમારી અમુક ઔરતો નાસ્તિકો તરફ ચાલી જાય અને તમે લડાઇમાં તેઓ પર સફળતા હાંસિલ કરો તથા માલે ગનીમત હાંસિલ કરો તો જેની ઔરત ચાલી ગઇ છે તેણીની મહેરનો ખર્ચ (માલે ગનીમતમાંથી) આપો અને તે અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરો જેના પર તમે ઇમાન રાખો છો!

 

[25:09.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِذَا جَآءَكَ الْمُؤْمِنٰتُ يُبَايِعْنَكَ عَلٰٓى اَنْ لَّا يُشْرِكْنَ بِاللّٰهِ شَيْئًا وَّلَا يَسْرِقْنَ وَلَا يَزْنِيْنَ وَلَا يَقْتُلْنَ اَوْلَادَهُنَّ وَلَا يَاْتِيْنَ بِبُهْتَانٍ يَّفْتَرِيْنَهٗ بَيْنَ اَيْدِيْهِنَّ وَاَرْجُلِهِنَّ وَلَا يَعْصِيْنَكَ فِیْ مَعْرُوْفٍ‌ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿12﴾‏

૧૨.Gtt9 yGGttunLLtrçtGGttu yuÍt7 ò9yfÕt3 Bttuy3BtuLttíttu Gttuçtt Gtuy14Ltf y1Õtt9 yÕtt0Gtw~t3rhf3Lt rçtÕÕttnu ~tGt3ykÔt3 ÔtÕtt GtË3rhf14Lt ÔtÕttGtÍ3LteLt ÔtÕtt Gtf14ítwÕLt yÔt3ÕttŒnwLLt ÔtÕtt Gty3íteLt çtu çttun3ítt®LtGt3 GtV3ítheLtnq çtGt3Lt yGt3ŒernLLt Ôtyh3òuÕturnLLt ÔtÕtt Gty14Ë2eLtf Ve Bty14YrVLt3 VçttGtuy14 nwLLt ÔtMítø14trVh3 ÕtnwLLtÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૧૨.અય નબી ! જયારે ઇમાન લાવનારી ઔરતો તારી પાસે આવે અને બયઅત કરે કે તેણીઓ કોઇને પણ અલ્લાહનો શરીક નહિં બનાવે, અને ચોરી નહિં કરે અને ઝીના નહિ કરે અને પોતાની ઔલાદને મારી નહિ નાખે અને ઘડી કાઢેલ જૂઠ પોતાની સામે નહિ લાવે તેમજ કોઇપણ નેક કામમાં તારી નાફરમાની નહિ કરે તો તમે તેમની બયઅત સ્વીકારી લો, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[26:02.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوْا مِنَ الْاٰخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ اَصْحٰبِ الْقُبُوْرِ۠ ‏‏﴿13﴾‏

૧૩.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Õtt ítítÔtÕÕtÔt3 fÔt3BtLt3 ø1tÍu2çtÕÕttntu y1ÕtGt3rnBt3 f1Œ3 GtyuËq BtuLtÕt3 ytÏt2uhítu fBtt GtyuËÕt3 fwV0thtu rBtLt3 yM1n1trçtÕt3 ftu2çtqh

૧૩.અય ઇમાન લાવનારાઓ ! તે લોકો સાથે દોસ્તી ન કરો કે જેમના પર અલ્લાહે ગઝબ કર્યો છે; તેઓ આખેરતથી એવી રીતે નિરાશ છે જેવી રીતે કબ્રવાળા નાસ્તિકોથી નિરાશ છે.

 

[26:20.00]

 

 

 

સુરા-૬૧/الصف / અસ સફ

[26:21.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[26:23.00]

سَبَّحَ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿1﴾‏

૧.Ëççtn1 rÕtÕÕttnu BttrVMt0BttÔttítu ÔtBtt rVÕt3yÍ2uo,s ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧. જે કાંઇ આસમાનોમાં છે અને જે કાંઇ ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, અને એ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

  ૧/૨ સિપારો પુરું

[26:33.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لِمَ تَقُوْلُوْنَ مَا لَا تَفْعَلُوْنَ‏﴿2﴾‏

૨.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕtuBt ítf1qÕtqLt BttÕtt ítV3y1ÕtqLt

૨. અય ઇમાન લાવનારાઓ ! શા માટે એવી વાત કરો છો કે જેના પર તમે અમલ નથી કરતા?!

 

[26:41.00]

كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ اَنْ تَقُوْلُوْا مَا لَا تَفْعَلُوْنَ‏﴿3﴾‏

૩.fçttuuh Btf14ítLt3 E2LŒÕÕttnu yLt3 ítf1qÕtq BttÕtt ítV3y1ÕtqLt

૩. અલ્લાહની નઝદીક આ વાત સખ્ત નાપસંદ છે કે જે તમે કરતા નથી તે કહો!

 

[26:51.00]

اِنَّ اللّٰهَ يُحِبُّ الَّذِيْنَ يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِهٖ صَفًّا كَاَنَّهُمْ بُنْيَانٌ مَّرْصُوْصٌ‏﴿4﴾‏

૪.ELLtÕÕttn Gtturn1ççtwÕt3 ÕtÍ8eLt Gttuf1títuÕtqLt Ve ËçteÕtune Ë1V3VLt3 fyLLtnwBt3 çtwLt3GttLtwBt3 Bth3Ëq1Ë1

૪. બેશક અલ્લાહ તે લોકોને ચાહે છે જેઓ તેની રાહમાં એવી રીતે સફ બાંધીને લડે છે જાણે તેઓ એક સીસું પાયેલ બાંધકામ છે.

 

[27:07.00]

وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ يٰقَوْمِ لِمَ تُؤْذُوْنَنِىْ وَقَد تَّعْلَمُوْنَ اَنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْؕ فَلَمَّا زَاغُوْۤا اَزَاغَ اللّٰهُ قُلُوْبَهُمْ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ‏﴿5﴾‏

૫.ÔtEÍ74 f1tÕt BtqËt Õtuf1Ôt3Btune Gttf1Ôt3Btu ÕtuBtt íttuy3Í7qLtLte Ôtf1ííty14ÕtBtqLt yLLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3, VÕtBBtt Ítøtq92 yÍtø1tÕÕttntu ftu2ÕtqçtnwBt3, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt

૫. અને (તે સમયને યાદ કર) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! શા માટે તમે મને ઇજા પહોંચાડો છો? જો કે તમે જાણો છો કે ખરેજ હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું?! પછી જ્યારે તેઓ (ઇતાઅતથી) ફરી ગયા ત્યારે અલ્લાહે તેઓના દિલોને (હકથી) ફેરવી નાખ્યા; અને અલ્લાહ ફાસિક કોમની હિદાયત નથી કરતો!

 

[27:29.00]

وَاِذْ قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ يٰبَنِىْۤ اِسْرَآءِيْلَ اِنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْ مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ التَّوْرٰٮةِ وَمُبَشِّرًۢا بِرَسُوْلٍ يَّاْتِىْ مِنْۢ بَعْدِى اسْمُهٗۤ اَحْمَدُ‌ؕ فَلَمَّا جَآءَهُمْ بِالْبَيِّنٰتِ قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِيْنٌ‏﴿6﴾‏

૬.ÔtEÍ74 f1tÕt E2ËçLttu Bth3GtBt GttçtLte9 EË3ht9EÕt ELLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3 BttuË1Œ3Œuf1Õt3 ÕtuBtt çtGtLt3 GtŒGGt BtuLtíítÔt3htítu ÔtBttuçt~~tuhLt3 çtuhËq®ÕtGt3 Gty3íte rBtBt3 çty14rŒMBttunq9 yn14BtŒtu, VÕtBt0t ò9ynwBt3 rçtÕt3 çtGGtuLttítu f1tÕtq ntÍt7 Ëun14ÁBt3 BttuçteLt

૬. અને (તે સમયને યાદ કર) જ્યારે ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય બની ઇસરાઇલ! બેશક હું તમારી તરફ અલ્લાહનો રસૂલ છું એવી હાલતમાં કે મારી અગાઉ આવેલ કિતાબ (તોરેત)ની સચ્ચાઇને ટેકો આપુ છું, અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે, જેનું નામ અહમદ છે! પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.

 

[28:06.00]

وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ الْكَذِبَ وَهُوَ يُدْعٰٓى اِلَى الْاِسْلَامِ‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿7﴾‏

૭.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt3BtrLtV3ítht y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtntuÔt GtqŒ3yt92 yuÕtÕt3 EMÕttBtu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54 Í5tÕtuBteLt

૭. અને તેના કરતા મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે એવી હાલતમાં કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય?! અને અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત નથી કરતો!

 

[28:20.00]

يُرِيْدُوْنَ لِيُطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَ فْوَاهِهِمْ وَاللّٰهُ مُتِمُّ نُوْرِهٖ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ‏﴿8﴾‏

૮.GttuheŒqLt ÕtuGtwí1VuW LtqhÕÕttnu çtuyV3ÔttnurnBt3 ÔtÕÕttntu BtturítBBttu Ltqhune ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt

૮. તેઓ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી બુજાવી નાખે; પરંતુ અલ્લાહ તેના નૂરને કામીલ (સંપૂર્ણ) કરે છે પછી ભલે આ વાત નાસ્તિકોને નાપસંદ હોય!

 

[28:33.00]

هُوَ الَّذِىْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهٗ عَلَى الدِّيْنِ كُلِّهٖ وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ۠ ‏‏﴿9﴾‏

૯.ntuÔtÕÕtÍe98 yh3ËÕt hËqÕtnq rçtÕntuŒt ÔtŒerLtÕt3 n1f14fu2 ÕtuGtwÍ54nuhnq y1ÕtŒe0Ltu fwÕÕtune ÔtÕtÔt3 fhunÕt3 Btw~hufqLt

૯. તે અલ્લાહ એજ છે કે જેણે તેના રસૂલને હિદાયત તથા દીને હક સાથે મોકલ્યો જેથી તેને બીજા તમામ દીન ઉપર ગાલિબ બનાવે, પછી ભલેને મુશરિકોને તે વાત નાપસંદ હોય.

 

[28:49.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا هَلْ اَدُلُّكُمْ عَلٰى تِجَارَةٍ تُنْجِيْكُمْ مِّنْ عَذَابٍ اَلِيْمٍ‏﴿10﴾‏

૧૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq nÕt3 yŒwÕÕttufwBt3 y1Õtt ítuòhrítLt3 ítwLSfwBt3 rBtLt3 y1Ít7rçtLt3 yÕteBt

૧૦. અય ઇમાન લાવનારાઓ ! શું હું તમને એવો વેપાર દેખાડું કે જે તમને દર્દનાક અઝાબથી નજાત આપે?!

 

[29:03.00]

تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَتُجَاهِدُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ‌ؕ ذٰلِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَۙ‏﴿11﴾‏

૧૧.íttuy3BtuLtqLt rçtÕÕttnu ÔthËqÕtune ÔtíttuònuŒqLt VeËçterÕtÕÕttnu çtuyBÔttÕtufwBt3 Ôt yLt3VtuËufwBt3, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3 fwLítwBt3 íty14ÕtBtqLt

૧૧. તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન સાથે જેહાદ કરો; અગર તમે જાણો તો (દરેક ચીઝ કરતા) આ તમારા માટે બહેતર છે!

 

[29:25.00]

يَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَيُدْخِلْكُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ وَمَسٰكِنَ طَيِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ‌ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُۙ‏﴿12﴾‏

૧૨.GtÂø2Vh3 ÕtfwBt3 Ítu8LtqçtfwBt3 ÔtGtwŒ3rÏt1ÕfwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ôt BtËtfuLt ít1GGtuçtítLt3 Ve sLLttítu y1Œ3rLtLt3, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૨. (જો એમ કરશો તો) તમારા ગુનાહોને માફ કરશે અને તમને તે જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે અને હંમેશા બાકી રહેવાવાળી જન્નતમાં પાકીઝા મકાનોમાં જગ્યા આપશે અને આ મોટી કામ્યાબી છે :

 

[29:49.00]

وَاُخْرٰى تُحِبُّوْنَهَا‌ ؕ نَصْرٌ مِّنَ اللّٰهِ وَفَتْحٌ قَرِيْبٌ‌ؕ وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ‏﴿13﴾‏

૧૩.ÔtWÏ1ht ítturn1çt0qLtnt, LtË14ÁBt3 BtuLtÕÕttnu ÔtVín1wLt3 f1heçtwLt, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt

૧૩. અને બીજી નેઅમતો જે તમે પસંદ કરો છો તમને આપશે, અને અલ્લાહની મદદ અને ફત્હ નજદીક છે અને તું મોઅમીનોને ખુશખબર આપ.

 

[30:15.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُوْنُوْۤا اَنْصَارَ اللّٰهِ كَمَا قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ لِلْحَوٰارِيّٖنَ مَنْ اَنْصَارِىْۤ اِلَى اللّٰهِ‌ؕ قَالَ الْحَوٰرِيُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ‌ فَاٰمَنَتْ طَّآئِفَةٌ مِّنْۢ بَنِىْۤ اِسْرَآءِيْلَ وَكَفَرَتْ طَّآئِفَةٌ ۚ فَاَيَّدْنَا الَّذِيْنَ اٰمَنُوْا عَلٰى عَدُوِّهِمْ فَاَصْبَحُوْا ظٰهِرِيْنَ۠ ‏‏﴿14﴾‏

૧૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq fqLtq9 yLË1thÕÕttnu fBtt f1tÕt E2ËçLttu Bth3GtBt rÕtÕt3 n1ÔttrhGGteLt BtLt3 yLt3Ë1the9 yuÕtÕÕttnu, f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Ltn14Lttu yLË1tÁÕÕttnu VytBtLtít3 ítt92yuVítwBt3 rBtBt3 çtLte9 EMht9EÕt ÔtfVhít3 ítt92yuVítwLt3, VyGGtŒ3LtÕÕtÍ8eLt ytBtLtq y1Õtt y1ŒqÔÔturnBt3 VyM1çtnq1 Í5tnuheLt

૧૪. અય ઇમાન લાવનારાઓ! તમે અલ્લાહના મદદગાર બનો, જેમકે ઇસા ઇબ્ને મરિયમે હવારીઓને કહ્યુ કે કોણ અલ્લાહની રાહમાં મારા મદદગારો છે? ત્યારે હવારીઓએ કહ્યું કે અમે અલ્લાહના મદદગારો છીએ. આ સમયે બની ઇસરાઇલમાંથી એક એક ગિરોહ ઇમાન લાવ્યો અને બીજો ગિરોહ નાસ્તિક થયો અને અમોએ ઇમાન લાવનારની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી પરિણામે તેઓ ગાલિબ થયા.

 

[30:59.00]

 

 

 

સુરા-૬૨/الجمعة / અલ જુમઆ

[31:00.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[31:03.00]

يُسَبِّحُ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِيْزِ الْحَكِيْمِ‏﴿1﴾‏

૧.GttuËççtuntu2 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yh3rÍ1Õt3 BtÕturfÕt3 f1wŒ0qrËÕt3 y1ÍerÍÕt3 n1feBt

૧.આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે અલ્લાહની તસ્બીહ કરે છે. જે બાદશાહ પાકીઝા સિફતોનો માલિક, જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[31:12.00]

هُوَ الَّذِىْ بَعَثَ فِى الْاُمِّيّٖنَ رَسُوْلًا مِّنْهُمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِهٖ وَيُزَكِّيْهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَۗ وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِيْنٍۙ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e çty1Ë7 rVÕt3 WBBteGte0Lt hËqÕtBt3 rBtLt3nwBt3 GtíÕtq y1ÕtGt3rnBt3 ytGttítune ÔtGttuÍf3fernBt3 ÔtGttuy1ÕÕtuBttuntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn1f3Btít ÔtELt3 ftLtq rBtLt3 f1çÕttu ÕtVe Í1ÕttrÕtBt3 BttuçteLt

૨.તેને ઉમ્મીયોની દરમ્યાન તેઓમાંથી એક રસૂલને મબઉસ કર્યો કે તેમની સામે તે (અલ્લાહ)ની આયતો તિલાવત કરે છે, તેમને પાક કરે છે અને તેમને કિતાબ અને હિકમતની તાલીમ આપે છે જોકે તેઓ અગાઉ ખુલ્લી ગુમરાહીમાં હતા!

 

[31:36.00]

وَّاٰخَرِيْنَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوْا بِهِمْ‌ؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿3﴾‏

૩.ÔtytÏ1theLt rBtLt3nwBt3 ÕtBt0t GtÕt3n1f1q çturnBt3, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૩.(આવી જ રીતે) રસૂલ છે બીજા લોકો માટે પણ કે જેઓ હજી તેમના સાથે જોડાયા નથી; અને તે જબરદસ્ત અને હિકમતવાળો પણ છે.

 

[31:43.00]

ذٰلِكَ فَضْلُ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ‏﴿4﴾‏

૪.Ít7Õtuf VÍ14ÕtwÕÕttnu Gttuy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu Í7wÕt3 VÍ14rÕtÕt3 y1Í6eBt

૪.આ અલ્લાહનો ફઝલ છે, જેને ચાહે તેને આપે છે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

 

[31:55.00]

مَثَلُ الَّذِيْنَ حُمِّلُوا التَّوْرٰٮةَ ثُمَّ لَمْ يَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ اَسْفَارًا‌ ؕ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿5﴾‏

૫.BtË7ÕtwÕt3ÕtÍ8eLt nw1BBtuÕtqít3 ítÔt3htít Ëw7BBt ÕtBt3 Gtn14BtuÕtqnt fBtË7rÕtÕt3 n2uBtthu Gtn14BtuÕttu yMVtht, çtuy3Ë BtË7ÕtwÕt3 f1Ôt3rBtÕÕtÍ8eLt f7Í0çtq çtuytGttrítÕÕttnu, ÔtÕÕttntu Õtt Gtn3rŒÕt3 f1Ôt3BtÍ54Ít5ÕtuBteLt

૫.જે લોકો ઉપર તોરાતની જવાબદારીનો બોજ નાખવામાં આવ્યો પરંતુ તેઓએ તેનો હક અદા ન કર્યો તેઓની મિસાલ એ ગધેડા જેવી છે જે કિતાબનો બોજ ઊપાડતો હોય છે, (પરંતુ તેને સમજતો નથી) કેવી ખરાબ મિસાલ છે અલ્લાહની આયતો જૂઠલાવનાર કોમની! અલ્લાહ ઝુલમગાર કોમની હિદાયત નથી કરતો!

 

[32:16.00]

قُلْ يٰۤاَيُّهَا الَّذِيْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِيَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿6﴾‏

૬.fw1Õt3 Gtt9 yGGttunÕÕtÍ8eLt ntŒ9q ELt3 Íy1BítwBt3 yLLtfwBt3 yÔt3ÕtuGtt9ytu rÕtÕÕttnu rBtLŒqrLtLLttËu VítBtLLtÔtwÕt3 BtÔt3ít ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt

૬.તું કહે કે અય યહૂદીઓ ! જો તમે એવું ગુમાન કરો છો કે ફકત તમે જ અલ્લાહના દોસ્ત છો ન કે બીજા લોકો, જો તમે સાચુ કહેતા હોવ તો મોતની તમન્ના કરો.

 

[32:36.00]

وَلَا يَتَمَنَّوْنَهٗۤ اَبَدًۢا بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ‏﴿7﴾‏

૭.ÔtÕtt GtítBtLLtÔt3Ltnq9 yçtŒBt3 çtuBtt f1Œ0Btít3 yGt3ŒernBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍt50ÕtuBteLt

૭.પરંતુ તેઓ અગાઉ મોકલેલા આમાલને કારણે હરગિઝ મોતની તમન્ના નહિ કરે, અને અલ્લાહ ઝાલિમોને સારી રીતે જાણે છે.

 

[32:46.00]

قُلْ اِنَّ الْمَوْتَ الَّذِىْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِيْكُمْ‌ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏‏﴿8﴾‏

૮.f1wÕt3 ELLtÕt3 BtÔt3ítÕÕtÍ8e ítrVY0Lt rBtLntu VELLtnq BttuÕttf2efwBt3 Ë7wBBt íttuhŒq0Lt yuÕtt yt1ÕturBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૮.તું કહે કે તે મોત કે જેનાથી તમે નાસતા ફરો છો છેવટે તમારી મુલાકાત કરશે, ત્યારબાદ તમને તેના હજૂરમાં પાછા ફેરવવામાં આવશે જે ગૈબ અને હાજરનો જાણકાર છે, અને તમે જે કાંઇ કરતા હતા તે જણાવશે.

 

[33:11.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِىَ لِلصَّلٰوةِ مِنْ يَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰى ذِكْرِ اللّٰهِ وَذَرُوا الْبَيْعَ‌ ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 LtqŒuGt rÕtM1Ë1Õttítu ®BtGt3 GtÔt3rBtÕt3 òuBttuy1ítu VË3y1Ôt3 yuÕtt rÍ7f3rhÕÕttnu ÔtÍ7YÕt3 çtGt3y1, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

૯.અય ઇમાન લાવનારાઓ ! જયારે જુમ્આના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે તમે અલ્લાહની યાદ તરફ જલ્દી કરો અને વેપારને છોડી દ્યો કે આ તમારા માટે બહેતર છે જો તમે જાણતા હોત!

 

[33:29.00]

فَاِذَا قُضِيَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِى الْاَرْضِ وَابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَاذْكُرُوا اللّٰهَ كَثِيْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿10﴾‏

૧૦.VyuÍt7 ftu2Í2uGtrítË14 Ë1Õttíttu VLít~tuY rVÕt3yÍu2o Ôtçt3ítø1tq rBtLt3 VÍ14rÕtÕÕttnu ÔtÍ74ftuYÕÕttn fË8ehÕt3 Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt

૧૦.પછી જયારે નમાઝ પૂરી થાય ત્યારે ઝમીનમાં ફેલાઇ જાવ અને અલ્લાહના ફઝલને તલાશ કરો અને અલ્લાહને વધારે યાદ કરો કદાચ કામ્યાબ થાવ.

 

[33:43.00]

وَاِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَاۡ ۟انْفَضُّوْۤا اِلَيْهَا وَتَرَكُوْكَ قَآئِمًا‌ ؕ قُلْ مَا عِنْدَ اللّٰهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ‌ ؕ وَاللّٰهُ خَيْرُ الرّٰزِقِيْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.ÔtyuÍt7 hyÔt3 ítuòhítLt3 yÔt3 Õtn3ÔtrLtLt3 VÍ14Íq92 yuÕtGt3nt Ôtíthfqf ft92yuBtt, fw1Õt3Btt E2LŒÕÕttnu Ï1tGt3ÁBt3 BtuLtÕÕtn3Ôtu ÔtBtuLtíítuòhítu, ÔtÕÕttntu Ï1tGt3Áh0tÍuf2eLt

૧૧.અને જયારે તેઓ કોઇ વેપાર અથવા રમત-ગમતને જોવે ત્યારે વિખરાય જાય છે અને તેની તરફ જાય છે, અને તને કયામની હાલતમાં મૂકી દ્યે છે; તું કહે કે જે કાંઇ અલ્લાહ પાસે છે તે ખેલકૂદ અને વેપાર કરતાં બહેતર છે; અને અલ્લાહ બહેતરીન રોઝી આપનારો છે.

 

[34:11.00]

 

 

 

સુરા-૬૩/المنافقون / અલ મુનાફેકુન

[34:13.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[34:15.00]

اِذَا جَآءَكَ الْمُنٰفِقُوْنَ قَالُوْا نَشْهَدُ اِنَّكَ لَرَسُوْلُ اللّٰهِ ‌ۘ وَاللّٰهُ يَعْلَمُ اِنَّكَ لَرَسُوْلُهٗ ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّ الْمُنٰفِقِيْنَ لَكٰذِبُوْنَ‌ ۚ‏﴿1﴾‏

૧.yuÍt7 ò9yfÕt3 BttuLttVuf1qLt f1tÕtq Lt~t3nŒtu ELLtf Õt hËqÕtwÕÕttnu, ÔtÕÕttntu Gty14ÕtBttu ELLtf Õt hËqÕttunq, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtÕt3 BttuLttVuf2eLt ÕtftÍu8çtqLt

૧.(અય રસૂલ !) જયારે આ મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું, અલ્લાહનો રસૂલ છો અને અલ્લાહ જાણે છે કે તુ અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફીકો જૂઠા છે.

 

[34:38.00]

اِتَّخَذُوْۤا اَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿2﴾‏

૨.EíítÏ1tÍq98 yGt3Btt LtnwBt3 òwLLtítLt3 VË1Œ0q y1Lt3 ËçterÕtÕÕttnu, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt

૨.તેઓએ પોતાની સોગંદને ઢાલ બનાવેલ છે જેથી લોકોને અલ્લાહની રાહથી અટકાવે, ઘણું જ ખરાબ કાર્ય અંજામ આપે છે!

 

[34:55.00]

ذٰلِكَ بِاَنَّهُمْ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا فَطُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَفْقَهُوْنَ‏﴿3﴾‏

૩.Ít7Õtuf çtuyLLtnwBt3 ytBtLtq Ë7wBBt fVY Vítt2uçtuy1 y1Õtt ft2uÕtqçturnBt3 VnwBt3 ÕttGtV3f1nqLt

૩.આ એ માટે કે અગાઉ તેઓ ઇમાન લાવ્યા અને પછી નાસ્તિક બની ગયા; આ કારણે તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે, (જેથી) તેઓ (હકીકત) સમજતા નથી.

 

[35:07.00]

وَاِذَا رَاَيْتَهُمْ تُعْجِبُكَ اَجْسَامُهُمْ‌ ؕ وَاِنْ يَّقُوْلُوْا تَسْمَعْ لِقَوْلِهِمْ‌ ؕ كَاَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ   ‌ؕ يَحْسَبُوْنَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ‌ ؕ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ‌ ؕ قَاتَلَهُمُ اللّٰهُ‌ؗ اَنّٰى يُؤْفَكُوْنَ‏﴿4﴾‏

૪.ÔtyuÍt7 hyGt3ítnwBt3 íttuy14suçttuf ys3ËtBttunwBt3, ÔtEkGt3 Gtf1qÕtq ítMBty14 Õtuf1Ôt3ÕturnBt3, fyLLtnwBt3 Ïttu2~ttuçtwBt3 BttuËLLtŒítwLt3, Gtn14ËçtqLt fwÕÕt Ë1Gt3n1rítLt3 y1ÕtGt3rnBt3, ntuBtwÕt3 y1ŒqÔÔttu Vn14Í7h3nwBt3, f1títÕtntuBtwÕÕttntu yLLtt Gttuy3VfqLt

૪.અને જયારે તું તેમને જોઇશ ત્યારે તેઓનુ શરીર અને જાહેરી દેખાવ તને નવાઇ પમાડશે અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ, પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક બુલંદ અવાજને પોતાની વિરૂઘ્ધ સમજે છે અને તેઓ (તારા હકીકી) દુશ્મન છે માટે તેમનાથી સાવચેત રહે! અલ્લાહ તેમનો નાશ કરે; કેવી રીતે તેઓ (હક)થી ફરી જાય છે?!

 

[35:47.00]

وَاِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُوْلُ اللّٰهِ لَوَّوْا رُءُوْسَهُمْ وَرَاَيْتَهُمْ يَصُدُّوْنَ وَهُمْ مُّسْتَكْبِرُوْنَ‏﴿5﴾‏

૫.ÔtyuÍ7tf2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 GtMítø14trVh3 ÕtfwBt3 hËqÕtwÕÕttnu ÕtÔÔtÔt3 htuWËnwBt3 ÔthyGt3ítnwBt3 GtËw1Œq0Lt ÔtnwBt3 BtwMítf3çtuYLt

૫.અને જયારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા માટે ઇસ્તેગફાર કરે તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોવે છો કે તારી વાતથી મોઢુ ફેરવે અને તકબ્બૂર કરે છે.

 

[36:02.00]

سَوَآءٌ عَلَيْهِمْ اَسْتَغْفَرْتَ لَهُمْ اَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْؕ لَنْ يَّغْفِرَ اللّٰهُ لَهُمْ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ‏﴿6﴾‏

૬.ËÔtt9WLt3 y1ÕtGt3rnBt3 yMítø14tVh3ít ÕtnwBt3 yBt3ÕtBt3 ítMítø14trVh3ÕtnwBt3, ÕtkGGtø14tVuhÕÕttntu ÕtnwBt3, ELLtÕÕttn Õtt Gtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËu2f2eLt

૬.તેમના માટે બધુ બરાબર છે ચાહે તું ઇસ્તગફાર કર કે ન કર હરગિઝ અલ્લાહ તેમને માફ નહી કરે; કારણકે અલ્લાહ ફાસિકોની હિદાયત નથી કરતો.

 

[36:21.00]

هُمُ الَّذِيْنَ يَقُوْلُوْنَ لَا تُنْفِقُوْا عَلٰى مَنْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ حَتّٰى يَنْفَضُّوْا‌ؕ وَلِلّٰهِ خَزَآئِنُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلٰكِنَّ الْمُنٰفِقِيْنَ لَا يَفْقَهُوْنَ‏﴿7﴾‏

૭.ntuBtwÕÕtÍ8eLt Gtf1qÕtqLt Õtt ítwLVufq1 y1Õtt BtLt3 E2LŒ hËqrÕtÕÕttnu n1íítt GtLVÍq10, ÔtrÕtÕÕttnu Ï1tÍt9yuLtwMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtÕttrfLLtÕt3 BttuLttVuf2eLt Õtt GtV3f1nqLt

૭.આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે જેઓ અલ્લાહના રસૂલ પાસે છે તેઓ પર ઇન્ફાક (ખર્ચ) ન કરો, જેથી તેઓ વિખરાઇ જાય! (ગફલતમાં છે કે) આસમાનો અને ઝમીનના ખજાનાઓ અલ્લાહના જ છે, પરંતુ મુનાફીકો સમજતા નથી.

 

[36:43.00]

يَقُوْلُوْنَ لَئِنْ رَّجَعْنَاۤ اِلَى الْمَدِيْنَةِ لَيُخْرِجَنَّ الْاَعَزُّ مِنْهَا الْاَذَلَّ‌ؕ وَلِلّٰهِ الْعِزَّةُ وَلِرَسُوْلِهٖ وَلِلْمُؤْمِنِيْنَ وَلٰكِنَّ الْمُنٰفِقِيْنَ لَا يَعْلَمُوْنَ۠ ‏‏﴿8﴾‏

૮.Gtfq1ÕtqLt ÕtEh3 hsy14Ltt9 yuÕtÕt3 BtŒeLtítu ÕtGtwÏ14thusLLtÕt3 yy1Ítu0 rBtLt3nÕt3 yÍ7ÕÕt, ÔtrÕtÕÕttrnÕt3 E2Í0íttu ÔtÕtu hËqÕtune ÔtrÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕttrfLLtÕÕt3 BttuLttVuf2eLt ÕttGty14ÕtBtqLt

૮.તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઇએ તો, આબરૂદાર લોકો (એટલે અમે) ત્યાંના ઝલીલ લોકોને (મુહાજીર મોમીનોને) જરૂર કાઢી મૂકશે; એવી હાલતમાં ખરી ઇજ્જત (અપરાજિત હોવુ) અલ્લાહ, રસૂલ અને મોઅમીનો માટે છે; પરંતુ મુનાફીકો જાણતા નથી.

 

[37:13.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُلْهِكُمْ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ‌ۚ وَمَنْ يَّفْعَلْ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õtt ítwÕt3nufwBt3 yBÔttÕttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3 y1Lt3 rÍ7f3rhÕÕttnu, ÔtBtkGt3 GtV3y1Õt3 Ít7Õtuf VWÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૯.અય ઇમાન લાવનારાઓ! તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના ઝિક્રથી ગાફિલ ન કરે, જે એમ કરશે, બેશક તે નુકસાન ઉઠાવનારાઓમાંથી છે.

 

[37:43.00]

وَاَنْفِقُوْا مِنْ مَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ اَحَدَكُمُ الْمَوْتُ فَيَقُوْلَ رَبِّ لَوْلَاۤ اَخَّرْتَنِىْۤ اِلٰٓى اَجَلٍ قَرِيْبٍۙ فَاَصَّدَّقَ وَاَكُنْ مِّنَ الصّٰلِحِيْنَ‏﴿10﴾‏

૧૦.ÔtyLVuf1q rBtBBtt hÍf14LttfwBt3 rBtLt3 f1çÕtu ykGGty3ítuGt yn1ŒftuBtwÕt3 BtÔt3íttu VGtfq1Õt hççtu ÕtÔt3Õtt9 yÏ1Ï1th3ítLte9 yuÕtt9 ysrÕtLt3 f1herçtLt3 VyMË1Œ0f1 ÔtyfwBt3 BtuLtM1Ë1tÕtun2eLt

૧૦.અને અમોએ તમને જે કાંઇ રોઝી આપેલ છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો એ પહેલાં કે તમારામાંથી કોઇને મોત આવી જાય અને તે કહે કે અય મારા પરવરદિગાર! શા માટે મને થોડા દિવસની મોહલત ન આપી કે જેથી હું ખૈરાત કરૂં તથા નેક બંદાઓમાંનો થઇ જાઉં?!

 

[38:14.00]

وَلَنْ يُّؤَخِّرَ اللّٰهُ نَفْسًا اِذَا جَآءَ اَجَلُهَا‌ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.ÔtÕtkGt3 GttuyÏ1Ït2uhÕÕttntu LtV3ËLt3 yuÍt7ò9y ysÕttunt,ít ÔtÕÕttntu Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૧.અને હરગિઝ જ્યારે કોઇના મોતનો સમય આવી જાય ત્યારે અલ્લાહ તેને પાછળ ધકેલતો નથી અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.

 

[38:33.00]

 

 

 

સુરા-૬૪/ التغابن / અત તગાબુન

[38:34.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[38:37.00]

يُسَبِّحُ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ۚ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ‌ؗ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿1﴾‏

૧.GttuËççtuntu2 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3yh3Íu2, ÕtnwÕt3 BtwÕftu ÔtÕtnwÕt3 n1BŒtu ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧.જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, હુકૂમત તેની જ છે, અને વખાણ તેના જ માટે છે, અને એ જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

 

[38:53.00]

هُوَ الَّذِىْ خَلَقَكُمْ فَمِنْكُمْ كَافِرٌ وَّمِنْكُمْ مُّؤْمِنٌ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 VrBtLfwBt3 ftVuYkÔt3 ÔtrBtLfwBt3 Bttuy3BtuLtwLt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૨.તે એ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી અમુક નાસ્તિક છે અને અમુક મોઅમીન છે; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ જોવે છે.

 

[39:05.00]

خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ‌ فَاَحْسَنَ صُوَرَكُمْۚ‌ وَاِلَيْهِ الْمَصِيْرُ‏﴿3﴾‏

૩.Ï1tÕtf1Ë3ËBttÔttítu ÔtÕt3yh3Í2 rçtÕt3 n1f14fu2 ÔtË1ÔÔthfwBt3 Vyn14ËLt Ëtu2ÔthfwBt3 ÔtyuÕtGt3rnÕt3 BtË2eh

૩.તેણે આસમાનો અને ઝમીનને હક સાથે પૈદા કર્યા અને તમને આકાર આપ્યો, બહેતરીન આકાર; અને અંજામ તેની જ તરફ છે.

 

[39:29.00]

يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّوْنَ وَمَا تُعْلِنُوْنَ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿4﴾‏

૪.Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtGty14ÕtBttu BttítturËY0Lt ÔtBtt íttuy14ÕtuLtqLt, ÔtÕÕttntu y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh

૪.તે જે કાંઇ ઝમીન અને આસમાનોમાં છે તેને જાણે છે તથા જે કાંઇ તમે જાહેર કરો છો અથવા જે કાંઇ તમે છુપાવો છો તેને જાણે છે અને જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.

 

[40:13.00]

اَلَمْ يَاْتِكُمْ نَبَؤُا الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَبْلُؗ فَذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‏﴿5﴾‏

૫.yÕtBt3 Gty3ítufwBt3 LtçtWÕÕtÍ8eLt fVY rBtLt3 f1çÕttu VÍt7fq1 ÔtçttÕt yBt3hurnBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૫.શું તમારી પાસે આની પહેલા નાસ્તિક થયેલા લોકોની ખબર નથી આવી?! (હા) તેઓએ પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખ્યો અને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

 

[40:25.00]

ذٰلِكَ بِاَنَّهٗ كَانَتْ تَّاْتِيْهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَقَالُوْۤا اَبَشَرٌ يَّهْدُوْنَنَاؗ فَكَفَرُوْا وَتَوَلَّوْا‌ وَّاسْتَغْنَى اللّٰهُ‌ ؕ وَاللّٰهُ غَنِىٌّ حَمِيْدٌ‏﴿6﴾‏

૬.Ít7Õtuf çtuyLLtnq ftLtít3 íty3íternBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu Vf1tÕt9q yçt~tÁkGt3 Gtn3ŒqLtLtt VfVY ÔtítÔtÕÕtÔt3 ÔtMítø14tLtÕÕttntu, ÔtÕÕttntu ø1trLtGGtwLt3 n1BteŒ

૬.આ એ માટે કે તેમના રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઇને આવતા હતા (પરંતુ) તેઓએ (તકબ્બૂર કરીને) કહ્યું કે શું એક ઇન્સાન અમારી હિદાયત કરવા ચાહે છે? આ કારણે તેઓ નાસ્તિક થયા અને મોઢુ ફેરવી લીધુ; અને અલ્લાહને તેમના ઇમાનની જરૂરત ન હતી, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે!

 

[40:48.00]

زَعَمَ الَّذِيْنَ كَفَرُوْۤا اَنْ لَّنْ يُّبْعَثُوْا‌ ؕ قُلْ بَلٰى وَرَبِّىْ لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ‌ؕ وَذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌ‏﴿7﴾‏

૭.Íy1BtÕÕtÍ8eLt fVY9 yÕÕtkGt3 Gtqçt3y1Ë7q, f1wÕt3 çtÕtt Ôthççte Õtítwçt3y1Ëw7LLt Ë7wBBt ÕtíttuLtççtuWLLt çtuBtt y1rBtÕt3ítwBt3, ÔtÍt7Õtuf y1ÕtÕÕttnu GtËeh

૭.તે નાસ્તિકો એમ ગુમાન કર્યુ કે હરગિઝ તેમને ઉઠાડવામાં નહિં આવે. કહે કે હા, મારા પરવરદિગારની કસમ જરૂર તમને ઉઠાડવામાં આવશે અને પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવવામાં આવશે અને આ (કાર્ય) અલ્લાહ માટે સહેલુ છે!

 

[41:07.00]

فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالنُّوْرِ الَّذِىْۤ اَنْزَلْنَا‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ‏﴿8﴾‏

૮.VytBtuLtq rçtÕÕttnu ÔthËqÕtune ÔtLLtqrhÕÕtÍe98 yLÍÕLtt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૮.માટે અલ્લાહ, તેના રસૂલ અને તે નૂર પર ઇમાન લાવો કે જે અમોએ નાઝિલ કર્યુ છે, અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે માહિતગાર છે.

 

[41:20.00]

يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ‌ ذٰلِكَ يَوْمُ التَّغَابُنِ‌ ؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ وَيَعْمَلْ صَالِحًا يُّكَفِّرْ عَنْهُ سَيِّاٰتِهٖ وَيُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ‏﴿9﴾‏

૯.GtÔt3Bt Gts3Btytu2fwBt3 ÕtuGtÔt3rBtÕt3 sBt3yu2 Ít7Õtuf GtÔt3Btwít3ítøt1tçttuLtu, ÔtBtkGt3 Gttuy3rBtBt3 rçtÕÕttnu ÔtGty14BtÕt3 Ë1tÕtun1kGt3 GttufV3rVh3 y1Lntu ËGGtuytítune ÔtGtwŒ3rÏt1Õntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૯.આ તે દિવસે થશે કે તમને બધાને જમા/ભેગા કરવાના દિવસે ભેગા કરશે તે (નુકસાન માટે) અફસોસનો દિવસ છે! અને જે અલ્લાહ પર ઇમાન લાવે અને સારા કાર્યો કરે, અલ્લાહ તેની બૂરાઇઓને ઢાંકી દેશે, અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો જારી છે, અને તેમાં તેઓ હંમેશા રહેશે અને એજ મોટી કામ્યાબી છે!

 

[42:02.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ وَبِئْسَ الْمَصِيْرُ۠ ‏‏﴿10﴾‏

૧૦.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ02çtq çtuytGttítuLtt9 ytuÕtt9yuf yM1n1tçtwLLtthu Ït1tÕtuŒeLt Vent, Ôtçtuy3ËÕt3 BtË2eh

૧૦.અને જે લોકો નાસ્તિક થયા અને અમારી આયતોને જૂઠલાવી, તેઓ જહન્નમીઓ છે. તેઓ તેમાં હંમેશા રહેશે, અને તે કેવુ ખરાબ પરિણામ છે!

 

[42:16.00]

مَاۤ اَصَابَ مِنْ مُّصِيْبَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ يَهْدِ قَلْبَهٗ‌ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿11﴾‏

૧૧.Btt9yËt1çt rBtBt3 BttuË2eçtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, ÔtBtkGt3Gttuy3rBtBt3 rçtÕÕttnu Gtn3Œu f1Õçtnq, ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૧.કોઇ પણ મુસીબત આવતી નથી સિવાય કે અલ્લાહની ઇજાઝતથી, અને જે અલ્લાહ પર ઇમાન લાવે છે અલ્લાહ તેના દિલની હિદાયત કરે છે, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે!

  ૩/૪ સિપારો પુરું

[42:29.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ‌ۚ فَاِنْ تَوَلَّيْتُمْ فَاِنَّمَا عَلٰى رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِيْنُ‏﴿12﴾‏

૧૨.Ôtyít2eW2ÕÕttn Ôtyít2eW2h0ËqÕt, VELt3 ítÔtÕÕtGt3ítwBt3 VELLtBtt y1Õtt hËqÕtuLtÕt3 çtÕttø1twÕt3 BttuçteLt

૧૨.અને તમે અલ્લાહની ઇતાઅત કરો અને રસૂલની ઇતાઅત કરો પછી જો તમે મોઢુ ફેરવશો તો અમારા રસૂલની જવાબદારી ફકત પયગામને વાઝેહ રીતે પહોંચાડવાની છે.

 

[42:41.00]

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿13﴾‏

૧૩.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, Ôty1ÕtÕÕttnu VÕt3GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૩.અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી; અને મોઅમીનોને જોઇએ કે ફકત અલ્લાહ ઉપર આધાર રાખે.

 

[42:50.00]

‌يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ مِنْ اَزْوَاجِكُمْ وَاَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوْهُمْ‌ۚ وَاِنْ تَعْفُوْا وَتَصْفَحُوْا وَتَغْفِرُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿14﴾‏

૧૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELLt rBtLt3 yÍ3ÔttsufwBt3 Ôt yÔt3ÕttŒufwBt3 y1ŒwÔt3ÔtÕÕtfwBt3 Vn14Í7YnwBt3, ÔtELt3 íty14Vq ÔtítM1Vnq Ôtítø1VuY VELLtÕÕttn øtVqÁh0n2eBt

૧૪.અય ઇમાનવાળાઓ ! તમારી ઔરતો અને ઔલાદમાંથી અમુક તમારા દુશ્મન છે, તેમનાથી સાવચેત રહો, અને જો તમે દરગુજર કરો ચશ્મપોશી કરો અને માફ કરો (તો અલ્લાહ તમને માફ કરશે) કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[43:09.00]

اِنَّمَاۤ اَمْوَالُكُمْ وَاَوْلَادُكُمْ فِتْنَةٌ ‌ؕ وَاللّٰهُ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ‏﴿15﴾‏

૧૫.ELLtBtt9 yBÔttÕttuf3wBt ÔtyÔt3ÕttŒtufwBt3 rVít3LtítwLt3, ÔtÕÕttntu E2LŒnq9 ys3ÁLt3 y1Í6eBt

૧૫.તમારો માલ અને ઔલાદ ફકત તમારી આજમાઇશનો વસીલો/માઘ્યમ છે, અને અલ્લાહ પાસે મહાન બદલો છે.

 

[43:19.00]

فَاتَّقُوا اللّٰهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوْا وَاَطِيْعُوْا وَاَنْفِقُوْا خَيْرًا لِّاَنْفُسِكُمْ‌ؕ وَمَنْ يُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿16﴾‏

૧૬.Víítfq1ÕÕttn BtMítít1y14ítwBt3 ÔtMBtW2 Ôtyít2eW2 ÔtyLt3Vuf1q Ï1tGt3hÕt3 ÕtuyLVtuËufwBt3, ÔtBtkGGtqf1 ~ttun02 LtV3Ëune VWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૧૬.માટે તમારાથી જ્યાં સુધી શકય હોય અલ્લાહ (ની નાફરમાની)થી પરહેઝ કરો અને તેની વાતને સાંભળો અને તેની ઇતાઅત કરો અને (તેની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, કે તે તમારા માટે બહેતર છે. જેને પોતાની જાતને કંજૂસીથી બચાવી તેઓ કામ્યાબ છે.

 

[43:36.00]

اِنْ تُقْرِضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا يُّضٰعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَاللّٰهُ شَكُوْرٌ حَلِيْمٌۙ‏﴿17﴾‏

૧૭.ELt3 ít1qf14huÍ1wÕÕttn f1h3Í1Lt3 n1ËLtkGt3 GttuÍ1tE2V3ntu ÕtfwBt3 ÔtGtÂø2Vh3ÕtfwBt3, ÔtÕÕttntu ~tfqÁLt3 n1ÕteBt

૧૭.અગર તમે અલ્લાહને "કર્ઝે હસના" આપશો તો તેને તમારા માટે બમણો / અનેક ગણો કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ કદરદાન અને સહનશીલ છે.

 

[43:49.00]

عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ‏‏﴿18﴾‏

૧૮.y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~~tntŒrítÕt3 y1Í6eÍwÕt3 n1feBt

૧૮.તે હાજર અને ગાયબનો જાણકાર, જબરદસ્ત અને હિકમતવાળો છે!

 

[43:56.00]

 

 

 

સુરા-૬૫/الطلاق / અત તલાક

[43:57.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[43:59.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَطَلِّقُوْهُنَّ لِعِدَّتِهِنَّ وَاَحْصُوا الْعِدَّةَ ‌ ۚ وَاتَّقُوا اللّٰهَ رَبَّكُمْ‌ ۚ لَا تُخْرِجُوْهُنَّ مِنْۢ بُيُوْتِهِنَّ وَلَا يَخْرُجْنَ اِلَّاۤ اَنْ يَّاْتِيْنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ‌ ؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ‌ ؕ وَمَنْ يَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ‌ ؕ لَا تَدْرِىْ لَعَلَّ اللّٰهَ يُحْدِثُ بَعْدَ ذٰلِكَ اَمْرًا‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunLt3 LtrçtGGttu yuÍt7 ít1ÕÕtf14íttuBtwLt3 LtuËt9y Vít1ÕÕtufq1 nwLLt ÕtuE2Œ0íturnLLt Ôtyn14Ëq1Õt3 E2Œ0n, Ôtíítf1qÕÕttn hççtfwBt3, ÕttítwÏ14thuòq nwLLt rBtBt3 çttuGtqíturnLLt ÔtÕtt GtÏ14tÁs3Lt EÕÕtt9 ykGt3 Gty3íteLt çtuVtn2u~trítBt3 BttuçtGt3GtuLtrítLt3, ÔtrítÕf nt2uŒqŒwÕÕttnu, ÔtBtkGGtíty1Œ0 ntu2ŒqŒÕÕttnu Vf1Œ3 Í5ÕtBt LtV3Ënq, ÕttítŒ3he Õty1ÕÕtÕÕttn Gttun14ŒuËtu çty14Œ Ít7Õtuf yBt3ht

૧.અય પયગંબર ! જયારે તમે લોકો ઔરતોને તલાક આપો ત્યારે તેમને ઇદ્દતના હિસાબે તલાક આપો, અને ઇદ્દતની ગણત્રી રાખો, અને અલ્લાહ કે જે તમારો રબ છે તેનાથી ડરતા રહો, અને ન તેણીઓને ઘરોમાંથી કાઢી મૂકો, અને ન તેણીઓ પોતે નીકળી જાય, સિવાય કે કોઇ ખુલ્લો ગુનાહ કરે, અને આ અલ્લાહની હદો છે; અને જે કોઇ અલ્લાહની હદોથી આગળ વધે તો તેણે પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો છે, તમને ખબર નથી કે કદાચને અલ્લાહ તેના પછી કોઇ (મેળાપની) નવી હાલત પેદા કરી દે !

 

[44:44.00]

فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ فَارِقُوْهُنَّ بِمَعْرُوْفٍ وَّاَشْهِدُوْا ذَوَىْ عَدْلٍ مِّنْكُمْ وَاَقِيْمُوا الشَّهَادَةَ لِلّٰهِ‌ ؕ ذٰ لِكُمْ يُوْعَظُ بِهٖ مَنْ كَانَ يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ‌۬ ۙ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يَجْعَلْ لَّهٗ مَخْرَجًا ۙ‏﴿2﴾‏

૨.VyuÍt7 çtÕtø1Lt ysÕtnwLLt VyBt3Ëufq nwLLt çtuBty14YrVLt3 yÔt3 Vthufq1 nwLLt çtuBty14Y®VÔt3 Ôty~t3nuŒq Í7ÔtGt3 y1Œ3rÕtBt3 rBtLfwBt3 Ôtyf2eBtq~~tntŒít rÕtÕÕttnu, Ít7ÕtufwBt3 Gtqy1Ítu6çtune BtLt3ftLt Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu, ÔtBtkGGtíítrf2ÕÕttn Gts3y1ÕÕtnq BtÏ14thò

૨.પછી જયારે તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે ત્યારે તેણીઓને ભલાઇની સાથે રોકો, અથવા ભલાઇની સાથે રવાના કરો; અને તલાક માટે તમારામાંથી બે આદીલને ગવાહ બનાવો અને ફકત અલ્લાહ માટે ગવાહી કાયમ કરો, આ નસીહત તેઓ માટે કરવામાં આવે છે કે જે અલ્લાહ અને કયામત પર ઇમાન રાખે છે, અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે અલ્લાહ તેના માટે નજાતનો રસ્તો બનાવી દે છે :

 

[45:17.00]

وَّيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ‌ ؕ وَمَنْ يَّتَوَكَّلْ عَلَى اللّٰهِ فَهُوَ حَسْبُهٗ ؕ اِنَّ اللّٰهَ بَالِغُ اَمْرِهٖ‌ ؕ قَدْ جَعَلَ اللّٰهُ لِكُلِّ شَىْءٍ قَدْرًا‏﴿3﴾‏

૩.ÔtGth3Í7wf14ntu rBtLt3 n1Gt3Ëtu8 ÕttGtn14ítËuçttu, ÔtBtkGt3 GtítÔtf3fÕt y1ÕtÕÕttnu VntuÔt n1Mçttunq, ELLtÕÕttn çttÕtuøttu2 yBt3hune, f1Œ3 sy1ÕtÕÕttntu ÕtufwÕÕtu ~tGt3ELt3 f1Œ3ht

૩.અને તેને એવી જગ્યાએથી રોઝી આપશે જેનું તેને ગુમાન નહીં હોય; અને જે કોઇ અલ્લાહ પર આધાર રાખે તો અલ્લાહ તેના માટે પૂરતો છે; બેશક અલ્લાહ પોતાના ફરમાનને અંજામ સુધી પહોંચાડે છે, બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક મિકદાર મુકર્રર કરી છે.

 

[45:35.00]

وَالّٰٓىٴِْ يَئِسْنَ مِنَ الْمَحِيْضِ مِنْ نِّسَآئِكُمْ اِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلٰثَةُ اَشْهُرٍ وَّالّٰٓىٴِْ لَمْ يَحِضْنَ‌ ؕ وَاُولَاتُ الْاَحْمَالِ اَجَلُهُنَّ اَنْ يَّضَعْنَ حَمْلَهُنَّ ‌ؕ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يَجْعَلْ لَّهٗ مِنْ اَمْرِهٖ یُسْرًا‏﴿4﴾‏

૪.ÔtÕÕtt9E GtEMLt BtuLtÕt3 Btn2eÍ2u rBtLLtuËt9yufwBt3 yurLth3ítçtítwBt3 VE2Œ0íttuuu nwLLt Ë7ÕttË7íttu y~t3ntu®hÔt3 ÔtÕÕtt9E ÕtBt3 Gtrn1Í14Lt, ÔtytuÕtt9ítwÕt3 yn14BttÕtu ysÕttunwLLt ykGGtÍ1y14Lt n1Bt3ÕtnwLLt, ÔtBtkGGtíítrf2ÕÕttn Gts3y1ÕÕtnq rBtLt3 yBt3hune GtwË3ht

૪.અને તમારી ઔરતોમાંથી જેણીઓ માસિક આવવાથી નિરાશ થઇ ગઇ છે. અગર તેણીઓ વિશે તમને શંકા હોય તો તેણીઓની ઇદ્દતની મુદ્દત ત્રણ માસ છે, અને એ જ પ્રમાણે જેમને માસિક નથી આવતું તે ઔરતો માટે એ જ હુકમ છે; અને હામેલા ઔરતોની ઇદ્દતની મુદ્દત બચ્ચાને જન્મ આપવા સુધીની છે; અને જે કોઇ અલ્લાહ(ની નાફરમાની)થી પરહેઝ કરે છે તો અલ્લાહ તેના કામો તેના માટે આસાન બનાવે છે.

 

[46:07.00]

ذٰلِكَ اَمْرُ اللّٰهِ اَنْزَلَهٗۤ اِلَيْكُمْ‌ ؕ وَمَنْ يَّتَّقِ اللّٰهَ يُكَفِّرْ عَنْهُ سَيِّاٰتِهٖ وَيُعْظِمْ لَهٗۤ اَجْرًا‏﴿5﴾‏

૫.Ít7Õtuf yBt3ÁÕÕttnu yLt3ÍÕtnq9 yuÕtGt3fwBt3, Ôt BtkGGtíítef1ÕÕttn GttufV3rVh3 y1Lt3ntu ËGGtuytítune ÔtGttuy14rÍ5Bt3Õtnq9 ysht

૫.આ અલ્લાહનો હુકમ છે, જે તેણે તમારા ઉપર નાઝિલ કર્યો છે; અને જે કોઇ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરશે તો અલ્લાહ તેની બૂરાઇઓને માફ કરી દેશે તેના બદલાને વધારી દેશે.

 

[46:20.00]

اَسْكِنُوْهُنَّ مِنْ حَيْثُ سَكَنْتُمْ مِّنْ وُّجْدِكُمْ وَلَا تُضَآرُّوْهُنَّ لِتُضَيِّقُوْا عَلَيْهِنَّ‌ ؕ وَاِنْ كُنَّ اُولَاتِ حَمْلٍ فَاَنْفِقُوا عَلَيْهِنَّ حَتّٰى يَضَعْنَ حَمْلَهُنَّ‌‌ ۚ فَاِنْ اَرْضَعْنَ لَكُمْ فَاٰ تُوْهُنَّ اُجُوْرَهُنَّ‌ ۚ وَاْتَمِرُوْا بَيْنَكُمْ بِمَعْرُوْفٍ‌ۚ وَاِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهٗۤ اُخْرٰى ؕ‏﴿6﴾‏

૬.yMfuLtqnwLLt rBtLt3 n1Gt3Ët8u ËfLítwBt3 ®BtÔt3Ôtws3ŒufwBt3 ÔtÕtt íttuÍt92Y0nwLLt ÕtuíttuÍ1GGtuf1q y1ÕtGt3rnLLt, ÔtELt3 fwLLt ytuÕttítu n1ÂBÕtLt3 VyLVufq1 yÕtGtrnLLt n1íítt9 GtÍ1y14Lt n1BÕtnwLLt, VELt3 yh3Í1y14Lt ÕtfwBt3 Vytítq nwLLt ytuòqhnwLLt, Ôty3ítBtuY çtGt3LtfwBt3 çtuBty14YrVLt3, ÔtELt3 íty1tËh3ítwBt3 VËítwh3Íu2yt2u Õtnq9 WÏ1ht

૬.અને તેણીઓને (તલાક આપેલી ઔરતોને) તમારી શક્તિ પ્રમાણે જ્યાં તમે રહો છો ત્યાં જ તમારી સાથે રાખો, અને તેણીને ઇજા ન પહોંચાડો કે તેણી (મુસીબતમાં) ઘેરાઇ જાય, અને જો તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તે બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તેણીઓને ખર્ચ આપો, પછી જો તેણી તમારા માટે (બાળકને) દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપો, અને આપસમાં ભલાઇ થકી નક્કી કરો, અને અગર તમારા બંને વચ્ચે કોઇ મુશ્કેલી ઊભી થાય, તો બીજી ઔરત પાસે દૂધ પીવડાવો.

 

[47:08.00]

لِيُنْفِقْ ذُوْ سَعَةٍ مِّنْ سَعَتِهٖ‌ؕ وَمَنْ قُدِرَ عَلَيْهِ رِزْقُهٗ فَلْيُنْفِقْ مِمَّاۤ اٰتٰٮهُ اللّٰهُ‌ؕ لَا يُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا مَاۤ اٰتٰٮهَا‌ؕ سَيَجْعَلُ اللّٰهُ بَعْدَ عُسْرٍ يُّسْرًا۠ ‏‏﴿7﴾‏

૭.ÕtuGtwLt3rVf14 Í7q Ëy1rítBt3 rBtLt3 Ëy1ítune, ÔtBtLt3 ft2uŒuh y1ÕtGt3nu rhÍ3ft2unq VÕt3 GtwLt3rVf14 rBtBBtt9 ytíttnwÕÕttntu, ÕttGttufÕÕtuVwÕÕttntu LtV3ËLt3 EÕÕtt Btt9ytíttnt, ËGts3yÕtwÕÕttntu çty14Œ W2Ë3®hGt3 GtwË3ht

૭.વિશાળ સગવડતાવાળો વ્યકિત પોતાની વિશાળતા પ્રમાણે ઇન્ફાક (ખર્ચ) કરે, અને જેની રોઝી તંગ છે, તેને જોઇએ કે અલ્લાહે જે કાંઇ તેને આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે, અને અલ્લાહ કોઇને પણ તેના ગજા ઉપરાંતની જવાબદારી આપતો નથી, જલ્દી જ અલ્લાહ તંગી પછી આસાની અતા કરે છે!

 

[47:32.00]

وَكَاَيِّنْ مِّنْ قَرْيَةٍ عَتَتْ عَنْ اَمْرِ رَبِّهَا وَرُسُلِهٖ فَحَاسَبْنٰهَا حِسَابًا شَدِيْدًاۙ وَّعَذَّبْنٰهَا عَذَابًا نُّكْرًا‏﴿8﴾‏

૮.ÔtfyÂGGtLt3 rBtLt3 f1h3GtrítLt3 y1ítít3 y1Lt3 yBhu hççtunt ÔthtuËtuÕtune Vn1tËçLttnt nu2ËtçtLt3 ~tŒeŒkÔt3 Ôty1Í70çLttnt y1Ít7çtLt3 Ltwf3ht

૮.અને ઘણીય વસ્તીઓએ પરવરદિગાર અને તેના રસૂલની નાફરમાની કરી અને અમોએ તેમનાથી સખ્ત હિસાબ લીધો, અને તેમને અતિ ખરાબ અઝાબમાં જકડી લીધા.

 

[47:49.00]

فَذَاقَتْ وَبَالَ اَمْرِهَا وَكَانَ عَاقِبَةُ اَمْرِهَا خُسْرًا‏﴿9﴾‏

૯.VÍt7f1ít3 ÔtçttÕt yBhunt ÔtftLt y1tfu2çtíttu yBhunt Ï1twMht

૯.તેમણે પોતાના કરેલા કાર્યોની સજાનો સ્વાદ ચાખ્યો, અને તેમના મામલાનું પરિણામ નુકસાન હતું.

 

[47:56.00]

اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِيْدًا‌ ۙ فَاتَّقُوا اللّٰهَ يٰۤاُولِى الْاَ لْبَابِ ۖۚ۬ ۛ الَّذِيْنَ اٰمَنُوْا ۛؕ قَدْ اَنْزَلَ اللّٰهُ اِلَيْكُمْ ذِكْرًا ۙ‏﴿10﴾‏

૧૦.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3 Ví1ít1fq1ÕÕttn Gtt9 yturÕtÕt3 yÕçttrçtÕÕtÍ8eLt ytBtLtq, f1Œ3 yLÍÕtÕÕttntu yuÕtGt3fwBt3 rÍ7f3h

૧૦.અલ્લાહે તેમના માટે સખ્ત અઝાબ તૈયાર કરેલ છે, માટે અય ઇમાન લાવેલા અક્કલમંદો! અલ્લાહની નાફરમાનીથી બચો (કારણકે) તેણે તમારા તરફ નસીહતો નાઝિલ કરેલ છે:

 

[48:11.00]

رَّسُوْلًا يَّتْلُوْا عَلَيْكُمْ اٰيٰتِ اللّٰهِ مُبَيِّنٰتٍ لِّيُخْرِجَ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ‌ؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ وَيَعْمَلْ صَالِحًا يُّدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ؕ قَدْ اَحْسَنَ اللّٰهُ لَهٗ رِزْقًا‏﴿11﴾‏

૧૧.h0ËqÕtkGt3 GtíÕtq y1ÕtGt3fwBt3 ytGttrítÕÕttnu BttuçtGGtuLttrítÕt3 ÕtuGtwÏ14thusÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu BtuLtÍ54ÍtuÕttuBttítu yuÕtLLtqhu, Ôt BtkGGttuy3rBtBt3 rçtÕÕttnu Ôt Gty14BtÕt3 Ë1tÕtun1kGt3 GtwŒ3rÏt1Õt3ntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3,ít f1Œ3 yn1ËLtÕÕttntu Õtnq rhÍ3f1t

૧૧.રસૂલ જે તમારી તરફ મોકલેલ છે કે અલ્લાહની રોશન આયતોની તમારા ઉપર તિલાવત કરે છે, જેથી જેઓ ઇમાન લાવેલ, તથા નેક આમાલ કરેલ છે, અંધકારમાંથી નૂર તરફ બહાર લાવે! અને જે કોઇ અલ્લાહ ઉપર ઇમાન લાવે તથા નેક આમાલ કરે છે તેને જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે, તેઓ તેમાં હંમેશા રહેશે ખરેખર અલ્લાહે તેમને નેક રોઝી આપેલ છે!

 

[48:48.00]

اَللّٰهُ الَّذِىْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ وَّمِنَ الْاَرْضِ مِثْلَهُنَّ ؕ يَتَنَزَّلُ الْاَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۬  ۙ وَّاَنَّ اللّٰهَ قَدْ اَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًا۠ ‏‏﴿12﴾‏

૧૨.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1 Ëçy1 ËBttÔtt®ítÔt3 ÔtBtuLtÕt3 yÍu2o rBtË74ÕtnwLLt, GtítLtÍ0ÕtwÕt3 yBt3htu çtGt3LtnwLLt Õtuíty14ÕtBtq9 yLLtÕÕttn y1Õtt f1wÕÕtu ~tGt3ELt3 f1ŒeÁkÔt3 Ôt yLLtÕÕttn f1Œ3 yn1tít1 çtufwÕÕtu ~tGt3ELt3 E2ÕBtt

૧૨.અલ્લાહ એ જ છે જેણે સાત આસમાનો પેદા કર્યા અને ઝમીનોમાં પણ એવી જ ઝમીનો (બનાવી), તેના હુકમો તેની વચ્ચે નાઝિલ થતા રહે છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અને તેના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી રાખી છે.

 

[49:24.00]

 

 

 

સુરા-૬૬/ التحريم / અત તહરીમ

[49:25.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[49:27.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ لِمَ تُحَرِّمُ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكَ‌ۚ تَبْتَغِىْ مَرْضَاتَ اَزْوَاجِكَ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunLLtrçtGGttu ÕtuBt íttun1h3huBttu Btt9 yn1ÕÕtÕÕttntu Õtf, ítçítøt2e Bth3Í1tít yÍ3Ôttsuf, ÔtÕÕttntu øtVqÁh3 hn2eBt

૧.અય નબી ! શા માટે અલ્લાહે તારા માટે જે કાંઇ હલાલ કર્યુ છે તેને તારી ઔરતોની ખુશી હાંસિલ કરવા માટે હરામ કરો છો? અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[49:41.00]

قَدْ فَرَضَ اللّٰهُ لَكُمْ تَحِلَّةَ اَيْمَانِكُمْ‌ؕ وَاللّٰهُ مَوْلٰٮكُمْ‌ۚ وَهُوَ الْعَلِيْمُ الْحَكِيْمُ‏﴿2﴾‏

૨.f1Œ3 VhÍ1ÕÕttntu ÕtfwBt3 ítrn1ÕÕtít yGt3BttLtufwBt3, ÔtÕÕttntu BtÔt3ÕttfwBt3, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 n1feBt

૨.અલ્લાહે તમારી કસમોમાંથી છુટ્ટા થવાનો રસ્તો (કફફારો) નક્કી કર્યો છે અને અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે જાણનાર અને હિકમતવાળો છે.

 

[49:56.00]

وَاِذْ اَسَرَّ النَّبِىُّ اِلٰى بَعْضِ اَزْوَاجِهٖ حَدِيْثًا‌ۚ فَلَمَّا نَبَّاَتْ بِهٖ وَاَظْهَرَهُ اللّٰهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهٗ وَاَعْرَضَ عَنْۢ بَعْضٍ‌ۚ فَلَمَّا نَبَّاَهَا بِهٖ قَالَتْ مَنْ اَنْۢبَاَكَ هٰذَا‌ؕ قَالَ نَبَّاَنِىَ الْعَلِيْمُ الْخَبِیْرُ‏﴿3﴾‏

૩.ÔtEÍ74 yËh0Lt3 LtrçtGGttu yuÕtt çty14Í2u yÍ3Ôttsune n1ŒeË7Lt3, VÕtBtt0 Ltçt0yít3 çtune Ôt yÍ54nhnwÕÕttntu y1ÕtGt3nu y1h0V çty14Í1nq Ôtyy14hÍ1 y1Bt3 çty14rÍ1Lt3, VÕtBBtt Ltççtynt çtune f1tÕtít3 BtLt3 yBt3çtyf ntÍt7, f1tÕt Ltççt yLtuGtÕt3 y1ÕteBtwÕt3 Ï1tçteh

૩.અને જયારે નબીએ પોતાની ઔરતોમાંથી એકને રાઝની વાત કરી અને તેણીએ તે રાઝની વાત જાહેર કરી દીધી, અને અલ્લાહે નબીને તે વાત જણાવી, ત્યારે નબીએ અમુક વાત તેણીને જણાવી અને અમુકને અણદેખી કરી જ્યારે (નબીએ) તેણીને આ વાતની જાણ કરી ત્યારે તેણીએ કહ્યુ તમને કોણે આ વાતની જાણ કરી? નબીએ કહ્યું કે મને ખુદાએ અલીમ અને ખબીરે જાણ કરી!

 

[50:23.00]

اِنْ تَتُوْبَاۤ اِلَى اللّٰهِ فَقَدْ صَغَتْ قُلُوْبُكُمَا‌ۚ وَاِنْ تَظٰهَرَا عَلَيْهِ فَاِنَّ اللّٰهَ هُوَ مَوْلٰٮهُ وَجِبْرِيْلُ وَصَالِحُ الْمُؤْمِنِيْنَ‌ۚ وَالْمَلٰٓئِكَةُ بَعْدَ ذٰلِكَ ظَهِيْرٌ‏﴿4﴾‏

૪.ELt3 ítítqçtt9 yuÕtÕÕttnu Vf1Œ3 Ë1ø1tít3 ftu2ÕtqçttuftuBtt, ÔtELt3 ítÍ5tnht y1ÕtGt3nu VELLtÕÕttn ntuÔt BtÔt3Õttntu ÔtSçtúeÕttu Ôt Ë1tÕtunw1Õt3 Bttuy3BtuLteLt, ÔtÕt3 BtÕtt9yufíttu çty14Œ Ít7Õtuf Í5neh

૪.જો તમે બંને અલ્લાહ પાસે તૌબા કરો (તો તમારા માટે સારૂ છે) કારણ કે તમો બંનેના દિલમાં અવળાઇ પૈદા થઇ ગઇ છે, અને જો તમે બંને તેની વિરૂઘ્ધ એકબીજાની મદદ કરશો (તો કાંઇ નહિ બગાડી શકો) કારણકે અલ્લાહ તેનો સરપરસ્ત છે તથા જિબ્રઇલ તથા નેક મોઅમીન અને બધા ફરિશ્તાઓ તેના મદદગાર છે.

 

[50:54.00]

عَسٰى رَبُّهٗۤ اِنْ طَلَّقَكُنَّ اَنْ يُّبْدِلَهٗۤ اَزْوَاجًا خَيْرًا مِّنْكُنَّ مُسْلِمٰتٍ مُّؤْمِنٰتٍ قٰنِتٰتٍ تٰٓئِبٰتٍ عٰبِدٰتٍ سٰٓئِحٰتٍ ثَيِّبٰتٍ وَّاَبْكَارًا‏﴿5﴾‏

૫.y1Ët hççttunq9 ELt3 ít1ÕÕtf1fwLLt ykGGtwçŒuÕtn9q yÍ3ÔttsLt3 Ï1tGt3hBt3 rBtLt3fwLt0 BtwMÕtuBttrítBt3 Bttuy3BtuLttrítLt3 f1tLtuíttrítLt3 ítt9yuçttrítLt3 y1tçtuŒtrítLt3 Ët9yun1trítLt3 Ë7GGtuçtt®ítÔt3 Ôtyçtftht

૫.તે અગર તમને તલાક પણ આપે તો ઉમ્મીદ છે કે તેનો પરવરદિગાર તમારા બદલામાં તેને તમારા કરતા સારી ઔરતો -કે જેણીઓ ઇતાઅત ગુઝાર, મોઅમેના, તાબેદાર, તૌબા કરનારી, ઇબાદત કરનારી, નમ્રતા રાખવાવાળી અને કુંવારીઓ તેમજ અગાઉ શાદી થયેલ હોય- આપે.

 

[51:25.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا قُوْۤا اَنْفُسَكُمْ وَاَهْلِيْكُمْ نَارًا وَّقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلٰٓئِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُوْنَ اللّٰهَ مَاۤ اَمَرَهُمْ وَيَفْعَلُوْنَ مَا يُؤْمَرُوْنَ‏﴿6﴾‏

૬.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq fq92 yLVtuËfwBt3 Ôtyn3ÕtefwBt3 LtthkÔt3 Ôtf1q ŒtunLLttËtu ÔtÕt3 nu2òhíttu y1ÕtGt3nt BtÕtt9yufítwLt3 øtu2ÕttÍ5wLt ~tuŒtŒwÕt3 Õtt Gty14Ë1qLtÕÕttn Btt9yBthnwBt3 ÔtGtV3y1ÕtqLt BttGttuy3BtYLt

૬.અય ઇમાન લાવનારાઓ ! તમારા નફસને અને તમારા ખાનદાનને તે આગથી બચાવો કે જેનું બળતણ ઇન્સાન તથા પત્થર છે, તેના ઉપર શદીદ અને સખ્ત ફરિશ્તાઓ નિયુક્ત કરેલા છે અને તેઓ હરગિઝ અલ્લાહના હુકમની નાફરમાની નથી કરતા, અને જે હુકમ આપવામાં આવે છે તેના ઉપર અમલ કરે છે!

 

[52:07.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ كَفَرُوْا لَا تَعْتَذِرُوا الْيَوْمَ‌ؕ اِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏‏﴿7﴾‏

૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt fVY Õttíty14ítÍu8YÕt3 GtÔt3Bt, ELLtBtt ítws3ÍÔt3Lt BttfwLítwBt3 íty14BtÕtqLt

૭.અય નાસ્તિકો આજે તમે કોઇ બહાના ન કાઢો કારણ કે જે કાર્યો તમે કરતા હતા તેનો બદલો તમને આપવામાં આવે છે.

 

[52:22.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا تُوْبُوْۤا اِلَى اللّٰهِ تَوْبَةً نَّصُوْحًا ؕ عَسٰى رَبُّكُمْ اَنْ يُّكَفِّرَ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَيُدْخِلَكُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ۬ ۙ يَوْمَ لَا يُخْزِى اللّٰهُ النَّبِىَّ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ‌ ۚ نُوْرُهُمْ يَسْعٰى بَيْنَ اَيْدِيْهِمْ وَبِاَيْمَانِهِمْ يَقُوْلُوْنَ رَبَّنَاۤ ا تْمِمْ لَنَا نُوْرَنَا وَاغْفِرْ لَنَا‌ ۚ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿8﴾‏

૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ítqçtq9 yuÕtÕÕttnu ítÔt3çtítLt3 LtËq1n1Lt3, y1Ët hççttufwBt3 ykGGttufV3Vuh y1LfwBt3 ËGGtuytítufwBt3 ÔtGtwŒ3Ït2uÕtfwBt3 sLLttrítLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu GtÔt3Bt Õtt GtwÏ14trÍÕÕttnwLLtrçtGt ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq, LtqhtunwBt3 GtMy1t çtGt3Lt yGt3ŒernBt3 Ôtçtu yGt3BttLturnBt3 Gtfq1ÕtqLt hççtLtt9 yríBtBt3 ÕtLtt LtqhLtt Ôtø14trVh3ÕtLtt, ELLtf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૮.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની તરફ તોબા કરો, ખાલિસ તોબા: ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારી બૂરાઇઓને ઢાંકી લ્યે, અને તમને એવી જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે; તે દિવસે અલ્લાહ નબીને તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે રૂસ્વા નહી કરે, તેમનું નૂર તેમની આગળ અને જમણી બાજુએ ચાલે છે અને તેઓ કહે છે કે અય પરવરદિગાર ! તું અમારા નૂરને અમારા માટે કામીલ કર, અને અમારા ગુનાહ માફ કર; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છો.

 

[53:12.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِيْنَ وَاغْلُظْ عَلَيْهِمْ‌ؕ وَمَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunLLtrçtGGttu ònurŒÕt3 fwVVth ÔtÕBttuLttVuf2eLt Ôtø1ÕtwÍ54 y1ÕtGt3rnBt3, ÔtBty3ÔttnwBt3 snLLtBttu, Ôtçtuy3ËÕt3 BtË2eh

૯.અય નબી ! તું નાસ્તિકો અને મુનાફીકો સાથે જેહાદ કર અને તેમના પર સખ્તાઇ કર! અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેવો ખરાબ અંજામ છે!

 

[53:27.00]

ضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِيْنَ كَفَرُوا امْرَاَتَ نُوْحٍ وَّ امْرَاَتَ لُوْطٍ‌ ؕ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتٰهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللّٰهِ شَيْئًا وَّقِيْلَ ادْخُلَا النَّارَ مَعَ الدّٰخِلِيْنَ‏﴿10﴾‏

૧૦.Í1hçtÕÕttntu BtË7ÕtÕt3 rÕtÕÕtÍ8eLt fVYBt3 hyít Ltq®nÔt14 ÔtBt3 hyít Õtqrít2Lt3, ftLtítt ítn14ít y1çŒGt3Ltu rBtLt3 yu2çttŒuLtt Ë1tÕtun1Gt3Ltu VÏt1tLtíttntuBtt VÕtBt3 Gtwø1LtuGtt y1LntuBtt BtuLtÕÕttnu ~tGt3ykÔt3 Ôtf2eÕtŒ3 Ïttu2ÕtLLtth Bty1Œt0Ïtu2ÕteLt

૧૦.નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અને લૂતની ઔરતોની મિસાલો બયાન કરેલ છે; તે બંને અમારા નેક બંદાઓની સરપરસ્તી હેઠળ હતી, પરંતુ તેણીઓએ ખયાનત કરી, જેથી તે બંનેને (નબીની ઔરત હોવાનો) અલ્લાહ તરફથી કંઇ ફાયદો ન થયો, અને તેમને કહેવામાં આવ્યું કે તમે બધા જહન્નમમાં દાખલ થનારાઓની સાથે દાખલ થાવ.

 

[54:00.00]

وَضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِيْنَ اٰمَنُوْا امْرَاَتَ فِرْعَوْنَ‌ۘ اِذْ قَالَتْ رَبِّ ابْنِ لِىْ عِنْدَكَ بَيْتًا فِى الْجَنَّةِ وَنَجِّنِىْ مِنْ فِرْعَوْنَ وَعَمَلِهٖ وَنَجِّنِىْ مِنَ الْقَوْمِ الظّٰلِمِيْنَۙ‏﴿11﴾‏

૧૧.ÔtÍ1hçtÕÕttntu BtË7ÕtÕt3 rÕtÕÕtÍ8eLt ytBtLtqBt3hyít rVh3y1Ôt3Lt, EÍ74f1tÕtít3 hÂççtçLtuÕte E2LŒf çtGt3ítLt3 rVÕt3 sLLtítu ÔtLts3suLte rBtLt3 rVh3y1Ôt3Lt Ôty1BtÕtune ÔtLts3suLte BtuLtÕt3 f1Ôt3rBtÍ54 Í5tÕtuBteLt

૧૧.અને અલ્લાહે મોઅમીનો માટે ફિરઓનની ઔરતની મિસાલ બયાન કરેલ છે કે જ્યારે તેણીએ કહ્યુ કે પરવરદિગાર! મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવ અને મને ફિરઓન અને તેના કાર્યોથી છુટકારો આપ અને મને ઝાલિમ કોમથી છુટકારો આપ:

 

[54:38.00]

وَمَرْيَمَ ابْنَتَ عِمْرٰنَ الَّتِىْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيْهِ مِنْ رُّوْحِنَا وَصَدَّقَتْ بِكَلِمٰتِ رَبِّهَا وَكُتُبِهٖ وَكَانَتْ مِنَ الْقٰنِتِيْنَ۠ ‏‏﴿12﴾‏

૧૨.Ôt Bth3GtBt çtLtít E2Bt3htLtÕÕtíte9 yn14Ë1Ltít3 Vh3snt VLtVÏ14tLtt Venu rBth3Ynu2Ltt Ôt Ë1Œ0f1ít3 çtufÕtuBttítu hççtunt Ôt ftuíttuçtune Ôt ftLtít3 BtuLtÕt3 f1tLtuíteLt

૧૨.અને ઇમરાનની દુખ્તર મરિયમની મિસાલ કે જેણીએ પોતાના દામનને પાક રાખ્યુ, અમોએ તેણીમાં અમારી રૂહ ફૂંકી અને તેણીએ તેના પરવરદિગારના કલેમાત અને કિતાબોની સચ્ચાઇને ટેકો આપ્યો (તસદીક કરી), અને તેણી અમારા ફરમાબરદારોમાંથી હતી.

 

[54:58.00]

 

 

 

સિપારો ૨૮ પૂરો